Pahela varsad no pahelo prem Pritesh Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Pahela varsad no pahelo prem

પહેલા વરસાદનો પહેલો પ્રેમ...

હું પ્રિતેશ આ મારી બીજી વાર્તા "પહેલા વરસાદ નો પહેલો પ્રેમ" ને આપની સમક્ષ મુકતા આનંદ અનુભવી રહ્યો છુ.

મારી માતૃભારતી પર પહેલી વાર્તા પ્રકાશિત થઇ હતી જે મારી દ્રષ્ટિ એ ઠીક હતી પણ તેને સારા પ્રમાણ માં કહી શકાય એવો વાંચકો નો પ્રેમ મળ્યો છે અને વાત કરું મારી વાર્તા "પહેલા વરસાદ નો પહેલો પ્રેમ " માં વાત છે પ્રશાંત અને નિશા કે જેઓ ને દોઢ કલાક માં પહેલી નજર નો પ્રેમ થઇ જાય છે પણ તેઓ એક બીજા ના નામ જાણવાનું ભૂલી જાય છે આગળ શું થાય છે તે જાણવા તમારે વાર્તા વાંચવી પડશે.

તમારા પ્રતિભાવો મારા માટે મારી જાત નો આયનો છે, તમે માતૃભારતી પર અથવા પર્સનલ મને વ્હોટ્સઅપ માં મેસેજ કરી શકો છો 8128860483 અથવા ફેસબુક પર જણાવી શકો છો pritesh hirpara kaviraaj.

મને વાર્તા લખવા માટે હંમેશા પ્રેરણા આપનાર દોસ્તો, વાંચકો કે જેને મારા જેવા નવા નિશાળીયા જેવા લેખક ને વધુ સારું લખવા પ્રોત્સાહિત કર્યો, અને એક મિત્ર જેના વગર હું આ વાર્તા અહીં પ્રકાશિત જ ના કરી શકત પણ એણે નામ આપવાની ના પાડી છે અને વધુ એક ખાસ આભાર માતૃભારતી ટીમ અને મહેન્દ્રભાઈ નો કે જેઓ નવા યુવાન લેખકો ને આટલું સારું પ્લેટફોર્મ આપે છે, અને બીજા ઘણા નો આભાર માનવો જ પડે

***

પહેલા વરસાદનો પહેલો પ્રેમ...

આરજે રોહિત આવ્યો ત્યારે ઘડિયાળમા સાંજના ૫:૪૫ નો ટાઇમ થયો હતો. પાણીની તરસ છીપાવીને સીધો તેના બોસને મળવા એમની કેબિનમા ગયો. રોહિતને થોડુ અંગત કામ હતુ. ૫ મિનિટમા કામ પતાવ્યા બાદ તે પોતાના સ્ટુડિયોમા ગયો.

સ્ટુડિયોમા હજી આરજે ચૈતાલીનો શો હજી ચાલુ હતો.

“હાય રોહિત ગુડ ઇવનિંગ, કેમ છે મજામા ને?. મજા આવી ગઇ હશે વરસાદમા કાર લઇને નિકળવાની નઇ?” આરજે ચૈતાલીએ પુછ્યુ.

“અરે ના હુ તો આજે બાઇક લઇને આવ્યો છુ, બાઇક મારો પહેલો પ્રેમ છે. આ વરસાદમા બાઇક ચલાવવાની મજા જ કઇક અલગ છે.” રોહિતે કહ્યુ.

“જનાબ આજે કઇ વાર્તા લઇને આવ્યા છો? આજે શનિવાર છે તો બીજુ કઇ કામ નથી તો હુ આજે અહી સ્ટુડિયોમા રહીને તારી વાર્તા સાંભળીશ, તો ચલ તારો શો હવે ચાલુ કર.” ચૈતાલીએ રોફ જમાવતા કહ્યુ.

આરજે રોહિત રેડિયો નજરીયા ૧૦૭.૮ મા કામ કરતો હતો. રેડિયો નજરીયા ચાલુ થયુ તેને ૧ વર્ષ થયુ હતુ. જ્યારે રોહિત આરજે તરીકે રેડિયો નજરીયામા જોડાયો તેને હજી ૨ મહીના થયા હતા, પણ તેણે ૨ મહીનાના ટુંકા ગાળામા સારી એવી પ્રસિધ્ધિ મેળવી હતી. રેડિયો નજરીયાના સિનિયર અને એના સમકાલીન આરજે ને પણ તેણે પાછળ રાખી દીધા હતા. ગુજરાતના બેસ્ટ આરજે મા રોહિતનો સમાંવેશ થતો હતો. રોહિતના શો નો ટાઇમિંગ સાંજના ૬ થી ૮ નો હતો, તેના શો નુ નામ “બે પળની જિંદગી”. એમા તે રોજ એક નવી સ્ટોરી લઇને આવતો હતો જે યુવાન, તરૂણ અને વૃધ્ધ માણસની કે પછી બીજા કોઇની પણ હોઇ શકે. આ વાર્તા તે પોતે લખતો કેમ કે તે પોતે ખુબ સારો લેખક હતો અને તેને સંગીતનુ પણ સારુ એવુ જ્ઞાન હતુ. તેની વાર્તા કહેવાની રીત ખુબ જ અલગ હતી. રોહિતની વાર્તાઓ એની આજુબાજુ બનતી સત્ય ઘટનાઓ પર આધારીત રહેતી. એની વાર્તામા કોઇને પોતાનો ખાસ મિત્ર મળી આવતો, કોઇ યુવતીને એનો પ્રેમી મળતો, કોઇ દાદાને એનો પૌત્ર કે પૌત્રી મળી આવતો. ટુંકમા આરજે રોહિતની વાર્તા દરેકને પોતાની વાર્તા લાગતી.

આરજે રોહિતે પોતાનો શો ચાલુ કર્યો.

“ગુડ ઇવનિંગ....અમદાવાદ.....” રોહિતે ખુશીના લહેકાથી સુર ખેચ્યો. “કેમ છો મિત્રો મજામા ને, તમે તમારા ખાસ મિત્ર રોહિતને સાંભળી રહ્યા છો રેડિયો નજરીયામા તમારા દિલના શો “બે પળની જિંદગીમા”.

“આજ મૌસમ બડા બૈમાન હે.... આજ મૌસમ બડા બૈમાન હે....ખરેખર આજે મૌસમ બૈમાન છે, જુઓ ને સવારે કેવો તડકો હતો અને અત્યારે મસ્ત ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે, ફુલો ખીલી ઉઠયા છે, ધરતી તો જાણે વરસાદ સાથેના મિલનથી મહેકી ઉઠી છે. ચારે બાજુ વરસાદની અલગ ખુશ્બુ છવાઇ ગઇ છે, મોર ટહુકા કરે છે કોયલ ગાય છે અને બીજુ ઘણી વસ્તુ તમને જોવા મળે આ વરસાદની મૌસમમા. આવામા કોઇ હસીન સાથ હોય તો વરસાદમા ચાલવા નીકળવાની કઇક અલગ મજા આવે નહી? આ વરસાદ જોઇને કોઇ વિખુટા પડેલ પ્રેમીને એની પ્રેમિકા દેખાય, કોઇ દાદાને એની ગુજરી ગયેલી પત્ની યાદ આવે, તો કોઇ પતિને એની પિયર ગયેલી પત્ની યાદ આવે.”

“તમને થતુ હશે કે આ વરસાદ છે એટલે તમારો મિત્ર ક્યારનોય વરસાદની વાત કરે છે, પણ ના મને થયુ કે આજે આટલો મસ્ત વરસાદ આવે તો તમને મારી વાર્તાના વરસાદમા ભીંજાવી દઉ. મને ખબર છે મારી વાર્તા સાંભળવાની બહુ ઉતાવળ છે તમને બધાને પણ અગર કુછ પાના હે તો ઇંતજાર કરના તો જરૂરી હે. મારી વાર્તા શરૂ થશે એક સોંગ પછી અને સોંગ કયુ છે? અરે આટલો મસ્ત વરસાદ પડતો હોય, રોહિતની વાર્તા પણ વરસાદ વાળી હોય તો પછી સોંગ પણ એવુ જ સંભળાય ને, ગીત છે મંજિલ મુવીનુ, કિશોર કુમાર અને લતાદી ના મસ્ત અવાજમા ગવાયેલુ, “રિમઝીમ ગીરે સાવન સુલગ જાયે મન....” તો એંજોય કરો આ સોંગ.

ચલો આ બ્રેક પછી પાછા તમે છો તમારા ખાસ મિત્ર રોહિત જોડે મારા શો ‘બે પળની જિંદગીમા’

આજના સમયમા પ્રેમ વિશે પુછીએ તો આજુ બાજુ ઘણા કિસ્સા જોવા મળી જાય, અરે આજકાલ દસ વર્ષના છોકરાને પણ ગર્લફ્રેંડ હોય, કોલેજમા આવ્યા એટલે તમે સિંગલ હોવ તો તમને તમારા ફ્રેંડસ જાણે કોઇ ગુનેગાર હોય એવી રીતે જોવે, એક ગર્લફ્રેંડ કા તો બોયફ્રેંડ હોવો જોઇએ, પણ સાચા પ્રેમ વિશે પુછીએ તો કોઇ ઉત્તર ના મળે, કેમ કે સોના જેવો સાચો પ્રેમ માંડ ૩૦% જોવા મળતો હશે બાકી બધુ ખાલી આકર્ષણ અથવા બીજુ કઇક.

“ચલો હવે વાર્તા પર આવુ.હુ પુછુ કે માત્ર દોઢ કલાકમા સાથે રહીને નામ કે ઠેકાણુ જાણ્યા વગર સાચ્ચો પ્રેમ થઇ શકે ખરો, તો જવાબ મળશે આ બધી વાતો ખાલી ફિલ્મોમા જોવા મળે રિયલ લાઇફમા નહિ. જે પણ હોય પણ આવા પ્રેમમા સહજ નિર્દોષતા તો હોવાની જ. આજે હુ આવી જ વાર્તા લઇને આવ્યો છુ, પ્રશાંત અને નિશાની, વાર્તાનુ નામ છે ‘પહેલા વરસાદનો પહેલો પ્રેમ’ જેમનો પ્રેમ એકદમ નિર્દોષ છે.

“પ્રશાંત કે જે એક ૨૩ વર્ષનો યુવાન છે. ઉંચાઇમા મિડિયમ, આકર્ષક બાંધો, શબ્દોમા ભાર આપીને બોલવાની એની આગવી છાંટ, આકર્ષક વ્યક્તિત્વ, ખુબ જ મળતાવડો સ્વભાવ અને ઉપરથી દેખાવમા પણ રૂપાળો. કેટલીય રૂપાળી છોકરીઓને એ પ્રેમથી ના પાડી ચુક્યો હતો. અરે આખા કોલેજના છોકરા જે છોકરી પાછળ ગાંડા હતા એ ક્રિશાના પ્રેમપ્રસ્તાવને પણ એ ના પાડી ચુક્યો હતો.

વરસાદના લીધે આજે બાઇક લઇને એ વહેલો નિકળી ગયો. થોડે દુર આગળ ગયો ત્યા વરસાદ વધી ગયો. પ્રશાંતે બાઇકની સ્પીડ ધીમી કરી, અડધો કિમી. આગળ ગયો ત્યા તેને એક યુવતી દેખાઇ જે લિફ્ટ માંગી રહી હતી. આ યુવતીને આપણે નિશા નામથી ઓળખીશુ. પ્રશાંત આમ તો કોઇ અજાણ્યાને લિફ્ટ નથી આપતો, કેમકે આજકાલ ઠગાઇના કિસ્સાઓ બહુ વધી ગયા છે. પણ પ્રશાંતે બાઇક ઉભી રાખી. જાણે પ્રશાંતને આજે અજાણી યુવતી પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો. સુંદર મુખડુ, સાગર જેવી આંખો થોડી ડરેલી અને શરમાતી નજારો, લાલ અને આકર્ષક હોઠ. ભીંજાયેલા કપડા એના શરીર જોડી ચોંટી ગયા હતા જેના લીધે તેના અંગોનો ઉભારો સ્પષ્ટ રીતે છાંટ થતા હતા. બધી રીતે અપ્સરા જેવી લાગતી હતી પણ પ્રશાંતને ક્યા આ બધામા રસ હતો, એ તો આ છોકરીની આંખોમા જ ખોવાયેલો હતો. જાણે કે એના હસીન નયને પ્રશાંતની નજરને સંમોહિત ના કરી દીધી હોય. બે ત્રણ વખત નિશાએ પ્રશાંતને બોલાવ્યો ત્યારે આપણા પ્રશાંતભાઇ ભાનમા આવ્યા.

“હા બોલો ને” પ્રશાંત થોથવાતા બોલ્યો.

“મારે મહાદેવનગર જવુ છે, બસ અત્યારે મળતી નથી અને શટલીયા તો જવાની ના પાડે છે.” નિશાએ કહ્યુ.

પ્રશાંતને લક્ષ્મણનગર જવાનુ હતુ જ્યારે મહાદેવનગરનો રસ્તો આખો ઉંધો પડતો હતો અને ત્યા મહાદેવનગરમા જ્યારે વરસાદ પડતો ત્યારે એટલુ પાણી ભરાઇ જતુ કે કોઇ પણ વાહન ત્યા જાય તો બંધ પડી જતુ, પણ પ્રશાંત ના ન પાડી શક્યો. કેમ કે પ્રશાંતને નિશા જોડે આપણે જેને પહેલી નજરનો પ્રેમ કહીયે છીએ એ પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમમા પણ બહુ અજીબ લાગણી છે, કોને કોની જોડે ક્યારે થઇ જાય એ ખબર નથી પડતી, અને આ પ્રેમમા જ્યારે નિર્દોષતા હોય ત્યારે તો કહેવુ જ શુ? પ્રશાંતના પ્રેમમા પણ આ જ નિર્દોષતા હતી.

આગળ શુ થયુ વાર્તામાએ જાણવા માટે મારી જોડે જ જોડાયેલા રહો, ક્યાય જતા નહી અને હવે સાંભળો બેક ટુ બેક ત્રણ સોંગ.

પહેલુ “મોહોબ્બ્ત બરસા દે ના તુ સાવન આયા હૈ”આરિજીત ના ના મસ્ત અવાજ માં

બીજુ પણ અરિજીતના જ અવાજમા “કભી જો બાદલ બરસે”

અને ત્રીજુ કુમાર સાનુના અવાજમા “દો દિલ મીલ રહે હે”

અને આરજે રોહિતે કોફી પીતા પીતા ગીતો ચાલુ રાખ્યા, સાથે બેસેલી આરજે ચૈતાલીને પણ એ વાર્તામા ખુબ રસ પડ્યો.

“સુહાના સફર ઔર યેહ મૌસમ હસીન અને અહીયા તો હમસફર પણ હસીન છે તો પછી સફર તો સુહાનો જ બનવાનો ને”

ફરી એક વખત તમે છો તમારા દોસ્ત રોહિત જોડે અને હુ હમણા વાત કરી રહ્યો હતો મારી વાર્તા “પહેલા વરસાદનો પહેલો પ્રેમ” વિશે.

તો આપણે છેલ્લે ક્યા હતા કે આપણી વાર્તાનો હિરો આપણી વાર્તાની હિરોઇન નિશાને મહાદેવનગરમા છોડવા જઇ રહ્યો હતો, જેમ નિશા વરસાદમા ભીંજાઇ ગઇ હતી એમ પ્રશાંત પણ ભીંજાઇ ગયો હતો.

પ્રશાંતે પોતાની હોંડા સાઇન ચાલુ કરી અને નિશા પાછળ બેસી ગઇ, થોડીવારમા તો જાણે બાઇક પવન સાથે વાત કરવા લાગી.

મહાદેવનગર હજુ ૭ કિમી દુર હતુ, ૧ કિમી હજી બાઇક ચાલી હશે ત્યા મનહર ચોકડી આવ્યુ જ્યા ક્યારેય પાણી ભરાતુ નહતુ પણ આજે ત્યાય પાણી ભરાઇ ગયુ. થોડીક ગાડી આગળ ચાલી ત્યા ગાડી બંધ થઇ ગઇ, કેમ કે રોડ ઉપર ખાસુ પાણી ભરાઇ ગયુ હતુ.

“મારા નસીબ જ આજે ફુટેલા છે પહેલા તો કોઇ ત્યા સુધી આવવા તૈયાર નહોતુ અને તમે આવ્યા તો તમારૂ બાઇક બંધ પડી ગયુ હવે શુ કરીશુ?” નિશા મુંજાઇ ગઇ.

“ચિંતા ના કરો હુ તમને મુકી જઇશ છેક સુધી.” પ્રશાંતે આજુબાજુ નજર દોડાવી ત્યા એક મોટુ મૉલ ટાઇપનુ સુપર માર્કેટ દેખાયુ અને બાજુમા પાર્કિંગ હતુ.

“મેડમ હુ તમને ઘરે સુધી પહોચાડી દઇશ પણ આપણે ચાલીને જવુ પડશે કેમ કે મારુ બાઇક આ પાણીમા ચાલશે નહી, તો હુ બાઇક સામે પાર્કિંગમા મુકીને આવુ છુ.” પ્રશાંત થોડીવારે બાઇક મુકીને આવ્યો.

“યુહી કટ જાયેગા સફર સાથ ચલને સે, કે મંજીલ આયેગી નજર સાથ ચલને સે” પ્રશાંતે ગીત ગાવાનુ ચાલુ કર્યુ અને નિશા હસી પડી.

નિશાના હાસ્યને પ્રશાંત જોઇ રહ્યો, એને નિશાનુ હાસ્ય ખુબ મનમોહક લાગી રહ્યુ હતુ. પ્રશાંત નિશાને જોઇ રહ્યો, એણે અત્યાર સુધી ખાલી એની આંખો જોઇ હતી અને તેને નિશા જોડે પ્રેમ થઇ ગયો હતો. સુંદર ચહેરો, સાગર જેવી આંખો, માપના પ્રમાણસર ને આકર્ષક હોઠ, કામણિય કાયા. જાણે કે અપ્સરા જ જોઇ લો અને ઉપરથી નિશા વરસતા વરસાદમા ભિંજાયેલી હતી. પ્રશાંતે હજી સુધી કોઇ છોકરીને આ નજરે જોઇ ના હતી. પ્રશાંત થોડો થોડો મદહોશ થઇ રહ્યો હતો.

નિશા પણ થોડી થોડી પ્રશાંતથી આકર્ષક થઇ હતી. પ્રશાંતનુ વ્યક્તિત્વ જ આકર્ષક હતુ, હેંડસમ તો એ લાગતો જ હતો પછી એનો કેરીંગ નેચર અને બીજુ ઘણુ. નિશા ક્યારેય માણસને ઓળખવામા થાપ નહોતી ખાતી એણે પ્રશાંતને થોડીવારમા સારો એવો જાણી લીધો હતો. નિશાને પ્રશાંતની આંખોમા એક પ્રકારની નિર્દોષતા દેખાતી હતી. એટલે જ એ પ્રશાંત જોડે જવા તૈયાર થઇ હતી.

“જનાબ તમે તો બહુ સારુ ગાવ છો, ખુબ આગળ જશો તમે તો.” નિશાએ પ્રશાંતના વખાણ કર્યા.

“દુઆ છે તમારા જેવા ચાહવાવાળાની.” હવે પ્રશાંત પણ નિશા જોડે ફ્રેંડલી થવા લાગ્યો હતો. ધીરે ધીરે વાતો વાતોમા તે બંને ફ્રેંડ બની ગયા.

તેઓ હવે ચાલતા ચાલતા વિરપુર પહોચી ગયા હતા. ત્યા જ નિશાની નજર અચાનક એક ડોડાવાળા ઉપર પડી.

પ્રશાંતે જોયુ કે નિશાની નજર બીજે ક્યાક છે, પ્રશાંતે પણ એ બાજુ જોયુ તો એક ડોડાવાળો ઉભો હતો. અત્યાર સુધી તેઓ આટલા ભરેલા પાણીમા એક કિમી જેવુ ચાલ્યા હતા, પણ ત્યા ખુબ પાણી ભરેલા હતા એટલે આ રસ્તા પર અવરજવર ઓછી હતી જ્યારે અહિયા પાણી એટલુ બધુ નહતુ, અહી આ ડોડાવાળો જોવા મળી ગયો. પ્રશાંત જઇને બે ડોડા લઇ આવ્યો. બંનેએ મજાથી વાતો કરતા કરતા ડોડા ખાધા.

“થેંકસ હો દોસ્ત, મારી ઘણા ટાઇમથી આવા વરસાદમા મકાઇના ડોડા ખાવાની બહુ ઇચ્છા હતી જે તે આજે પુરી કરી.” નિશાએ કહ્યુ.

“એમા થેંકસ શેનુ, દોસ્ત પણ કહે છે અને થેંક્સ પણ કહે છે, દોસ્તી મે નો સોરી નો થેંક્યુ.” પ્રશાંત શાહરૂખ ખાનની સ્ટાઇલમા બોલ્યો.

પ્રશાંત અને નિશા અડધો કલાકમા સાથે સાથે ચાલતા એકબીજાની ઘણી નજીક આવી ગયા હતા. એમ કહો ને કે પ્રેમમા પડી ગયા હતા, પણ આ બંને પ્રેમમા એવા પડ્યા હતા કે તેઓને એકબીજાના નામ પણ જાણવાની દરકાર નહોતી.

પછી પાછા વરસાદમા તેઓ ચાલવા લાગ્યા. હવે તેઓ હાથમા હાથ પરોવીને ચાલી રહ્યા હતા. આજુબાજુ જતા લોકો ઇર્ષાભાવથી તેમને જોઇ રહ્યા હતા. પ્રશાંત અને નિશા પુરી રીતે એકબીજાના પ્રેમમા પડી ગયા હતા. હવે વરસાદ થોડો ધીમો પડ્યો હતો. આજુબાજુનુ વાતાવરણ ખુબ ખુશનુમા બની ગયુ હતુ. ઝાડના પાન પરથી પડતી પાણીની બુંદોનુ સંગીત છવાઇ ગયુ હતુ. એકદમ નિરવ શાંતિ હતી. દેડકાને તિતરનો અવાજ સંભળાતો હતો. ભીની માટીની સોડમ મનને તરબોળ કરતી હતી. અને એવામા આ પહેલા વરસાદમા બંને માટે પહેલો પ્રેમ હતો.

અચાનક પ્રશાંતની નજર ચાની કિટલી પર પડી, “ચલને યાર આ વરસાદમા ચાની ચુસકીની મજા લઇએ.” પ્રશાંતે નિશાને પુછ્યુ તેના જવાબમા નિશાએ માથુ હલાવી હકારમા જવાબ આપ્યો.

“કાકા બે કટીંગ ચા ફુદીનાવાળી અને મસ્ત બનાવજો.” પ્રશાંતે ચાનો ઓર્ડર આપ્યો.

કાકાએ ચાની બે પ્યાલી આપી અને પછી નિશા અને પ્રશાંતે ગરમા ગરમ ચાની ચુસકીની મજા લેવા લાગ્યા. કાકાએ ચાની લારી પર વિવિધ ભારતી ચાલુ કર્યુ ત્યારે ‘નુરી’ મુવીનુ ટાઇટલ ટ્રેક કે જે નિતિન મુકેશ અને લતા મંગેશકરના અવાજમા વાગી રહ્યુ હતુ. “આજા રે આજા ઓ મેરે દિલબર રાજા, દિલ કી પ્યાસ બુજા જા રે” અને એ સોંગ પુરુ થયુ ત્યારે પ્રશાંત અને નિશા ચા પી ચુક્યા હતા. પછી તેઓ કિટલીથી જવા લાગ્યા ત્યારે અચાનક રાજ કપુરના મુવીનુ “શ્રી ૪૨૦” નુ સોંગ વાગી રહ્યુ હતુ.

“પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યુ ડરતા હૈ દિલ, કહેતા હૈ દિલ રાસ્તા મુશ્કિલ, માલુમ નહી હૈ કહા હૈ મંજિલ.”

અને પ્રશાંતે નિશાનો હાથ માંગ્યો, નિશાએ હાથ આપ્યો પછી ખાલી આંખોની ભાષાથી બંનેએ વાત કરી. અહી હોઠ ભલે ચુપ હતા પણ કશુ કહ્યા વિના બંને વચ્ચે સારી એવી વાત થતી હતી. આ છે પ્રેમની ભાષા જેમા શબ્દો ઓછા ને આંખોથી ઘણુ બધુ કહેવાઇ જાય.

નિશાનો હાથ પોતાના હાથમા લઇને તેને અસલ જિંદગીમા ઝરમર ઝરમર વરસાદમા ભીંજાતા ભીંજાતા કપલ ડાંસ કર્યો. પેલા ચા વાળા કાકાને તો મોજ પડી ગઇ જાણે કે રાજ કપુર અને નરગિસ એની સામે આ વરસાદમા ડાંસ કરી રહ્યા હતા. બસ માત્ર છત્રીની કમી હતી.

સોંગ પુરુ થયુ પછી પ્રશાંત બોલ્યો, “ઇંડિયન કલાસિકલ સોંગ મારા ફેવરીટ છે, એમાય જો મુકેશજી, રફીજી કે પછી કિશોરદા હોય તો તો મોજ પડિ જાય.”

“આપણી પસંદ બહુ મળે છે હો, મને પણ ખુબ જ પસંદ છે, પણ મને રફીસાબ પ્રત્યે વિશેષ પક્ષપાત છે, એમા પણ જો લતા રફી કે આશાકે રફી નું ડ્યુએટ હોય તો આજુબાજુનુ બધુ ભુલી જાઉ.” નિશાએ ખુબજ ઉત્સાહથી પોતાની પસંદ જણાવી.

અરે દોસ્તો તમે વાર્તામા ખોવાઇ ગયા પણ એક બ્રેક તો જરૂરી છે ચલો ત્યા સુધી તમે આ સોંગ સાંભળો, “પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ....”

“ચલો હવે પાછા તમે છો તમારા ખાસ દોસ્ત રોહિત જોડે ‘બે પળની જિંદગીમા’ અને તમે અત્યારે સાંભળી રહ્યા છો આજની વાર્તા જેનુ નામ છે ‘પહેલા વરસાદનો પહેલો પ્રેમ’ વાર્તા શરૂ કરુ એની પહેલા મને ગુલઝાર સાહેબની એક ખુબ સરસ રચના યાદ આવે છે.”

“મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ,

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ,

સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈ,

ઔર મેરે ઇક ખત મૈ લિપટી રાત પડી હૈ,

વો રાખ ભુલા દો, મેરા વો સામાન લૌટા દો,

વો રાખ ભુલા દો, મેરા વો સામાન લૌટા દો”

ખુબ સરસ લાઇન છે નહિ? ગુલઝાર સાહેબની કવિતાઓની વાતજ અલગ છે, ચલો પાછા વાર્તા પર આવીએ.

પછી પ્રશાંત અને નિશાએ પોતાના ચપ્પ્લ પ્લાસ્ટિકની બેગમા નાખીને તેઓ ખુલ્લા પગે ઘાસવાળા રસ્તા પર ચાલવા લાગ્યા. અહિયા જાણિતા રામબાગ કે જેનુ અત્યારે સમારકામ ચાલી રહ્યુ હતુ એટલે ત્યાથી રસ્તો નિકળતો હતો. આથી નિશા અને પ્રશાંત લીલા ઘાસમા ચાલવાની મજા લઇ રહ્યા હતા. ત્યા વરસાદ વધી ગયો આથી પ્રશાંત અને નિશા એક મોટા ઝાડ નીચે ઉભો રહ્યા. અચાનક જોરથી વિજળીનો કડાકો થયો અને નિશા ડરીને પ્રશાંતની બાહોમા છુપાઇ ગઇ. અત્યારે બંને એકબીજાની ખુબ નજીક એટલા નજીક કે એકબીજાના શ્વાસના ઘોંઘાટમા બીજા અવાજ જાણે ખોવાઇ ગયા હતા. નિશા પોતાના હોઠ પ્રશાંતના હોઠની નજીક લઇ ગઇ, હવે પ્રશાંત નિશાના ભીના હોઠ ચુમવા પોતાના હોઠ નિશાના હોઠની નજીક લઇ ગયો.

“ભોઉ....ભોઉ....” કુતરાના ભસવાના અવાજથી બંને ઝબકી લઇ ગયા. બંને હોશમા આવી ગયા. વરસાદ ધીમો પડ્યો હતો હવે, પાછા બંને ચાલવા લાગ્યા.

આમને આમ મહાદેવનગર આવી ગયુ. છુટા પડતા પહેલા બંને એકબીજાને ખુબ ભાવથી ભેંટયા અને વિખુટા પડ્યા.

રાતે ઘરે પહોચ્યા પછી પ્રશાંતને એક અફસોસ થવા લાગ્યો કે આટલા ફાસ્ટ યુગમા તે પેલી છોકરીનો નંબર તો શુ નામ પુછવાનુ પણ ભુલી ગયો. પણ એણે નિશ્ચય કર્યો કે કાલે એ પેલી છોકરીને મહાદેવનગરમા જરૂર શોધશે, ક્યાક ને ક્યાક તો એ મળી જ જશે ને આમય આ દુનિયા પ્રશાંતને નાની લાગતી હતી. પણ પછી પ્રશાંતે નિશાને શોધવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ નિશા પ્રશાંતને ના મળી. અને આમ એ દોઢ કલાકમા થયેલો પહેલા વરસાદનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો.

“અહી વાર્તા પુરી થાય છે. આ વાર્તા કેવી લાગી એનો પ્રતિભાવ જરૂર આપજો, મારો નંબર તો ખબર જ છે ને ૫૫૧૨૫૫૦”

પછી તો આરજે રોહિતના રેડિયોના નંબર પર ફોનનો મારો ચાલુ થઇ ગયો. બધાની એક ફરિયાદ હતી કે વાર્તા અધુરી કેમ રાખી. છેલ્લે રોહિતે એમ કહેવુ પડ્યુ કે આ વાર્તા એકદમ સાચી વાર્તા છે અને એના એક મિત્રની છે. અડધો કલાક પછી રોહિત ખુબ ખુશ હતો કેમ કે રોહિતની વાર્તાને ખુબ સરસ પ્રતિભાવ મળી રહ્યો હતો, માત્ર વાર્તા અધુરી રાખ્યાની ફરિયાદ સિવાય.

ત્યા મૃગેશ રોહિતને બોલાવવા આવ્યો કે કોઇ છોકરી એને મળવા માંગે છે, એને બહુ જ સમજાવી પણ જિદ્દ પકડીને બેઠી છે.

રોહિત બહાર આવ્યો અને પેલી છોકરી તરફ જોયુ અને બંનેની આંખોમાથી આંસુ આવી ગયા. પેલી છોકરી રડતી રડતી રોહિતને ભેંટી પડી અને થોડીક શાંત થયા બાદ બોલી, “તો મિ.પ્રશાંત ઉર્ફ આરજે રોહિત....મારુ નામ કશીશ છે. મારે પછી એ જ દિવસે અચાનક મહાદેવનગરની બહાર જવાનુ થયુ અને એમા આપણે પાછા મળી ના શક્યા. આ દુનિયા કેટલી મોટી છે અને આજે અનાયાસે રેડિયો સાંભળવાનુ મન થયુ અને એમા તારો અવાજ હુ તરત ઓળખી ગઇ. અને હુ તરત જ મારી કાર લઇને નિકળી પડી ને આજની તારા અવાજમા વાર્તા પણ સાંભળતી રહી.”

જાણે કે વર્ષોના વિરહ બાદ એકબીજાને મળી રહ્યા હોય એમ આંસુભર્યા ચહેરા સાથે રોહિત અને કશિશ એકબીજાને ભેટી પડ્યા. આસપાસનો સ્ટાફ આ પ્રેમીઓને નિહાળી રહ્યુ હતુ, પણ આ બે ને ક્યા પરવાહ હતી.

કશિશે આંખો બંધ કરી અને હોઠ આગળ કર્યા. રોહિતે બે હાથથી કશિશના ચહેરાને સંભાળ્યો અને પોતાના હોઠ કશિશના હોઠ પર મુક્યા અને કિસ કરવા લાગ્યો. ત્યા જ ઉભા રહેલા સ્ટાફના લોકો આશ્ચર્ય અને આનંદ ની લાગણી થી આ ‘પહેલા વરસાદ નો પહેલો પ્રેમ’ ને જોઈરહ્યા હતા.

સમાપ્તિ

પ્રિતેશ હિરપરા “મિત્ર”

રેટ કરો અને રિવ્યુ આપો

Khyati Soni ladu

Khyati Soni ladu 1 વર્ષ પહેલા

honey vanad

honey vanad 4 વર્ષ પહેલા

Chintan Gajera

Chintan Gajera 4 વર્ષ પહેલા

Manisha

Manisha 4 વર્ષ પહેલા

Fukki

Fukki 4 વર્ષ પહેલા