અનિશા Anisha Pritesh Hirpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનિશા Anisha

મિત્રો બહુ લાંબા સમય પછી હું માતૃભારતી પર ટૂંકી વાર્તા સાથે આવી રહ્યો છું. આ વાર્તા માટે હું પરમ મિત્ર રોહિત સુથારનો આભાર માનીશ. એ સિવાય 'વાર્તા રે વાર્તા ગ્રુપના સભ્યોનો આભારી રહીશ એમના વગર આ વાર્તા હું લખીજ ના શકેત. આ સિવાય નીલ મુરાણી પણ આભાર માનીશ કે જેમણે મને મારી વાર્તાનું સહુથી સબળ પાસું બતાવ્યું.

ઘણી વખત આપણને આપણા સાચા પ્રેમની ઓળખ અને કદર નથી હોતી અને જ્યારે કદર થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આ વિચાર પર જ આ વાર્તા છે.

અનિશા

***

વર્ષ 2025

હા હજી મને મારા કર્યાનો અફસોસ છે. કદાચ આજ ન્યાય છે. હવે હું સાધુ બની ગયો છું. મધ્યપ્રદેશમાંથી વહેતી આ નર્મદા નદીના કિનારના પવિત્ર વાતાવરણમાં મને પરમ શાંતિનો અહેસાસ તો હજી પણ નથી થયો. પ્રાયશ્ચિતનો માર્ગ કપરો છે પણ એ માર્ગ પર ચાલવુ જ રહ્યું. હા મેં કોઈ આશ્રમ નથી બનાવ્યો બસ કોઈક માર્ગ ભૂલેલા ને રસ્તો બતાવવાનું કામ કરૂં છુ. મારામાં હજી એ જીવે છે. મારા શ્વાસમાં હજી એનું અસ્તિત્વ છે. મારા શ્વાસમાં બસ એક જ નામ બોલે છે

અનિશા અનિશા અનિશા

હાજી પણ મને એ વીસ વર્ષ પહેલાં બનેલી ઘટના યાદ આવી જાય છે.

સાત વર્ષ પહેલાં

મારા જીવનમાં કેટલીયે છોકરીઓ આવી હતી પણ અનિશા યાદ રહી ગઈ. મને એક વખત કોઈ છોકરી મારા જીવનમાંથી જતી રહે પછી એ ભુલાઈ જતી. આની પહેલા ચાર છોકરી મારા જીવનમાં આવી ચૂકી હતી જે હવે મને યાદ પણ નહોતી. યાદ કરવા માટે પણ કોઈ કારણ હોવું જોઈએ ને ? બિસ્તર પર સારી હતી એ પણ શું કારણ કહેવાય ? રૂપિયા ખર્ચો તો એનાથી પણ સારી કોલગર્લ મળી રહે. છોકરી મન બહેલાવા માટેની વસ્તુ છે તેમ હું માનતો હતો પણ અનિશા યાદ રહી ગઈ. એવી યાદ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી નહીં ભુલાય. હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. મારો બાપ પૈસા વાળો નહોતો પણ ઓનલાઈન સોશિયલ વર્ક કરીને હું સારું એવું કમાઈ લેતો હતો. કોલેજ તો ખાલી મિત્રો સાથે મસ્તી અને જલસા કરવા જ જતો હતો. અચાનક મારી નજર એક છોકરી પર પડી. એને એક વખત જોયી હતી પણ એટલી તલ્લીનતા થી નહોતી જોઈ કે જેટલી આજે જોઈ હતી. એની ચાલમાં એક અલગ પ્રકારની લચક હતી. એની આંખોમાં જોવાથી ભારેમાં ભારે કિંમતનો દારૂ પીવાથી પણ ના ચડે એવો નશો મને ચડી ગયો હતો. પાછો ઉપરથી એના રૂપનો નશો એટલે આપણે તો બોસ "મન બહેકા રે બહેકા કોલેજ કે મેદાન મૈ" એવું થયું. એના બે લાલ સુંદર અને પાતળા હોઠ કે જે જાણે કે ચુમાવા માટે મારા હોઠને આમંત્રણ આપી રહ્યા હતા. એની લચકાદર કમર જીન્સના પેન્ટમાં વધારે ધ્યાન ખેંચતી હતી. એના ચપોચપ પહેરેલા ટી શર્ટ માં એના બે છાતીના ઉભારોની સુંદરતા આપોઆપ કળાઈ આવતી હતી. એના શરીર પરના કમિનિય વળાંકો મને મદહોશ બનાવી રહ્યા હતાં. ટૂંકમાં મારી માટે તો દિવસે પણ કોઈ પરી મરી સામેથી જઈ રહી હતી. મેં નક્કી કર્યું કે આ છોકરીને ગમે તે રીતે ભોગવવી છે.

થોડીક તપાસના અંતે જાણવા મળ્યું કે એનું નામ અનિશા હતું. મીડલ કલાસના મા બાપની આઝાદ વિચારો ધરાવતી ખુદદાર છોકરી એટલે અનિશા. એસ વાય બીકોમમાં હતી તે જ્યારે હું તો એમ કોમમાં. મેં બહુ વિચારોના અંતે અનિશાને પટાવવા માટેની યુક્તિ વિચારી. અનિશાને સ્પોર્ટ પ્રત્યે રુચિ હતી. હવે ગમે તે રીતે સ્પોર્ટમાં નામ કરવું પડશે. મારો એક મિત્ર અકિલ જાણકારી લાવ્યો કે ત્રણ મહીનાં પછી બધી અલગ જાતની સ્પર્ધા થવાની હતી અને અનિશાને સ્વિમિંગમાં રસ હતો. બસ પછી મેં તૈયારીઓ ચાલુ કરી દીધી. આમ પણ હું દોઢેક વર્ષ પહેલાં ગોલ્ડ મેડલ લાવી શકું એવો સ્વીમર હતો ખાલી ભાગ જ નહોતો લેતો. થોડાક સમયથી મેં એ મૂકી દીધું હતું. પાછું ચાલુ કરવું પડશે. સુરત શહેરમાં ઘણા બધા ટ્રેઈનર હતા. મેં એક કાબીલ ટ્રેઈનર જોડેથી ટ્રેઇનિંગ ચાલુ કરી દીધી. બે મહિનાની સારી એવી આકરી મહેનત પછી હું પહેલાની જેમ એક સારો સ્વીમર બની ગયો હતો. પહેલા એક નાની ઇન્ટરનલ સ્પોર્ટ પરીક્ષા પછી ફોર્મ ભરવાના હતા. પરીક્ષા લેવાઈ ગઈ. સ્વિમિંગમાં હું અને અનિશા કોલેજને લીડ કરવા માટે સિલેક્ટ થયા. અને આ દરમિયાન અમારી દોસ્તી થઈ. સ્પર્ધાના કારણે અમારી વચ્ચે વાતચીત વધવા લાગી. અનિશાની અમુક ખામીમાં મારી સલાહ એને કામ લાગી તો અમુક મારી ખામીઓ એણે દૂર કરી. પહેલા સિટી લેવલે સ્પર્ધા હતી જેમાં મેં અનિશાની સ્વિમિંગમાં ચપળતા જોઈ. પહેલા તૈયારીમાં મેં એની ખાસિયત જોઈ હતી પણ અહીં એની પૂરેપૂરી વિશેષતા બહાર આવી. ખરેખર સ્વિમિંગમાં એના વખાણ કરીએ એટલા ઓછા પડે. અમારી સ્પર્ધામાં અમે બંને નંબર વન પર વિનર બન્યા. પછી તો આમ કરતા કરતા તો અમે છેક નેશનલ લેવલે પહોંચી ગયા. આ દરમિયાન અમુક વખત મને થોડીક શારીરિક નબળાઈ લાગતી પણ હું એને ગણકારતો નહીં. મારા મજબૂત મનોબળ સામે એ નબળાઈ હારી જતી. આ દરમિયાન મારી અને અનિશાની દોસ્તી સારી એવી મજબૂત બની ગઈ હતી. એ પણ સ્વિમિંગમાં મારી કાબેલિયતથી પ્રભાવિત હતી. આજે ફરી મારી સ્પર્ધા હતી અને અનિશાની સ્પર્ધા સાંજે હતી. હું સ્પર્ધા માટે તૈયાર હતો. અચાનક મને માથામાં સખત દુખાવો ઉપાડ્યો અને હું મારી જાતને સંભાળું એની પહેલા તો હું પાણીમાં જઈ પડ્યો. અનિશા નજીક જ હતી બીજું કોઈ મને બચાવે એની પહેલા તો એ પાણીમાં કુદી પડી અને મને બચાવ્યો. પછી દવાની અસરના લીધે સાંજ સુધી હું બેહીશીમાં જ રહ્યો. સાંજે મને અનિશા મળવા આવી અને ખુશખબર આપી કે તે એની સ્પર્ધામાં ત્રીજા નંબરે આવી હતી. મેં એને અભિનંદન આપ્યા તો એ મારી પર ઝૂકી અને અમારા હોઠ બસ એક બીજામાં સમાઈ ગયા. એના હોઠ પાંચ મિનિટ સુધી મારા હોઠની ગિરફટમાં રહ્યા. તૃપ્તિના ભાવ મારા અને એના ચહેરા પર છવાઈ ગયા. આમ અચાનક જ પ્રેમનો ઈકરાર થઈ ગયો.

સમય વહેતો ગયો અને એ વહેણ સાથે અમારો પ્રેમ કે જે અનિશાની નજરમાં હતો એ વધવા લાગ્યો. પછી તો અમે વધારેમાં વધારે સમય એકબીજાને આપવા લાગ્યા.

હું માનતો હતો કે પ્રેમ ખાલી અનિશા તરફથી જ છે

હું તો નાટક કરું છું. એ મારો વહેમ છે એવો મને પાછળથી અહેસાસ થયો. અમારો પ્રેમ ગાઢ થવા લાગ્યો. હું મારું સોશિયલ કામ પૂરું થાયા પછીનો બધોજ ટાઈમ અનિશાને આપતો. ઘણી વખત એવું થતું હોય છે કોઈની સાથે આપણે સમય પસાર કરીએ ત્યારે એની બેકાર આદતો પણ આપણને ગમવા લાગ છે. અનિશા ચા ની ભોગી હતી. ચા ના વ્યસની તો બહુ બધા હોય છે પણ નિશાને ચા ઠંડી થઈ ગયા બાદ પીવાની આદત હતી. એને કારણ વગર સતત બક બક કરવાની ટેવ હતી. આમ તો એ સ્ટ્રોંગ હતી પણ ઘણી વખત નાની નાની વાતમાં ડરી જતી હતી. હું જ હવે એનો સહારો હતો.

એક દિવસ અમે ગાર્ડનમાં બેઠા હતા. ત્યારે આજુબાજુ ઓછા લોકો હતા. મસ્ત ઠંડુ વતાવરણ હતું. એકદમ શાંતિ અને રાતની ચાદર છવાઈ ગઈ હતી. બસ મેં મોકાનો ફાયદો ઉઠાવ્યો અને અનિશાને બાહોમાં ભરી લીધી કહોને પુરી રીતે જકડી જ લીધી. એનો ચહેરો ચુંબનથી નવરાવી દીધો. એના ડોકના ભાગે ચુંબન કરવા લાગ્યો અને ત્યાં ની નીચે તરફ સરકવા લાગ્યો ત્યાંજ અનિશાએ મને અટકાવી દીધો. આગળ વધવાની મને ના પાડી દીધી. હું અતૃપ્ત રહી ગયો.

એક દિવસ અચાનક મેં તેની પાસે એક ઈચ્છા વ્યક્ત કરી. થોડી ઘણી આનાકાની પછી એ માની ગઈ. મારા એક દોસ્તનો ફ્લેટ હંમેશા ખાલી રહેતો. પછી તો શું વાંધો હતો ? એક દિવસ હું અનિશાને મારા દોસ્તના ફ્લેટ પર લઇ ગયો. ત્યાં જઈને અમે ઘડીક બસ ચુપજ બેસી રહ્યા. આજે અનિશા ગજબ લાગી રહી હતી. વાઇટ કલરના ડ્રેસમાં એ પરી લાગી રહી હતી. થોડી વાર પછી હું એના પર ઝુક્યો અને એનો ચહેરો મારા હાથમાં લઇ એના હોઠને મારા હોઠમાં ભીડી દીધા. પછી તો એનો આખો ચહેરો હું બસ ચુમતો રહ્યો. ઉત્તેજના વધતી ગઈ, વસ્ત્રોના આવરણો ઉતરતા ગયા અને અમે એક થઈ ગયા. આજે હું આ રૂપના ખજાનાને પામીને તૃપ્ત થઈ ગયો હતો. તૃપ્તિનો ભાવ અમારા બંનેના મોઢા પર છલકાઈ રહ્યો હતો.

એ દિવસે અમારી બંનેની અંગત ક્ષણોને મેં મારુ મોઢું ના દેખાય એ રીતે ચાલાકીથી કેદ કરી હતી જેનો અનિશાને અણસાર પણ નહોતો. હું વારે વારે એ રૂપના ખજાનાને મેળવવા માટે ઇચ્છુંક હતો. એક અઠવાડિયું થયું હશે ને એક બપોરે અકિલના ફોને મને ભરઊંઘમાંથી ઉઠાડ્યો. એણે જે ફોન પર જે વાત કહીં એનાથી મારા મોઢા પર ચિંતાના તીવ્ર ભાવ ઉપસી આવ્યા અને મારા હાથમાંથી મોબાઈલ છટકી ગયો. વાત એમ બની હતી કે મારા મોબાઈલમાં થી મારી અને અનિશાની અંગત પળોની કલીપ પોર્ન સાઈટમાં અપલોડ થઈ ગઈ હતી. કોઈક હેકરે મારા મોબાઈલને હેક કરી આ કારસ્તાન કર્યું હતું. બદનામીના ડરથી અનિશાએ આત્મહત્યા કરી લીધી હતી. આના માટે બધા મને જ જવાબદાર ગણતા હતા. પોલીસ કોઈ પણ ક્ષણે મને એરેસ્ટ કરી શકે તેમ હતી. આથી મેં તરતજ મારા એક વકીલમિત્રને કોલ કરી મારો કેસ લડવા માટે તૈયાર કર્યો. એ રાતેજ પોલીસે મને એરેસ્ટ કર્યો. પીલિસે મારી પર રેપ અને બ્લેકમેઇલિંગ કરી અનિશાને આત્મહત્યા કરવા માટે પ્રેરવાનો કેસ કર્યો હતો.

મારો કેસ ખુબજ ચર્ચાસ્પદ બન્યો. મારા વકીલે અદાલતમાં એ તો આસાનીથી સાબિત કરી દીધું કે મારી અને અનિશા વચ્ચે જે શારીરિક સંબંધ બંધાયા હતા એ સહમતિથી બંધાયા હતા પણ જે વિડીયો કલીપ હતી એ કોઈ બીજાએ અપલોડ કરી હતી એ સાબિત કરવું બહુ અઘરું થઈ પડ્યું. કેસ સારો એવો લાંબો ચાલ્યો. મારી સારી એવી બદનામી થઈ હતી. પણ મારા વકીલે એ વસ્તુ કરી બતાવી. મારી લાગવગ અને મારા વકીલની ધારદાર દલીલો, શામ દંડ અને ભેદની નીતીએ મને બચાવી લીધો. હું ઘરે આવી ગયો.

હવે મારા માટે સમય ખરેખર અઘરો હતો. મારુ દિલતો એમજ માનતું હતું કે હું અનિશાને પ્રેમ કરું છુ. પણ હું દિલની વાતને ખોટી સાબિત કરવા મથતો રહેતો હતો જેના લીધે દિલને ખુબજ અકળામણ થતી હતી. હું કોઈ મિત્રોને નહોતો મળતો. હું કોઈ પણ જગ્યાએ જાઉં તો પણ મને હંમેશા ત્યાં બસ અનિશા જ દેખાતી. કોઈ પણ એવી પળ નહોતી કે જ્યારે મને એની યાદ ન આવતી હોય. મારા હૃદયના દરેક શ્વાસમાં બસ એનું જ અસ્તિત્વ હતું જેને હું નકારતો હતો જેના લીધે મારા હૃદયમાં અકળામણનો લાવા ભરેલો હતો અને હું બસ એમાજ જીવતો હતો. કદાચ આ મારા માટે ખૂબ કપરો સમય હતો. બસ હું કદાચ ઘરમાં જ ગૂંગળામણ અનુભવતો બેસી રહ્યો હતો. બસ સમય સરતો હતો અને હું એમાં વધારેને વધારે ડૂબતો જતો.મારી જાતને એક વિચારમાં મેં અનાયાસે કેદ કરી લીધો હતો.

પછી મારા જીવનમાં મોનાલી આવી. મારી ના હતી છતાંયે મારા પપ્પાએ મારા માટે છોકરી ગોતી. આપણા ભારતીય સમાજમાં છોકરો ગમે તેટલો બદનામ હોય છતાંયે એને છોકરી મળી જ રહે, બસ ખાલી પ્રસિદ્ધ હોવો જોઈએ. અને પ્રસિદ્ધિ મારી જોડે ખુબજ હતી. મારી સગાઈ નક્કી થઈ ગઈ. મોનાલી દેખાવમાં તો અનિશા કરતા સુંદર હતી. અનિશા યાદોમાંથી જતી જ નહોતી. એ માટે પ્રયત્ન તો ખૂબ કરતો. હતો બહાર થી ખુશ દેખાવાનો પ્રયત્ન કરતો હતો પણ અંદરથી તો અકળામણ જ અકળામણ.

હું ખુબજ ખુશ હતો, પણ બહારથી. મનમાં તો અંદર અકળામણનો લાવા ભરેલો હતો. દસ દિવસ પછી મારા લગ્ન હતા. મોટાભાગની ખરીદી પુરી થઈ ગઈ હતી. થોડીક જ ખરીદી બાકી હતી. ત્યાંજ મને એક ફોન આવ્યો. હું તરત જ મીના માસીના ઘરે ગયો. મીના માસી એ મારા સ્વર્ગસ્થ અને ખાસ મિત્ર અજયના મમ્મી હતા. એમણેે મને નિશાનો પત્ર આપ્યો. નિશા એ અજયની બહેન હતી અને મારી માનેલી લાડકી બહેન. એ પત્ર જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મારા ચહેરાના હાવ ભાવ બદલાતા ગયા. આખો પત્ર વાંચી રહ્યો ત્યારે મારૂ મો ગુસ્સાથી લાલચોળ હતું.

નિશાએ લેટરમાં લખ્યું હતું કે વિનીત એની કોલેજમાં એની જોડે ભણતો હતો અને એનો પ્રેમી હતો. એણે નિશાને પોતાની જાળમાં ફસાવી એની જોડે શારીરિક સંબંધ બાંધ્યા હતા. નિશાને ખબર ના પડે એ રીતે તેના અને નિશાના અંતરંગ ક્ષણોનો વિડીયો ઉતાર્યો હતો. પછી તે વારે વારે બેલકમેઇલ કરી એની જોડેથી સેકસની માંગણી કરતો હતો. એક વખત નિશાએ ના પાડી તો એ વિડ્યો પોર્ન સાઈટમાં અપલોડ કરી દીધો હતો. નિશા એ આત્મહત્યા પહેલાનો લેટર અહીં મુક્યો હતો. ટૂંકમાં નિશાની હવે લાશ જ હાથમાં આવવાની હતી. મારો ગુસ્સો તો સાતમા આસમાને હતો. મારી જોડે ગન તો હતી જ. મીના માસીએ મને રોકવાનો ટ્રાય કર્યો પણ હું રોકાયો નહીં. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે વિનિતને પોલીસ પકડીને જઇ રહી હતી. મેં બોચી પકડવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસ હતી. એ જોર થી બરાડ્યો

"સાલા તારી ઔકાત શુ છે ? આપણે બંને એક જેવા જ છીએ ને ? જે તે કર્યું હતું એજ મેં પણ કર્યું તો ફેર શુ છે ? તું કઈ પણ કરે એ ચાલે અને હું કરું તો ગુનેગાર?". હું વિચારમાં પડી ગયો. નિશા અને અનિશા માં ફરક ખાલી 'અ' નો જ હતો પણ નિયતિ તો લગભગ એક જેવી જ ને ?

પોલીસ એને લઇ ગઈ. એના વિરુદ્ધ પૂરતા પુરાવા હતા અને નિશાની આખરી ચિઠ્ઠી હતી. મારા મનમાં એના એજ શબ્દો ક્યારના ગુંજતા હતા. "આપણે બન્ને એક જેવા જ છીએ ને ?. મને હવે પ્રાયશ્ચિત થઈ રહ્યું હતું કે મેં કાઈ ખોટું કર્યું છે. મારી અકળામણનો જવાબ મળી ગયો હતો. પણ મેં નક્કી કર્યું હું ઘરે નહીં જાઉં. મેં તરત જ મારો મોબાઈલ એક જગ્યાએ ફેંકી દીધો. ગાડીની બદલે ઓટો રિક્ષામાં ગયો. ટ્રેઇનમાં હું કઈ ગાડીમાં ગયો હતો એનો પણ મને ખ્યાલ નહોતો.

મારે આ જગ્યાએ આવે પંદર દિવસ થઈ ગયા હતા. મારા વાળ અસ્તવ્યસ્ત હતા. પંદર દિવસની વધેલી દાઢી એવી લાગતી હતી જાણે કે જમનીનમાં જ્યાં ત્યાં કરણ વગર ઊગી ગયેલું વધારાનું ઘાસ. આ પ્રદેશ મારા માટે ખરેખર અજાણ્યો હતો. હું તો પહેલી જ વખત અહીં આવ્યો હતો. પંદર દિવસ પહેલા મારા લગ્ન હતા પણ હું માત્ર લગ્ન જ નહીં ઘરબાર મમ્મી પપ્પા, મારી મંગેતર બધું છોડીને હું અહી આ અજાણી જગ્યાએ આવી ગયો હતો. હું કાયર નથી પણ મારા મનની અંદરની એક અકળામણ મને ક્યાંય ચેન નથી લેવા દેતી એટલે જ હું બધું છોડીને અહીં આવી ગયો છું. મેં એક નવી જિંદગી જ જીવવાનું ચાલુ કરવાનું નક્કી કર્યું હતું

આમ ને આમ અકળામણમાં અને અકળામણમાં મહિનો વીતી ગયો. એક વખત મને એક અકસ્માત થયો હતો એટલે મારા મ્હો પર ઘાવ પડી ગયો હતો અને દાઢી હતી આથી કોઈ મને ઓળખી શકે તેમ નહોતુ. નર્મદા નદીનો કિનારો હતો. બસ હવે આખી જિંદગી અહીં જ પસાર કરવી હતી.

પ્રિતેશ હિરપરા "મિત્ર"

રેટ કરો અને રિવ્યુ આપો

Ecosafe

Ecosafe 1 વર્ષ પહેલા

S J

S J 1 વર્ષ પહેલા

mitali parekh

mitali parekh 4 વર્ષ પહેલા

Janki

Janki 4 વર્ષ પહેલા

Hemant

Hemant 4 વર્ષ પહેલા