અજય આસ્થા ભાગ-૨ dhiren parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અજય આસ્થા ભાગ-૨

(અજયને લગ્નમાં એક યુવતી ગમે છે અલ્લ્ડ સવભાવના અજયને તે યુવતી જોવે છે અજય પણ મનોમન તેને ખુબજ ચાહે છે તે આ વાત તેના પપ્પને કહેવા માંગે છે વધુ આગળ....)

મમ્મી-પપ્પા :” હા, બેટા બોલ.”

અજય :” પપ્પા મને એક યુવતી ગમે છે.જેનુ નામ...”

આટલુ બોલતાજ પ્રકાશભાઈની ચહેરા સામે જોતા બદલાયેલી રેખાઓ જોઈને અજય તે યુવતીનુ નામ ભુલી જાય છે

પ્રકાશભાઈ :” અરે.....હા, બોલ....શું નામ છે.”

અજય :” પપ્પા... આસ્થા...”

અમૃતાબેન :” વાહ બહુ સરસ નામ છે! હવે કે કોણ છે આ આસ્થા..”

અજય :” પેલા પદુકાકાના જીગરના લગ્નમાં મે તેને જોયી હતી”

પ્રકાશભાઈ :” અચ્છા...તો તમે બન્ને એકબીજાને પ્રેમ કરો છો?”

અજય :” ના.....ના... એવુ કાંઈ નથી અમે તો એકબીજાને જાણતા પણ નથી..પણ ..”

અમૃતાબેન :” તો...”

અજય :” તો....શુ.....”

અમૃતાબેન :” તો તે તને પ્રેમ નથી કરતી?!”

અજય:” ખબર નથી હો...”

પ્રકાશભાઈ :”તો શું છે.....ભાઈ બોલને જલ્દી”

અજય :” મને તે આસ્થા ગમે છે તમે પદુકાકાને કહી મારા લગ્ન નીવાત કરો ને!”

પ્રકાશભાઈ :”પેલા બાયોડેટા મંગાવુ પછી તુ વીચારજે ભાઈ...”

અજય ત્યાંથી જતો જતો મનમા વીચારતો હતો કે હવે બાયોડેટાને શું કરવુ?

પ્રકાશભાઈ દીકરાની વાત અને પરીસ્થીતીને ધ્યાને લઈને બીજા દીવસે દસેક વાગ્યાના સુમારે ગલીના નાકા વટાવતા એક મોભાદાર વ્યક્તિની જેમ પદુકાકાની ઘરે પહોંચ્યા ત્યાંજ આસ્થાના કાને બારણા પર પડેલા ટકોરા સંભળાય છેઅને આસ્થા બારણુ ઉઘાડે છેઅને પાછી અંદર આવી જાય છે આસ્થાને એ વાતનો જરાપણ ખ્યાલ ન હતો કે પ્રકાશભાઈ તેના માટે જ આવ્યા હતા

પ્રકાશભાઈ :” પદુભાઈ છે....?”

પદુકાકા :” હા..આવો..આવો...કેમ છે? બેસો...બેસો...”

પ્રકાશભાઈ :” બસ મજામાં...”

પદુકાકા :” અંજલી...ચા બનાવજે...પ્રકાશભાઈ આવ્યા છે.”

અંજલી :” હા...હા....કેમ? આજે આ બાજુ પ્રકાશભાઈ”

પ્રકાશભાઈ :” પદુભાઈ જેવુ કામ છે એટલે”

પદુભાઈ :” હા બોલોને”

પ્રકાશભાઈ :” પદુભાઈ અહીંયા નઈ અગાશી પર...”

પદુભાઈ :” હા ચાલો...”

પ્રકાશભાઈ :” પદુભાઈ વાત એમ છે ને કે પેલી તમારા ઘરે આવેલ આસ્થા છે ને એ અજયને ગમે છે.”

પદુભાઈ :” કોણ...આસ્થા....અને અજયને ગમે છે?!”

પ્રકાશભાઈ :”હા”

પદુભાઈ :” તો સારૂ”

પ્રકાશભાઈ :” બાયોડેટા મળી જાય પછી વાત કરીએ...” એટલામા અંજલીબેન ચા પીવા બોલાવી છે અને પછી પ્રકાશભાઈ જતા રહે છે.

પદુભાઈ અંજલીબેનને વાત કહેતા ત્યાંજ આસ્થા ત્યાં આવી જાય છે

પદુભાઈ :” આસ્થા....બેટા”

આસ્થા :” હં...કાકા”

પદુભાઈ :” બેટા તારા માટે પેલા પ્રકાશભાઈના છોકરાનુ માગુ આવ્યુ છે. જાડો છે છોકરો પણ માણસ સારો છે”

આટલી વાત સાંભળતાજ પદુભાઈની દીકરી જાનકી ઉછળી પડે છે અને આસ્થાને ગળે લગાડીને કહે છે ”આસ્થા તારા તો નસીબ ઉઘડી ગ્યા છોકરો ભલે જાડો હોય પણ અલગ અજાયબી છે તમારી જોડી બવ સારી લાગશે.”

આસ્થા :” પણ કાકા ઈ તો નોકરી કરી છે ને ! તો મને પસંદ કરશે ?”

પદુકાકા :” ઈ તો બેટા બાયોડેટા આપ્યા બાદ જ ખબર પડે!”

આ વાર્તાલાપ પુરો થયા બાદતુરંત જ જાનકી આસ્થાને તેની બધી વિગતો પુછીને બાયોડેટા તૈયાર કરી આપે છે અને પદુભાઈ બાયોડેટા પ્રકાશભાઈને ત્યાં પહોંચાડી દે છે.

અજય અને આસ્થા બંન્નેના દિલમાંએકબીજા માટે પ્રેમ પાંગરેલ હતો.પરંતુ બન્ને તેનાથી અજાણ હતા બાયોડેટા વાંચ્યા બાદ પ્રકાશભાઈ અને અમૃતાબેનના મનમાં ઘણા બધા સવાલો હતા પરંતુ અજયના મક્ક્મ મનની સામે તેમનુ કાંઈ ચાલે તેમ ન હતુ પેલી બાજુ આસ્થા એ વીટંબણામા મા હતી કે અજય ના જ પાડશે. તે કાંઈ ગામડાની છોકરી સાથે થોડા લગ્ન કરશે ?.ઘણા સવાલો આસ્થાના મનને ટંટોળતા હતા.

તેના પછીના દિવસે જ સાંજે ફરી બાપ દીકરા અને મમ્મી ની વાત આગળ વધે છે.

પ્રકાશભાઈ :” અજય બેટા......બેસ તો...!”

અજય :” હં પપ્પા બોલો”

પ્રકાશભાઈ :” `ભાઈ અજય તે છોકરી તો દસ ધોરણ જ ભણેલ છે.”

અજય :” તો.....”

પ્રકાશભાઈ :” અરે....દસ ભણેલ ચાલસે તને.....”

અજય :” મને કાઈ વાંધો નથી...મારે ક્યાં તેને નોકરીએ મુકવી છે.?”

પ્રકાશભાઈ :” પણ “ અમૃતાબેન પ્રકાશભાઈની વાત વચ્ચે જ કાપતા બોલી ઉઠે છે.ચાલે હવે, આ ભાઈ ક્યાં આપણા દેશના પ્રધાન મંત્રી છે જોને બાવા જેવો રખડે છે આમેય આને કોઈ છોકરી મળવાની નથી

અજય મનોમન તો અમૃતાબેન નો આભાર માનતો હતો પણ અજય એ પણ જાણતો હતો કે હજી તો આવા કેટલાય અંતરાયો તેના જીવનમાં આવવાના છે.

પ્રકાશભાઈ :” અરે .....પણ તે ગામડાની છે.”

અજય :’ અરે ભાઈ મારે ગામડાની જ જોઈ છે.શહેરની યુવતીની ઘણી બધી માંગ હોઈ છે જે હુ પુરી ન કરી શકુ

પ્રકાશભાઈ :” પણ ઉમરમાં તારાથી એક વર્ષ મોટી છે.”

અજય હવે પ્રકાશભાઈના ઘણા સવાલોથી પરેશાન થઈએ ગયો અને ગુસ્સામા લાલચોળ થઈ ગયો

અજય(ગુસ્સામા) :” તમારી વાત આગળ ચલાવવી હોય તો ભલે ....મને બધુ ચાલસે......... નહિતર મારે લગ્ન જ નથી કરવા”

આટલુ ઉતાવળે બોલીને અજય ત્યાંથી સુવા ચાલ્યો જાય છે .

(ક્રમશ...)

અજયનો મેળાપ થશે? તે યુવતી અજયને હા પાડશે? અજયના મમ્મી પપ્પા માનશે કે કેમ? આ બધુ જાણવા વાંચજો ભાગ-૩