AJAY NI AASTHA - 1 books and stories free download online pdf in Gujarati

અજયની આસ્થા - ભાગ ૧

ભરાવદાર શરીર , રેશમી કુકડીયા વાળ, સીતેર કીલો વજનવાળો અજય સવારના કુકડાય ઉઠીને કામે ચાલ્યા ગયા હોય એવા સમયે પણ હજુ પથારીમાં પડ્યો હતો પંખીઓના કલશોરથી આકાશ ગુંજી રહ્યુ હતુ એવાજ સમયે અજયના કાને તેની મમ્મીનો અવાજ પડે છે અને તે ઝબકીને ઉઠી જાય છે

અમૃતાબેન :”ઉઠ ને દીકુ....ઉઠવુ નથી...? ચાલ જલ્દી ઉઠી જા... નોકરીએ જવાનો સમય થઈ ગયો.મોડુ થાસે હો...”

અજય આળસ મરડતા એટલુ જ બોલ્યો :” હા, જય શ્રી ક્રિષ્ના મમા....”

અમૃતાબેન :” અને જો કાલે પેલા પદુકાકાના છોકરા જીગરના લગ્ન છે તારે આવવુ હોય તો રજા મુકી દેજે....”

અજય :” હા...સારૂ મમા..”

આટલુ બોલતા અજય પોતાની દિનચર્યા ની શરૂઆત કરે છે અને અમૃતાબેન અજય માટે નાસ્તાની તૈયારીમાં લાગી જાય છે.

બીજા દિવસે અજય,અમૃતાબેન,અને પ્રકાશભાઈને લગ્નમાં જવાનુ હોવાથી વહેલા ઉઠે છે અને તૈયાર થાય છે પરંતુ કોઈ કારણસર અજય મોડો લગ્નમાં જાય છે પ્રકાશભાઈના સંબધી એવા પદુકાકાના દીકરા જીગરના મેરેજમાં પહોંચતા જ અજયને એવુ લાગે છે જાણે તે સ્વર્ગમાં આવી ગયો હોય, ઢોલના તાલે વાગતી શરણાઈઓની ગુંજ, અવનવા ફુલોની મહેક,ચારે બાજુ નવી નવી સાડીઓ પરીધાન કરેલી યુવતીઓ, અવનવા મિષ્ટાન ની સોડમ હજુ તો યુવાનીને ઉંબરે પગ મુકેલા અને કોલેજ પુરી કરીને આવેલા અજયના મનમાં પણ આ લગ્ન જોઈને દરીયાના નાના મોજા હીલોળા લેતા લેતા મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે અને તેના હૃદયમાં ભરતીના તેમજ કુણી લાગણીઓના ઘોડાપુર આવે છે. અજય જુના ગીતો ગણગણતો આમ તેમ આંટા મારતો મારતો “મેરે સપનો કી રાની કબ આઓગી તુમ.....?” આવા શબ્દો સાથે ફકીરની જેમ રખડતો હોય છે એટલામાંજ પોતાની આંખો આગળથી એક નાજુક, કમળની કળી જેવી અને બગલાની ડોક જેવી પાતળી કેળવાળી એક યુવતી સાડી પહેરેલી સડસડાટ પસાર થઈ જાય છે અને અજય પોતાની પાંપણો પણ પટપટાવી શકતો નથી.

અજય(મનમાંજ ગણગણે છે) : “ઓ... .હો...આવી છોકરી મળી જાય તો જિંદગી નો બેડો પાર થઈ જાય....પણ ઈ કાંઈ મારા જેવા જાડીયાને થોડી મળવાની હતી.. એનો તો વજન માંડ પચાસ કીલો જેવો લાગે છે અને હું તો જો ગુંડા જેવો લાગુ છુ.”

અજય ફરીથી પોતાની ધુનમાં આડા-અવળો અલગારી ફકીર ની જેમ ઘુમવા માંડે છે પરંતુ પેલી યુવતી તેના મગજમાંથી હટવાનુ નામ જ નથી લેતી અજયને પણ તેના વીશે જાણવાની ઉત્કંઠા થાય છે આમ પણ પ્રકાશભાઈ અને અમૃતાબેન હવે અજયને પરણાવીને તેના ઘરમાં વહુ લાવવા માંગતા હતા પરંતુ અજય જાડો હતો અને ફકીર ની જેમ ડાઢી રાખીને રખડતો રહેતો માટે ઘણા માંગા આવી ચુક્યા હોવા છતા હજુ તેની જોડી કોઈ સાથે જામી ન હતી.

સાંજના ચારેક વાગ્યાના સમયે મામેરાની વીધી ચાલુ હતી ત્યારે તે યુવતી બેઠી હતી ત્યાં જ અજય તેની સામેજ બેસી ગયો અજય તેની સામે જોઈને મનમાંજ કૃપાળુ પ્રભુનો આભાર માન્યો હતો તેવામા અચાનકજ પેલી યુવતી એ એકવાર તેની સામે જોયુ પરંતુ વાત કાંઈ આગળ વધી નહી અને અજય થોડીવાર બાદ ત્યાંથી ઉભો થઈને જતો રહ્યો.

રાત્રે વરઘોડો નીકળે તેમા અજય ઘણી વાર પેલી છોકરીની રાહ જોતા જોતા રમ્યો પણ પેલી યુવતી દેખાણી નહી ત્યારે અજયનુ મન ખુબજ્ વ્યગ્ર બની ગયુ જાણે મોરલો મેહુલીયાની વાટ જોવે તેમ અજય પણ યુવતીને શોધતો હતો એવામાંજ ટોળે વળીને રમતા બધા માણસોની એક બાજુ સાવ આ દુનીયાની દુનીયાદારીથી અલગજ તે યુવતી શાંતીથી ઉભી હતી અજય આ બાજુ અને તે યુવતી પેલે પાર, અજયને મન તો તે સાત સમુંદર પાર કરવા જેવુ હતુ પરંતુ ત્યા અચાનક અજય અને (પેલી યુવતી)આસ્થાની આંખો મળે છે.આસ્થાની વિસ્મય એ વાતનુ છે કે “ આ મને ટીકી ટીકી ને કેમ જોયા જ કરે છે ?!”આસ્થા એક સાદા ઘરની ખેડુત વર્ગની અને દસ ભણેલી યુવતી હતી સાદા કપડા પહેરેલી આસ્થા આ શહેરની ભાગમભાગથી દુર જ તેની એક અલગ દુનીયામા જીવતી હતી આ ઝાકમઝોળથી તે ખુબજ દુર હતી

બીજા દીવસે પણ જાનમા આ આખો ઘટના ક્રમ ચાલુ જ રહ્યો અજય અને આસ્થા બંનેના દીલમાં એકબીજા માટે પ્રેમ પાંગર્યો હતો પરંતુ તે બન્ને હજુ આ વાતથી અજાણા હતા કે આ દુનીયામા પ્રેમ કરનારને ઘણુ બધુ સહન કરવુ પડે છે.

“હમને વો જવાની કે તેવર દેખે હે,…….

હર કોઈ યહી કહેતા હે જો આપને નહી દેખા, વો સબકુછ હમને દેખા હે.....”

પદુકાકાના દીકરા જીગરના લગ્ન વીધીવત રીતે પુર્ણ થાય છે અને અજય પણ ફરીથી નોકરીએ જવા માંડે છે પણ અજયને જાનની રાત્રે એક્વાર તો એમ થયુ હતુ કે “લાવને તેને પુછી લઉં ? કે મારી સાથે તે લગ્ન કરશે કે કેમ?” પરંતુ અજય પાછો વળી ગયો હતોઆ બે દિવસમાં અજયને એ જાણ થઈ ગઈ હતી કે આસ્થા પદુકાકાના કોઈ સગાનીજ દીકરી છે જેથી એક સાંજે અજય હિંમત કરીને તેના પપ્પા પ્રકાશભાઈની સામે ગોઠવાઈ છે.

અજય :” પપ્પા, મમ્મી હું તમને એક વાત કહુ ?”

(ક્રમશ....) શું અજયને તેનો પ્રેમ મળશે??? આસ્થા તેને સ્વીકારશે???? વીલન કોઈ બનશે કે???? બધુ સુમ સુતરૂ પાર ઉતરશે??? આ માટે વાંચો ભાગ-૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED