AJAY NI AASTHA - 3 books and stories free download online pdf in Gujarati

અજયની આસ્થા - ભાગ - ૩

ભાગ-૩

(અજય પદુકાકાના દીકરાના લગ્નમાં જાય-ત્યાં એક યુવતી -અજય તેને પ્રેમ કરે-ઘરે વાત ચલાવવા તેના પપ્પાને કહે- હા ના હા ના થયા કરે વધુ આગળ....)

બાયોડેટા વાંચતા વાંચતા વાત આગળ વધે છે ધીમે ધીમે અભિમન્યુ જેમ કોઠા વીંધે તેમ એક પછી એક કોઠા વીંધાતા જતા હતા પછી ના દિવસે પદુકાકાએ પ્રકાશભાઈ ને ફોન કરીને અમે તમારા ઘરે આવીએ છીએ એવુ જણાવ્યુ પરંતુ નોકરીના કામના કારણે અજય બીજા શહેરમા જ રોકાઈ ગયો હતો જેથી અજય અને આસ્થાનુ મીલન શક્ય ન હતુ સાંજે જમીને વ્યારુ પછી પદુભાઈ તેના ઘરના એટલે અંજલી અને તેના બાળકો જીગર અને જાનકી પ્રકાશભાઈને ત્યાં આવી પહોંચ્યા

અમૃતાબેન આસ્થાને બધા સવાલો પુછીને તેના મનને કળવાના પ્રયત્ન કરતા હતા આમને આમ આસ્થાએ તો મનોમન જ અજય ને પોતાનો માની લીધો હતો પણ આસ્થાને ક્યાં ખબર હતી કે અજયએ પણ આસ્થાને પોતાની જીવનસંગીની માની જ લીધી હતી બેઠક બાદ આસ્થા અને પદુભાઈના ઘરના પોતાના ઘરે પાછા આવી ગયા પણ આસ્થાને આખી રાત નિંદર ન આવી તે પડખા ફર્યા કરતી અને વીચારતી હતીકે અજય તેને હા પાડશે કે કેમ?પછીના દિવસે આસ્થા પોતાના ગામે જવા નીકળી પડી પેલી બાજુ પદુકાકાએ આસ્થાના પપ્પા મોહનભાઈને તમામ વાત કરી દીધી હતી અને તે લોકો છોકરો જોવા આવે એટલેકે અજય ને જોવા આવવા માટે તારીખ પણ નક્કી કરી લીધી હતી

મોહનભાઈ અને તેનો પરીવાર નિયત થયેલી તારીખે અજય ને જોવા આવ્યા પણ આસ્થા ન આવી, એ જાણીને અજય ને થોડો ઝાટકો જરૂર લાગ્યો મોહનભાઈ અને તેના પરીવાર તરફથી હા હતી માટે હવે અજય તેના પરીવાર સાથે આસ્થાના ઘરે જવાનો હતો આ જાણીને અજય ની ખુશી નો કોઈ પાર નહોતો

પ્રકાશભાઈ અને તેનો પરીવાર મોહનભાઈ ને ત્યાં ગયા હતા

પ્રકાશભાઈ :” “મોહનભાઈ....અને પદુકાકા જો આ લગ્ન નક્કી થશે તો હું હાલ તો લગ્ન નહી કરાવી શકુ અને તેથી અજય અને આસ્થા ને પણ સમય મળશે, સાથે ફરશે અને એકબીજાને ઓળખી શકે.””

મોહનભાઈના મનમા આ ગંભીર પ્રશ્ન હતો કેમ કે તેના ગામડામા આવી કોઈ પ્રથા જ ન્હોતી દીકરીને લગ્ન પહેલા ફરવા મોકલવી તે મોહનભાઈ તેમજ તેમના પરીવારને મંજુર ન્હોતુ

મોહનભાઈ ;” “પ્રકાશભાઈ હુ મારી આસ્થા ને ફરવા નહી મોકલી શકુ હો....”

પ્રકાશભાઈ :” “અરેરેરેરેરે......પદુભાઈ આ મોહનભાઈ કેવી વાત કરી છે તમે તેને ફરવાનુ જણાવ્યુ ન્હોતુ” “તો પછી શા માટે આટલી પળોજણ આ વાત આગળ વધારવાનો કોઈ મતલબ જ હવે નથી રહ્યો”

સામે ખુરશી પર બેઠેલો અજય આ બધી વાતો સાંભળીને બેચેન બનતો હતો એટલામા પદુકાકા મોહનભાઈ ને સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને મોહનભાઈ અંતે ફરવાની વાતની હા પાડે છે

પણ મોહનભાઈના મનમા એજ પ્રશ્ન હતો કે શહેરનો નોકરીયાત છોકરો આવી ગામડાની છોકરી શામાટે પસંદ કરે? તેનામા કશી ઉણપ તો નહી હોય ને? કદાચ! પ્રથમ દ્ર્ષ્ટીએ તે દેખાય તેમ ન હોય માટે....પણ મોહનભાઈ કશુ બોલ્યા વગર જ આ વાતો મનમા સમાવી લે છે, અને ઈશ્વર ઈચ્છા ગણીને આગળ વધે છે અંતે અપાર અંતરાયો પાર કરીને અજય અને આસ્થા નુ મળવાનુ નક્કી થાય છે

રૂમમાં એકાંતમા બન્ને મળવા આવ્યા ત્યારે બેઉની આખો એકબીજાનો સામનો કરી શકતી ન્હોતી

અજય :” “આસ્થા તુ મારી સાથે લગ્ન કરવા માટે રાજી તો છે ને?!””

આસ્થા :” “હા કેમ આવુ પુછો છો..””

અજય :” “ના આ બધુ ચાલે છે એટલે મારે તને પુછવુ જરૂરી છે””

આસ્થા :” “કેવુ બધુ....?””

અજય :” “આ જોને હવે નવી પળોજણ આવી પડી આ ફરવાનુ શુ થશે?”

આસ્થા :”” ખબર નઈ?”

અજય :””સારુ ત્યારે મારા તરફથી તો હા છે અને તારુ?”

આસ્થા :” “મે તો તમને ક્યારનાય મારાજ ગણી લીધા છે”

આવુ સાંભળતાજ અજય ના ગાલ લાલચોળ થઈ ગયા અને અજય શરમાઈ ગયો

આમ બધા અભિમન્યુના કોઠા વીધાવામા હવે થોડી જ ક્ષણો હતી અને લગ્ન લેવાની તારીખ નક્કી થઈ ફુલોની સજાવટ, ઢોલ-નગારાના અવાજ, શરણાઈના સુર, અજય અને આસ્થા એકબીજામા સમાવવા માટે ખુબજ આતુર હતા જાણે, કોયલ વસંત ઋતુ ની રાહ જોતા હોય, માંડવાની વીધી તો પુર્ણ થઈ ગઈ જાનના દિવસે સવારમા અચાનક મોહનભાઈના ફોન માં બેલ વાગી

(ફોન પર)

મોહનભાઈ :”” હલ્લો કોણ?””

(સામે છેડેથી કોઈ જવાબ મળતો નથી)

અજાણી વ્યક્તિ: “મોહનભાઈ એક દુ:ખદ સમાચાર છે!””

મોહનભાઈ :” “શું થયુ....?!”

(મોહનભાઈથી લગભગ ચીસ જ પડાઈ ગઈ જે સાંભળીને આસ્થા પણ ત્યા આવી ગઈ)

અજાણી વ્યક્તિ :” “મોહનભાઈ આપણૉ અજય ........આપણો અજય ક્યાંક જતો રહ્યો છે અને હવે તે આપણી વચ્ચે નથી.”

આટલુ કહીને તે વ્યક્તિ ફોન મુકી દે છે

આસ્થા(ઝડપ ભેર) : “શું થયુ બાપુ ? કાઈંક તો બોલો? કોનો ફોન હતો? જલ્દી બોલો ને!”

મોહનભાઈ (આંખોમાં આંસુ સાથે) : “આસ્થા મારી દીકરી તારા નસીબ જ કોણ જાણે કેવા છે! બેટા અજય ક્યાંક ચાલ્યો ગયો છે! તારે એની સાથે કશો ઝઘડો તો નથી થયો ને!?”

આસ્થા: “ના મારે તો કશો ઝઘડો નથી થયેલ” એટલુ બોલીને અચાનક આસ્થા ત્યાંથી ચાલી જાય છે અને અજય ને ફોન લગાડવાનો પ્રયત્ન કરેછે પણ અજય નો ફોન સતત બંધ જ આવે છે

આ બાજુ અજયના ઘરે પ્રકાશભાઈ અને અમૃતાબેન પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે એક બાજુ બધા મહેમાનો આવેલા હોય અને આ અજય ક્યાં ચાલ્યો ગયો હશે ? એવુ વીચારતા-વીચારતા અમૃતાબેનની તો આંખો રડી રડી ને સોઝી જાય છે પ્રકાશભાઈ અજય ને અવાર-નવાર ફોન કરે છે પણ સતત તેનો ફોન બંધ જ આવ્યા રાખે છે.

પદુભાઈ અને પ્રકાશભાઈ ચર્ચા વીચારણા ના અંતે મહેમાનો સમક્ષ આ વાતની જાહેરાત કરે છે અને બધા મહેમાનોને વળાવે છે અને ત્યારબાદ પ્રકાશભાઈ મોહનભાઈને ફોન લગાડીને આ લગ્ન મોકુફ રાખવાની વાત કરે છે આસ્થા પણ હજુ એજ વીચારતી હતી કે એવુ તે શું થયુ હશે ? કે અજય ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા! તેને હું નઈ ગમતી હોવ ? કોઈ બીજી છોકરી જોડે તે ભાગી ગયા હશે? પણ આસ્થા નુ મન સ્વસ્થ થતા તેનુ મન આ વાત માનવા તૈયાર જ ન્હોતુ કેમકે અજય ને આસ્થા ઓળખતી હતી તેટલુ કદાચ! કોઈ ઓળખતુ નથી.

(શું થયુ એવુ કે અજય ચાલ્યો ગયો? કે પછી કોઈની જોડે ભાગી ગયો? હવે શું થશે આસ્થાનુ ? અજય છે કે આ દુનીયાને કહી ગયો અલવીદા....)

ક્રમશ....વધુ આવતા ભાગ-૪ માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED