પ્યાર તો હોના હી થા - 4 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 4


( આપણે આગળના ભાગમાં જોયું કે કૉલેજના એક પ્રોજેક્ટ માટે મિહીકા, ધરા, સમીર અને આદિત્ય આહવા ડાંગ તરફ જાય છે.હવે આગળ જોઈએ શું થાય છે.)

રસ્તામાં ઝરમર ઝરમર વરસાદ ચાલું થાય છે. આદિત્ય સાચવીને ડ્રાઈવ કરતો હોય છે. મ્યુઝિક પ્લેયરમાં ધીમું ધીમું ગીત વાગે છે. અને તેઓ ધીરે ધીરે આહવાની હદમાં પ્રવેશે છે.

આહવા ડુંગર પર વસેલું નાનકડું શહેર છે. આમ તો તેનો ઘણો ખરો વિકાસ થયો છે. અહીં બધી જ પ્રાથમિક સગવડ સરકારે ઊભી કરી છે. શાળા, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ બધી સુવિધાઓ છે અહી. બેઠાઘાટનાં પાકા મકાનો છે.

આદિત્ય : અરે યાર, આપણે ગુગલ મેપના આધારે અહીં આવી તો ગયા પણ અહીંયા તો જંગલ જેવું કંઈ છે જ નહી. બધે મકાનો જ છે.

મિહીકા : હા હું નાનપણમાં અહીં આવેલી પણ ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ એકદમ અલગ છે.

સમીર : મને લાગે છે આપણે કોઈને પૂછવું જોઈએ. કદાચ જંગલનો રસ્તો બીજો હોય.

ધરા : good idea, ચાલો આપણે કોઈને પૂછીએ.

અને બધાં ગાડીમાંથી બહાર નીકળે છે. આદિત્ય કમર પર હાથ રાખી બંને તરફ વાંકા વળી પગ થોકી શરીરના જકડાઈ ગયેલાં અંગોને રિલેક્સ કરે છે. છોકરીઓ પણ બેઠાં બેઠાં થાકી ગઈ હોવાથી નીચે ઉતરી રિલેક્સ થાય છે. થોડે દૂર ઝાડ નીચે કેટલાંક વૃદ્ધો બેસેલા હોય છે. તેને જોઈને મિહીકા કહે છે, ' આપણે પેલા કાકાઓને પૂછી જોઈએ.' અને બધાં એ તરફ જાય છે.

મિહીકા : નમસ્તે કાકા, શું અમે અહીં બેસી શકીએ ?

બધાં વડીલો આ શહેરી છોકરાંઓને જોઈ રહે છે. એમ તો એમનો પહેરવેશ શહેરી લોકો જેવાં છે. પણ મિહીકાનું એમને માનથી બોલાવવું અને એની વાણીમાં જે મિઠાશ હતી એના કારણે વડીલોએ એમને બેસવા માટે ઈશારો કર્યો. એમાંથી એક બીજાના પ્રમાણમાં થોડાં મોટા એવા એક વડીલ એમને પૂછે છે. " બોલો બેટા શું કામ છે."

મિહીકા : કાકા અહીં જંગલમાં જવાનો રસ્તો ક્યાં છે?

કાકા : બેટા હવે તો પહેલાં જેવું જંગલ ક્યાં રહ્યું છે. હવે તો જ્યાં જુઓ ત્યાં વૃક્ષો કપાઈ રહ્યા છે. અને ઈમારતો બને છે.

ખરેખર આપણે માનવીઓએ આપણી ભૌતિક જરૂરિયાત સંતોષવા માટે કુદરતની સૌથી મોટી ભેટ પ્રકૃતિને જ આપણાંથી દૂર કરી રહ્યા છીએ. કુદરતે આપણી પ્રાથમિક જરૂરિયાત પૂરતું જ નહીં પણ એનાથી પણ વધું આપ્યું છે. પરંતુ આપણે વધુ ને વધું સગવડો મેળવવા માટે પ્રકૃતિનો નાશ કરતા આવીએ છીએ. અને એના માટે આપણે બધા જ જીમ્મેદાર છીએ. અને એનુ રક્ષણ કરવું એ પણ આપણી જ ફરજ છે. અને આ બદલાવ કંઈ એક દિવસમાં નથી થવાનો પણ દરેક વ્યક્તિએ પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ.

ધરા : પણ કાકા અમારે કૉલેજના પ્રોજેક્ટ માટે જંગલની જડીબુટ્ટીઓની જરૂર છે. પ્લીઝ તમે અમને જંગલ તરફનો રસ્તો બતાવો ને ?

સમીર : હા કાકા પ્લીઝ..

કાકા : સારું હું તમારી સાથે સુરજને મોકલું છું તે તમને જંગલનો રસ્તો બતાવશે અને તમને જડીબુટ્ટી શોધવામાં મદદ પણ કરશે.

મિહીકા અને બાકીના ખુશ થઈ જાય છે અને કાકાને ધન્યવાદ કહે છે. એ કાકા ત્યાં જ રમતા એક છોકરાને સુરજ ને બોલાવવા મોકલે છે.
થોડીવારમાં એક સોળ - સત્તર વર્ષનો છોકરો પેલા બીજા છોકરા સાથે જેને કાકાએ સુરજને બોલાવવા મોકલ્યો હતો તેની સાથે આવે છે. કાકા એની ઓળખાણ કરાવે છે. " આ સુરજ છે. જંગલનો ખૂણેખૂણો આ જાણે છે. એ તમને લઈ જશે. " સુરજ તારે આ લોકોને મદદ કરવાની છે. અને સુરજ હકારમાં ડોકુ હલાવે છે. મિહીકા અને બીજા બધાં સુરજ સાથે જંગલ તરફ જાય છે.

સમીર : તો સુરજ તુ આ જંગલને પુરેપૂરુ જાણે છે.

સુરજ : હા આ જંગલ મારુ બીજું ઘર છે. અહીંના દરેક ઝાડ અને વનસ્પતિને હું ઓળખું છું. જ્યારે હું ગામમાં ના દેખાવ ત્યારે બઘાં મને અહીં જ શોધે છે.

મિહીકા : તો તુ સ્કુલે નથી જતો.

આદિત્ય : ચાલો ભણેશ્રી મેડમ બોલ્યા.

મિહીકા : એવું નથી આદિત્ય. તુ આ રીતે મને ટોન્ટ ના માર. આ તો મને ફક્ત વિચાર આવ્યો કે સુરજની ઉંમર અત્યારે ભણવાની છે. અને આ સમયમાં એ જંગલમાં સમય વિતાવે છે. આ સમય જ છે જ્યારે તે પોતાનુ કરિયર નક્કી કરી શકે છે. બસ એટલે જ મે તો પૂછ્યું. તને ભણવું પસંદ નથી અને તને ડીગ્રીની કોઈ જરૂર પણ નથી. પણ બીજા માટે એ જરૂરી હોય પણ. મિહીકાની આંખોના ખૂણા ભીના થઈ જાય છે અને તે થોડી દૂર ચાલી જાય છે.

ધરા : આદિત્ય, યાર તુ કેમ મિહીકાને હર્ટ કરે છે. તુ પણ જાણે છે એને અભ્યાસનો કોઈ ઘમંડ નથી. બધી જ વખતે મજાક નઈ કરવી. જોને એ તો રડવા જ લાગી.

આદિત્ય : અરેરેરે યારરર... તમે લોકો તો હંમેશા મને ગલત જ સમજો છો. મે તો ખાલી હસવાનું જ કર્યું હતું.

સમીર : ધરા, આદિત્યની વાત સાચી છે. આટલી નાની વાતમાં રડવાનું થોડું હોય !

ધરા : બધાં સરખા ન હોય. ઘણાં લોકો થોડાં વધું ભાવુક હોય છે. ચાલો એ બધું છોડો, આપણે પહેલાં મિહીકા પાસે જઈએ અને તેને મનાવીએ. આદિત્ય પ્લીઝ તુ ગુસ્સે નઈ થતો.

આદિત્ય : સારુ ચાલો. પણ આ બધું રડવું રિસાવું મને પસંદ નથી અને મને કોઈને મનાવવાની આદત નથી તો મારી પાસે એવું બિલકુલ ના aspect કરતી કે હું એને મનાવીશ.

સમીર : સારુ ભાઈ તુ નઈ મનાવતો હું મનાવી લઈશ. એમ પણ મનાવવામાં તો મે પી.એચ.ડી. કરી છે. અને તે ધરા તરફ જોઈને ફ્લાઈંગ કીસ આપે છે.

અને તેઓ મિહીકા જે તરફ ગઈ હતી તે તરફ જાય છે. મિહીકા એક પત્થર બેસેલી હોય છે. ધરા એની બાજુમાં જઈને બેસે છે. આદિત્ય અને સમીર એની પાસે જ ઊભા રહે છે. મિહીકા દૂર ટેકરી તરફ અનિમેષ જોયા કરતી હોય છે. ધરા એના ખભા પર હાથ મૂકે છે. મિહીકા એની તરફ જુએ છે અને એક હળવી સ્માઈલ આપે છે. એને આમ સહજ જોઈને સમીરને રાહત થાય છે. આદિત્ય પણ રિલેક્સ ફીલ કરે છે.

સમીર : સોરી મિહીકા આદિત્યનો એવો કોઈ ઈરાદો ન્હોતો. એ તો બસ મજાક કરતો હતો.

ધરા : હા મિહીકા, આદિત્યના મનમાં એવું કંઈ નથી. હે ને આદિત્ય, ધરા આદિત્ય તરફ જુએ છે.

આદિત્ય : હા

મિહીકા : અરે રિલેક્સ ફ્રેન્ડ્સ. મને કોઈ ખોટું નથી લાગ્યું. હા જ્યારે આદિત્યએ મારી સ્ટડી વિશે કહ્યું ત્યારે મને થોડું ખરાબ લાગેલું ખરુ ! પણ એનું કારણ આદિત્ય નથી. મારા બચપનથી કોઈ વધારે ફ્રેન્ડ નથી. એવું નથી કે મને બધાં સાથે દોસ્તી કરવી પસંદ ન્હોતી. પણ હું ક્લાસમાં બધાંથી પહેલા જવાબ આપતી. બધાં ટીચર્સ પણ મને ખૂબ માનતા અને ક્લાસના બીજ સ્ટુડન્ટ્સને પણ મારા જેમ બનવાની શિખામણ આપતાં. જે બધાને નઈ ગમતું ધીરે ધીરે બધાં મને ચીડવવાં લાગ્યાં. અને હું બધાંથી ધીરે ધીરે દૂર થતી ગઈ અને બુક્સ સાથે મારી દોસ્તી વધતી ગઈ. આખાં ક્લાસમાં ઈશુ જ મારી સાથે સારી રીતે વાત કરતી. તમારી સાથે મને ખૂબ સારું લાગતું મારા જીવનમાં જે દોસ્તોની કમી હતી એ મને તમારાથી પૂરી થતી લાગી. પણ જ્યારે આદિત્યએ પણ મારી સ્ટડી વિશે મજાક કરી ત્યારે મને મારા બચપનના દિવસ યાદ આવી ગઈ. મને લાગ્યું કે તમે પણ મારા વિશે એવું જ વિચારો છો. તેથી હું જરા ભાવુક થઈ ગઈ. પણ જ્યારે મે વિચાર્યુ કે આદિત્ય એ તો ફક્ત નોર્મલી જ કહ્યું હશે. હું હજી એને ક્યાં વધારે જાણું છું, મારે આમ વાતવાતમાં ખોટું નહી લગાડવું જોઈએ. સોરી, આદિત્ય મે જરા ઓવર રિએક્ટ કર્યું.

આદિત્ય : it's ok મિહીકા, મારે પણ બોલતાં પહેલા જરા વિચારવું જોઈએ. એન્ડ હા, તુ અમારી દોસ્ત છે. માટે તારા મનમાં જે પણ હોય એ કહી દેવાનુ. મારું માનવું છે કે દોસ્તીમા કોઈ ફોર્માલીટી ના હોય દોસ્તો સામે તો જે મનમાં હોય એ જ હોઠો પર હોવું જોઈએ. વિચારી વિચારીને બોલવું પડે એ દોસ્તી ના કહેવાય. પણ હા મજાક મસ્તીમાં પણ દોસ્તનુ દિલ તો ના જ દુઃખાવવુ જોઈએ.

સમીર : અરે વાહ આદિત્ય તુ તો ફ્રેન્ડશીપ ને ખૂબ ઊંડાણથી જાણે છે. દોસ્તી વિશે તે ખૂબ સારુ સમજાવ્યું. Really u r great friend.

ધરા : હા, અને આપણી બધાંની ફ્રેન્ડશીપ આવી જ રેહશે. આ પ્રોજેક્ટ પછી પણ આપણી ફ્રેન્ડશીપ આવી જ રેહશે. આજે આપણે એકબીજાને પ્રોમિસ કરીશું કે આપણે આપણી આ ફ્રેન્ડશીપ આવી જ રેહશે અને જ્યારે પણ આપણાંમાથી કોઈને પણ કંઈ પણ મદદની જરૂર પડે ત્યારે આપણે એકબીજાને મદદ કરીશું.

મિહીકા : હા આપણે બધાં એક સારા દોસ્ત બનીશું. પણ એક બીજી વાતનું પણ પ્રોમિસ આપવાનું કે આપણે ક્યારેય પણ એકબીજાથી ખોટું નહી બોલીશુ. અને ક્યારેય કોઈને હર્ટ નહી કરીશું.

અને બધાં જોરથી yes કહી એકબીજાના હાથ પર હાથ રાખી એકબીજાને પ્રોમિસ આપે છે.

** ** **

મિત્રો આદિત્ય અને મિહીકા વચ્ચે દોસ્તી તો થઈ ગઈ પણ શું આ દોસ્તી પ્રેમમાં પરિણમશે. કે પછી દોસ્તી સુધી જ સિમીત રેહશે. એ જોઈશું આગળના ભાગમાં.

** ** **

મિત્રો સ્ટોરી પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.