પ્યાર તો હોના હી થા - 11 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 11


મિત્રો, આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર. આપ સૌ મારી વાર્તા પસંદ કરો છો એ જાણી મને ઘણો આનંદ થયો.હુું પુુુરો પ્રયત્ન કરીશ કેે આપ સૌનેે નિરાશ નહી કરુ. અનેે હા હુુ આ વાર્તા ઉતાવળમાં પૂૂૂરી નહી કરીશ અનેે મારુ બેેેેસ્ટ આપીશ. મનેે ઉત્સાહિત કરવા માટે ફરી થી આપ સૌનો ખૂૂૂબ ખૂૂૂબ આભાર.

( આપણે આગળના ભાગમાં જાાણ્યું કેે સમીર મિહીકા અને આદિત્યનેે ફેેેક મેેેરેજ કરવાં અનેે પછી ડાયવોર્સ લઈ લેેવાનો આઈડીયા આપેે છેે. જેને આદિત્ય અને મિહીકા પણ માની લેે છે. હવે આગળ જોઈશું શુું થાય છે.)

કાફેમાં નક્કી થયાં પ્રમાણે મિહીકા એની મમ્મીને કહે છે, કે એને વિચારવા માટે થોડો સમય જોઈશે. અને કંઈ પણ ડીસીઝન લેવા પહેલાં એ આદિત્યને એકવાર મળવાનું કહે છે. જેના માટે એના મમ્મી પણ માની જાય છે.

આ બાજુ આદિત્ય પણ એના પપ્પા સાથે આ જ પ્રકારની વાત કરે છે. અને જયેશભાઈ પણ ખુશી ખુશી એની વાત માની લે છે.

બે દિવસ તો એ લોકો જાણે શું ફેંસલો લેવો એની મૂંઝવણમાં હોય એવું જતાવે છે. આજે બે દિવસ પછી તે ચારેય ફરીથી એ જ કેફેટેરીયામાં મળે છે. પણ આજે એમનાં ચેહરા પર બિલકુલ ચિંતા નથી હોતી. આજે તેઓ એકદમ રિલેક્સ હોય છે. આદિત્ય મિહીકાને પૂછવા વગર જ એના માટે પણ કૉફી ઓર્ડર કરે છે. એ જોઈ ધરા કહે છે,

ધરા : આદિત્ય એક વાત તો નકકી છે કે તુ મિહીકાને ખુશ તો બહું રાખશે.

આદિત્ય : અચ્છા અને એ તને કેવી રીતે ખબર પડી.. !!

ધરા : જો ને આટલાં દિવસમાં જ તને મિહીકાની પસંદ નાપસંદ ખબર પડી ગઈ અને તુ એની પસંદનુ ધ્યાન પણ રાખે છે.

આદિત્ય : હા તો મિહીકા મારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડની પસંદ તો ખબર હોય જ ને !! નહી તો સાચી ફ્રેન્ડશીપ કેવી.. !!

સમીર : ચાલો હવે આ બધી વાત પછી પહેલાં એ કહો કે હવે આગળ શું કરવાનું છે ?

આદિત્ય : શુ કરવાનું એટલે ? What are you mean.. !!

સમીર : I mean to say.. હવે તમારા પેરેન્ટ્સને કેવી રીતે કેહશો.

આદિત્ય : સિમ્પલ યાર હુ તો આજે જ કહી દઈશ કે હું મિહીકા સાથે મેરેજ કરવા તૈયાર છું. અને મિહીકા તુ પર તારા મમ્મી પપ્પાને આજે જ કહી દેજે.

મિહીકા : હા યાર હુ આજે જ મમ્મી સાથે વાત કરીશ. પણ યાર મને બહું અજીબ ફીલીંગ થાય છે જાણે એવું લાગે છે કે હું કંઈક ખોટું કરી રહી છું.

આદિત્ય : મિહીકાના હાથ પર તેનો હાથ મૂકે છે અને કહે છે, યાર ખરાબ તો મને પણ લાગે છે પણ આપણે કરીએ પણ શું ? એ લોકોએ આપણી સામે બીજો કોઈ ઓપ્શન જ નથી રેહવા દીધો. U guy's are don't believe it. But I never hide enything to my popsi. હુ જે પણ કંઈ કરું તેે મારા પોપ્સીને જરુર જણાવુ છુું. મારા ફાધર ફક્ત મારા ફાધર નથી મારા ફ્રેન્ડ પણ છે. મને મારી મમ્મીનો ચેહરો પણ નથી યાદ. પણ મારા પોપ્સીએ કદી પણ મારી મમ્મીની કમી મેહસુસ નથી થવા દીધી. મનેે પણ એમની સામે આમ ખોટું બોલવું નથી ગમતું. પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી.

ધરા : હા યાર આદિત્ય સાચું કહે છે. પછી તમે એમની માફી માંગી લેજો. મને વિશ્વાસ છે કે તેઓ તમને બંનેને માફ કરી દેશે.

મિહીકા એના હાથ પર રહેલાં આદિત્યના હાથને એના બીજા હાથ વડે હળવેથી દબાવે છે. અને એક નાનકડી સ્માઈલ આપે છે.

સાંજે ડીનર પછી બધું કામ પતાવી મિહીકા એના મમ્મી પપ્પાના રૂમમાં જાય છે અને કહે છે,

મિહીકા : મમ્મી મે ખૂબ વિચાર્યું. આદિત્ય સાથે પણ આ બાબતમાં ડીસ્કશન કર્યું. મમ્મી મારી તો હમણાં મેરેજની કોઈ જ ઈચ્છા નોહતી. પણ તમારી ખુશી માટે હુ આદિત્ય સાથે મેરેજ કરવા તૈયાર છું. મને ખબર છે તમે મારા માટે સારુ જ વિચારશો.

મિહીકાની વાત સાંભળી એના મમ્મી પપ્પા ખૂબ ખુશ થાય છે. એની મમ્મી એને બાથમાં લઈ લે છે. અને કહે છે,

મનીષાબેન : બેટા તે ખૂબ સારો ફેસલો લીધો છે. મને યકીન છે તુ અને આદિત્ય એકબીજા સાથે ખૂબ ખુશ રેહશો. ખબર નહી કેમ પણ તમને બંનેને એકબીજા માટે અમે નહી પણ ભગવાને પસંદ કર્યા હોય એવું અમને લાગે છે.

મિહીકા : પણ મમ્મી હું અને આદિત્ય એવું ઈચ્છીએ છીએ કે અમારી ફાઈનલ યરની એકઝામને છ મહિના જ છે તો અમારા મેરેજ એકઝામ પછી રાખીશું.

મનિષાબેન : હા મારી દિકરી.. તુ જેમ કહે તેમ.. આમ પણ અમે તને આટલાં જલ્દી પોતાનાથી દૂર નથી કરવાના.

મમ્મી પપ્પા સાથે વાત કરી મિહીકા એના રૂમમાં આવે છે મમ્મી પપ્પાને આમ છેતરવાથી એનું મન ઉદાસ હોય છે. ફ્રેશ થઈ એ સૂવાની તૈયારી કરે છે અને મોબાઈલ હાથમાં લે છે. મોબાઈલ જોતાં જ એ હસવા લાગે છે કારણકે આદિત્યના ધણાબધા મિસ્ડકૉલ આવેલાં હોય છે. એ ફટાફટ આદિત્યને કૉલબેક કરે છે. આદિત્ય પણ જાણે એના ફોનની જ રાહ જોતો હોય તેમ એક જ રીંગ વાગતાં તરત ફૉન રીસીવ કરે છે.

આદિત્ય : શું મિહીકા કેટલાં ફૉન કર્યાં તને શું કરતી હતી અત્યાર સુધી.

મિહીકા : હેએએએએ રિલેક્સ. તુ તો અત્યારથી જ મારો હસબંડ હોય એવી રીતે રોફ બતાવે છે.

આદિત્ય : હે... હસબંડ આવી રીતે રોફ જમાવે છે !! મને શું ખબર હુ ક્યાં હજી હસબંડ બન્યો છું. જોરથી હસતા હસતા કહે છે.

મિહીકા : હાહાહા ચાંપલો.. કેવો ડાહ્યો બને છે.

આદિત્ય : હુ તો પેહલેથી જ ડાહ્યો છું. પણ મારી વાઈફની ખબર નહી. બધાં કહે છે બહુ ડેન્જર છે એ. મારા દોસ્ત તો અત્યારથી મારી પર દયા ખાવા લાગ્યાં છે.

મિહીકા : શુંઉઉઉ.. હુ ડેન્જર છું.. ?? તો શાને મારી સાથે મેરેજ કરે છે શોધી લે ને કોઈ તારા જેવી ડાહી.

આદિત્ય : ઓહ નારાજ થઈ ગઈ બકા.. હુ તો મજાક કરતો હતો. ચાલ એ બધું છોડ પહેલા એ કહે તારા પેરેન્ટ્સ સાથે વાત કરી.

મિહીકા : ના મારે કાંઈ નથી કહેવુ પહેલા તું મને સોરી કહે પછી જ બીજી વાત.

આદિત્ય : હવે કોણ ટીપીકલ વાઈફ જેવું બિહેવ કરે છે બોલ તો જરા...

મિહીકા : હાહાહા યાર મજા આવી ગઈ. આવી રીતે હસબંડ વાઈફની જેમ વાત કરવાની. અને હુ પણ મજાક જ કરું છું. અને હમણાં જ મમ્મી પપ્પા સાથે વાત કરીને જ આવી છું. એટલે તો તારો ફોન રીસીવ ન્હોતો કર્યો.

આદિત્ય : ઓહ સોરી હો ટેન્શનના કારણે મારાથી સબર જ નહોતુ રખાતું. તારી મમ્મી સાથે વાત થઈ ગઈ એમ.. શુ ક્હયું એમણે.

મિહીકા : આપણે નક્કી કર્યા પ્રમાણે જ વાત કરી અને એ લોકો માની ગયા અને ખુશ પણ બહું થયા. તારૂં કહે તે વાત કરી તારા પોપ્સી સાથે.

આદિત્ય : ગ્રેટ. મે પણ પોપ્સી સાથે વાત કરી એ પણ માની ગયાં છે. અને અમે કાલે તારા ઘરે આવવાના છીએ આગળની વાત કરવા માટે.

મિહીકા : સારું તો કાલે મળીએ. Good night.

આદિત્ય : good night and see u tomorrow.

આજે આદિત્ય અને એના પપ્પા મિહીકાના ઘરે આવવાનાં હોવાથી એની મમ્મી સવારની આમતેમ દોડાદોડી કરીને ઘર વ્યવસ્થિત કર્યા કરે છે. આ જોઈને મિહીકાને ગુસ્સો આવે છે અને એ એની મમ્મીને કહે છે,

મિહીકા : શું મમ્મી તુ પણ જાણે પ્રધાનમંત્રી આવવાનાં હોય તેમ ટેન્શન લે છે.

મનિષાબેન : એ તને સમજ ના પડે જયેશભાઈ અત્યારે અમારે મન પ્રધાનમંત્રીથી ઓછાં નથી. એ તારા થનાર સસરા છે. એમનું સ્વાગત કરવામાં થોડી પણ કચાસ ના રેહવી જોઈએ.

મિહીકા : પણ મમ્મી અંકલ પેહલા પણ આપણાં ઘરે આવી ચૂક્યા છે. એમણે આપણું ઘર જોયું જ છે.

મનિષાબેન : હા પણ ત્યારે એ મહેમાન બનીને આવ્યા હતાં. અને હમણાં અમારા વેવાઈ અને તારા સસરા તરીકે આવશે. તો એમના સ્વાગતમાં કોઈ કમી ના રેહવી જોઈએ.

મિહીકા : તુ અને તારી માન્યતાઓ.

સંકેતભાઈને થયું કે આ બંને હવે પોતપોતાના વિચારો અને માન્યતાઓને લઈને દલીલ કરવાં લાગશે એટલે તેઓ કહે છે,

સંકેતભાઈ : અરે મનુ તે પેલા ઈમ્પોર્ટેડ ટી સેટ કાઢ્યાં કે નહી ?

મનિષાબેન : અરે હા સારુ થયું તમે યાદ અપાવ્યું હુ તો ભૂલી જ ગઈ હતી. અને તેઓ ટી સેટ લેવાં ગયાં.

મનિષાબેન મિહીકાને ઈન્ડિયન ડ્રેસ પહેરવાં માટે કહે છે. અને મિહીકા પણ એમની વાત માની લે છે.

સાંજે આદિત્ય અને જયેશભાઈ આવે છે. મનિષાબેન અને સંકેતભાઈ એમનું ઉમળકાભેર સ્વાગત કરે છે. બધાં હોલમાં બેસે છે. પહેલા બધાં એકબીજાની ખેરીયત પૂછે છે. પછી આમતેમ થોડી રૂટીન વાતો ચાલે છે.

જયેશભાઈ : અરે મિહીકા દિકરી ક્યાં છે એને તો બોલાવો.

અને મનિષાબેન મિહીકાને બોલાવવા એના રૂમમાં જાય છે. બે મિનીટ પછી તેઓ મિહીકાને લઈને આવે છે. મરૂન કલરના સુટ પર ગોલ્ડન કલરનું વર્ક. અને નીચે ગોલ્ડન કલરની ચૂડી. કાનમાં નાનકડી ગોલ્ડન ઝુમકી. કપાળ પર એક ડ્રેસને મેચીંગ બીંદી. આંખોમાં આંજેલુ ઘેરું કાજળ. હોઠો પર પીંક કલરની લિપસ્ટિક. અને બંને હાથોમાં કડાં. બસ આ જ એનો સાજ શૃંગાર હતો. પણ એમાં પણ એ બહું ખૂબસૂરત લાગી રહી હતી.

મિહીકા આવીને જયેશભાઈને નમસ્તે કહી પગે લાગે છે. જયેશભાઈ એના માથાં પર હાથ ફેરવી એને આશીર્વાદ આપે છે અને એમની અને આદિત્યની બાજુમાં બેસવાનું કહે છે. મિહીકા એમની વચ્ચે બેસે છે અને આદિત્ય તરફ જોઈ છે. આદિત્ય તો જાણે કોઈ બીજી છોકરીને જ જોતો હોય તેમ મિહીકાને બાઘાની જેમ જોતો હોય છે. મિહીકા જ્યારે એને હાઈ કહે છે ત્યારે એને ખ્યાલ આવે છે અને તે પણ મિહીકાને હાઈ કહે છે.

આમ તો મનિષાબેને બધો નાસ્તો તૈયાર જ રાખ્યો હોય છે પણ તેઓ જયેશભાઈને ચા કૉફી વિશે પૂછે છે.

જયેશભાઈ : હુ તો મિહીકાના હાથની ચા લઈશ.

સંકેતભાઈ : અને આદિત્ય બેટા તમે શું પીવાનું પસંદ કરશો.

આદિત્ય સંકેતભાઈના મુખેથી તમે સાંભળીને સંકોચ અનુભવે છે અને કહે છે,

આદિત્ય : પ્લીઝ અંકલ હુ તમારા સન જેવો જ છું તો તમે મને તુ કહેશો તો મને વધું ગમશે.

સંકેતભાઈ : સારું હુ તમને એક શર્ત પર તુ કહીશ જ્યારે તુ પણ અમને મમ્મી પપ્પા કેહશે.

આદિત્ય : ઊભો થઈ એનો એક હાથ પાછળ રાખી સહેજ જૂકીને બીજો હાથ માથા પાસે લાવી શર્ત મંજૂર હૈ એમ કહે છે. એની આવી હરકતથી બધાં હસવા લાગે છે.

મનિષાબેન : સારુ તો આદિત્ય બેટા તુ શું પીશે ચા કૉફી ?

મિહીકા : આદિત્યને કૉફી જ ગમે છે.મિહીકા એકદમ બોલી દે છે.

જયેશભાઈ : વાહ તમને તો એકબીજાની પસંદ પણ ખબર છે ને કાંઈ !!

મનિષાબેન : અને પહેલાં તો કેહતી ફરતી હતી કે અમારી પસંદ નાપસંદ જુદી છે. પણ તમારી પસંદ તો એક જ છે. અને બધાં હસીને મિહીકાને ચીડવે છે.

મિહીકા : એ તો રોજ કેન્ટીનમાં સાથે નાસ્તો કરીએ તો ખબર તો પડે જ ને.

સંકેતભાઈ : સારુ ચાલો છોડો હવે બધું મિહીકા જા જયેશભાઈ માટે ચા અને આદિત્ય માટે કૉફી બનાવી લાવ તો. અને
મિહીકા : હા પપ્પા.. કહી મિહીકા રસોડામાં જાય છે.

જયેશભાઈ : ચાલો ત્યાં સુધી બીજી વાત નક્કી કરી નાખીએ. જુઓ સંકેતભાઈ મિહીકા અને આદિત્યની મરજી મુજબ આપણે એમનાં મેરેજ તો એ લોકોની ફાઈનલ એક્ઝામ પૂરી થાય પછી જ કરીશું પણ હાલ આપણે સગાઈ તો કરી જ શકીએ છીએ.

સંકેતભાઈ : હુ પણ એ જ કેહવા માંગતો હતો. અમારી પણ એવી જ ઈચ્છા છે. આપણે અત્યારે એમની સગાઈ કરી રાખીએ પછી કૉલેજ પૂરી થાય પછી મેરેજ કરીશું.

મનિષાબેન : ચાલો તો એ વાત પર મોઢું મીઠું કરીએ. હુ મિહીકાને મદદ કરું છું એમ કહી તેઓ પણ રસોડામાં જાય છે.

નાસ્તાની ટ્રે અને ચા કૉફી સાથે એ બંને આવે છે. બંને વેવાઈઓ એકબીજાને મોઢું મીઠું કરાવે છે. અને બધાં ચા નાસ્તો કરે છે.

સંકેતભાઈ : મિહીકા જા બેટા આદિત્યને તારા રૂમમાં લઈ જા. અહીં બેઠાં બેઠાં એ કંટાળી જશે.

આદિત્ય : હા મિહીકા ચાલ તારા રૂમમાં જઈએ અને એ મિહીકાનો હાથ પકડી એને ઊભી કરે છે.

મિહીકા : અરે અરે શાંતિ રાખ હુ આવું જ છું. અને તેઓ એના રૂમમાં જાય છે.

મનિષાબેન : જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.. તમે આદિત્ય અને મિહીકાને એકબીજા માટે પસંદ કર્યા. મને પૂરો વિશ્વાસ છે કે આદિત્ય સાથે મારી મિહીકા ખુશ રેહશે.

જયેશભાઈ : હા મનિષાબેન જ્યારે મે તેમને બંનેને પહેલી વાર સાથે જોયા ત્યારે જ મારા દિલમાથી એક અવાજ આવ્યો કે આ જ એ છોકરી છે જે મારા આદિત્યને એની જીવનમાં એક સાચી દિશા બતાવી શકશે. અને અત્યારે એમનું આ બોન્ડીંગ જોતાં એવું જ લાગે છે કે એ બંને ખરેખર એકબીજા માટે જ બન્યા છે.
** ** **

વધું આગળ ના ભાગ માં...