પ્યાર તો હોના હી થા - 5 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 5

( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને તેના ગૃપ મેમ્બર્સ એક પ્રોજેક્ટ માટે આહવા ડાંગના જંગલોમાં જાય છે. અને તે ચાર વચ્ચે એકદમ ગેહરી દોસ્તી થઈ જાય છે. હવે આગળ જોઈશું શું થાય છે.)

મિહીકા, આદિત્ય, સમીર અને ધરા એકબીજાને દોસ્તી નિભાવવાનુ પ્રોમિસ કરે છે.

સૂરજ : તમે લોકો તમારા પ્રોજેક્ટ માટે કામ કરવાના છો કે દોસ્તી થઈ ગઈ તો હવે બધું ભૂલી જવાનું.

બધાં સૂરજ તરફ જૂએ છે અને પછી એકબીજા તરફ જોઈને ખડખડાટ હસવા લાગે છે.

ધરા : ના રે ભાઈ કામ તો કરવાનું જ છે. આ તો તારા કારણે જ મોડું થાય છે.

સૂરજ : લે વરી ! મારા કારણે કેવી રીતે મોડું થયું. મે તો કાંઈ કહ્યું પણ નથી.

સમીર : તે કહ્યું એટલે જ તો આ બધું થયું તુ તારા આ જંગલ અને તારી દોસ્તી વિશે ના કેહતે તો આ મિહીકાના મનમાં તારા સ્ટડી વિશે સવાલ ના ઉઠતે.

મિહીકા : ચાલો છોડો એ બધું. સૂરજ તુ મને જણાવી દે કે તુ સ્ટડી કરે છે કે નહી !! નહી તો મને ચેન નહી પડશે.

આદિત્ય : હા સૂરજ, તું હવે સસ્પેન્સ રીલીઝ કર તો નહી તો આ મેડમ અમને પણ ચેનથી રેહવા નહી દેશે.

સૂરજ : હા હા કહું છું. મે આ વર્ષે જ 12th પાસ કર્યું છે. અને કૉલેજમાં એડમીશન માટે ફોર્મ પણ ભર્યું છે. હવે થોડા સમયમાં મેરીટ લીસ્ટ બહાર પડશે. પછી તો મે પણ તમારી જેમ કૉલેજ જઈશ.

મિહીકા : ઓહ ગ્રેટ. ક્યાં અને કંઈ કૉલેજમાં એડમીશન લેવાનો છે તુ ?

સૂરજ : વલસાડની કૉલેજમાં અપ્લાય કર્યું છે.

સમીર : વાહ વલસાડ. અમે પણ સુરતમાં જ રહીએ છીએ. જરૂર પડે તો અમારી પાસે આવી જજે.

ધરા : ઓફઓઓ.... હવે આપણે જે કામ કરવા આવીઆ છીએ તે કામ કરીએ. I means ઔષધિના પ્લાન્ટસ શોધીને ફોટો લઈએ.

સૂરજ : આમ પણ બપોર તો થઈ ગઈ છે. અને વાદળો પણ ઘેરાયા છે. પછી વરસાદ ચાલું થશે તો જંગલમાં જવાની મજા નહી આવે. જો કે હવે જંગલ જેવું બહું કંઈ રહ્યું નથી. પણ તમારા કામનાં થોડ - ઘણાં છોડ તો મળી રેહશે.

અને બધાં સૂરજની પાછળ પાછળ ચાલવા લાગે. અંદર જતાં જ વાંસના લાંબા લાંબા ઝાડ દેખાય છે. સૂરજ એમને ઘણાં બધાં છોડ બતાવે છે. અને એમની ઉપયોગીતા વિશે પણ સમજાવે છે. જેમ જેમ સૂરજ છોડ બતાવતો ગયો તેમ તેમ આદિત્ય તેના D.S.L.R કેમેરાથી એના અલગ અલગ એંગલથી ફોટો લે છે. અને સૂરજ જેમ જેમ એના વિશે માહિતી આપતો ગયો તેમ તેમ મિહીકા એની ડાયરીમાં એ માહિતી લખતી ગઈ.

( માફ કરશો મિત્રો મને આહવા ડાંગના જંગલોમાં ઘણી ઔષધિઓ મળે છે એ તો ખબર છે પણ એના નામ અને ગુણ વિશે મને કોઈ ખ્યાલ નથી. તો હુ એના વિશે અહી કંઈ પણ નથી લખતી. મારું માનવું છે કે ખોટી માહિતી આપીને કોઈને ભ્રમિત કરવા કરતાં આપણને જેટલું ખબર છે એટલી જ જાણકારી આપવી. માટે માફ કરશો. )

ઝરમર વરસાદ ચાલું થાય છે. આમ તો એમની પાસે પ્રોજેક્ટ માટેની પૂરતી માહિતી મળી ગઈ છે. એટલે એ લોકો પહાડી વિસ્તારના ઝરમર વરસાદને માણે છે. વરસાદની બૂંદો છોડના પર્ણ અને ફૂલો પર પડે છે તો જાણે એવું લાગે છે કે જાણે કુદરતે દિલ ખોલીને મોતી વેર્યા હોય. જંગલી ફૂલો પર વર્ષાના બૂંદો એની પર હીરાની જેમ ચમકી રહ્યા હતા.

મિહીકા : wow સૂરજ વર્ષાૠતુ તો જાણે પહાડોની જ. અમારા સુરતમાં તો જ્યાં થોડો વરસાદ પડે કે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય અને ઠેર ઠેર કાદુ કીચડ થઈ જાય છે.

સૂરજ : આ તો કંઈ નથી દીદી ! તમારે વરસાદની અસલી રોનક જોવી હોય તો ચાલો હું તમને એક જગ્યા પર લઈ જાઉં.

ધરા : પણ સાંજ થવાં આવી છે તો આપણને ધરે જતાં મોડું નહી થશે !!

સમીર : હા સૂરજ તારું એ સ્થળ કેટલું દૂર છે ? પછી અમને પાછા ફરતા બહું મોડું તો નહી થાય ને ?

આદિત્ય : અરે થોડું મોડું થાય તો પણ શું છે ! આપણે ઘરે તો કહીને જ આવ્યાં છે. માટે તેના માટે તો કોઈ ટેન્શન નથી. અને આપણે ક્યાં બીજીવાર અહીં આવવાના છીએ.

મિહીકા : હા ધરા એન્ડ સમીર. આપણે અત્યારે સાથે છે તો ચાલો ને થોડું એન્જોય કરી લઈએ. અને કદાચ અહી આવવાનુ પણ થાય ત્યારે આવુ જ વાતાવરણ હોય એની શું ગેરંટી !! તો ચાલોને મોસમના આ રૂપની પણ મજા લઈએ.

આદિત્ય : અને સમીર સાથે ટાઈમ સ્પેન્ડ કોણે કરવો હતો હે...

ધરા : અરે હું ક્યાં ના પાડું છું હુ તો ખાલી એમ કહું છું કે આપણને બહુ મોડું ના થાય.

આદિત્ય : ઓહોઓઓ..... સમીરનું નામ લીધું તો કેવી માની ગઈ... અને બધાં હસવા લાગ્યા....

સમીર : હા ચાલ સૂરજ ક્યાં છે તારી એ જગ્યા.. આપણે જલ્દી ત્યાં પહોંચી જઈએ...

સૂરજ : સમીરભાઈ એટલું પણ દૂર નથી. અને તમને હું બીજો શોર્ટકટ રસ્તો પણ બતાવી દઇશ જેથી તમને મોડું નહી થાય.

અને બધાં પાછાં ગામમાં જ્યાં આદિત્યએ ગાડી પાર્ક કરી હતી ત્યાં આવે છે. સૂરજ આદિત્યની બાજુમાં બેસે છે અને સમીર , ધરા અને મિહીકા પાછળ બેસે છે. આદિત્ય સૂરજ કહે છે તે તરફ ગાડી ચલાવે છે. રસ્તામાં સૂરજ આદિત્યના હાથ પરની વૉચ જુએ છે અને કહે છે. " વાહ આદિત્યભાઈ તમારી વૉચ તો એકદમ સુંદર છે."

આદિત્ય : હા ઈમ્પોર્ટેડ છે.

સૂરજ : વાહ ઈમ્પોર્ટેડ વૉચ તો મે પહેલીવાર જોઈ છે. ઘણી મોંઘી હશે. નઈ...

આદિત્ય : અરે મને તો યાદ પણ નથી કેટલાની છે.

સમીર : અમારા આ ભાઈને નવી વૉચ અને નવી બાઈકનો ખૂબ શોખ છે. એટલે નવી નવી ખરીદે છે.

આમ જ તેઓ વાતો કરતા હોય છે ને પંદરેક મિનીટમાં તો સૂરજ એમને એક ઊંચી ટેકરી પાસે લઈ આવે છે.

સૂરજ : ભાઈ અહીંથી ઉપર આપણે ચઢીને જવું પડશે. આ ટેકરી દેખાય છે ને તેની ઉપર આપણે જવાનું છે.

ધરા : અરે યારરર હવે ટેકરી પર પણ ચઢવાનું...!! હુ તો આમ પણ થાકી ગઈ છું.

આદિત્ય : અરે ક્યાં મોટો પહાડ છે કે તુ ગભરાય છે. એક ત્રણ - ચાર માળના એપાર્ટમેન્ટ જેટલી તો છે. આરામથી ચઢી જવાશે.

સમીર : હા ચાલો મોસમ પણ સુપર્બ છે તો આરામથી ચઢી જવાશે...

સૂરજ : હા પણ જરા જોઈને... અત્યારે જ વરસાદ પડ્યો છે તો માટી ચીકણી થઈ ગઈ હશે તો લપસવાનો ચાન્સ છે.... અને બધાં ટેકરી ચઢવા લાગે છે.

ધરા : મિહીકા સારું થયું આપણે જીન્સ અને શુઝ પહેર્યા નહી તો ઉપર ચઢવામાં તકલીફ થાત.

મિહીકા : હા યાર સારુ થયું આપણે સ્પોર્ટસ શુઝ પહેર્યા નહી તો આ ઉબડખાબડ વાળી જમીન પર ચાલતા નાકે દમ આવતે.

આમ જ વાત કરતા કરતા તેઓ ચઢતા જાય છે. લગભગ ત્રીસેક મિનીટ ચઢ્યા પછી તેઓ ટેકરીના ટોચ પર પહુચે છે. ઉપર પહોંચતા જાણે એક નાનકડું ટેબલ ગોઠવેલું હોય એવું મેદાન દેખાય છે.

મિહીકા : wow... awesome yaar... wonderful... શું નજારો છે. મિહીકા બે હાથ ફેલાવીને ત્યાંની હવાને પોતાના શ્વાસમાં ભરતા બોલે છે.

આદિત્ય : વાહ સૂરજ શું જગ્યા છે યાર... નીચેથી જોતાં તો આ એક નાનકડી ટેકરી જ દેખાતી હતી. પણ અહી થી તો પૂરું ગામ અને જંગલ દેખાય છે.

સૂરજ : હા આદિત્યભાઈ આ અહીંની સૌથી ઊંચી ટેકરી છે. આ તો આપણે ઘણું બધું ચઢાણ ગાડીથી ચઢ્યા એટલે આપણને ઊંચાઈનો અંદાજ ના આવ્યો. હું તો ઘણીવાર મારી સાયકલ લઇને અહીં આવું છું.
ખરેખર ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. દૂર સુધી બસ લીલી વનરાજી ફેલાયેલી છે. અને આજુબાજુની નાની નાની પહાડીઓ પરથી નાના નાના ઝરણાં વહી રહ્યા છે. વાદળો જાણે પકડ દાવ રમતા હોય તેમ એકબીજાની પાછળ દોડી રહ્યા છે. નીચે ખીણમાં અલગ અલગ જાતના રંગબેરંગી ફૂલો પથરાયેલા છે. જાણે પ્રકૃતિએ સોળે શણગાર સજ્યો હોય એવું લાગી રહ્યું છે.

સમીર : wow... what a atmosphere i never scene in my whole life kind of nature like this.

ધરા : હા ખરેખર અદ્ભુત નઝારો છે. મન થાય છે ક્યાંય ના જાવ અહીં જ રોકાઈ જાવ.

આદિત્ય : ઓ રોકાવાવાળી હવે તને મોડું નથી થતું ? આટલું સુંદર દ્રશ્ય છે તો ચાલો થોડા ફોટા પાડી લઈએ.

અને બધાં એકલાં અને જોડીમાં ફોટા પડાવે છે. સૂરજ તેમનો ગૃપ ફોટો પાડે છે. સૂરજ સાથે બધાં ગૃપ સેલ્ફી પણ લે છે. આવા સરસ કુદરતી વાતાવરણમાં ધરા અને મિહીકા જાણે પાગલ થઈ ગઈ હોય એમ અલગ અલગ એંગલથી ફોટા પડાવે છે. આદિત્ય મિહીકાને આંગળીના ઈશારે દૂર કંઈક બતાવતો હોય છે અને મિહીકા એની બાજુમાં ઊભી રહી એની આંગળી તરફ જોતી હોય છે. ત્યાં સમીરને કંઈક સૂઝે છે અને એ આદિત્યના કેમેરાથી એ બંનેનો ફોટો ક્લીક કરે છે. થોડી વાર સુધી બધાં આજુબાજુના સુંદર વાતાવરણને માણે છે.

મિહીકા : guys અંધારું થવા આવ્યું છે. હવે આપણે રિટર્ન જવું જોઈએ.

ધરા : હા યાર ચાલો પાછા જઈએ.

અને એક જ નજરમાં જાણે આખાં નજારાને કેદ કરી લેવાના હોય તેમ તેઓ ચારેકોર એક નજર નાખે છે અને નીચે ઉતરે છે. નીચે ઊતરી તેઓ ગાડીમાં ગોઠવાઈ છે. થોડે આગળ જતા સૂરજ એમને એક કાચો રસ્તો બતાવે છે અને કહે છે. અહીંથી તમે એકાદ કિલોમીટર જશો તો હાઈ વે આવી જશે. પણ હા આ એક કિલોમીટર વાળો રસ્તો ઢોળાવ વાળો છે તો સંભાળીને ચલાવજો.અને સૂરજ ગાડીમાંથી બહાર નીકળે છે. આદિત્ય ને બીજા પણ નીચે ઉતરે છે.
આદિત્ય તેના હાથ પરથી વૉચ ઉતારે છે અને સૂરજને આપે છે.

સૂરજ : અરે આ શું છે આદિત્યભાઈ તમે મને કેમ આ વૉચ આપો છો !!

આદિત્ય : સૂરજ એ મારા તરફથી તને ગીફ્ટ છે.

સૂરજ : ના ના આદિત્યભાઈ હું આટલી મોંઘી ગીફ્ટ ના લઈ શકું... અને તે વૉચ પાછી આપવા હાથ લંબાવે છે.

આદિત્ય : (સૂરજનો એનો હાથ પકડીને) અરે ગીફ્ટની કિંમત ના જોવાની હોય તું મને ભાઈ કહે છે ને ? તો આ તારા ભાઈનો ઓર્ડર છે તારે આ વૉચ રાખવાની છે.

સમીર : હા હો મોટાભાઈઓ જે આપે તે ચૂપચાપ લઈ લેવાનું. એમ કહી તે તેની કેપ સૂરજને પહેરાવી દે છે.

સૂરજ બંનેને ભેટી પડે છે. આદિત્ય તેનો નંબર સૂરજને આપે છે અને કહે છે " તને જ્યારે પણ કોઇપણ જરૂર પડે તો બેજીજક ફોન કરજે. અને બધાં સૂરજને બાય કહી રવાના થાય છે.

રસ્તામાં તેઓ એક ઢાબા પર જ જમી લે છે. એમણે ઘરે ફોન કરી દીધો હોવાથી કોઈ ટેન્શન ના હતી. મસ્તી મજાક કરતા કરતા તેઓ સુરત પહોંચે છે. આદિત્ય ધરા અને મિહીકાને એમના ઘરે છોડે છે. અને સમીર સાથે એના ઘર તરફ ગાડી ઘુમાવે છે.

** ** **

( મિત્રો આ વાર્તા મે શરૂ કરી ત્યારે કોઈ પ્લોટ મારા દિમાગમા ન્હોતો. જેમ જેમ મનમાં સ્ટોરી આકાર લેતી ગઈ તેમ તેમ લખતી ગઈ. પણ હવે મને લાગે છે કે કહાનીમાં થોડો વળાંક લાવવામાં આવે તો મજા આવશે. માટે હું કંઈક નવું વિચારું છું. આપ સૌ નું શું મંતવ્ય છે આપ જરૂર જણાવશો. )

** ** **

આ ભાગ પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો...