Pyar to hona hi tha - 1 books and stories free download online pdf in Gujarati

પ્યાર તો હોના હી થા - 1


( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કરું છું. આશા છે મારી આગળની સ્ટોરી જેમ આ સ્ટોરી પણ તમને પસંદ આવશે.)


by Papa .. by Mummy.. મિહીકા ગાડીની ચાવી લેતા લેતા કહે છે..

by by ... બેટા ગાડી જોઈને ચલાવજે. સંકેતભાઈ રોજની જેમ સલાહ આપે છે.

હા પપ્પા... હવે હું જાઉ ?? અને તે ગાડી ઝડપથી કૉલેજ તરફ ભગાવે છે.

એ જોઈ મનિષાબેન સંકેતભાઈને ઠપકો આપે છે... ' આ તમારા લાડ પ્યારે જ આને બગાડી મૂકી છે જૂઓ કેટલી ઝડપથી ગાડી ચલાવે છે.

અરે મનુ એક તો દિકરી છે આપણી આપણે લાડ ના લડાવીશું તો કોણ લડાવશે. આજ તો ઉંમર છે મોજમસ્તીની પછી તો સાસરે જઈ ઘરની જવાબદારી ઉઠાવવાની જ છે.

સંકેતભાઈના ઘરે રોજ આ પ્રમાણેનો જ વાર્તાલાપ થાય છે. મિહીકા સંકેતભાઈ અને મનિષાબેનની એકની એક પૂત્રી છે. અને સંકેતભાઈની ખૂબ લાડકી છે. મનિષાબેન પણ એને ખૂબપ્રેમ કરે છે પણ દિકરીએ પારકા ઘરે જવાનું હોવાથી એ પૂરેપૂરી કેળવાઈ જાય એવું એ ઈચ્છે છે.

મિહીકા એના નામ જેવી જ એકદમ તેજ. દેખાવમાં એકદમ સુંદર. ઘઉંવર્ણો વાન. એકદમ માફકસરનું શરીર. એની શરીરની બનાવટ એવી હતી કે એની પર કોઈ પણ કપડાં શોભે. પણ એ પણ આજકાલની છોકરીઓ જેમ વેસ્ટર્ન કપડાં જ વધું પહેરતી. પણ માતા પિતા પાસેથી મળેલા સંસ્કારને પણ એટલા જ સાચવતી. બધાં સાથે હસતી બોલતી પણ મર્યાદા પણ એટલી જ જાળવતી. અભ્યાસમાં અવ્વલ.. હંમેશા ક્લાસમાં ટૉપ કરે જે સિલસિલો અત્યાર સુધી જળવાઈ રહેલો.

ઈશિતા એની બેસ્ટ ફ્રેન્ડ. બંને નર્સરીથી લઈ કૉલેજ સુધી સાથે જ અભ્યાસ કરતા. મિહીકા ઈશિતાને પીક કરી કૉલેજ પહોંચે છે. તે જેવી ગેટમાં પ્રવેશે છે તેવી જ સનનનનન... કરતી એક બાઈક તેની બાજુમાંથી પસાર થાય છે.

આ આદિત્યનુ રોજનું હોય છે તુ જોઈ લેજે એ કોઈ દિવસ આપણને પાડવાનો છે. ઈશિતા ગુસ્સામાં કહે છે.

chill yaar... આપણને કંઈ થયું તો નથી ને તને ખબર તો છે એની આદત. તુ શા માટે તારું લોહી બાળે છે.

આદિત્ય મિહીકાની જ કૉલેજમાં છે. એની છાપ એમ તો અમીર બાપની બિગડી ઓલાદ જેવી જ છે. પણ આદિત્ય પોતાના માં જ મસ્ત રહે છે. દુનિયા શું કહે છે એની સાથે એને કોઈ પરવા નથી. કૉલેજની ઘણીબધી છોકરીઓ એની સાથે ફ્રેન્ડશીપ કરવા તત્પર રહેતી હોય છે પણ એ આ બધાથી દૂર જ રહે છે. એને બાઈકીંગનો બહુ શોખ એની પાસે ઘણી સ્પોર્ટસ બાઈકનું કલેકશન છે. એના પપ્પાએ એને કાર પણ ગીફ્ટ કરી છે. પણ એ કૉલેજમાં બાઈક લઈને જ આવતો. એને ફુલ સ્પીડમાં બાઈક ચલાવવાનો જબરો શોખ છે. એની એક જ ઈચ્છા છે કે એણે ઈન્ટરનેશનલ બાઈક રેસમાં ભાગ લઈ નંબર વન બનવું. એના ફ્રેન્ડ્સ એને ઘણું ટોકે પણ એનો એક જ જવાબ હોય છે. " આ લાઈફ એક જ વાર મળી છે તો એને ભરપૂર માણવી જોઈએ. ડરી ડરીને જીવવું મને બિલકુલ પસંદ નથી. હુ તો મારી લાઈફ ફુલ એન્જોય કરીશ. પછી પાછળથી કોઈ અફસોસ ના રહે કે જીંદગીમાં મનગમતું તો કર્યું જ નહી."

આ બાજુ મિહીકાના શોખ એનાથી એકદમ અલગ. ભણવું એના માટે એક પેશન હતું. એની પણ ઊંડે ઊંડે એક ઈચ્છા હતી કે એ પણ વધું અભ્યાસ માટે abrote જાય. પણ એને ખબર હતી કે એના મમ્મી - પપ્પા એને કોઈપણ દિવસ ફોરેન નહી જવા દેશે. એટલે એ એના વિશે કોઈને પણ કહેતી નહી એના સપના વિશે બસ ફક્ત એની બેસ્ટી ઈશિતા જ જાણતી હતી. મિહીકાને રોમેન્ટીક મુવી જોવું, રોમેન્ટીક ગીત સાભળવા ગમે. એને નોવેલ વાંચવી ગમે. મિહીકા બધા સાથે આસાની થી ભળી જતી. કૉલેજમા બધા સાથે હસી મજાક કરે એનો પણ એક જ ફંડા જેને જે ગમે તે કરે કોઈને વ્યકિતગત રીતે જાણવા વગર એના વિશે કોઈપણ સારી કે ખરાબ ધારણા ન બાંધવી જોઈએ. એટલે જ એ આદિત્યને પણ જજ નહી કરતી. એ ઈશિતાને એક જ વાત કેહતી કે જેમ આપણને મુવી જોવાનો કે ગીત સાંભળવાનો શોખ છે તેમ એને પણ ફાસ્ટ બાઈક ચલાવવાનો શોખ છે.

હજુ સુધી એ બંને એકબીજાને ચેહરાથી જ ઓળખતા. મિહીકા આદિત્યને એની બાઈકના શોખ અને છોકરીઓ જે એની પાછળ પાગલ હતી એના કારણે ઓળખતી હતી. અને આદિત્ય એને ક્લાસની ટૉપર હોવાના કારણે ઓળખતો હતો. આમ જુઓ તો એક ઉત્તર ધૃવ તો બીજી દક્ષિણ ધૃવ. પણ ઈશ્વરે ખબર નહી એમના માટે શું વિચાર્યું છે. અને એના માટે એમણે શરૂઆત પણ કરી દીધી હતી. આમ તો આદિત્ય ક્લાસમાં વધારે નહી દેખાતો પણ આજે એમના બોટનીના પ્રોફેસર એક પ્રોજેક્ટ આપવાના હતા. અને જે હાજર ના રહે તેમના પેરેન્ટ્સને પર્સનલી બોલાવીને કમ્પલેઈન કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હોવાથી ના છૂટકે તેણે ક્લાસ એટેન્ડ કરવો પડે છે. આદિત્ય ક્લાસમાં એન્ટર થાય છે ત્યારે બધાં એને આશ્ચર્યથી જુએ છે અને છોકરીઓ તો ખુશ થઈ જાય છે. આદિત્ય છેલ્લી બેન્ચ પર બેસવા જાય છે ત્યારે જ પ્રોફેસર કહે છે "આદિત્ય તારે ત્યાં નથી બેસવાનું અને બીજા બધાએ પણ જગ્યા ચેન્જ કરવાની છે." ohh no sir... but why... ના સર આવુ ના કરો... બધા સ્ટુડન્ટ્સ સરનો વિરોધ કરવાં લાગ્યાં. quite please... પ્રોફેસર બધાને શાંત પાડે છે. અને કહે છે. " મને ખબર છે તમને જગ્યા બદલવી નહી ગમશે. પણ આ પ્રોજેક્ટ ગૃપમાં કરવાનો છે દરેક ગૃપમાં ચાર સ્ટુડન્ટ્સ હશે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો નહી થાય ત્યાં સુધી તમારે તમારા પાર્ટનર સાથે જ બેસવાનું છે. જેથી તમે એકબીજા સાથે હળીમળી જાવ અને પ્રોજેક્ટ પૂરો કરવામાં તમને સરળતા રહે. અને હા આ પ્રોજેક્ટમાં બે ગર્લ્સ અને બે બોયઝની જોડી રેહશે." પ્રોફેસરનું છેલ્લું વાક્ય સાંભળીને બધાં બોયઝ ખુશ થઈને ચિચિયારી પાડવા લાગ્યા. પ્રોફેસરે બધાંને શાંત કર્યા અને બધી ટીમના નામ એનાઉન્સ કરવા લાગ્યા.

પોતાના ગૃપના નામ સાંભળીને કોઈ ખુશ થયા તો કોઈ દુઃખી થયા. અને દુઃખી થવામાં મિહીકા પણ હતી કેમકે એના ગૃપમાં જે બીજા ત્રણમાં આદિત્ય પણ સામેલ હતો. આદિત્યનુ નામ સાંભળીને પહેલા તો તે એકદમ શોક્ડ થઈ ગઈ એમ તો એને આદિત્યથી કોઈ ડર ન્હોતો પણ આદિત્યની છાપ જેવી કૉલેજમાં હતી તે જાણીને તે વિચારે છે કે આ આદિત્ય સાથે કેવી રીતે કામ થશે, એણે તો કોઈ લેક્ચર પણ એટેન્ડ નથી કર્યો અને એ આમા કંઈ કરવાનો પણ નથી. અને બીજા જે બે ગૃપ મેમ્બર હતાં તે co-incedently couple હતા. તો એમના તરફથી પણ વધું મદદ મળે એવી આશા ન્હોતી.


વધુ આવતાં ભાગમાં...


મિત્રો મને ખબર છે મારી વાર્તાના ભાગ થોડાં નાના હોય છે. પણ એક વર્કીંગ વુમન હોવાને કારણે સમય થોડો ઓછો મળે છે છતાં પણ સમય કાઢીને થોડું થોડું લખતી રહું છું. તો આપ સૌને જો આ ભાગ પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.


Tinu Rathod ' Tamanna '




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED