ગેમ ઓફ ડાર્ક સિક્રેટ્સ: "ટ્રૂથ એન્ડ ડેર"
પ્રકરણ ૧: "કોંચાટૂરો..."
"નિકિતા જલ્દી કર, બહુ લેટ થાય છે,
તને ખ્યાલ તો છે કે આજે આપણે ડિનર પર જવાનું છે. "
મીઠા ગુસ્સા સાથે અંકિત બોલ્યો.
નિકિતા તૈયાર થઈ રહી હતી, આંખમાં કાજલ લગાવતા લગાવતા અંકિતના આવેલા આ અવાજને લીધે તે અટકી,
તેની વિશાળ આંખો અરીસામાં જોઈ રહી હતી.
તેના તેના મનમાં એક વિચાર આવ્યો, અને આંખના ખૂણામાંથી પાણીની એક બુંદ છલકાઈ.
સમગ્ર દરીયાને નાનકડી આંખોમાં સંભાળીને બોલી, "હા અંકિત બસ પાંચ જ મિનિટ..! હું રેડી જ છું." થોડીવારમાં નિકિતા રૂમની બહાર નીકળી.
અંકિતનું ધ્યાન તેના ફોનમાં જ હતું. નિકિતા ક્યાંય સુધી તેને જોઈને ઉભી રહી કે હમણાં અંકિતની નજર એના પર પડશે,
હમણાં અંકિત તેને કોઈ કોમ્પ્લીમેન્ટ આપશે..!
અનાયાસે અંકિત નું ધ્યાન તેના પર પડ્યું,
"આવી ગઈ તું ? સોરી હું થોડો બીઝી થઈ ગયો હતો, લેટ્સ ગો.. !"
એમ કહી તે નીકળી ગયો.
મેરેજને એક વર્ષ થઈ ગયું હતું. અરેંજ મેરેજમાં રોમેન્સ ઉભા કરવાના બધા જ પ્રયાસો નિકિતાના કદાચ નિષ્ફળ ગયા હતા. એવું નહોતું કે અંકિત ખરાબ હતો ,એ નિકિતાને રિસ્પેક્ટ આપતો પણ જે પ્રેમ ને લાગણી એક હસબન્ડ તરફથી નિકિતા ઈચ્છતી હતી તે ક્યારેય અંકિત પૂરી નહોતો કરી શકતો.
કાર ધીરે-ધીરે અંકિતના ફ્રેન્ડ વિશાલના ઘર તરફ જઈ રહી હતી.
"વિશાલ અવસ્થી" અંકિત નો બાળપણ નો ફ્રેન્ડ હતો. "કૂલ બિઝનેસ ટાયકૂન" તરીકે તે બધી જ જગ્યાએ ફેમસ હતો. 1 મહિના પહેલા જ તેના મેરેજ પાયલ સાથે થયા હતા અને આજે ડિનર માટે બંને ભેગા થવાના હતા.
ચોમાસાની શરૂઆત હતી ધીમો ધીમો રીમઝીમ વરસાદ પડી રહ્યો હતો .
કાર અંકિતના પ્રેમ કરવાની સ્પીડ થી જ ચાલી રહી હતી. નિકીતા કાચમાંથી બહાર પડતા એ વરસાદને જોઈ રહી હતી.
બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગી રહ્યું હતું,
तड़पाये मुझे सभी तेरी बातें,
एक बार ए दीवाने ,
झूठा ही सही प्यार तो कर,
मैं भूली नहीं हंसी मुलाकातें,
बेचैन करके मुझको ,
मुझसे यूं ना फेर नजर,
रूठेगा ना मुझसे मेरे साथिया ये वादा कर ,
तेरे बिना मुश्किल है जीना मेरा मेरे दिलबर ,
जरा जरा बहकता है महकता है,
आज तो मेरा तन बदन में प्यासी हूं ,
मुझे पर ले अपनी बाहों में,,,,।।
નિકિતાએ અંકિત સામે જોયું,
અંકિત અર્જુનની માફક ફક્ત સામે જોઇ રહ્યો હતો.
"બાજુમાં આટલી હોટ વાઈફ બેઠી છે અને આટલું રોમેન્ટિક સોન્ગ વાગે છે, તો પણ તમને કેમ કંઈ નથી થતુ અંકિત..?"
નિકિતા થી બોલાઈ ગયું.
અંકિત એ નાનકડી સ્માઈલ આપી,
"ઘણું બધું થાય છે ને નિકિતા. પણ કદાચ બધી જ ફીલિંગ જો હું શેર કરીશ તો તારાથી સહન નહીં થઈ શકે.!!! "
આંખોમાં આંખ નાંખીને અંકિતે નિકિતાને જવાબ આપ્યો.
નિકિતાને આ જવાબ એક તમાચા જેવો લાગ્યો, જે કદાચ તેની આત્મા પર વાગ્યો હતો, નિકિતા વધારે બોલી ના શકી.
"કેમ આમ બોલો છો અંકિત, ઈશ્યુ શું છે? "
નિકિતા દબાયેલા અવાજે બોલી.
"ઇશ્યુ એ છે કે ડિયર,વિશાલ નું ઘર આવી ગયું છે."
"વેલકમ વેલકમ ભાઈ ,તું આવ્યો દિલ ખુશ થઇ ગયું." વિશાલે અંકિત ને આવકાર્યો.
વિશાલ ની પાછળ પાછળ નિકિતા આવી,
નિકિતા અને વિશાલ ની વચ્ચે થયેલો એ તૂટેલી સ્માઈલનો રિસ્પોન્સ અવગણી શકાય તેવો ના હતો. નિકિતા સિદ્ધિ પાયલને મળી.
કેઝ્યુઅલ ડિનર પછી આ બે કપલ મેઈન હોલમાં ગોઠવાયા.
"કોંચા ટૂરોની" વાઈન બોટલ ઓપન કરવામાં આવી અને એ વાઈન ધીરે ધીરે ચારેના બ્લડમાં વહી રહી હતી.
અને બધા જ બંધનો કે રાઝ, જે દરેકના હૃદયમાં દફનાવેલા હતા એ તરફડીયા મારી ને જીવંત થઈ રહ્યા હતા. અચાનક વિશાલે કોંચા ટૂરોની એ ખાલી વાઈનની બોટલ હાથમાં પકડી અને બોટલને જમીન પર સ્પિન કરતા કહ્યું,
"લેટ્સ પ્લે ટ્રૂથ એન્ડ ડેર.....!"
જોઈએ કેટલી તાકાત છે બધાની,સાચું બોલવાની..
આબાદ રીતે વાઈનના નશામાં ડૂબેલા ચારેય લોકોએ એક સાથે સહમતી દર્ષાવી,
અને ગેમ શરૂ થઈ.......!!!
To be continued..!
ડૉ. હેરત ઉદાવત.