Lagniona Sathvare - 5 books and stories free download online pdf in Gujarati

લાગણીઓના સથવારે - 5

પાર્ટ -4 માં વાંચ્યું 
★ વર્ષો પછી મળેલ નિલનો પરિવાર 
★પ્રતિક અને અંજાન છોકરી નેહા વચ્ચે ખીલેલુ  પ્રેમનું  મીઠું ઝરણું 
★બધા મિત્રો સાથે નિલનું ઘરમાં આગમન ....
      
      ★■★■★■★■★

    હવે  આગળ....
' લાગણીઓના સથવારે 'પાર્ટ -5
     
   ★■★■★■★■★

 આ બધીજ વાતોમાં થોડી શાંતિનું વાતાવરણ પથરાતા મેઈન ગેટ ખુલવાની અવાજ આવી .
અવાજ આવતા જ એકસાથે બધાની નજર ગેટ તરફ ગઈ .
લાલ કલરનું ક્રોપ ટોપ અને જિન્સ પહેરેલી એકદમ સ્માર્ટ છોકરી એ એન્ટ્રી મારી . 
એ છોકરીને જોઈને બધાની આંખો પહોળી થઇ ગઇ . આ છોકરી તો કાલે આ ગ્રુપ સાથે હતી એ ....જ.... છે.

પ્રતિક તો ઉપરથી લઈને નીચે સુધી ધ્રુજી ઉઠ્યો . પવનના સુસવાટા સાથે આવેલી એ મીઠી સુગંધે મનને પાગલ કરી દીધું. 

   અંદર આવેલી એ છોકરી નેહા હતી . નેહા એટલે નિલની નાની બહેન ....

નેહા એકસાથે આટલા બધાને જોઈ ગભરાઈ ગઈ . લૉનમાં જામેલી બધાની બેઠક અને બધાના ઉદાસ ચહેરા ....
અને એક યુવક તો મમ્મા ના ખોળામાં માથું નાખી રડી રહ્યો હતો .  હળવે પગલે ડગલા ભરતી માઁ ની બાજુમાં જઈને બેસી ગઈ . અને ધીમી અવાજે સવાલો પૂછવા લાગી . 
 '  માઁ આ બધું શુ છે ? ' 
  ' કોણ છે આ લોકો ' 
સવાલો પૂછતાં પૂછતાં એણે ત્યાં આવેલા બધાના ચહેરા જોયા ..
આ બધામાં તેનું ધ્યાન પ્રતિક તરફ ગયું . અને આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ . 
હજુ કાંઈ વિચારે એ પહેલાં એના મમ્મા-પપ્પા એ એને પુરી વાત શાંતિથી સમજાવી . 
એની નજર સામે પોતાનો ભાઈ બેઠો છે ?  માન્ય મા નહોતું આવતું  . પાંપણોની ધારે વહી રહેલો આંસુનો દરિયો જાણે ક્યાં જઈને અટકશે ? 
મમ્મી-પપ્પા , ભાઈ નિલ ચારેય જણા એકબીજાને વળગી ક્યાંય સુધી રડતા રહ્યા . 
  થોડીવાર પછી નિલના મમ્મીએ અંદર જઈ બધા માટે ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવાનું કહ્યું . 

ચારે તરફ ગમગીની ના માહોલને હળવો કરતા સુહાસ પ્રતિક ના કાનમાં જઈને હળવેથી બોલ્યો ...' મનમેં લડ્ડ ફુટા ? ' ....

  અને પછી બધાની સામે જોઇને બોલ્યો ..' અરે , આપણો નિલ તો એક મોટો શેઠ બની ગયો છે ભાઈ .....પણ...આપણા માટે તો પેલું ચા નું ટેબલ રાહ જોઈ રહ્યું છે હો...
    ત્યાં હીરાલાલ શેઠ બોલ્યા ' હા દીકરા આપણે હવે આ લોકોની રજા લઈને ઘરની વાટ પકડીએ ...

 હીરાલાલ શેઠના શબ્દો અપૂર્વના કાને પડતા જ અપૂર્વ બોલ્યો  ' અરે , હજુ તો બધા માટે ચા-નાસ્તો આવે છે . અને હા એક વાત....મારી પરવાનગી વગર આ મેઈન ગેટની બહાર કોઈ નહીં જાય ...
અને પછી હીરાલાલ શેઠની બાજુમાં બેસી એમનો હાથ હાથમાં લેતા બોલ્યો ...' શેઠ હીરાલાલ તમને ખબર છે વર્ષોથી તમારા જીવન સાથે જોડાયેલી મારી આ મૂડીને તમેં બમણા થી બમણા વ્યાજ સાથે પાછી આપી છે.
અને તમે તો પુરી જિંદગી આ બાળકોનું ફૂલની જેમ સિંચન કર્યું છે . તમે તો આ બગીચાના માળી છો . 
આ બધાની જિંદગીના એક-એક પગથિયે એમના પાયાથી સંસ્કારોના બીજનો સંચાર કર્યો છે .
તમે જ વિચારો આજના સમયમાં તો નાના-નાના બાળકોને વેચીને પૈસા કમાવાનું કામ કરે છે . એમના હાથ-પગ કાપી એમની પાસે ભીખ મંગાવાનું કામ કરાવે છે . 

ચારેયની જિંદગીને સીંચીને એની એક-એક ડાળને લીલીછમ રાખનાર તમે અને માત્ર તમે છો .
    તમે તો જિંદગીનું અણમોલ કહી સકાય એવું કુમળી વયનું બાળપણ....જેની જડને સારા અને સાચા સંસ્કારોના પાણીથી સિંચી અને એક ઘટાદાર વૃક્ષ બનાવ્યું છે.

 હું ભલે નિલનો પિતા છુ .પણ તમે તો એના પાલનહાર છો ...હું તમારો ગમે તેટલો આભાર માનું ને તો પણ ઓછો છે .પણ એટલું  માનું છું કે જરુર કોઈ ભવભવ નું લેણું હશે. ત્યારે જ મારા એક દિકરાની સાથે બીજા ત્રણ દીકરા અને એક ભાઈ મળ્યો છે . 

અને એટલે જ આ ઘર માત્ર નિલનું નહીં તમારા બધાનું છે . એમ પણ આટલા મોટા ઘરમાં રહેનારા અમે ત્રણ જણા હતા . તમારા બધાથી આ ઘર હર્યું ભર્યું થઈ જશે . અને આ મારો આખરી નિર્ણય છે ....
ચા-નાસ્તો આવતા જ બધાએ હસી-મજાક અને જૂની વાતો યાદ કરતા-કરતા બેઠા હતા ત્યાં વચ્ચેથી જ નિલે મમ્મી - પપ્પાને કહ્યું , ' મારે તમારી બંને સાથે થોડી વાત કરવી છે . એમ કહી અંદર લઈ ગયો . 
થોડીવાર વાતચીત કર્યા બાદ ત્રણેય બહાર આવ્યા . 
અને ...અપૂર્વ બોલ્યો , ' આજે સાંજે નિલના અને તમારા બધાના સ્વાગતની ખુશીમાં એક શાનદાર પાર્ટી રાખી છે . 
પછી નેહા પાસે જઈ માથે હાથ ફેરવતા બોલ્યો ...અને એક બીજી પણ ખુશખબરી જાહેર કરવી છે . 

ચારેય તરફ ખુશીનો માહોલ અને સાંજની ખીલેલી સંધ્યા ....ઠંડી હવાની લહેરો ... ખરેખર અદભૂત વાતાવરણ હતું . 
ધીમું ધીમું વાગી રહેલું સંગીત.....
          અને 
પ્રતિક અને નેહાની સગાઈ જાહેર થતા અતિ ઉત્સાહ થી ભરેલ માહોલ 
એટલે જ કહેવાય છે લાગણીઓના સથવારે દરેકની જિંદગીના  લાગણીઓના સરવાળા જ થયા છે ... 
 ચારેય મિત્રો અને હીરાલાલ શેઠની આજ સુધીની જિંદગી એકબીજાની લાગણીઓના સથવારે જ અટલી મજબૂત બુનિયાદ બની છે . 
    ✨✨✨✨✨✨
 ★ મિત્રો આ સાથે આ વાર્તા નું સમાપન જાહેર કરું છું 
★કોઈ ભૂલચૂક હોયતો  જરુર માર્ગદર્શન આપશો . 

આપની હિતેચ્છુ :-મનિષા હાથી 
 ????????

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED