લાગણીઓના સથવારે - 2 Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓના સથવારે - 2

પાર્ટ -1 માં વાંચ્યું 
( મેટ્રો સિટીની લાઈફ  , નાની -મોટી વસ્તુઓ વેચતા નાના બાળકોની કહાની ) 
    
      ?(  પાર્ટ -2  )?
    ■★■★■★■★■

..?હા..' એ કાળા કલરની મર્સીડિસના કાળા કાંચમાંથી પ્રતિબિંબિત થતી બિલ્ડીંગ...
જેને જોઈને ભૂતકાળમાં ખોવાય ગયો હતો . 
    એનું નામ નિલ હતું .
     
       .બાળપણ પણ જાણે હાથતાળી દઈ ક્યાંય ઉડન છું થઈ ગયું હતું . પોતાના જ પેટનો ખાડો પૂરવા ચહેરા પર આવેલી જવાબદારી સાફ સાફ નજર આવતી હતી .

બાળપણનો ખોવાયેલો માઁ-બાપનો પ્રેમ , માઁ-બાપ વગરનાં જીવનની ચહેરા પર વંચાતી  વ્યથા , 
ચહેરા પરની માસૂમિયત ,  અનેક સવાલો , અનેક  અરમાનો ને એવું તો કેટલુંય  હશે એની જિંદગીમાં ? પણ આવા બાળકોની વ્યથા કોણ સાંભળે ?

  જે હાથમાં નોટબુક અને પેન પકડવાની હોય એની જગ્યાએ ફૂલ જેવો માસુમ   બાળક ફૂલોના બુકે વેચવાનું કામ કરતો હતો .

  એ દિવસે નિલની નાની બેન નો જન્મદિવસ હોવાથી બધા ભેગા મળી શોપિંગ માટે નીકળ્યા હતા . નિલ પોતે મોબાઈલમાં ગેમ રમવામાં મશગૂલ  હતો . એટલે પોતાના  પરિવારથી પાછળ રહી ગયો . પરંતુ  એ થોડી ક્ષણોમાં તો ભૂકંપ ના ભયંકર હાદસા ના કારણે બધું જ તહસ-નહસ થઈ ગયું હતું .  કેટલીય કલાકો પછી નિલ ભાનમાં આવતા ખબર પડી કે પોતે જીવિત છે.   સેવાભાવી કાર્યકર્તાઓના  સહયોગથી થી ઉભો થયો . એની ઉમર પણ એ વખતે સાવ નાની ,   ઓછી સમજણ છતાં ચારે તરફ પોતાના પરિવારને શોધતો રહ્યો . મોબાઈલ પણ ખબર નહીં ક્યાં પડ્યો હશે ? 
આટલા નુકશાન માં મોબાઈલ મળવો તો મુશ્કેલ જ હતો .

સેવાભાવી કાર્યકર્તા ઓનું મોટું ટોળું જમા હતું . એમની મદદથી નિલે પોતાના પરિવારને શોધવાની ઘણી કોશિશ કરી .પરંતુ બધું જ વ્યર્થ હતું . મોટી ટ્રકો ભરી-ભરીને જીવિત લોકોને બીજા શહેરમાં લઈ જવામાં આવ્યા . 
દરેક વ્યક્તિ એકબીજાને દિલાસો આપતા રહ્યા .દરેકના પરિવારમાંથી કોઈને કોઈ છુટ્ટ પડી ગયું હતું . 
થોડો સમય બાજુના શહેરની એક ધર્મશાળામાં બધાને રાખવામાં આવ્યા .  ધીરે-ધીરે સૌ પોતપોતાના કોઈને કોઈ સગા-વ્હાલા ને ઘેર તો કોઈ એકલદોકલ પોતાની રોજી-રોટી માટે કામ શોધવા નીકળી પડ્યા . ધર્મશાળા ધીરે-ધીરે ખાલી થવા લાગી .

નિલની જેમ બાકીના બે બાળકો પણ પરિવારથી છુટ્ટા પડી ગયા હતા. . અને એક ત્રીજો જે પગથી અપંગ હતો . ચારેય ની ઉંમરમાં  લગભગ એક-બે વર્ષનો તફાવત હતો .
જે શહેરમાં ભૂકંપ આવ્યો હતો .એ શહેરમાં સરકાર તરફથી નાના-નાના રુમ ની સગવડ કરી આપવામાં આવી .  
  ચારેય જણા ભેગા મળી પોતાના શહેર તરફની વાટ પકડી.
     અને સરકારની વ્યવસ્થા મુજબ એ બાળકોને પણ એક રુમ આપવામાં આવી .

એક નાનકડી રૂમમાં આ ચારેય જણાએ સાથે રહેવાનું નક્કી કર્યું . 
કુદરત નો કહર તો જુવો સારા અને સંસ્કારી ગણાતા  ઘરના છોકરાવ ની શુ દશા હતી ? 

ધીરેધીરે ચારેય વચ્ચે દોસ્તી જામવા લાગી . માતા-પિતા અને પુરા પરિવારથી વિખુટા પડેલ આ ચારેય મિત્રો એકબીજાનો સહારો બની ગયા . 
ભણતરની ઉંમરમાં જિંદગી એ આપેલી આ કપરી કસોટી નું ભણતર ભણી રહ્યા હતા . 

આ ચારેય ના નામ હતા એક નું નિલ , બીજાનું રોહન , ત્રીજાનું સુહાસ અને ચોથો હતો એ પ્રતીક 

એક જણાને નાના બાળકોની ચિત્રવાર્તા ની ચોપડીઓ વેચવાનું કામ મળ્યું  . બીજો ગુલાબના ફૂલોના બુકે વેચવાનું કામ કરતો . ત્રીજો બાજુમાં આવેલી ચા ની હોટેલમાં ચા આપવાનું કામ કરતો . અને ચોથો જે અપંગ હતો એ બુટ પોલિશ નું કામ કરતો . 

સાવ જ નાની અને માસુમ વય માં એ લોકોએ હસીખુશી કામ સ્વીકારી લીધું હતું . 

ચારેયની આખા દિવસની જે કમાણી થતી એ ભેગી કરી એમાંથી જે પણ ખાવાનું મળતું એ લઈ ભેગા મળીને ખાઈ લેતા. 

અને રોજનો એક નિયમ રાખેલો બધાની ભેગી થયેલી કમાણી માંથી રોજના દસ રૂપિયા તો બચાવવાના જ ....

ચા ની હોટેલમાં જે કામ કરી રહ્યો હતો એ હતો પ્રતીક ...
ચા ની હોટેલ એટલે ચોવીસ કલાકનો ચાલતો ધીકતો ધંધો ...
ચા ની હોટેલમાં નવરાશ તો ક્યાંથી નસીબમાં ? 
છતાં થોડો પણ સમય મળતો એટલે દુકાનમાં પડેલી પુસ્તકોના પાના ઉથલાવ્યા કરતો .સાવ થોડું કહી સકાય એવું અક્ષરજ્ઞાન હતું . એ પણ હવે તો વિસરાતું જતું હતું .

ચા ની દુકાનનો શેઠ હીરાલાલ  પ્રતિક ને રોજ જોયા કરતો . ને વિચારતો ...આ છોકરાને વાંચવાની અને ભણવાની ઘણી ઈચ્છા લાગે છે . 
શેઠ ઘણો દયાળુ હતો .એકવાર એણે પ્રતિક ને બોલાવીને પૂછ્યું 
  ' બેટા , તને ભણવાની ઈચ્છા છે ? ' 
 ત્યારે પ્રતિકે જવાબ આપતા પોતાની પરિસ્થિતિ સમજાવી અને          '    કહ્યું હું સ્કૂલ જઈ સકુ એટલી આવક પણ નથી . અને હવે ઉંમરના હિસાબે ઘણું ભુલાઈ ગયું હોય શેઠ 
ત્યારે શેઠ બોલ્યા ; ' તારું પાયાનું ભણતર કાચું હોય સકે ..પણ તારે ભણવું હોયતો આપણી દુકાનની પાછળ જ એક રાત્રી સ્કૂલ ચાલે છે . એમાં તારી જેવા ઘણા બાળકો ભણવા આવે છે . તું કહે તો હું વાત કરું ' ? 

પ્રતિક તો શેઠની વાત થી અતિ ઉત્સાહિત થઈ ગયો . અને બોલ્યો ...' શેઠ તમને વાંધો ના હોય તો મારા બીજા મિત્રો પણ છે .  એમને પણ લઈને આવું ? 
 ત્યાં શેઠ બોલ્યા ' અરે , એમાં પૂછવાનું શુ ?  તું તારે બધાને 
લઈને આવજે દીકરા ....અને આ સ્કૂલમાં તો ફીસ પણ નથી લેતા . 

પ્રતિકે પોતાની રુમ પર જઈને પોતાના મિત્રોને વાત કરી . બધાજ પ્રતિક સાથે જવા તૈયાર થઈ ગયા . 
રાતના આઠ વાગ્યા સુધી બધુ પતાવી સાડા આઠ થી સાડા દસના ક્લાસમાં ઉપડી જતા .

 ચા ની હોટેલના શેઠ હિરાલાલે થોડી-ઘણી પૈસાની વ્યવસ્થા કરીને ચારેય બાળકોને નોટબુક અને પેનની વ્યવસ્થા કરી આપી. 
     ચારેય જણા ખૂબજ મહેનત અને ખંતથી અભ્યાસ કરતા  . સવારમાં વહેલા ઉઠી સ્કૂલનું કાર્ય પૂરું કરતા . પછી સૌ પોતપોતાના કામે નિકળી પડતા . 

આ ચારેય મિત્રોની મિત્રતાની સુ વ્યાખ્યા આપીએ ? 
 
સાચું કહું તો આ ચારેયની મિત્રતા સમાજ માટે એક મિસાલ રુપ હતી . 

 'મિત્રતા એટલે અંધારામાં પણ અજ્વાળાનો અહેસાસ '
  ' મિત્રતા એટલે ઉનાળાની દરેક સાંજ  જાણે બર્ફીલી દુનિયાની શેર કરાવતું એક જીવતું-જાગતું યંત્ર ' 
  '  મિત્રતા એટલે એકબીજાની નિરાશાને ને દૂર કરી આશાની જ્યોત જગાડતું માધ્યમ '
 
આ ચારેય ની દોસ્તી પણ ખરેખર આવી જ હતી . કોઈપણ મુસીબત માં એકબીજાની ટાંગ ખેંચવાની જગ્યાએ એકબીજાનો હાથ પકડી ખભેખભા મિલાવીને ચાલતા .
અભ્યાસ માં પણ જે વસ્તુ સમજમાં ન આવે તો એકબીજાની મદદ કરતા . 

 ઘણીવાર એવું પણ બનતું કે રસ્તા પર મમ્મી-પપ્પા સાથે જતા નાના બાળકોને જોઈ  એ બાળકોનું મન પણ દુઃખી થઈ જતું . ત્યારે અંદરથી  મન જાણે  ચીસ પાડી ઉઠતું . 

સંજોગો અને પરિસ્થિતિએ આ બાળકોને જાણે ક્યાં લાવીને મૂકી દીધા હતા . 
એ.સી માં. રહેનારા બાળકો જેને આજ પંખો પણ નસીબ નહોતો . 
    આખા દિવસના થાકના અંતે રાતની ઘસઘસાટ આવતી નિંદર અને વ્હેલી સવારે ઉઠાડતી જવાબદારીઓ ...ઘણું કઠિન હતું . પરંતુ હવે એ બધું સહજ લાગતું હતું

★ ચારેય મિત્રોને એની આગળની  જિંદગી ક્યાં રસ્તે લઈ જાય છે ?
★મિત્રતાની આપસની લાગણીઓ નો સરવાળો થશે કે બાદબાકી ?
★ આવો માણીશું પાર્ટ -3 માં 
   Coming .....Soooooon ?