★ પાર્ટ -3 માં વાંચ્યું... ( ચા ની હોટેલ ના શેઠ હીરાલાલ ની ધંધામાં પ્રગતિ , વરસાદી માહોલમાં હોટેલમાં આવી ચડેલું એક પિકનિક નું ગ્રુપ ,
બસમાંથી ઉતરેલી નેહા સાથે પ્રેમમાં પડેલ પ્રતિક )
હવે આગળ ....
★ પાર્ટ - 4 ★
પિકનિક વાળું ગ્રુપ ગયા પછી આજે હોટેલનું કામ વધી ગ્યું તું . બધું જ સમેટતા ખાસ્સો ટાઈમ લાગી ગયો .
બધુ સાફ કરતા કરતા પ્રતિક ના હાથમાં એક પર્સ આવ્યું . પિકનિક માં આવેલ ગ્રૂપમાં થી જ કોઈનું હશે . એટલે કોઈ કાર્ડ કે ફોન નંબર મળે એ માટે પર્સ ખોલ્યું .
પર્સ ખોલતાજ એને એક નાનકડો ફેમિલી ફોટો નજર આવ્યો .
ફોટો ધ્યાનથી જોતા એકદમથી ચિસ પાડી ઉઠ્યો .
અરે , નિલ જલ્દી આવ આ ફોટો જો ...
પ્રતિકે નિલની સાથે બધાને બોલાવ્યા .
અને જૉરજોરથી બોલવા લાગ્યો . આ ફેમિલી ફોટામાં તો આપણો નાનકડો યાર નિલ પણ છે . નિલે પર્સની અંદરથી ફોટો કાઢી ધ્યાનથી જોયું આશ્ચર્યજનક !!!!!
આંખો ફાડીને એ તસ્વીરને જોતો જ રહ્યો .
મોઢામાંથી શબ્દ નીકળતા નો ' તા
ગળે ડૂમો બાજી ગયેલો
અને આંખોમાંથી વરસતી અશ્રુધારા ....
તૂટક - તૂટક શબ્દોમાં બસ એટલું જ બોલ્યો મારા પપ્પા-મમ્મી હજુ
જીવતા છે .....????
બધા ટોળું વળી એની પાસે બેસી ગયા . કોઈએ એના રુદન ને શાંત કરવા પાણીનો ગ્લાસ લાવીને આપ્યો .
નિલના પિતા એક મલ્ટિનેશનલ કંપનીના માલિક હતા .
ભૂકંપના હાદસા વખતે તો એ ઘણો નાનો હતો . એટલે પિતાની સર્વિસ વિશે એ કાંઈ જાણતો નહોતો .
આ ચાર મિત્રો તો બાળગોઠિયા હતા . નાનપણથી સાથે રહેલા હોવાથી ચહેરા બખૂબી યાદ હતા .
અને એટલે જ પર્સમાં રહેલા એ નાનકડા ફોટા માંથી પણ એણે નિલને ઓળખી લીધો .
આ જાણીને શેઠ હીરાલાલનું રુદન પણ રોકાતું નહોતું .
ધીરેધીરે સ્વસ્થ થતા એમણે કહ્યું અત્યારે તો ઘણું મોડું થઈ ગયું છે . આપણે સવારે ફોન કરી બધા સાથે જઈશુ .
નિલ તો પુરી રાત પડખા ફેરવતો રહ્યો . નિંદર તો જાણે ક્યાંય ગાયબ થઈ ગઈ હતી .
આ બાજુ પ્રતિક ની નિંદર પણ ગાયબ હતી . પ્રેમમાં પડેલી આંખોએ આજે નિંદરની હડતાલ રાખી હતી .
એકબાજુ નિલ અને એકબાજુ પ્રતિક બંનેની નિંદરે આજે અવકાશ ઘોષિત કર્યો હતો .
બંને ભવિષ્યની તરફ મીટ માંડી ને પોતાના જીવનની આવતીકાલ કેવી હશે એ જાણવા આતુર હતા .
કાલ નો દિવસ એમના માટે કઈ ભેટ-સોગાદ લઈને આવશે ...???
બીજે દિવસે રવિવાર હતો . એટલે નિલના પપ્પા ઘરમાં જ હશે .
શેઠ હિરાલાલે નિલના પપ્પાને ફોન કર્યો . અને ફોન પર ફક્ત એટલું જ કહ્યું કે ગઈકાલે તમારું પાકીટ અમારી હોટેલ પર રહી ગયું હતું . એટલે એ કાર્ડમાં રહેલ એડ્રેસ પર તમને આપવા આવીશ .
નિલનું હૃદય તો થનગની રહ્યું હતું . પણ થોડી થોડીવારે મન પાછું પડતું હતું .
સુહાસ વળી ને વચ્ચેથી પ્રતિક ને છેડતા બોલ્યો . અરે , પ્રતિક કાલે સાંજના સમયે આસોપાલવના ઝાડ નીચે બસમાંથી કોઈ સ્લીપ થઈ ગયું એવું દેખાયું . અને પ્રતિકને આંખ મિચકારતા બોલ્યો ..
'કેમ ...,સાચું ને ?
સુહાસ તરફથી પુછાયેલ અચાનક આ સવાલથી પ્રતિક ની આંખો પહોળી થઇ ગઇ . અને ઇશારાથી સુહાસ ને ચૂપ રહેવા કહ્યું .
પણ સુહાસના બોલાયેલા શબ્દો બધાને કાને પડ્યા હતા .
વાત સાંભળતા જ રોહન બોલ્યો , અરે , ભાઈ શુ વાત છે ? જરા અમને પણ તો કહે ...
ધીમે રહીને સુહાસે કાલના લાઈવ ટેલિકાસ્ટ ની પુરી વાત બધાને સંભળાવી .
થોડીવાર બધા પ્રતિક ની સાથે મસ્તી કરતા -કરતા જવા માટે ટીપટોપ તૈયાર થઈ ગયા . ને જવા માટે નીકળ્યા . પણ નિલનું મન અંદરથી ડરતું હતું . એ હોટેલના એક ટેબલ પર બેસી ગયો . હિરાલાલે એનો ઉદાસ ચહેરો પારખી લીધો .
નિલની પાસે જઈ માથે હાથ ફેરવતા બોલ્યા ' કેમ બેટા , શુ થયું ?
ત્યાં નિલ બોલ્યો ' આટલા વર્ષે મારા પરિવારના લોકો મને ઓળખશે ? મારો સ્વીકાર કરશે ખરા ?
અને ના કહી દેશે તો ?
જાતજાતના વિચારો નિલના મનને ઘેરી વળ્યાં .
હિરલાલે દિલાસો આપતા કહ્યું ...' જેનું સંતાન અટલું સંસ્કારી અને સમજુ હોય એનો પિતા પણ એટલો જ સંસ્કારી હશે ને ?
તું શાને ચિંતા કરે છે ?
અને હા , તારો આ પરિવાર તો તારી સાથે જ છે ને .?
ચાલ ઉઠ , મન મક્કમ કરી લે ..
ત્યાંજ અચાનક નિલને એના નાનપણના એ કપડાં યાદ આવ્યા ...જે ભૂકંપ વખતે પહેર્યા હતા . નિલે એ કપડાં હજુ સુધી સાચવીને રાખેલા . રુમ પર જઈ બેગમાંથી કાઢી એ કપડાં થેલી મા મૂકી દીધા .
અને હૈયામાં અનેક અરમાનો લઈ બધા કાર્ડમાં બતાવેલ એડ્રેસ પર પહોંચી ગયા .
......✨✨ નિલના પપ્પા એટલે મિ.અપૂર્વ જોશી ...
નિલના પપ્પા ને હોટેલ વાળાનો ફોન આવતા જ એની પત્નીને કહ્યું
જોયું નિશા ' આજના સમયમાં પણ આવા ઈમાનદાર લોકો બેઠા છે .
એક નાનકડી હોટલનો માલિક ધારે તો એ પર્સની અંદર રહેલા મારા એ.ટી.એમ કાર્ડ , ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરી સક્ત .
અને મને તો એનો ફોન આવ્યા પછી ખબર પડી કે મારું વોલેટ ખોવાય ગયું છે .
રાતના ઘેર પહોંચતા જ થાકના કારણે આપણે પણ જલ્દી સુઈ ગયા હતા .
અપૂર્વના પત્ની અપૂર્વ ને અટકાવતા તરત બોલ્યા : ' એ આવનાર ભાઈને કોઈ સારી બક્ષિસ આપજો હો ....
અપૂર્વને થયું પોતાનું વોલેટ દેવા એ એક જ ભાઈ આવશે ....પણ આ શુ ? તો એકસાથે પાંચ જણા ???
હિરાલાલ શેઠ અને આ ચારેય મિત્રો આવતા જ બહાર થી આ બંગલો ને જોઈ રહ્યા .
કેટલો વિશાળ બંગલો છે
બાપ રે , અને બહાર ગાર્ડન તો જો !!!! ગાર્ડન માં રાખેલી બે મોટી છત્રીઓ અને સરસ મજાની ગોઠવેલી ચેર ...
આશ્ચર્ય થી બધાની આંખો પહોળી થઈ ગઈ .
મેઈન ગેટ થી પ્રવેશ કરતા જ અપૂર્વ એ ખૂબ મીઠાશ થી બધાને આવકાર આપ્યો .
અને બોલ્યો ; મારુ વોલેટ દેવા એકસાથે આટલા બધા ?
શુ વાત છે ?
ત્યાં વચ્ચે થી જ વાત ને અટકાવતા શેઠ હીરાલાલ બોલ્યા ; ' વોલેટની અંદર તો બધું સહી-સલામત છે . પરંતુ વોલેટ અંદરથી અમને ઘણું બધું મળ્યું છે .
બંને ની વાતોમાં ચૂપચાપ ઉભેલો નિલ પોતાના પિતાને ચૂપચાપ એકીટશે જોઈ રહ્યો હતો .
ત્યાં ફરી અપૂર્વ બોલ્યો , હા એમાં ઘણું બધું હશે . એ .ટી .એમ . કાર્ડ , ક્રેડિટ કાર્ડ ઘણું હતું . હું તમારા લોકોનો હ્ય્દયપૂર્વક આભાર માનું છુ
પ્લીઝ , તમે લોકો બેસો .
હીરાલાલ શેઠ ફરી બોલ્યા ; તમારું એ .ટી.એમ કાર્ડ કહો કે ક્રેડિટ કાર્ડ એ તમારા પર્સમાં નહીં એ અમારી પાસે છે .
પછી વોલેટ જોતા અપૂર્વ બોલ્યો ; ' પણ મારા વોલેટ મા તો બધું સહી સલામત છે .
હું તમારા પર્સમાં રહેલાં કાર્ડની વાત નથી કરતો . પરંતુ તમારી જિંદગીનું જીવતું જાગતું ક્રેડિટ કાર્ડ લઈને આવ્યો છું . એટલું બોલી ....હીરાલાલે નિલને પાસે બોલાવ્યો .
અપૂર્વ દુવિધા માં પડી ગયો .અને બોલ્યો ' તમે શું કહેવા માંગો છો કાંઈ સમજાતું નથી . ..
તમે લોકો અહીં શાંતિથી બેસો અને પછી મને કહો શુ વાત છે ?
નિલે જે પોતાના કપડાં ની થેલી સાથે લીધી હતી . એ ખોલીને એમાંથી કપડાં કાઢ્યા . અને બોલ્યા ; જરા તમારા પત્નીને પણ બોલાવજો ને ....
અપૂર્વ એ પત્ની નિશાને અવાજ દેતા જ એ બહાર દોડી આવી .
થેલી માંથી બહાર કાઢેલા કપડાં જોઈને નિશાના હાથમાં આવતા જ એકદમ થી ચિખી ઉઠી . અરે '
આ કપડાં તો મારા નિલના !!!
તમારી પાસે કંઈ રીતે ? વર્ષો પછી નિલના કપડાં જોઈ નિશા પાગલ થઈ ગઈ . અપૂર્વ એને સંભાળતા હીરાલાલને પૂછવા લાગ્યો .
મારા દીકરા વિશે તમે જાણો છો ?
શેઠે નિલને પાસે બોલાવી અને માથે હાથ મુકતા કહ્યું .... આ રહ્યું તમારી જિંદગી નું સાચું ક્રેડિટ કાર્ડ .
હીરાલાલે શરૂઆત થી લઈ ને અત્યાર સુધીની પુરી વાત અપૂર્વ અને નિશાને કહી સંભળાવી .
વર્ષો પછી થયેલું મિલન .....
અથાગ સ્નેહ અને આંસુઓનો સૈલાબ બધાની આંખોમાંથી વહી રહ્યો હતો .
◆ ◆ ◆
★સાચી લાગણીઓ વ્હેતા સૈલાબ ને આજ વહી જવા દો....
★આંખોમાંથી વરસતા અશ્રુઓના વરસાદ ને આજે વહી જવા દો ...
★આજે અમાવસનો અંધકાર પથરાઈ તો પણ કોઈ ગમ નથી .આજે તો ઘરના ખૂણે ખૂણે અજવાળું પ્રગટ થયું છે .
ચારે તરફ ગમગીની ના માહોલ ને હળવો કરતા સુહાસ બોલ્યો...
અરે હવે તો આ આપણો નિલ મોટો શેઠ બની ગયો છે ભાઈ ...પણ આપણા માટે તો પેલું ચા નું ટેબલ રાહ જોઈ રહ્યું છે .
★ ★ ★ ★ ★
★ નિલનો ફેમિલી સાથેનો મેળાપ માં એની નાની પ્યારી બહેન ક્યાં છે ?
★ બાળગોઠીયા એ ચારેય મિત્રો જુદા પડી જશે કે શું ?
★ પ્રતિક ના મનમાં તાજી-તાજી ફૂટી રહેલી પ્રેમની કૂંપળો ખીલશે કે પછી મુરજાઈ જશે .
આવો જાણીશું પાર્ટ - 5
Coming soon ......