Lagniona Sathvare - 3 books and stories free download online pdf in Gujarati

લાગણીઓના સથવારે - 3

...પાર્ટ -2 માં વાંચ્યું .... ( ચારેય મિત્રોની ગાથા . ભૂકંપના કારણે થયેલી સાવ અજાણ્યા જ  સાથે થયેલી  મુલાકાત...ચારી મિત્રો એ સહજતા થી સ્વીકારી લીધેલ જિંદગીનો કઠિન સમય ...) 
   હવે આગળ ....??
   

    ★  પાર્ટ -3  ★ 
પ્રતિક જે ચા ની દુકાનમાં કામ કરતો હતો . એ શેઠ ખૂબ દયાળુ હતો . આ છોકરાવ ને એ નાની-મોટી મદદ કર્યા જ કરતો . 
ચારેય મિત્રો ભેગા મળતા ત્યારે શેઠજી ને અચૂક યાદ કરી લેતા . આજે જીવનમાં જેટલું પણ શિક્ષણનું જ્ઞાન મળ્યું છે . એ આ શેઠને કારણે જ ....
ચારેય જણા શેઠને ધંધામાં ખૂબ તરક્કી મળે એવી દિલથી દુવા કરતા . 
   
   કહેવાય છે કે ઘણીવાર નસીબ કરતા પણ બે ડગલા આગળ કોઈની દુવા કામ કરી જાય છે . 
પછી એ દુવા કોઈ નાના બાળકના દિલથી નીકળી હોય કે પછી જરૂરતમંદ માણસના મનમાંથી ...

     ધીરે-ધીરે શેઠે ચા ની સાથે સવારનો ગરમાગરમ નાસ્તો પણ શરુ કર્યો . નાસ્તાનું શરૂ કરતાં જ લોકોની ભીડ વધવા લાગી . અને દુકાનનું કામ પણ વધવા લાગ્યું . 
હીરાલાલ શેઠે પ્રતિક ના બાકીના મિત્રોને પણ પોતાની દુકાનમાં રાખી લીધા . 

શેઠ સવારની પેલી ચા આ ચારેય મિત્રોને આપતા અને સાથે સાથે ગરમ નાસ્તો .....પછી એક તાજી ઉર્જાના સંચાર સાથે બધાજ ભેગા મળી કામે લાગી જતા . 

હોટેલ પણ સારી એવી જામી ગઈ ... હોવાથી ચારેય મિત્રો પોતાના બચાવેલા પૈસામાંથી સારા અને સુંદર કપડાં લઈ એકદમ ટીપટોપ રહેવા લાગ્યા . 

  એમ પણ હવે ચારેય મિત્રો  અઢાર વર્ષની ઉંમરની આસપાસ તો પહોંચી ગયા હતા . દેખાવમાં તો બધાજ સુંદર હતા . અને નવા કપડાં પહેરવાથી જાણે હીરો લાગતા હતા . થોડી થોડી ઉગેલી દાઢી અને સાવ પાતળી કહી સકાય એવી ઉગેલી મૂછ ....

     બધાજ મિત્રોમાં જે અપંગ હતો એને શેઠે કાઉન્ટર સંભાળવાનું સોંપી દીધું . જેને કારણે એને ઉઠ-બેસ ના કરવી પડે . 
શેઠ હવે ઉપરછલ્લી દેખરેખ રાખતા . બાકી બધું જ આ લોકોને   હવાલે કરી દીધું હતું . 
  
શેઠના પરિવારમાં કોઈ નહોતું . એમની પત્નીનો  ઘણી નાની ઉંમરે દેહાંત થયો હતો . એમના નસીબ માં સંતાન પણ નહોતું .

 હીરાલાલ શેઠને એટલે આ બાળકોથી ખૂબ લાગણી થઈ ગઈ હતી . 
   શેઠ અને ચારેય બાળકો વચ્ચે જાણે બાપ-દીકરાના સંબંધ હોય એવું લાગતું .
વરસાદી વાતાવરણ અને એમાં પણ  ગરમાગરમ ભજીયાની સુગંધ  
      અહાહા   .....  હોટેલની પાસેથી પસાર થતા લોકોનું મન ખાવા માટે લાલયિત થઈ જતું . આવતા-જતા લોકો રોકાઈ ને ગરમાગરમ ચા ની ચુસ્કી અને ભાજીયાનો સ્વાદ  લઈને જ જતા .
ભજિયાં ની સાથે નાસ્તામાં ઘણું હતું . બટેટા પૌવા , ઉપમા , ઈડલી સાંભાર ...

એક દિવસ આવું જ વરસાદી વાતાવરણ , માટીની ભીની ભીની સુગંધથી મહેકી ઉઠેલુ પૂરું શહેર  .... દૂર બગીચામાંથી આવી રહેલી  ફૂલોની સુગંધ ..
 ચા ની દુકાનની બહાર ઉગી ઉઠેલા સુંદર ઘટાદાર આસોપાલવના વૃક્ષ અને એમાંથી ઝરમર વરસતું વરસાદી પાણી ...
અને  વરસાદી વાછંટ નો આનંદ ...
    ખરેખર અદભૂત વાતાવરણ હતું . એવું જ લાગતું હતું બસ આ મૌસમને મન ભરીને માણી લ્યો  ...

    થોડીવારમાં એક નાની બસમાં પિકનિક ગયેલું ગ્રુપ ત્યાં ચા-નાસ્તા માટે આવી પહોંચ્યું . રંગબિરંગી વસ્ત્રો ધારણ કરેલા લોકો એક પછી એક બસમાંથી ઉતરવા લાગ્યા . એકદમ જેને કહી શકાય કે કોઈ સેલિબ્રિટી ની પુરી ટિમ હોય .
 વરસાદની મીઠી માટીથી મહેકતું વાતાવરણ હવે પરફ્યુમ ની સુગંધથી મહેકવા લાગ્યું .

 એકસાથે ચા અને ભજીયા નો ઓર્ડર આવતા બધા ફટાફટ કામે લાગી ગયા . પ્રતિક કોઈ કામને કારણે બહાર ગયો હોવાથી એ જ વખતે હોટેલ પર આવ્યો . 
 
હોટેલની સાઈડમાં આવેલ  આસોપાલવના ઝાડ નીચે બસ ઉભી રહેલી .  અને છેલ્લે રહી ગયેલ એક છોકરી નેહા બસમાંથી નીચે ઉતરતા જ પગ સ્લીપ થતા એકદમથી પ્રતિક સાથે ટકરાઈ . 
પ્રતિકે પણ પોતાના હાથના સહારે એને ઝીલી લીધી . 
    અચાનક આટલી સુંદર છોકરી એની બાહોમાં ....!!!
પ્રતિક તો પાગલ બની જોઈ રહ્યો . છોકરી પણ અપલક નયને પ્રતિક ને નિહાળતી રહી . 

   શાંત દરિયામાં આવેલ જાણે સુનામી .... 
બંને વચ્ચે પથરાયેલું મૌન , પણ આંખોથી  એકબીજાને આપેલો પ્રેમનો સંદેશ ....
પહેલી નજરનો પ્રેમ ...
ચંદ ક્ષણોમાં તો બંનેની આંખોએ હજારો સપના જોઈ લીધા .

બન્ને ને પરિસ્થિતિ નો ખ્યાલ આવતા જ એકદમથી છુટ્ટા પડ્યા . 
  એ છોકરી નેહા પણ અંદર હોટેલમાં જઈ પોતાના ગ્રૂપના લોકો સાથે બેસી ગઈ .

   ?‍❤‍?????❣

બન્ને ને ક્યાં ખબર હતી કે સાવ નાનકડું અમથું મિલન હૃદયની ભીતરમાં પ્રેમની આગ લગાડી જશે ???....
  ' ચંદ ક્ષણોનો મેળાપ અને ભીતર સળવળતી પ્રેમની એક મીઠી મુસ્કાન '

દૂર કાઉન્ટર પર બેઠેલ સુહાસે આ દ્રશ્ય બખૂબી નિહાળ્યું હતું . પણ એ સમયે તેને મૌન રહેવું ઉચિત લાગ્યું . 
ચા અને નાસ્તા ની આપ-લે માં બંને એકબીજાને જોઈ લેતા . 
  
થોડીવારમાં એ ગ્રુપ બસમાં બેસી રવાના થઈ ગયું . 
      ★       ★      ★      ★
★ ચારેય મિત્રોની જિંદગી હવે શું રંગ લાવશે ?
★ પ્રેમમાં પડેલા એ પ્યારા પ્રેમી પંખીઓનો પ્રેમ આગળ વધશે કે પછી પ્રેમનો પૂર્ણવિરામ ??? 
 ★ બસમાંથી ઉતરી એ છોકરી નેહા કોણ હતી ? 
★ આવો જાણીશું પાર્ટ - 4 માં 
    Coming Sooooooon ⤵

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED