હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ ૬ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ ૬


ડૉક્ટરના આઘાતમાં વધુ આઘાતનો ઉમેરો કરતાં શાંતનુને પોતાના લમણા પર પિસ્તોલ મૂકી દો, એને બચાવવા માટે ઊભા થાય એ પહેલા એણે પિસ્તોલ દબાવી દીધી..! શાંતનું હંમેશા માટે શાંતિમાં વ્યાપી ગયો......!!
Dr અને mohsin સ્તબ્ધ અને અવાક બની ત્યાંબેસી રહ્યા. ડૉકટરને પારાવાર પસ્તાવો થયો એક જિંદગી બચાવવા માટે તેણે ત્રણ જિંદગી ગુમાવી દીધી..!
mohsin થોડીવારમાં સ્વસ્થ થઈને બોલ્યો:
 “ડોક્ટર સાહેબ જે થવાનું હતું એ થયું ,હવે તમે એમાં પડશો તો તમારું નામ બદનામ થશે. તમે નીકળો અહીંયાથી..  ! હુ આ કાળી દુનિયાને નજીકથી જાણું છું; ત્રણેયની લાશ નો ફેંસલો થઇ જશે કોઈને ગંધ પણ નહીં આવે કે અહિયાં શું થયું હતું?”
“પણ mohsin આ પાપ મારા માથે લઈને હું નહિ જીવી શકું..!”
“સાહેબ તમારો ઈરાદો ખોટો ન હતો. શાંતનુ નું જનુન પ્રિયા અને તેને પોતાને ક્યારેક તો મરવાનું જ હતું...!”
ડૉક્ટરે ભારે હૈયે મોસીનના રૂમમાંથી બહાર નીકળતા હતા ત્યાં જ:
“સાહેબ આટલી બધી લાશોનું સેટીંગ કરવાનું છે, પાંચ કરોડ લઈશ...!! મારું દેવું પણ ઉતરી જશે અને તમારું નામ પણ નહીં આવે...!”
“સાલા મતલબી...!!”
“કોણ મતલબી નથી સાહેબ..?? આ ઉંમરે જેલના સળિયા ગણવા તમને સારા નહીં લાગે..!”
dr બંને બાજુથી ફસાયા હતા; પૈસા આપ્યા સિવાય છૂટકો ન હતો..!5 કરોડનું અને ત્રણ જિંદગીનું નુકસાન વેઠી તેઓ નીકળી ગયા..
 બે દિવસ પછી;

“સાહેબ બધું થઈ ગયું છે; last time તમને મળવું છે. મારા ઘરે આવી જાઓ..!”
ડૉક્ટરને એને મળવાની ઈચ્છા તો નથી પણ એની વાત માન્યા વિના છૂટકો પણ ન તો. mohsin ના ઘરે પહોંચતા જોયું તો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી કોઈ છોકરી ના હસવાનો અવાજ આવતો હતો...! ડોકટર મનને મક્કમ કરીને રૂમમાં પહોંચ્યા ;અવાજ લેપટોપમાંથી આવતો હતો. લેપટોપ માં જોયું તો પ્રિયા નામનું ફોલ્ડર હતું...!! અને અચાનક એક વિડિઓ કોલ આવ્યો...! જેવુ ક્લિક કર્યું તો તેઓ બસ જોતાં જ રહી ગયા...!!

ફોરેન કન્ટ્રીમાં ખૂબ સુંદર મજાના દરિયાકિનારેmohsin શાંતનુ સૌમ્ય અને પ્રિયા દરિયા કિનારે બેઠાં હતાં...! 
“શા માટે તમે મને છેતર્યો??? કેવી રીતે તમે જીવતા થઈ ગયાં તમે બધા??”
ડોકટર દવેએ એક જ શ્વાસમાં બધું જ પૂછી લીધું..!
“શાંતિ શાંતિ ડો.સાહેબ” શાંતનુને કહ્યું:
“તમને બધુંજ વિગતવાર હું જણાવીશ. છ મહિના પહેલા મુંબઇથી તમને શોધવા માટે જ અહીં આવ્યો હતો. મોસીનને પહેલાં તમારી જોડે મેં જ મોકલેલો; તમને મારી જોડે લાવવા માટે, અને આ ‘મોસીન પઠાણ’ નથી, આ મોસીન શાહ છે. મારો સગો ભાઈ....!! પછીની એક પછી એક જાળમાં તમે ફસાતા ગયા. એ બુકાની વાળી છોકરી કોઈ કોલ-ગર્લ નથી; મારો મોસીન જ હતો અને જે પડછાયો દરવાજા પાછળ તમને દેખાતો એકસાથે એ પ્રિયાનો જ હતો..! પ્રિયા મારી વાઈફ છે...!! સૌમ્ય તો પ્રિયાનો ભાઈ છે..
તમે આ જાળમાં પણ બરાબર ફસાયા..! તમને મારા બનાવેલા hallucinationsમા લાવવા માટે ઘરમાં મરેલી બિલાડીઓ ડર લાગે તેવા portraits અને ગાઉન સાથેનો કપલ ડાન્સ નું નાટક મે જ ઉભુ કર્યું હતું. અને અંતમાં અમારી મરી જવાની એક્ટિંગ આખા પ્લાનનો માસ્ટર સ્ટ્રોક હતો.” dr  હવે તાડૂક્યા;
“હું તમને બધાને નહી છોડુ... જેલના સળિયા ગણાવીને જ રહીશ..!” શાંતનુને કહ્યું”
“શાંત ડૉક્ટરસાહેબ શાંત.. છ મહિના પહેલા તમારા એક બેસ્ટ ફ્રેન્ડ કે જેઓ સર્જન હતા કે જેમણે suicide કરેલું એમાં પણ અમારો જ હાથ હતો..! એનું કારણ ૨૦ વર્ષ પહેલાનું છે .
ગરીબ માણસોને ખોટા ઓપરેશન કરીને તેમના ઓગૅન ચોરી કરીને તમે લોકો જે કમાયા છો એ દરેકનો અમારી પાસે હિસાબ છે. અને સાહેબ તમારી ડિગ્રી પણ કેટલી સાચી છે એ મને ખબર છે; કમ્પાઉન્ડર માંથી કઈ રીતે dr બન્યા અને એ પણ સાઇકિયાટ્રિસ્ટ આ બધું દુનિયા જાણશે તો મરવુ પણ અઘરું પડશે સાહેબ..!!
 sedatives આપીને કરેલા રેપનો પણ અમારી પાસે હિસાબ છે..!
જેવું કરશો તેવું જ મળશે..!
હજી હજારો ડોક્ટર્સે  છે, તમારા જેવા જેમનો હિસાબ લેવા અમે જવાના છીએ...!’
અને વિડિયો કોલ બંધ થઈ જાય છે..
ડૉક્ટર ગીતાના શ્લોક કે જે મોસીન ના રૂપમાં સામે જ હતો તે વાંચવા લાગ્યાં; “કર્મનું ફળ અહીં જ છે સારું કે ખરાબ...!” એક મુસલમાન ના ઘરમા ગીતા નો શ્લોક જેના પર આજે જ એમની નજર પડી...!
કદાચ પહેલાં જ નજર પડી હોત તો આજે કંઈક અલગ જ અંત હોત.....!!!!!!. 


ડૉ. હેરત ઉદાવત..