Hallucinations - 5 books and stories free download online pdf in Gujarati

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૫


 પ્રિયાએ કહેવાનું શરૂ કર્યું:
“દેખ શાંતનુ તો બહુ સારો છોકરો છે. મારી ભૂલ હતી કે મેં આખી કોલેજ સામે તારી મજાક ઉડાડી, મારે એ નતું કરવાનું ;પણ હું તારી સાથે રહી નહીં શકું અને મારાથી પણ સારી છોકરી મળશે. જે તારા આ ઘરને ખુશીઓથી ભરી દેશે..!”
શાંતનું: “પણ મારામાં શું ખામી છે પ્રિયા?? તું બોલ ખાલી હું પૂરી કરી દઈશ..!”
“કમી કોઈ નથી તારામાં; પણ હું તને પ્રેમ નહિ કરી શકો.. મારા લગ્ન બીજા કોઈ જોડે થઈ ગયા છે....!!”
 સૌમ્ય આવે છે.
“જો શાંતનુ પ્રેમમાં બળજબરી ના હોય, હક ના હોય, પ્રેમ કશું મેળવવા માટે ના થાય..!”
અચાનક જ એના ચેહરાના હાવભાવ બદલાવા લાગ્યા..
“પિ્યા; આ માણસ કોણ છે?? અને તું ઘરની બહાર કાઢ હાલ ને હાલ બહાર કાઢ..! તું મારી છે બીજા કોઈની કદી નહીં બની શકે..!”
“શાંતનુ સમજવાનો પ્રયત્ન કર.....!!!”
“મારું માથું ફાટે છે....!; તું શું કામ આવી અહીંયા??”
શાંતનું અચાનક રડવા લાગ્યો. ધીરે ધીરે એનું રડવાનું ગુસ્સામાં બદલાયું તેણે પોતાનું મોઢું ફેરવી લીધું અને કીધું કે:
“બન્ને નીકળી જાઓ અહીથી..! પિ્યા તું લાયક જ નથી મારા પ્રેમને. હું ભૂલી જઈશ તને...!”
અને સૌમ્ય ઇશારાથી પ્રિયાને પાછા વળવા કહ્યું. ડોકટરના મોઢા પર એક સ્મિત આવ્યું; પોતાના પેશન્ટને સારી રીતે ઠીક કરવાની કોશિશ; શાંતનુની જિંદગીમાંથી પ્રિયાને કાઢવાની કોશિશ સફળ થઈ રહી હતી…..
પણ અચાનક જેવા સૌમ્ય અને પ્રિયા શાંતનુનાઘરના દરવાજા તરફ વળ્યા 2 ગોળી છૂટવાનો તીવ્ર અવાજ આવ્યો પિસ્તોલમાંથી.....!!!!
લેપટોપ પર દ્રશ્ય જોતા જ ડૉક્ટરની તો જાણે હેકળુ જ નીકળી ગઈ..! શાંતનુની હાથમાં પિસ્તોલ હતી; અને બે લાશ જમીન પર પડેલી હતી. શાંતનુ પ્રિયાની લાશ જોડે આવીને બેઠો; પિ્યા નું માથું પોતાના ખોળામાં લીધું અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો..!
મેં તને કીધું હતું ને કે તું મારી જ છે, તારે આના જોડે નતું પરણવાનું...!
ડૉક્ટરના આઘાતમાં વધુ આઘાતનો ઉમેરો કરતાં શાંતનુને પોતાના લમણા પર પિસ્તોલ મૂકી દો, એને બચાવવા માટે ઊભા થાય એ પહેલા એણે પિસ્તોલ દબાવી દીધી..!

શાંતનું હંમેશા માટે શાંતિમાં વ્યાપી ગયો......!!
Dr અને mohsin સ્તબ્ધ અને અવાક બની ત્યાંબેસી રહ્યા. ડૉકટરને પારાવાર પસ્તાવો થયો એક જિંદગી બચાવવા માટે તેણે ત્રણ જિંદગી ગુમાવી દીધી..!
mohsin થોડીવારમાં સ્વસ્થ થઈને બોલ્યો:
 “ડોક્ટર સાહેબ જે થવાનું હતું એ થયું ,હવે તમે એમાં પડશો તો તમારું નામ બદનામ થશે. તમે નીકળો અહીંયાથી..  ! હુ આ કાળી દુનિયાને નજીકથી જાણું છું; ત્રણેયની લાશ નો ફેંસલો થઇ જશે કોઈને ગંધ પણ નહીં આવે કે અહિયાં શું થયું હતું?”
“પણ mohsin આ પાપ મારા માથે લઈને હું નહિ જીવી શકું..!”
“સાહેબ તમારો ઈરાદો ખોટો ન હતો. શાંતનુ નું જનુન પ્રિયા અને તેને પોતાને ક્યારેક તો મરવાનું જ હતું...!”
ડૉક્ટરે ભારે હૈયે મોસીનના રૂમમાંથી બહાર નીકળતા હતા ત્યાં જ:
“સાહેબ આટલી બધી લાશોનું સેટીંગ કરવાનું છે, પાંચ કરોડ લઈશ...!! મારું દેવું પણ ઉતરી જશે અને તમારું નામ પણ નહીં આવે...!”
“સાલા મતલબી...!!”
“કોણ મતલબી નથી સાહેબ..?? આ ઉંમરે જેલના સળિયા ગણવા તમને સારા નહીં લાગે..!”
dr બંને બાજુથી ફસાયા હતા; પૈસા આપ્યા સિવાય છૂટકો ન હતો..!5 કરોડનું અને ત્રણ જિંદગીનું નુકસાન વેઠી તેઓ નીકળી ગયા..
 બે દિવસ પછી;

“સાહેબ બધું થઈ ગયું છે; last time તમને મળવું છે. મારા ઘરે આવી જાઓ..!”
ડૉક્ટરને એને મળવાની ઈચ્છા તો નથી પણ એની વાત માન્યા વિના છૂટકો પણ ન તો. mohsin ના ઘરે પહોંચતા જોયું તો દરવાજો ખુલ્લો હતો અને અંદરથી કોઈ છોકરી ના હસવાનો અવાજ આવતો હતો...! ડોકટર મનને મક્કમ કરીને રૂમમાં પહોંચ્યા ;અવાજ લેપટોપમાંથી આવતો હતો. લેપટોપ માં જોયું તો પ્રિયા નામનું ફોલ્ડર હતું...!! અને અચાનક એક વિડિઓ કોલ આવ્યો...! જેવુ ક્લિક કર્યું તો તેઓ બસ જોતાં જ રહી ગયા...!!

To be continued....!! 

ડૉ. હેરત ઉદાવત

બીજા રસપ્રદ વિકલ્પો