હૈયા ની છે આ વાત Adv Nidhi Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૈયા ની છે આ વાત

હૈયા ની છે આ વાત,
સફર છે જીંદગી ની આ,
થાય છે જ્યાં પૂર્ણ જીવન,
હૈયા ની છે આ વાત,


દુનિયા માં એ છે ક્યાંય,
છું એને રોજે રોજ શોધુ,
નથી ખબર આજે નાા એનુ,
હૈયા ની છે આ વાત,


ઊગે છે સૂરજ આથમે છે જ્યાં,
સવાર ના છે એ કિરણ,
સાંજ માં જાય છે છુપાઇ,
હૈયા ની છે આ વાત,


ચહેરો યાદ નથી એનો,
સપના માં દેેેેખાય છે એ,
છું એને રોજે રોજ શોધુ,
હૈયા ની છે આ વાત,


મન મા એનુ આવે છે નામ,
થોડી વાર ની છે એ વાત,
જીવન છે જીવવુ એમાં,
હૈયા ની છે આ વાત,


પ્રેમ ની ફુંટે છે કુંપણ,
હૈયા મા જે કરે છે રણકયા,
કોશિશ મારી છે રોજ,
હૈયા ની છે આ વાત,

નામ છે આજે જડ્યું એનુ,
પણ નથી ખબર દિલ ની એના,
હશે શું દિલ માં એના,
હૈયા ની છે આ વાત,

સૂર્ય નો છે એ પ્રકાશ,
ચદ્ર નું અજવાડું છે એ,
જીવન નું છે એ પહેલું પાનું,
હૈયા ની છે આ વાત,

સાંભળ્યો આજે છે અવાજ એનો,
અવાજ લાગે છે એનો મધુર,
શું હશે મન માં એના,
હૈયા ની છે આ વાત,

દિવસ છે એ રાત્રિ છે એ,
સમજાય ત્યાં સુધી નું છે એ જીવન,
નથી અપેક્ષા કોઈ મારી,
હૈયા ની છે આ વાત,

જોયા કરું છું એને બસ,
દિલ માં ભરી ને એ પ્રેમ,
હૈયા ના ભાગ મા છે એક નામ,
હૈયા ની છે આ વાત,

ઝંખ્યા કરું છું એની યાદ માં,
રાત - દિવસ ના જોયા એની યાદ માં,
પ્રેમ ની એ યાદ છે રસ ભરી,
હૈયા ની છે આ વાત,

હૈયા મા છે નામ એનું,
પલ વાર માં ભૂલું છું,
નઈ કોઈ અપેક્ષા છે એમા,
હૈયા ની છે આ વાત,

જીવન ની છે એ મુશ્કેલી,
તારા અને મારા મા છે એ વાત,
વાત મા અને શ્વાસ મા છે અહેસાસ,
હૈયા ની છે આ વાત,

લાગણી ઓ નો છે આ દરિયો,
જેમાં ઉછળે છે મોજા પ્રેમ ના,
નજર ભરી ને જોવા ma છે મજા,
હૈયા ની છે આ વાત,

મીઠાસ છે એની વાત વાત માં,
જેમાં ભર્યા છે બોલ મીઠા,
આવતો નથી અંત એની યાદો નો,
હૈયા ની છે આ વાત,

પૂર્ણવિરામ કરી ને જાય છે ચાલ્યા,
હૈયું ઝંખ્યા કરે છે એની વાત ને,
અરમાનો ની લહેર જાય છે તાણી,
હૈયા ની છે આ વાત,

ઊગતા સૂર્ય ના કિરણ માં,
આથમતા સૂર્ય ના કિરણ માં,
નવો સૂર્ય ઊગે છે એક આશા સાથે,
હૈયા ની છે આ વાત,

કેમ છો મિત્રો,

આ મારી પહેલી કાવ્ય - રચના છે. જ્યારે મન અને દિલ ની વાત કોઈ ને કહી ના શકીએ ત્યારે એ વાતો કાગળ માં ઉતારવાની જે મજા છે. એકાઈ અલગ જ હોય છે.

મારી આ કાવ્ય ની રચના માં જીવન ના ઉતર ચડાવ ની વાત છે જેમાં થોડી મુજવણ થોડી ખુશી થોડું દુઃખ છે.

જ્યારે યુવાન હૈયા આમ પ્રેમ ના પહેલા ફુંટેલા કુંપળ નો અહેસાસ કરે છે ત્યારે તેના મન માં કેટ - કેટલાય વિચારો આવે છે.

પહેલી વાર લખેલી મારી આ કાવ્ય ની રચના કોઈ ભૂલ હોય તો માફ કરજો અને તેને સુધારવા માટે પણ કહેશો એવી આશા છે મને.

તમારા દ્વારા આપેલા એ અભિપ્રાયો હું મારી ભૂલ સુધારીશ.

જો તમને મારી આ કાવ્ય ની રચના પસંદ આવે તો જરૂર થી લાઈક કરજો અને ફોલોવ પણ કરશો એવી આશા છે.

Thank you so much