KING - POWER OF EMPIRE - 40 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 40

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય, S.P. અને અર્જુન KING INDUSTRY પર જાય છે, શૌર્ય જે પ્રમાણે ઈચ્છતો હતો એ પ્રમાણે જ આખી કંપની તૈયાર કરવામાં આવી હોય છે, તે ત્રણેય એક સિક્રેટ જગ્યા પર જાય છે જેની જાણ બીજા કોઈ ને પણ હતી નહીં, એવું તો શું હતું એ જગ્યા પર આવો જાણીએ) 

વિશાળ હોલ મા કેટલીક ગન પડી હોય છે, એકદમ નાના નાના અલગ અલગ આકારની વસ્તુઓ પડી હતી, દિવાલમાં ફર્નિચર ના ખાનાઓની અંદર ગન લગાવેલી હતી, ટૂંકમાં કહું તો દુનિયા ના બેસ્ટ હથિયારો એ જગ્યા પર ઉપસ્થિત હતાં. 

“સર અહીં દુનિયા ના સૌથી સારા હથિયારો છે ” અર્જુન એ કહ્યું 

“સર આ છે Glock 19, દેખાવમાં નાની છે પણ ચાલવામાં બહુ ફાસ્ટ છે ” S.P. એ શૌર્ય ને ગન બતાવતાં કહ્યું

“આ છે Beretta 92, વજનમાં એકદમ હળવી ” અર્જુન એ શૌર્ય ને હાથમાં ગન આપતાં કહ્યું 

“Amazing ” શૌર્ય એ કહ્યું 

“આ છે DSR-50 સ્નાઈપર ગન છે, ત્રણ કિ.મી. સુધી નિશાનો લગાવી શકે છે ” S.P. એ કહ્યું 

“આ કંઈ ગન છે? ” શૌર્ય એ કહ્યું 

“ સર એ ASSAULT (F2000) છે, દેખાવમાં જેટલી સેકસી લાગે છે એટલી જ ખતરનાક છે, એક મિનિટ મા 850 રાઉન્ડ અને 500 મીટર ની રેન્જ, સ્વીટ એન્ડ કિલર ” S.P. એ કહ્યું 

“કેટલી મસ્ત ગન છે યાર ” શૌર્ય એ ગન હાથમાં લેતાં કહ્યું 

“સર અહીં બધા પ્રકારના સ્મોક બોમ્બ એન્ડ રાઈફલ છે ” અર્જુન એ કહ્યું 

“કાયદેસર તો તમે આ હથિયારો લાવ્યા નહીં હોવ, કયાં થી લઇને આવ્યા ” શૌર્ય એ કહ્યું 

“સર તમને તો ખબર જ છે આવા કામ કરવામાં એક જ માસ્ટર છે ” S.P. એ કહ્યું 

“ઓહહ, તો આ એનું કામ છે, કયારે આવે છે એ? ” શૌર્ય એ ખુશ થતાં કહ્યું 

“બહુ જલ્દી સર ” અર્જુન એ કહ્યું 

“સર હજી એક વસ્તુ બાકી છે ” S.P. એ કહ્યું 

“I Know ” શૌર્ય એ કહ્યું 

એ ત્રણેય ફરી થી બીજા દરવાજા પાસે ગયા અને તેની અંદર પ્રવેશ્યા, અંદર આખી દિવાલ કવર કરી લે તેવું સ્ક્રીન હતું અને તેમાં શૌર્ય ની આખી કંપની અને બધો જ વિસ્તાર દેખાય રહ્યો હતો, વિલાસપુર પણ સ્પષ્ટ દેખાઈ હતું

“સર અહીં થી બધી જગ્યા પર નજર રાખી શકાય છે ” અર્જુન એ કહ્યું 

“એક કામ કરો ” શૌર્ય એ કહ્યું 

“શું સર? ” S.P. એ કહ્યું 

“સ્પાઈડર ને બોલાવી લ્યો અને આ બેઝ તેને સોંપી દો, આ બધું એના કામનાં છું ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર અમે સ્પાઈડર ને આ જગ્યા પર લઈ  આવશું ” અર્જુન એ કહ્યું 

“હવે જલ્દી થી અહીં નીકળી એ મારે પ્રીતિ માટે ગીફટ લેવા પણ જવાનું છે ” શૌર્ય એ કહ્યું 

“આેહોહોહો.... સર ગીફ્ટ અને એ પણ.... ” અર્જુન એ નખરાં કરતાં કહ્યું 

“એનો બર્થડે છે એેટલે બાકી મને કોઈ શોખ નથી ” શૌર્ય એ કહ્યું 

“સર તમે ચિંતા ના કરો તમે ગીફટ લેવા માટે જાવ અમે સ્પાઈડર ને અહીં બોલાવી ને આ બધું કામ સોંપી દઈએ ” S.P. એ કહ્યું 

“ઓકે હું નીકળું છું, અર્જુન તું મને હેલીપેડ સુધી ડ્રોપ કરી દે પછી તમે બંને અહીં સંભાળી લેજો ” શૌર્ય એ કહ્યું 

શૌર્ય અને અર્જુન ત્યાં થી નીકળી ગયાં અને S.P. કોઈને ફોન લગાડી ને વાતો કરવા લાગ્યો, અર્જુન શૌર્ય ને હેલીપેડ સુધી મૂકી ગયો અને શૌર્ય ત્યાં થી નીકળ્યો અને ઘરે પહોંચી ગયો, હવે સૌથી મોટું ટેન્શન હતું પ્રીતિ માટે ગીફટ લેવાનું, શું ગીફ્ટ લેવું એ વિચારીને તો શૌર્ય નું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું હતું. 

આ તરફ પ્રીતિ ના ઘરે બધા નોકર તૈયારી કરવામાં જ વ્યસ્ત હતાં, કાનજીભાઈ બધા ને કંઈ ને કંઈ કામ સોંપી રહ્યા હતા, પ્રીતિ શોંપિગ  પર ગઈ હતી એટલે ઘરમાં શાંતિ હતી, પ્રીતિ ના બર્થડે ની સૌથી વધુ ખુશી કાનજીભાઈ ને હતી કારણકે એ તેની એકલોતી પૌત્રી હતી, પ્રીતિ ને કયારેય પણ કોઈ બાબત મા રોકટોક કરવામાં આવી ન હતી, તે હમેશાં વેસ્ટર્ન કપડાં જ પહેરતી પણ કાનજીભાઈ ની ઈચ્છા હતી કયારેક તે ગુજરાતી જેવા રંગબેરંગી ડ્રેસ અને ગુજરાતી રીતે તૈયાર થાય પણ આ વાત તે કયારેય તેને કહી શકતા ન હતાં. 

 સાંજના સાત વાગ્વા આવી ગયા હતા, બધી તૈયારી પુર્ણ થઈ ગઈ હતી, પ્રીતિ નું બર્થડે કેક પણ આવી ગયું હતું અને પ્રીતિ પણ શોપિંગ કરીને પાછી આવી ગઈ હતી, શ્રેયા અને અક્ષય હોલમાં બાકી બધી વસ્તુઓ નું નિરીક્ષણ કરી રહ્યા હતા કયાંક કંઈ બાકી તો નથી રહ્યું.  કાનજીભાઈ પણ આજે બ્રાઉન કલરની સફારી પહેરી હતી, મોહનભાઇ એ બ્લુ સુટ પહેરલ હતું અને સુમિત્રાજી એ લાઈટ પિંક કલરની સિલ્કી સાડી પહેરી હતી. 

ધીમે ધીમે મહેમાન પણ આવવા લાગ્યા હતા, પણ પ્રીતિ હજી નીચે આવી ન હતી અાવે પણ કયાંથી બર્થડે ગર્લ છે તૈયાર તો થવું જ પડે.
ધીમા ધીમા ગીત ચાલુ હતાં, મોહનભાઇ અને સુમિત્રાજી બધા ને આવકારી રહ્યા હતા, આ બધા ની વચ્ચે જ એન્ટી થઈ શૌર્ય ની, બ્લુ પેન્ટ ઉપર વ્હાઈટ ટીશર્ટ અને વ્હાઈટ શુઝ, ટીશર્ટ ની બંને સ્લીવ ઉપર ચડાવેલી, વાળ એકદમ ડ્રાય અને સિલ્કી, એકદમ ચમકતો ચહેરો, હાથમાં રહેલું રુદ્રાક્ષ નું ચાંદી મા મઢેલ બેસ્લેટ ને કારણે એ વધારે કયુટ લાગતો હતો. હાથમાં નાનું ફુલ નું બુકે હતું. 

શૌર્ય દરવાજા પાસે ઉભો હતો, થોડીવાર એ બહાર જ ઉભો રહ્યો અને અંદર જોઈ રહ્યો હતો તેની નજર મોહનભાઈ અને સુમિત્રાજી પર પડી અને તે બોલી પડયો, “બિલકુલ નથી બદલાય હજી પણ જુવાન જ દેખાય રહ્યા છે ” મોહનભાઈ ની નજર શૌર્ય પર પડી, પણ એ તેને આેળખયો નહીં તેને થયું આ કોણ હશે?  એટલે તે અને સુમિત્રાજી તેની પાસે ગયા. 

“બેટા તું અહીં..... ” મોહનભાઈએ કહ્યું 

“એ અમારો ફ્રેન્ડ છે ” શ્રેયા એ ત્યાં આવતાં કહ્યું 

“ઓહ તો આ તમારી સાથે સ્ટડી કરે છે ” સુમિત્રાજી એ કહ્યું 

“હા આન્ટી આ અમારી સાથે જ સ્ટડી કરે છે ” શ્રેયા એ કહ્યું 

તેમણે શૌર્ય ની સામે જોયું અને શૌર્ય તરત જ તેમને પગે લાગ્યો, “અરે બસ બસ, કેટલો માસૂમ ચહેરો છે ” સુમિત્રાજી એ કહ્યું 

“આન્ટી ખાલી દેખાવમાં નહી સ્વભાવ મા પણ માસુમ છે ”શ્રેયા એ હસતાં હસતાં કહ્યું 

“ઓહહ તો બેટા થોડી માસુમીયત પ્રીતિ ને પણ આપજે એ ખાલી દેખાય છે માસુમ પણ છે નહીં ” મોહનભાઈએ કહ્યું 

“શું તમે પણ... ” સુમિત્રાજી એ કોણી મારતાં કહ્યું 

“અરે તું અંદર તો આવ ” સુમિત્રાજી એ કહ્યું 

શૌર્ય અંદર ગયો, મોહનભાઇ અને સુમિત્રાજી બંને બીજા મહેમાનો સાથે વ્યસ્ત થઈ ગયા, શૌર્ય  શ્રેયા અને અક્ષય ની સાથે વાત કરવા લાગ્યો, “આ લે તું રાખ ને ” શૌર્ય એ ફૂલો નું બુકે શ્રેયા ને આપતાં કહ્યું 

“ભાઈ બર્થડે મારો નથી જેનો બર્થડે હોય તેને આપવાનું હોય આ ” શ્રેયા એ સ્માઈલ આપતાં કહ્યું 

“પણ કયાં છે એ બર્થડે ગર્લ ? ” શૌર્ય એ અકળાતાં કહ્યું 

“ઓહહ થોડો વેઈટ કરો હમણાં આવશે તારી... ” શ્રેયા એ ટોન્ટ મારતાં કહ્યું 

“એ મારી નથી ઓકે ” શૌર્ય એ ત્રાંસી નજરે જોતાં કહ્યું 

“Chill bro ” અક્ષય એ કહ્યું 

શ્રેયા ના મમ્મી એ શ્રેયા અને અક્ષય ને બોલાવ્યા એટલે એ બંને જતાં રહ્યાં, શૌર્ય બધે નજર ફેરવી રહ્યો હતો, તેણે જોયું કે પાર્ટી મા શહેરની નામચીન હસ્તીઓ હતી, પણ એને એ વિશ્વાસ પણ હતો કે બહુ જલ્દી આ હસ્તીઓ તેની પાર્ટી મા હશે, કારણ કે એ પણ બહુ જલ્દી પાર્ટી આપવાનો હતો, અચાનક શૌર્ય ની પાછળ થી એક જાણીતો અવાજ આવ્યો, “સર ડ્રિંક? ”

“નો થેન્કસ ” શૌર્ય પાછળ જોયા વગર જ કહ્યું 

“સર એકવાર જોઈ તો લો ” એ વ્યક્તિ એ કહ્યું 

“મેં કીધું ને... ” શૌર્ય એ પાછળ ફરતાં કહ્યું 

શૌર્ય એ વ્યક્તિ ને જોતો જ રહી ગયો, થોડીવાર જોયા પછી શૌર્ય બોલી ઉઠયો, “S.P. ….તું? ” 

“સર ખાલી S.P. નહીં હું પણ ” પાછળ થી અર્જુન એ આવતાં કહ્યું 

S.P. અને અર્જુન બંને વેઈટર બનીને પાર્ટી મા આવ્યા હતા, બંને એ નકલી દાઢી લગાવી હતી જેથી કોઈ તેને ઓળખી ન શકે. 

“તમે બંને અહીં શું કરો છો? ” શૌર્ય એ ધીમે થી કહ્યું 

“સર તમને એકલા કેમ જવા દઈએ ” અર્જુન એ કહ્યું 

“સર ચિંતા કરોમાં અમને કોઈ નહીં ઓળખે ” S.P. એ કહ્યું 

“હા પણ આમ વેઈટર બનીને ” શૌર્ય એ કહ્યું 

“સર તમારા માટે મોત સાથે પણ બાથ ભીડી શકીએ તો આ તો હવે ” 
    S.P. એ કહ્યું 
 
“યાર તમે બંને.... ” શૌર્ય એ કહ્યું 

“સર પ્લીઝ તમે પણ જાણો છો આવી બાબતોમાં અમે તમારી કોઈ વાત નથી માનતા ” અર્જુન એ કહ્યું 

“ઓકે તમારી સાથે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી પણ હા હવે મને કહ્યાં વગર આવા કામ નહીં કરતાં ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર તમે પાર્ટી એન્જોય કરો ” S.P. એ કહ્યું 

“સર.....પાછળ તો જોવ ” અર્જુન એ કહ્યું 

શૌર્ય એ પાછળ જોયું, થોડીક વાર તો એ બધું ભૂલી ગયો કારણ કે પ્રીતિ નીચે આવી રહી હતી પણ આજ તેને જોઈ બધા આશ્ચર્ય  મા તો હતા કારણ કે એ વેસ્ટર્ન નહીં પણ ટ્રેર્ડિસનલ કપડાં મા હતી, આછા પિંક કલરનો ઘેરા વાળો ડ્રેસ, એકદમ પારદર્શક સ્લીવ, ખુલા વાળ અને એમાં પણ બ્રાઉન બર્ગડી કલર, આંખોમાં આછું કાજળ અને ચહેરા પર કોઈ મેકઅપ નહીં બસ હોઠો પર આછી પિંક કલરની લાઈટ લિપસ્ટિક, હાથમાં એજ સિલ્વર કલરનું બેસ્લેટ અને તેમાં રહેલો ગુલાબી કલરનો હાર્ટ આકરનો પારદર્શક સ્ટોન, કાનમાં સિલ્વર કલરનાં ઝુમખાં, બંને હાથ વડે તે ડ્રેસ ને સહેજ ઉંચો કરીને ચાલતી હતી, પણ વારંવાર તેનાં વાળ ની લટ તેનાં ગાલ પર ચુંબન કરી રહી હતી અને તે એક હાથે વડે તેને સહેજતા થી કાનની પાછળ લઈ જતી હતી, આ અદા પર તો કોઈ પણ છોકરો ફિદા થઈ જાય, તો પછી શૌર્ય પણ છોકરો હતો એ પણ પ્રીતિ ની આ અદા પર ફિદા થઈ ગયો, S.P. અને અર્જુન પણ સમજી ગયા હતા એટલે એ બંને પણ ધીમે રહીને સરકી ગયા.

પ્રીતિ નીચે આવી એટલે તેનાં મમ્મી પપ્પા પાસે ગઈ હશે અને તેનાં મમ્મી એ તેને ગળે લગાવી, અને કાળું ટીકું કરતાં કહ્યું, “કોઈ ની નજર ના લાગે ”. ત્યારબાદ તે શ્રેયા અને અક્ષય પાસે પહોંચી અને શ્રેયા અને અક્ષય એ તેને બર્થડે વીશ કરી અને શ્રેયા એ હગ કરતાં કહ્યું, “Pretty Babe ”

“અચ્છા ” પ્રીતિ એ કહ્યું અને તે આમતેમ નજર ફેરવી રહી હતી 

“તું જેને શોધી રહી છે એ સામે છે ” શ્રેયા એ શૌર્ય તરફ ઈશારો કરતા કહ્યું 

“હું એને નથી શોધી રહી પણ હવે કીધું છે તો મળી જ લવ ” પ્રીતિ એ કહ્યું 

તે શૌર્ય તરફ આગળ વધી, શૌર્ય તો બસ એને જ જોઈ રહ્યો હતો તેને આજુબાજુ નો કોઈ ખ્યાલ જ ન હતો, પ્રીતિ તેની પાસે પહોંચી અને ચપટી વગાડી તે તરત જ તેનાં ખ્યાલ માંથી બહાર આવ્યો. 

“કયાં ખોવાઈ ગયો? ” પ્રીતિ એ કહ્યું 

“કયાં નહીં ” આટલું કહીને શૌર્ય એ ફૂલો નું બુકે તેને આપ્યું અને બર્થડે વીશ કરી 

“બસ ખાલી ફૂલ જ મારી ગીફટ ? ” પ્રીતિ એ મોં ફૂલાવતાં કહ્યું 

“બર્થડે ગર્લ હજી કેક કાપી નથી એકવાર એ પુરું થાય પછી આપી ઓકે ” શૌર્ય એ કહ્યું 

“ઓહહ મને થયું તુ ભૂલી ગયો હશે ” પ્રીતિ એ કહ્યું 

“ઓહ એવું... જો આજ હું ભૂલી જાવ તો તુ તો મને..... ” શૌર્ય એ કહ્યું 

“ના હવે હું કંઈ ના કરું તને હો ” પ્રીતિ એ કહ્યું 

“પહેલી વાર આ ટેર્ડીસનલ કપડાં મા જોઈ તને ” શૌર્ય એ કહ્યું 

“ઓહહ તો કેવી લાગી છું? ” પ્રીતિ એ કહ્યું 

“તું ગુજરાતી છો અને પહેલી વાર આ લુકમાં છો એટલે દિલ થી એક વાત નીકળે છે ” શૌર્ય એ કહ્યું 

“તો કહી દે કારણ કે મારા દાદુ કહે છે કે દિલથી નીકળેલ વાત કયારેય ખોટી નથી હોતી ” પ્રીતિ એ કહ્યું 

“ઓકે તો ધ્યાન થી સાંભળ, 
તારા હોઠેથી ટહુકે છે કોયલ અને ઝૂલફો થી ખરે છે શ્રાવણ, 
કસ્તુરી ના મૃગ સમી તું લાગે છે ગરવી ગુજરાતણ ” શૌર્ય એ શાયરાના અંદાજે કહ્યું

“ઓહોહો શાયર કયારથી થઈ ગયા મહાશય ” પ્રીતિ એ ખુશ થતાં કહ્યું 

“શાયર તો નથી પણ કયારેય નાયબ વસ્તુઓ જોઈ ને શાયરી નીકળી જાય છે ” શૌર્ય એ કહ્યું 

“આ ફર્લટ કયાર થી કરવા લાગ્યો ” પ્રીતિ એ કહ્યું 

“ઓ હેલ્લો હું કોઈ ફર્લટ નહીં કરતો, આ તો તારા વખાણ ના કરું તો તું મારા પર જ ગુસ્સે થઇ ” શૌર્ય એ કહ્યું 

“ઓહ ખોટું લાગી ગયું, સોરી બસ ” પ્રીતિ એ કાન પકડતાં કહ્યું

“જા તું પણ શું યાદ રાખી માફ કરી તને ” શૌર્ય એ કહ્યું 

“બહુ આભાર સર ” પ્રીતિ એ કહ્યું 
બંને વચ્ચે હસીમઝાક ચાલી રહી હતી અને તેના આ હસીમઝાક પર આખી પાર્ટી મા કોઈ ની જો નજર હોય તો એ ત્રણ વ્યક્તિ હતા, એમાં બે તો S.P. અને અર્જુન અને ત્રીજા હતા કાનજીભાઈ પટેલ, ભલે શૌર્ય ની નજર તેના પર ના પડી હોય પણ તેની નજર તો કયાર ની શૌર્ય પર હતી, પ્રીતિ કોઈ સાથે આટલી ખુશ થઈ ને વાત કરે અને આજ પ્રીતિ નો આ લુક એના માટે એક સવાલ જ હતો. 

હવે જયારે શૌર્ય અને કાનજી પટેલ ની મુલાકાત થશે ત્યારે એમની વચ્ચે શું વાત થશે એ જાણવી જરૂરી છે, શું કોઈ હંગામો થશે કે પછી બીજું કંઈ એ તો સમય જ બતાવશે પણ હા બહુ જલ્દી આ સિઝન પુરી થવાની છે તો હવે બધા રહસ્યો બહુ જલ્દી ખૂલશે અને એક નવા અધ્યાય ની શરૂઆત થશે. 

મને ઘણા વાંચક મિત્રો નો મેસેજ આવ્યા જેમાં એમનો સવાલ હતો કે શૌર્ય શું આ સ્ટોરી નો નાયક છે કે પછી ખલનાયક, તો હું જણાવી જ દવ કે શૌર્ય આ સ્ટોરી નો હીરો છે, હા એના અમુક કામો ખલનાયક જેવા છે પણ આ સ્ટોરી ના ખલનાયક ની તો હજી એન્ટ્રી જ નથી થઈ, કારણ કે આ સ્ટોરી નું સૌથી મોટું રહસ્ય આ સ્ટોરી નો ખલનાયક જ છે, આજ સુધી સ્ટોરી મા હીરો જ શકિતશાળી હોય છે પણ આ સ્ટોરી મા તો ખલનાયક બધા થી શકિતશાળી છે, એની આગળ શૌર્ય પણ બહુ નહીં ટકી શકે તો બસ આવા રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”

સ્ટોરી મા ખલનાયક ના નામ ને લઈ ને હું થોડો મૂંઝવણ મા છું જો તમને કોઈ એવું નામ સૂઝે જે એક ખલનાયક માટે યોગ્ય હોય તો તમે અવશ્ય મને જાણ કરો એવી નમ્ર વિનંતી. 
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED