Savki Maa books and stories free download online pdf in Gujarati

સાવકી માઁ

પરિતા ની માતા ના અવસાન ને 2 વર્ષ વીતી ચૂકયા હતા..ફક્ત 10 વર્ષ ની વયે પરિતા એ માતા ની છાયા ગુમાવી દીધી હતી..પણ પરિતા ના પિતા સચિન એ ક્યારેય એને માતા ની ખોટ સાલવા નહોતી દીધી..બાપ દીકરી વચ્ચે ગજબ નો સુમેળ હતો.
સચિન ની ખાસ કંઈ ઉંમર નહોતી એટલે હમેશા બધા એને બીજા લગ્ન કરવાની સલાહ આપતા..એકવાર સચિન ના માતા પિતા એ સચિન ને બીજા લગ્ન કરી લેવા કહ્યું ત્યારે સચિને ચોખ્ખા શબ્દો માં ના પાડી દીધી અને કહી દીધું
"હું પરિતા ના ભોગે મારા જીવન ને આગળ ચલાવવા નથી માંગતો"

પરિતા સ્કૂલે થી પરત ફરી હતી તે જ વખતે આ સંવાદ એના કાને પડ્યો હતો.એને બધી જ વાત ખૂબ ધ્યાનથી સાંભળી હતી.એ દિવસે સાંજે પરિતા જમી ને સચિન ના રૂમ માં ગયી આમ તો આ પરિતા નો નિત્યક્રમ હતો કે જમી ને સચિન ના રૂમ માં જવાનું જ..
પરિતા રૂમ માં પ્રવેશી કે તરત સચિને એને હસી ને આવકાર આપ્યો .બન્ને બાપ દીકરી બેઠા..સચિને પરિતા ને સ્કૂલ અને ભણવાનું કેવું ચાલે છે એવા સામાન્ય સવાલો કર્યા.અચાનક વચ્ચે થી વાત કાપતા જ પરિતા બોલી ઉઠી

"પપ્પા તમે બીજા લગ્ન કરી લો"

12 વર્ષ ની પરિતા ના મોઢે આવા શબ્દો સાંભળી સચિન ઘડીભર સ્તબ્ધ થઈ ગયો..પછી સ્વસ્થ થઈ બોલ્યો

"બેટા.મારે બીજા લગ્ન કરવાની શું જરૂર છે?"

પરિતા એ જવાબ માં ફક્ત એટલું જ કહ્યું

"તમને પત્ની ની જરૂર ન હોય તો કંઈ વાંધો નહીં પણ મને મમ્મી ની જરૂર ચોક્કસ છે.તમારા માટે નહીં તો મારા માટે લગ્ન કરી લો"

સચિન પરિતા ની આંખો માં જોઈ રહ્યો..એક દીકરી ની એના બાપ માટે ની ચિંતા જોઈ શકાય એવી હતી.સચિન પરિતા ની વાત ને માન આપી બીજા લગ્ન કરવા તૈયાર થઈ ગયો

બીજા દિવસે સવારે સચિને એના માતાપિતા ને બીજા લગ્ન માટે છોકરીઓ જોવા કહ્યું પણ શરત એક જ કે છોકરી પરિતા પસંદ કરશે.મેટ્રિમોનિયલ સાઈટ પર થી પસંદ કરેલી પ્રિયા ને બીજા રવિવારે બધા એ જોવા જવાનું ગોઠવ્યું
પરિતા પણ સાથે ગયી હતી.પ્રિયા દેખાવડી હતી.એના ચહેરા પર એના માં રહેલી સમજણ સાફ જોઈ શકાતી હતી.પ્રિયા આ પરિતા ને પોતાની પાસે બોલાવી અને એની સાથે વાતો કરવા લાગી .થોડી જ વાર માં પરિતા ને પ્રિયા સાથે એકદમ મુક્ત રીતે વાતો કરતા જોઈ સચિને આ હાશકારો અનુભવ્યો કારણકે સચિન ને પણ પ્રિયા ગમી ગયી હતી.પરિતા એ પણ પ્રિયા પર પસંદગી નો કળશ ઢોળ્યો. પ્રિયા એ પણ હકાર માં જ જવાબ આપ્યો એટલે સચિન અને પ્રિયા ના સાદાઈ થી લગ્ન થયા.

લગ્ન ના બીજા જ દિવસે પ્રિયા એ આખા ઘર ની તેમજ સચિન અને પરિતા ની જવાબદારી ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધી..જોત જોતા માં જ પ્રિયા અને પરિતા વચ્ચે ની નિકટતા વધતી ગયી.પ્રિયા પરિતા નું ખૂબ જ ધ્યાન રાખતી..પરિતા માટે પ્રિયા ને અપાર સ્નેહ હતો..ને બીજી બાજુ પરિતા પણ પ્રિયા સાથે હંમેશા એટલા જ પ્રેમ થી વર્તતી .પરિતા માટે તો પ્રિયા જાણે એની નાનકડી દુનિયા.એ પ્રિયા ને નાના માં નાની વાત પણ જણાવતી..આ બધું જોઈ સચીન ખૂબ ખુશ થતો.

સચિન અને પ્રિયા ના લગ્ન જીવન ના 2 વર્ષ માં જ એમને ત્યાં પારણું બંધાયું.પ્રિયા એ અચલ ને જન્મ આપ્યો..પરિતા અચલ ને જોઈ ને ખૂબ જ ખુશ થઈ જતી.મારો ભાઈ મારો ભાઈ કરતા એ જરાય થાકતી નઇ.સચિન અને પ્રિયા નો સંસાર હવે સંપૂર્ણ થઈ ગયો હતો...

પરિતા અને અચલ વચ્ચે 14 વર્ષ નું અંતર હતું..એટલે પરિતા એ અચલ નું બાળપણ ખૂબ જ કાળજી લઈને જોયું હતું.પરિતા અચલ ને જમાડતી..એને રમાડતી..એના પાપા પગલી કરાવતી..પરિતા ને તો જાણે અચલ ના રૂપ માં રમકડું મળી ગયું..પણ કોણ જાણે કેમ આ હસતા રમતા પરિવાર ને કોઈની નજર લાગી ગયી.લગ્ન જીવન ના 10 વર્ષ માં જ સચિને નું હ્ર્દય રોગ ના હુમલા થી મૃત્યુ થયું. પ્રિયા સાવ તૂટી ગયી હતી.અચલ અને પરિતા ને કેવી રીતે સાચવશે એ વાત સદાય એને પરેશાન કરતી.પ્રિયા ના મમ્મી પપ્પા એ પ્રિયા ને અચલ ને લઈ ઘરે આવી જવા કહ્યું પણ પ્રિયા એ પરિતા ને મૂકી ને એ ક્યાંય નઇ જાય એવું મનોમન નક્કી કરી લીધું હતું...પરિતા એ હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું..એ સમજી ચુકી હતી કે હવે પ્રિયા અને અચલ ની જવાબદારી એની છે.એટલે પરિતા એ એક કંપની માં જોબ શરૂ કરી દીધી..પરિતા ની ઈચ્છા આગળ phd કરવાની હતી.પણ અચલ નો વિચાર આવતા પરિતા આ પોતાની ઈચ્છા ને દબાવી દઈ નોકરી પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું.દિવસો વીતતા ગયા..પ્રિયા પરિતા ના સપનાઓ થી વાકેફ હતી પણ આ વધારે ભણેલી નઇ એટલે એને કોઈ નોકરી મળે એમ નહોતું.પરિણામે પરિતા ને જ ઘર નો આર્થિક ટેકો બનવુ પડે એમ હતું.અચલ મોટો થયો એની ઈચ્છા ફોરેન માં ભણવા જવાની હતી પરિતા એ એને ફોરેન ભણવા મોકલી આપ્યો

પ્રિયા એ ઘણીવાર પરિતા ને લગ્ન કરી લેવા કહ્યું.પણ પરિતા પોતાની માં પ્રિયા ને એકલી મુકવા નહોતી માંગતી..એટલે એને મનોમન નક્કી કરી લીધું હતું કે એ ક્યારેય નઈ પરણે..

અચલ નું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું એટલે આ પાછો પરિતા અને પ્રિયા સાથે રહેવા આવી ગયો હતો.અહીંયા એને સારી નોકરી પણ મળી ગયી હતી.એટલે પ્રિયા એ અચલ ના લગ્ન નો વિચાર કરવો માંડ્યો.પોતાના વિચાર ને જ્યારે એને અચલ સમક્ષ મુક્યો ત્યારે અચલ ફાલ્ગુની ની પત્ની તરીકે પસંદગી કરી લીધી છે એ વાત જણાવી.પ્રિયા અને પરિતા બન્ને અચલ ના સુખે સુખી હતા એટલે એમને પણ ફાલ્ગુની ને અચલ ની પત્ની તરીકે સ્વીકારવાની તૈયારી બતાવી.
અચલ અને ફાલ્ગુની ની સગાઈ કરવામાં આવી અને 2 મહિના માં જ એમના લગ્ન ધામધૂમ થી લેવાયા.પરિતા એ અચલ ના લગ્ન માં જરા સરખી પણ કચાશ ન રાખી.

અચલ ની નોકરી મા અચલ ને બઢતી મળી છે એ વાત થી ઘર માં સૌ ખુશ થઈ ગયા.એ દિવસે સાંજે જમતી વખતે પ્રિયા એ પરિતા ને કહ્યું.."બેટા,હવે તારે નોકરી કરવાની શુ જરૂર છે.અચલ સારું એવું કમાઈ રહ્યો છે એમ આપણું જીવન્ સુખે થી પસાર થાય એમ છે
પરિતા કંઈ બોલે એ પહેલાં જ ફાલ્ગુની બોલી ઉઠી."નોકરી શું કામ છોડી દેવાની.પરિતા બેન નોકરી કરશે તો 2 પૈસા એમના માટે જ કામ લાગશે"ફાલ્ગુની ના શબ્દો માં આકારપણું પ્રિયા અને પરિતા બન્ને એ અનુભવ્યું.

પ્રિયા ફાલ્ગુની ના આવા શબ્દો સાંભળી ઘડી ભર શાંત થઈ ગયી પણ પરિતા એ ફાલ્ગુનિ ની વાત સાચી જ છે એમ કહી વાત ને સાંભળી લીધી
ફાલ્ગુની રોજ અચલ ને પરિતા વિરૂદ્ધ કાંભભેરણી કર્યા કરતી અને એની અસર અચલ ના પરિતા સાથે ના વર્તન માં દેખાઈ આવતી..અચલ પરિતા સાથે એકદમ તોછડાઈ ભર્યું વર્તન કરતો..આ બધું પ્રિયા જોઈ રહેતી એને ખૂબ દુઃખ થતું અચલ નું દીકરી પરિતા સાથે નું વર્તન જોઈ એનો જીવ કપાઈ ઉઠતો..એના થી આ બધું વધારે સહન ન થયું એટલે એક દિવસે પ્રિયા એ અચલ ને બેસાડી ને કહ્યું

"બેટા અચલ તારું પરિતા પ્રત્યે નું વર્તન આવું ન હોવું જોઈએ..એને તારા માટે એના સપનાઓ નો ભોગ આપ્યો છે એની તને કદર હોવી જ જોઈએ..પરિતા મોટી બહેન છે તારી"

અચલ જાણે પ્રિયા ની વાત માં કાંઈ રસ ન હોય એમ ઉભો થઇ ગયો અને બોલ્યો

"પરિતા મારી કંઈ સગી બહેન નથી."

અચલ ની વાત સાંભળી પ્રિયાના પગ નીચે તો જાણે જમીન ખસી ગયી

પ્રિયા અંદર ને અંદર ઘૂંટવા લાગી..એ નહોતી ઇચ્છતી કે પરિતા ને આવી કોઈ વાત ની જાણ થાય.

એક દિવસે રાત્રે પ્રિયા અચલ અને ફાલ્ગુની ના રૂમ પાસે થી પસાર થતી હતી ત્યારે એના કાને અચલ અને ફાલ્ગુની ની વાતો પડી..એને દરવાજે કાન દઈ વાત સાંભળી..ફાલ્ગુની અચલ ને પરિતા ના લગ્ન એના કોઈ વિધુર સાગા સાથે કરવાની વાત કરી રહી હતી..જેથી કરી ને એ લોકો પરિતા ની જવાબદારી માંથી મુક્ત થઈ શકે..પ્રિયા ત્યાં થી નીકળી પરિતા ના રૂમ માં ગયી એને નક્કી કરી લીધું હતું કે આ પરિતા ને બધી વાત જણાવી દેશે..પ્રિયા રૂમ માં પ્રવેશી પરિતા રૂમ માં નહોતી કદાચ બાથરૂમ માં હતી..પરિતા ના ટેબલ પર પડેલા કાગળિયા પ્રિયા એ જોયા..જોતા ની વેંત પ્રિયા ની આંખ માં આંસુ આવી ગયા.પરિતાએ પોતાના નોકરી કાળ માંથી બચત કરી ને કરેલી ફિક્સ ડિપોઝિટ અચલ ના નામ પર કરવા જઈ રહી હતી..પરિતા બાથરૂમ માંથી બહાર આવી ત્યારે પ્રિયા ના હાથ માં કાગળિયા જોઈ બોલી

"મમ્મી હવે તો અચલ મોટો થઈ ગયો છે પરણી ગયો છે એટલે વિચાર્યું છે કે મારી બધી બચત એને આપી દઉં..એની સાથે જ તો હવે આપણે જિંદગી ભર રહેવાનું છે".

પ્રિયા એકપણ શબ્દ બોલ્યા વિના પોતાના રૂમ તરફ ચાલી નીકળી એ રાતે એને ઊંઘ પણ ન આવી..સવારે ઉઠતા ની સાથે જ એને પોતાના મોબાઈલ માંથી ફોન જોડ્યો અને પછી રૂમ ની બહાર આવી.

બપોરે પ્રિયા એ પરિતા અને અચલ ને નોકરી થી જલ્દી ઘરે આવી જવા ફોન કર્યો.ફાલ્ગુની ને પણ હાજર રહેવા કહ્યું..બધા ડ્રોઈંગરૂમમાં માં એકઠા થયા અને ડોરબેલ વાગી પ્રિયા જાતે જ બારણું ખોલી આવી એની સાથે કિરણભાઈ હતા વ્યવસાયે વકીલ હતા..એમના હાથ માં વસિયતનામું હતું

કિરણ ભાઈ એ પ્રિયા એ બનાવેલા વસિયતનામાં ની અચલ ફાલ્ગુની અને પરિતા ને જાણ કરી..અને વાસીયતનમાં પ્રમાણે સચિન ની બધી મિલકત પ્રિયા એ પરિતા ના નામે કરી દીધી હતી.

અચલ અને ફાલ્ગુની બન્ને સ્તબ્ધ રહી ગયા..અચલ પ્રિયા ને કંઇક કહેવા જઇ રહ્યો હતો ત્યાં જ પ્રિયા એને અટકાવતા કહ્યું

"આ ઘર હવે પરિતા નું છે..પરિતા એની જવાબદારી ખુદ નિભાવી લેશે.તું ફાલ્ગુની ને લઈ ને વહેલી તકે બીજે રહેવા ઘર શોધી લે"

અચલ ગભરાઈ ગયો એની પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું એને પરિતા ને વિન્નતી કરવા લાગી..પરિતા બેન મને અહીંયા તમારી સાથે રહેવા દો..પરિતા બધી હકીકત થી અજાણ કઈ બોલી ન શકી.

અચલ કરગરવા લાગ્યો."પરિતા બેન તમે તો મારા બેન છો.આમ ભાઈ ને ઘર વગર નો થતા કેવી રીતે જોઈ શકશો"

અચલ બીજું કાંઈ વધારે બોલે એ પહેલાં જ પ્રિયા ગંભીર અવાજ માં બોલી
.
"પરિતા ક્યાં તારી સગી બહેન છે!!!"

અચલ પ્રિયા નો કટાક્ષ સમજી ગયો.પરિતા એ પ્રિયા ને એનો નિર્ણય બદલવા કહ્યું પણ પ્રિયા એક ની બે ન થઈ.

અંતે અચલ અને ફાલ્ગુની ઘર માંથી ચાલ્યા ગયા..જતી વખતે પ્રિયા એમને મળી પણ નઇ..

ઘર નો દરવાજો બંધ કરી પ્રિયા પરિતા ને વળગી ને રડી પડી.અને મનોમન અચલ ના પરિતા પ્રત્યે ના વિચારો બદલ પરિતા ની માફી માંગતી રહી


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED