Mummy books and stories free download online pdf in Gujarati

મમ્મી

નિશા કોલેજ થી ઘરે આવી.બેગ સોફા પર જ મૂકી ફ્રેશ થવા જતી રહી..નેપકીન થી મોઢું લૂછતાં લૂછતાં જ રસોડા માં ગયી..આમ તેમ જોયું પછી સોફા પર આવી ને બેઠી.રોજ કરતા આજે જરા મોડું થઈ ગયું હતું કોલેજ થી આવતા એટલે થાકી ગયી હતી..રિમોટ હાથ માં લઈને ટીવી ચાલુ કર્યું અને એને સોફા પર જ પગ લંબાવી દીધા..
             એકાદ જોકુ આવ્યું હશે કે ડોરબેલ વાગી.ઉઠવાની ઈચ્છા એને જરાય નહોતી..પણ ઘર માં એના  સિવાય કોઈ નહોતું એટલે પરાણે ઉભી થઇ એને બારણું ખોલ્યું..સતીશ ભાઈ હતા નિશા ના પપ્પા..એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઈઝર હતા..હાથ માં ટિફિન બોક્સ હતું એ એમને ત્યાં જ ટેબલ પર મૂકી દીધું..નિશા દરવાજો ખોલી ને પાછી સોફા પર લંબાઈ ગયી હતી. સતીશ ભાઈ એમના રૂમમાં જઇ ફ્રેશ થઈ રહ્યા હતા...
         થોડી વાર માં ફરી ડોરબેલ વાગી..ફરી નિશા કમને ઉભી થઇ જોયું તો શ્રદ્ધા બેન હતા.શ્રદ્ધા બેન ઘર માં પ્રવેશે આ પહેલા નિશા બોલી "મમ્મી જલ્દી કંઈક બનાવી દે બઉ ભૂખ લાગી છે".નિશા ની ઉતાવળ જોઈ શ્રદ્ધા બેન ફ્રેશ થયા વગર જ સીધા રસોડા માં પહોંચ્યા..આમ તો શ્રદ્ધા બેન એક સ્કૂલ માં ટીચર હતા પણ ઘર ખર્ચ ને પહોંચી વળાય એટલે એક કોચિંગ કલાસ માં ટ્યુશન પણ આપતા હતા..ફ્રીઝ ખોલી ને જોયું તો શાકભાજી ના નામ પર ટામેટા સિવાય કંઈ નહોતું..ગેસ પર દાળભાત માટે નું કુકર મૂક્યું અને ઉપડ્યા સોસાયટી ના નાકે શાક લેવા.ઘરે આવી ને જમવાનું બનાવી એ રૂમમાં ગયા.સતીશ ભાઈ સુતા હતા..શ્રદ્ધા બેન એ જમવા માટે એમને ઉઠાડ્યા.નિશા એની ડિસ લઈને સોફા પર જ બેસી ગયી..શ્રદ્ધા બેન અને સતીશ ભાઈ સાથે જમ્યા..જમવાનું પતાવી સતીશ ભાઈ નિશા સાથે ટીવી જોવા લાગ્યા..શ્રદ્ધા બેન ઘર નું કામ આટોપી નિશા ના રૂમમાં એનું બેગ મુકવા ગયા.નિશા એ ભીના મુકેલા ટુવાલ ના લીધે બેડ ની ચાદર જરા ભીની થઇ ગયી હતી શ્રદ્ધા બેન આ ચાદર બદલી..એની બુક્સ એની જગ્યા એ મૂકી.સવારે નિશા આ પીધેલા દૂધ નો કપ લઈ આ રસોડા તરફ ગયા..ફ્રિજ પર પડેલી સતીશ ભાઈ ની દવા અને પાણી નો ગ્લાસ સતીશ ભાઈ ને આપી શ્રદ્ધા બને રૂમ માં જઇ સુઈ ગયા...

રોજ કરતા વહેલા સુઈ ગયા હતા આજે શ્રદ્ધા બેન...સતીશ ભાઈ અને નિશા ટીવી માં મેચ જોઈ રહ્યા હતા એટલા માં ફોન ની રિંગ વાગી ધ્યાન થી સાંભળ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે રિંગ શ્રદ્ધા બને ના પર્સ માંથી વાગી રહી હતી..નિશા આ ફોન ઉપાડ્યો કામિની બેન નો ફોન હતો.કામિની બેન શ્રદ્ધા બેન સાથે જ સ્કૂલ માં નોકરી કરતા હતા અને એમના ખાસ બહેનપણી પણ ખરા.નિશા સાથે થોડી વાત કર્યા બાદ કામિની બેન એ શ્રદ્ધા બેન ની તબિયત અંગે પૂછ્યું.આજે સ્કૂલ માં શ્રદ્ધા બેન ચક્કર આવવા ના કારણે પડી ગયા હતા અને એમને ડોકટર પાસે લઈ જવામાં આવયા હતા.ડોકટરે એમને પૂરતો આરામ કરવાનું કહ્યું છે આ બધી વાત ની જાણ કામિની બેન એ નિશા અને સતીશ ભાઈ ને કરી..બન્ને બાપ દીકરી એકબીજા ની સામું જોઈ રહ્યા કોઈ કાઈ બોલી ન શક્યું..બન્ને જણા મેચ પુરી થઈ એટલે પોતપોતાની રૂમમાં માં જઇ સુઈ ગયા.
બીજા દિવસે સવારે 9 વાગી ગયા..શ્રદ્ધા બેન ને કોણ જાણે કેમ આટલી ઊંઘ આવી ગયી.એ હાંફળાફાંફાળા ઉભા થઇ ગયા..નિશા અને સતીશ નો બ્રેકફાસ્ટ..એમનું ટિફિન બધું એકદમ વિચારતા એ જરા ટેન્શન માં આવી ગયા.બહાર આવી ને જોયું તો નિશા એના રૂમમાં નહોતી..પણ રૂમમાં એક પણ વસ્તુ આઘીપાછી નહોતી.ટુવાલ બહાર દોરી એ સુકવાઈ ગયો હતો.બુક્સ પણ એની જગ્યા  હતી.ચાદર સરખી કરેલી હતી.રસોડા માં જઈને જોયું તો નિશા તૈયાર થઈ ને પોતાનું અને સતીશ ભાઈ નું ટિફિન પેક કરતી હતી..શ્રદ્ધા બેન ને જોઈને એ બોલી."મમ્મી તું ઉઠી ગયી..બેસ હું ચા નાસ્તો લઇ આવું તારા માટે." ચા નો કપ શ્રદ્ધા બેન ના હાથ માં આપ્યો ને બોલી."જો આજે જમવાનું   બનાવી દીધું છે તો તું ટાઈમ સર જમી લેજે.ને હા આજે મેં કામિની ઑન્ટી ને કહી ને તારી આજ ની રજા લઈ લીધી છે..બાજુ વાળા વર્ષા બેન ને કીધું છે આજે એમની કામવાળી તને ઘર કામ કરી આપશે.તું આજે બસ આરામ કરજે.."શ્રદ્ધા બેન બસ નિશા ને જોઈ જ રહ્યા એક પળ માટે એમને એમ લાગ્યું કે મારી દીકરી આટલી મોટી થઈ ગયી..સતીશ ભાઈ ઓફિસ જવા નીકળ્યા અને નિશા પણ કોલેજ જવા માટે બહાર નીકળી..અચાનક શુ થયું કે એ દોડી ને શ્રદ્ધા બેન ને વળગી પડી.એના થી બસ એટલું જ બોલાયું..."મમ્મી સોરી.અમારા થાક માં અમે તારો થાક તો ભૂલી જ ગયા"
     સ્ફુટી ચાલુ કરી ને નિશા નીકળી ને શ્રદ્ધા બેન ભીની આંખે દૂર સુધી એને જતા જોઈ રહ્યા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED