હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૪ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૪


સાઇકોલૉજિકલ બીમાર શાંતનુની જોઇને ડો. ને ખાતરી હતી કે શાંતનુની પ્રિયા તેને બહુ પહેલાં તેને છોડીને જતી રહી છે અથવા તો આ એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયો છે..! ડૉ વિનાયક એ પોતાના લાઇફનો સૌથી ચેલેન્જીંગ કેસ લાગ્યો એમના પ્રમાણે શાંતનુ ડિપ્રેશનના લીધે hallucinations અને delusion કદાચ બંને વસ્તુ થી પીડિત હતો..! અને એમની થિયરી કે એ જ સાયકાઅૅટ્રીક તરીકેની એમની શીખેલી પ્રેક્ટિસ પ્રમાણે જો પ્રિયા આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી હોય તો તેને શાંતનુની સામે લાવવામાં આવે તો કદાચ શાંતનુની ટ્રીટમેન્ટ શક્ય બની શકે..!
મોસીન  તો ડાહ્યા સ્ટુડન્ટની જેમ બધું જ સાંભળ્યું.. તે તો “ઉલમાંથી ચૂલમાં” પડ્યો હતો;  એને નીકળવું હતું શાંતનુ માથી પણ હવે એ પ્રિયામાં પડ્યો..! 

મોસીન  એક અઠવાડિયામાં શાંતનુની  હિસ્ટ્રી જાણી લાવ્યો:
સાહેબ; પેલી બુકાની વાળી છોકરી મળી ગઈ. એ એક call girl છે..! શાંતનુ ઘણીવાર તેને અહીંયા લાવે છે,  ડોકટરસાહેબ શાંતનુ જ્યાં ભણતો હતો એ કોલેજમા પ્રિયા પણ ભણતી હતી. અને આ પાર્ટી પહેલેથી જ પ્રિયામાં ફુલ ડૂબેલી હતી..! પણ પ્રિયાને શાંતનુ માં કોઈ જ રસ નહોતો.
એકવાર હિંમત કરીને “પ્રપોઝ” પણ કરેલું પણ આખી કોલેજ વચ્ચે શાંતનુની ઇજ્જતના કાંકરા કરેલા પ્રિયાબેને...! ત્યારનો શાંતનુ ક્યાં ગયો કોઈને નથી ખબર..! અને પ્રિયા તો સૂરતમા મેરેજ કરીને સેટલ છે.

સુરત સુધીની આખીય સફરમાં ડૉક્ટરને શાંતનુની ખૂબ જ દયા આવી. પ્રેમમાં નિષ્ફળ નિવડેલા લોકોની આ કોમન story..! કોઇક ડૂબી જાય તો કોઈ આબાદ રીતે તરી જાય. 
“તને ક્યારેય પ્રેમ થયો છે mausin??”ડૉ. એ પૂછયું. 

“નાનાસાહેબ આપણને એવુતેવું કંઈ ના થાય, પણ તેના ઘરમા બિલાડીઓ મળેલી હતી ,જે બધા ડેન્જર portraits હતા એ જોતાં તો શાંતનું કંઈક મોટું પ્લાનિંગ કરતો હોય એવું લાગે છે.” મોસીને કહ્યું. 

“હા મોસીન. શાંતનું પ્રિયા જોડે પ્રેમમાં મળેલી નફરતનો બદલો લે એ પહેલા પ્રિયા સોરી કહી દેતો કદાચ શાંતનુને નોર્મલ બનાવી શકાય...!!” પ્રિયાના ઘરે પહોંચ્યા બાદ પ્રિયાને બધી વાત કરી શાંતનુની.
પ્રિયા શાંતનુની વાત સાંભળીને દુઃખી થઈ. પ્રિયાના પતિ સૌમ્ય રાઠોડ એટલામાં ઘરે આવી પહોંચ્યા. બધી જ વાત વિગતે જાણ્યા પછી સૌમ્ય એ કહ્યું,
"ડૉક્ટર સાહેબે શાંતનુ ની વાત પ્રિયાએ મને કરી હતી, એ જ્યારે કોલેજ છોડીને ગયો ત્યારે પ્રિયાને ઘણો પસ્તાવો થયો કે આ ખોટું થયું. એક માણસનીઆટલી મજા કરવી યોગ્ય નહોતી. કેટલાય સમયથી અમે તેને શોધતા હતા, અમારે તેની માફી માંગવી હતી."
તો મોડુ કર્યા વગર આપણે અમદાવાદ પહોંચવું જોઈએ કયાક શાતનુ સંપૂણૅ પાગલ ના થઈ જાય...
શાંતનુના ઘરનું તાળું તોડવામાં આવ્યું, ડોક્ટરની સલાહ મુજબ બધા mohsin ના ઘરે બેઠા. ખાલી પિ્યાને શાંતનુના ઘરે રોકાવાનું હતું પણ સૌમ્ય પણ જીદ કરીને પ્રિયાના સાથે જ રોકાયો શાંતનુના ઘરમાં; પણ છૂપી રીતે કે જેથી તે પિ્યા અને શાંતનુ બંનેને જોઈ શકે. 

શાંતનુ તેના સમય મુજબ ઘરમાં દાખલ થયો ઘર ખુલ્લું જોઈને તે થોડો બોખલાયો..! ધીમા પગલે આગળ વધ્યો ,તેની સામે પિ્યા બેઠી હતી..! પહેલા એને સપનું લાગ્યું, એ કંઈ બોલી જ ન શક્યો. પ્રિયાએ તેનો હાથ પકડ્યો એને બેસાડ્યો શાંતનુની આંખોમાં આંસુ હતા..! એ બોલ્યો:
‘મને ખબર હતી તું એક દિવસ મારા માટે પાછી આવીશ. મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર. અને આજ એ જ થયું..! તારા કાબિલ બનવા માટેમેં ખૂબ જ મહેનત કરી છે; દેખ તું કેટલું મોટું ઘર મેં બનાવ્યું છે..! અહીં આપણે ખુશીથી રહીશું..!’
Dr અને mohsin હવે કુતૂહલવશ જોઇ રહ્યાં હતાં કે; આ છોકરી બાજી સંભાળી લે અને સોરી કહી દે.  સૌમ્ય બીજા રૂમમાં બેઠો બેઠો આ બધું જ જોઈ અને સાંભળી રહ્યો હતો. એને ના પાડી હતી ત્યાં રહેવાની પણ સૌમ્ય ની જીદ ના લીધે ડોક્ટરને પણ ફરવું પડ્યું.

To be continued.. 


ડૉ. હેરત ઉદાવત