જગત સાવ ખાલી હવે કેમ લાગે
કવિતા બધી મોન થઈ એમ લાગે
બધીએ જ સચ્ચાઇ સામે મુકે છે
નયન કોઇ દર્પણ એના જેમ લાગે
1.
રસ્તે હું અળગો ચાલતા એ જિંદગી ડરતો હતો
દરરોજ ને દરરોજ રસ્તામાં જરા મારતો હતો
આ જિંદગી જીવવી પુરી તો લાગતી અઘરી હતી
તેથી જ તો આ જિંદગીના ભાગલા કરતો હતો
થોડોક આ દેખાવ સારો એ થયો તેથી જ તો
ઉભો રહી પેલા અરીસા પર હું તો હસતો હતો
આ કેમ જાણે તે સમય પણ રાહ જોતો કોઈની
એ પણ પળે પળ કેમ જાણે કેમ ત્યાં રડતો હતો
આજે અહીં છેલ્લો દિવસ મારો હતો તે એટલે
આજે ખુદા જેવો ખુદા એ મોત પર રડતો હતો
2.
કેમ લોકો સાવ આવી રીતથી આવી મળે છે?
લોક જ્યારે જાય છે ત્યારે ખબર થોડી પડે છે
જે ચહેરાઓ અમે પાટીની ઉપર ત્યાં દોર્યાતા
ભૂસવા તેને ચકીના ગીત ગાયા પણ અમે છે
થાક્યા છે રાહ તારી દેખવાને દેખાવમાં
તે હવે રસ્તાય તારી રાહ જોવા ના કહે છે
કે હવે આ આજ સન્નાટો અહીં એ આવ્યો છે
આ નસીબો ફૂટવાના ક્યાં અવાજો એ કરે છે
3.
આ તમારા હાથ ફેલાવી જુઓ
માણસો જો હોય બોલાવી જુઓ
માણસો ની છે નિશાની શોધવી
વ્યસ્તતા થોડીક ખોદાવી જુઓ
પોતને જો હોય તમને શોધવા
દિલ હશેને ક્યાંક,શોધાવી જુઓ
પ્યાર તમને છે સલામત રાખવો
પ્યારના સંગ્રાલયો બાંધી જુઓ
જો ખુદાને હોય ક્યારે શોધવા
તો ગરીબો ના ઘરે પહોંચી જુઓ
4.
વાત દિલની હોઠ પર આવી ગઈ
છોડી તે આજે મને ચાલી ગઈ
ફુલ સામે જોયુ ને તે શુ થયું
કે અચાનક યાદ તું આવી ગઈ
વાત ના કહેવાઈ દોસ્તીમાં છતાં
વાતએ દિલની હતી સમજી ગઈ
તે હતી સ્વભાવમાં રાધે સમી
પ્રેમ ને મૃત્યુ સુધી પાળી ગઈ
આવવામાં મોડું કર્યું કેટલું
રાહને પણ હા.. હવે આવી ગઈ
5.
હવે તો પ્રેમની પહેચાન રોજે થાય હોઠોમાં
થવાથી આમ રોજે પ્રેમ ફંગોળાય હોઠોમાં
પ્રણય જ્યારે હવેતો ભોગવે છે લોક હોઠોમાં
પ્રણય ખોટો પડે ત્યારે પડે તિરાડ હોઠોમા
તુટે છે રોજ રસ્તે પ્રેમ ખીલોનાની મફકતો
વઝહ છે એ જ કે છે પ્રેમનું આવાસ હોઠોમાં
હોવી લાગી ચુકી મોહર કલીના પ્રેમ ઉપર કે
ટકાવા પ્રેમ,પડશે રાખવો વિશ્વાસ હોઠોમાં
અમારા પ્રેમને મેં એ હદે ના પહોંચવા દીધો
કે જેથી પ્રેમ કરવાની વઝહ દેખાય હોઠોમાં
6.
વિના નાવ ચાલક, હલેસા જ બન્યા
અજાણી પાટીના લીસોટા જ બન્યા
રઝળતા પ્રવાસો ગણાએ કરીને
પ્રવાસી હવે તો રખડતા જ બન્યા
થયો સ્વાદ છે આજના સંબંધોનો
અમે જાણીતા થઈ અજાણ્યા જ બન્યા
કળી ના દરિયે અમે તો પ્રવેશી
જુઢાણા માં વહેતી સરિતા જ બન્યા
છુટા થઇ હવે એક કવિતા લખી,ને
વિના ભાવની એક કવિતા જ બન્યા
7.
અમે તો ખુદાની રમતના જ માણસ
ચહેરા જુઢા પે'રી જીવતા જ માણસ
હવા માંથી પુરતા મળે છે જ શ્વાસો
છતા શ્વાસ માટે રખડતા જ માણસ
મળી જિંદગી જીવવા માટે તો પણ
અમે જીવવા માટે મરતા જ માણસ
અમે માણ અવતાર થઈ ને જ અવ્યા
છતા માણ બનવાને મથતા જ માણસ
હઝારો ની તો ભીડ માં એ રહેતા
છતા પોતને તન્હા ગણતા જ માણસ
8.
આવે પળો માટે પછી જલ્દી એ ચાલી જાય છે
તે રોજ મારા બે પળો ને કયાંક શોધી જાય છે
ગઝરો સુગંઘીત કેશ પર સારો ગણો છો ને તમે
ગઝરો સુગંધીત વેશ્યા ને ગંધ મારી જાય છે
સરવૈયું છે આ જિંદગી તે સરખું ક્યારે થાય છે?
આ જિંદગી ઉપલક બનાવામાં જ વીતી જાય છે
નામે ઉદાસી તે પક્ષી ટોળા બધા ઘર માં ઘરી
તણકા વીણી ને યાદ નો માળો બનાવી જાય છે
મુક્તક
આજ નિકળ્યા છે અમારા નામના રસ્તે જનાજા
છે ખબર આજે શહેરો માં થયા છે ખુબ તમાશા
ટેક્સ જો લાગ્યા ખુશી,આનંદ ઊપર તો બધે એ
એમ લાગે છે જસે વધતા ગરીબો ના ખજાના