Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર ..... - પેજ - ૧૫

  પેજ નં.૧૪ થી આગળ....

અંજલિ અને પ્રયાગ બન્ને ઝુલા પર થી ઉભા થયા અને ઘર માં આવ્યા.....!! 

*******  હવે આગળ  ************

અંજલિ અને પ્રયાગ બન્ને પોત પોતાના રૂમમાં જવાની તૈયારી કરતા હતા . પ્રયાગે એના રૂમમાં જતા પહેલા ફરીથી અંજલિ ને પગે લાગ્યો. અને પછી તેના રૂમમાં ગયો.


અંજલિ તેના રૂમ માં જતા પહેલા થોડીક વાર ડ્રોઈંગરૂમમાં સોફા પર બેઠી ....   અને  પ્રયાગ ના આજના સવાલો ને ફરી ફરી ને સમજવા પ્રયત્ન કરી રહી હતી. 
પ્રયાગ હવે મોટો થવા લાગ્યો છે.. .પણ એનાં મન માં જે સવાલો હતા...એ શું યોગ્ય હતા ?
અને...એના મન મા જે સવાલો ના જવાબો મે આપ્યા..તે બરાબર હતા ? 
નાના....બિલકુલ નહિ.  વિશાલે ક્યાં મને ક્યારેય રોકી છે..કે ટોકી છે. તે એના માં ખુશ છે ..અને હું મારા માં...

મનમાં ને મનમાં વાતો કરતી અંજુ...એના રૂમમાં ગઈ...જ્યાં વિશાલ 
પહેલેથી આરામ ફરમાવી રહ્યો હતો.

આવી ગયા ? માં  અને એનો લાડકો દીકરો  વાતો કરી ને ??
વિશાલે સવાલ કર્યો અંજલિ ને..

હમમમ...આવી ગયા જુઓ...પ્રયાગ હવે મોટો થવા લાગ્યો છે.  એટલે વાતો કરતા હતા...માં-દીકરો.

હા તે કરો ભાઈ....અમને શું વાંધો એમા  ?

વિશાલ નાં સવાલો અને જવાબો...અમુક સમયે.. નાં સમજાય એવા 
હોય તેમ છતાંય અંજુ હસતી રહેતી હંમેશા. 



વાત માં નાહક નો વિવાદ નાં થાય એટલે....અંજુ એ કીધુ...ચાલો જય અંબે...હું હવે સુઇ જઉ છુ, કહી ને અંજલિ તેની જગ્યાએ ભગવાન નું  સ્મરણ કરતી કરતી સુઈ ગઈ. 

વિશાલ પણ હવે સુઈ ગયો...અને પ્રયાગ એનાં રૂમમાં...હતો અને તે પણ ભગવાન નું સ્મરણ કરતો કરતો સુઈ જાય છે.

******************



 સવારના ૬ વાગ્યાથી અંજલિ તેના નિત્યક્રમ માં વ્યસ્ત થઈ ગઈ હતી...એજ મંદિર  ... એજ  આરતી....એજ ધર્માદો. અને સમયસર ઘરે પહોંચી જવાનું. 
સવાર ના ...નાસ્તામાં આજે શેફે,  પુરી-ભાજી , ચ્હા-કોફી,  આચાર, ફ્રુટ, ડ્રાઇફ્રુટસ, અને સીઝન મુજબ નો ફ્રુટ જ્યુસ....બનાવ્યા હતા. 



 અંજુ એના નિત્યક્રમ માં અને તે પણ ધર્મ ને લગતુ હોય કે ઓફીસ ને લગતું હોય , સરખી અગત્યતા થી કરતી. એક પણ દિવસ એનો એના નિત્યક્રમ ના કાર્ય પુરા કર્યા વીના પુરો ના થાય. જો ઘર થી દુર હોય તો પણ જે શહેર કે જગ્યા પર હોય ત્યાં નજીક ના મંદિર માં અવસ્ય ભગવાનને પગે લાગી નેજ દિવસ નું બાકી કામ કરતી. ક્યારેક વિદેશ ની ટુર હોય તો હંમેશાં અંબાજી માતા નો ફોટો સાથે રાખતી. અને સવારે પહેલા માતાજીને પગે લાગીને જ તેના કામ પર જતી અને સાંજે પણ નિયમિત માતાજીને પગે લાગતી અને આરતી પણ કરતી.

સવારે એનાં રૂટીન કામ પતાવીને આવી ગયેલી અંજલિ એ જોયુ તો વિશાલ પણ ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસીને ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો.




અંજલિ એ શેફ ને નાસ્તો રેડી કરવા માટે સુચના આપી દીધી...અને પોતે એનાં લાડકા દિકરા ને ઉઠાડવા તેના રૂમમાં પહોંચી ગઈ.

  જયશ્રી કૃષ્ણ....બેટા પ્રયાગ....ચલો જો....સૂર્યનારાયણ ભગવાન આજે સોના નાં રથ પર સવાર થઈને આવ્યા છે. 

અંજલિ એ એની રોજ ની ટેવ મુજબ જ પ્રયાગ ને ઉઠાડ્યો.

મમ્મી જયશ્રી કૃષ્ણ....જય અંબે...કહી ને પ્રયાગ.. જાગતા ની સાથે જ માં ના ખોળામાં માથું રાખીને  આંખો મીંચી ને જાગતા જાગતા ફરી થી સુવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. 

કેમ શું વાત છે આજે બેટા ....??? મમ્મી પર બહુ વ્હાલ આવે છે ને આજે કંઈ...? કે પછી કંઈ કહેવું છે મારા દિકરા ને.. ?


અંજલિ એ પ્રેમ થી ...પ્રયાગ નાં માથે હાથ ફેરવતાં ફેરવતાં પુછ્યુ પ્રયાગ ને.


ના...ના.મમ્મી કશુંજ નથી.. આતો બસ આમજ....! અંજલિ નાં ખોળામાં માથું મૂકીને જ જવાબ આપ્યો પ્રયાગે.

પણ...અંજુ ને તો પ્રયાગ નાનો હતો ત્યાર  થી અનુભવ હતો કે ...દિકરા ને કંઈ કહેવું હોય ત્યારે...નહીતો....માં માટે પ્રેમ છલકાયો હોય ત્યારે જ ખાસ કરીને અંજુ ના ખોળામાં માથું રાખીને વ્હાલ કરતો પ્રયાગ. 

બેટા....જે મન મા હોય તે કહીદે...મન માં ભાર હશે તો હળવો થઈ જશે. અંજુ...ગમેતેમ કરી ને પ્રયાગ ના મન ની વાત બહાર કઢાવવા પ્રોત્સાહિત કરી રહી હતી.




મમ્મી....એતો મને એમ લાગ્યું કે ...કાલે રાત્રે મેં તને જે સવાલો કર્યા હતા...તે કદાચ મારે નહોતાં કરવા જેવા. 


તારી જ પાસે થી એક વાત સીખ્યો છુ...ને કે... આપણા સવાલો નાં જવાબ સામે ની વ્યક્તિ ને દુઃખ પહોંચાડે તેમ હોય, અથવા આપણા સવાલો નાં જવાબ આપવા માં કોઈ દ્વિધામાં પડી શકે તેવુ લાગે, અથવાતો કોઈ નાં સ્વમાન ને ઠેસ પહોંચે તેમ હોય, કે જવાબ આપવા માં કોઈ વ્યક્તિ મુંઝવણ અનુભવશે ....તેવુ 
આપણને લાગે તો...તેવા સવાલો ક્યારેય કોઈને પણ પુછવા ના જોઈએ.

તારી વાત તો એકદમ સાચીજ છે બેટા...પણ બીજા કોઈને પુછવા માટે બરાબર છે. પણ હું તો તારી માં છુ, એટલે તને જવાબ આપવામાં મને કોઈ શંકોચ નાં હોય.


હા એક વાત છે..કે જો અને જ્યારે મને કદાચ એવું લાગશે કે મને અથવા મારા જવાબ ને તું નહિ સમજી શકે અથવા તૉ મારા શબ્દો નું કે મારા જવાબો નું તુ જુદુ અર્થ ઘટન કરીશ, ત્યારે હું તને જવાબ નહીં આપુ. અને આખી વાત ને  આવનારા સમય પર છોડી દઈશ.

મારી આ વાત નું પણ ધ્યાન રાછજે બેટા...કે તારા પપ્પા ને તારે કંઈપુછવુ હોય તો તેનો તર્ક તુ તારા અથવા એમના હાસાબે આપી શકે છે. 
કારણ કે અમારા બન્ને વ ના જીવન જીવવા ના નિયમો અલગ અલગ છે..અમે બન્ને એકબીજા ના કામ માં અને એક બીજા ના વિચારો માં દખલ નથી કરતા, એટલે પપ્પા નું પપ્પા જાણે.

અચ્છા ચલ બેટા હવે....તૈયાર થઈ ને નાસ્તો કરવા આવીજા જલદી થી.

જી ...મમ્મી તુજા હું આવ્યો બસ...
પ્રયાગ હંમેશા અંજલિ નું ક્હયું માનતો હતો, અંજુ ને ક્યારેય યાદ નહીં હોય કે પ્રયાગે એનું કીધેલુ માન્યું નાં હોય કે એનું સાંભળ્યું નાં હોય. 

પ્રયાગે પણ ક્યારેય તેની મમ્મી ને દુઃખ લાગે એવુ વર્તન પણ કર્યું નહોતું. અંજલિ એટલે એના માટે પ્રૄથ્વી પર નાં જીવતા જાગતા ભગવાન.


અંજલિ નીચે ગઈ અને સેવક ને ડાઇનીંગ ટેબલ દશ મીનીટ પછી ગોઠવવા જણાવ્યું. 

********

( ક્રમશ:)