અંધશ્રદ્ધા - એક દુષણ Pranav Shrimali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધશ્રદ્ધા - એક દુષણ

કાલે રાત્રે 11 વાગતા પોળની બહાર મિત્રો જોડે ઉભો હતો..એની 10 મિનિટ પહેલા એક ઘટના બની..ત્યારની ઘટના મગજમાં થી જતી જ નથી..તો થયું કંઈક એવું કે હું પોળના નાકે ઉભેલો અને સામે ની સાઇડ થી એક માણસ ડર થી ભરેલી આંખો અને ગંભીર ચેહરા સાથે એક હાથમાં લોટો અને એક હાથમાં ઈંડુ લઈને આવી રહ્યો હતો..મારી નજર એના પર જ હતી..એ માણસ આવીને ચાર રસ્તાની વચ્ચે વચ ઉભો રહ્યો..અને વાંકો વળી ઈંડુ એણે જમીન પર મૂક્યું , ઈંડા ઉપર ચાર કાળા ટપકા હતા..એ માણસે ઈંડાની ફરતે પાણી નાખ્યું, બે ચાર મંત્રો બોલીને જતો રહ્યો...

બે ત્રણ મિનિટ સુંધી કોઈ હલચલ ન થઈ..એટલામાં જ એક કૂતરું ત્યાં આવી પહોંચ્યું..કૂતરું ઈંડાની ફરતે ગોળ ગોળ ફર્યું..પછી છેક નજીક જઈ એને સૂંઘવા લાગ્યું..અને પછી તરત જ ઈંડાને મોંમાં પકડી ને સાઈડમાં લઈ આવ્યું અને ફરીથી સૂંઘવા લાગ્યું, કદાચ એ એવું વિચારતું હશે કે આને ખાવું કેવી રીતે ? અને પછી તરત જ એ ઈંડાને ચાવી ગયું..અંદરનો થોડો પીળો અને સફેદ ભાગ નીચે ઢોળાયો..એને એ ચાટી ગયું..એને ખાધા પછીનો ઓડકાર તો ન આવ્યો પણ કંઈ પેટમાં ગયું એનો સંતોષ હોય એવું લાગ્યું..અને બસ કૂતરું ત્યાંથી ચાલ્યું ગયું..

તો શું કૂતરાના શરીરમાં કોઈ આત્મા આવશે ??

શું કૂતરાને કોઈ ભૂત વળગશે ??

શું કૂતરું માંદુ પડશે કે મરી જશે ??

આપણને બધાને ખબર છે આમાંથી કંઈ પણ થવાનું નથી..

પણ આ પાંચ મીનિટની ઘટના એ મને વિચારતો કરી નાખ્યો..21મી સદીમાં અને આવી ટેકનોલોજીથી ભરપૂર દુનિયામાં પણ આવી અંધશ્રદ્ધા નો દબદબો હજી એટલો જ છે એ વાતનું દુઃખ છે.. ઘરમાં કોઈ માંદુ પડે તો દવા લાવવાની જગ્યાએ એની નજર ઉતારવામાં આવે, કોઈએ કંઈક કરી નાખ્યું છે એવા વ્હેમ કરવા લાગે.. માણસોમાં રહેલી એ રૂઢિવાદી માનસિકતા, અને શ્રદ્ધા ના નામે ચરી ખાતી આંધળી શ્રદ્ધા દૂર થતી જ નથી..કદાચ એ લોકો કરવા જ નથી માંગતા..અને આ જ વાત નો ફાયદો સમાજમાં રહેલા કર્મ કાંડ કરવા વાળા ભુવાઓ, અને પાખંડથી ભરેલા બાવાઓ ઉઠાવે છે..અને પોતાના ખિસ્સા ગરમ કરીને નીકળી જાય છે..આનો ભોગ પણ પાછા સમાજના લોઅર મિડલ ક્લાસ અને નીચલા વર્ગના બિચારા, અભણ, વિચારોના ગરીબ લોકો અને દિમાગના માંદા લોકો જ બને છે..આજ આંધળી શ્રદ્ધા માણસને દિમાગથી અને વિચારોથી આંધળો કરી દે છે..માણસમાં એક ડર પેદા કરે છે..અને અંદર થી માંદો, ગાંડો અને ખોખલો કરી નાખે છે..પણ આ ભૂંડા ભુવાઓ, અને એમની વાહિયાત, બકવાસ, અને કચરપટ્ટી જેવી ફેંકુ અને કોઈ આધાર વગરની વાતો પર ભરોસો કરનાર એ મુર્ખ લોકોને આવી વાતની કોઈ અસર નઇ જ થાય એ મને ખબર જ છે..પણ મારો એ પ્રયાસ ચોક્કસ રહેશે કે મારા થી બને એટલા લોકોને આવી અંધશ્રદ્ધા થી દુર કરીને Practical અને logical વાત તરફ દોરી જઉં..

માણસના ઉદ્ધાર માટે સારું ભણતર, પોતાની બુદ્ધિ, પોતાના વિચારો અને કોઠાસૂઝ જ કામ લાગે છે, પણ તોય અમુક ભણેલા અભણ લોકો આ વાસ્તવિકતા જાણતાં હોવા છતાંય એને સ્વીકારવા અને અનુસરવા તૈયાર નથી..અને બસ એ લોકોની આ અસમજણ નો ફાયદો એ દોરા-ધાગા કરનારા લોકો ઉઠાવે છે..

"અમુક અમુક આવા ભુવાઓ તો એમ કહે કે અમારા ત્યાં કોઈ દારૂ ના વ્યસનીને લાવો, અમે એમને અમારું મંત્રેલું પાણી પીવડાવીશું તો એ ભાઈ પોતાનું દારૂનું વ્યસન છોડી દેશે.." સિરિયસલી આવી વાત સાંભળીને તો એવી ગાળો બોલવાનું મન થાય ને..અરે ભાઈ એના પાણીમાં કોઈ એવો જાદુ નથી કે એ વ્યસનને છોડાવી શકે, "એ ભુવો કે દોરા-ધાગા કરવા વાળો તમારા મનમાં એવો ભય પેદા કરે છે, એવો ડર ઘુસાડી દે છે કે જો હવે આમ કરીશ તો આવું આવું થશે, અને બસ આજ ડરથી એ માણસ પોતાનું વ્યસન છોડી દે છે." અને પછી આ દારૂ છોડાયા ની ક્રેડિટ સીધી પેલા મંત્રેલા પાણી ને મળી જાય છે, પણ હકીકતમાં એ પાણીમાં કઈ એવું હોતું જ નથી..તો પણ લોકોને આવી તાંત્રિક વિદ્યામાં અને દોરા ધાગા કરવામાં રસ છે, અને પછી બુદ્ધિ વગરના માણસોને આવા પાંખડી લોકો પર વિશ્વાસ આવી જાય..અને પછી એને પોતાની શ્રદ્ધાનું આવરણ ઓઢાળી દે..ખરેખર આવા લોકોની દુનિયામાં જરૂર જ નથી..આવા અંધશ્રધ્ધાળુ લોકોને મારી સાચી વાત પચશે નઇ, ગમશે પણ નઇ, એમને ખટકશે, એમને લાગી આવશે, એમની લાગણીઓ દુભાઈ જશે, કેમ કે એમના કાન હંમેશાં સારું સાંભળવા ટેવાયેલા છે, સાચું નઈ..જો કોઈની લાગણી દુભાઈ જાય તો એમ સમજજો તમારી લાગણી માં ખામી છે..

હું કોઈ કર્મ-કાંડ, દોરા-ધાગા, અને તંત્ર-મંત્ર કરનાર ને જોઉં ને તો મને એમાં દેશની અંદર રહેતા આતંકવાદીઓ નજર આવે અને ખરેખર આવા જ લોકો દેશના અસલી ગદ્દારો છે..

*ઉપાય* : સમાજમાં રહેલી આવી બધી રૂઢિઓ , માંદી થઈ ગયેલી વાહિયાત પરંપરાઓ, અંધાપો આઈ ગયેલી આંધળી શ્રદ્ધા (અંધશ્રદ્ધા) થી મુકિત મેળવવા માટે નો એક જ રસ્તો છે : "શિક્ષણ"

તમારા બાળક ને વધારેમાં વધારે શિક્ષણ આપો , સમજદાર બનાવો, એને એક વિચારશીલ યુવાન બનાવો..કેમ કે શિક્ષિત લોકો જ આવી રૂઢિઓ અને આવી અંધશ્રદ્ધાથી મુકિત અપાવી શકે તેમ છે.."શિક્ષણ જ દરેક બાબતનો અને દરેક સમસ્યાનો ઉપાય છે..આ વાત જેટલી જલ્દી સમજી જાઓ એટલું સારું.." અને જે શિક્ષિત યુવાનો છે એ પોતાના માતા પિતા જો આ બધી વાતોમાં માનતા હોય તો એમને પણ સમજાવી શકે અને સમાજમાં અને દુનિયામાં એક પરિવર્તન લાવી શકે..પરિવર્તન ની શરૂઆત ખુદ થી થાય છે એટલે પેહલા પોતે બદલો, પછી બીજાને બદલવાની કોશિશ કરો..

*લાસ્ટ મેસેજ* : માણસમાં હિંમત પેદા કરે, અને એને દરેક બાબતમાં નિર્ભય બનાવે એનું નામ શ્રદ્ધા..

અને જે વાત કે વસ્તુ માણસમાં ડર પેદા કરે, દિમાગ અને બુદ્ધિથી વિકલાંગ કરી દે, એનું નામ અંધશ્રદ્ધા..

તમે તમારો કિંમતી સમય કાઢીને મારુ લખાણ વાંચ્યું એ બદલ આપ વાચકમિત્રો નો ખુબ ખુબ આભાર..તમારા પ્રતિભાવ તમે જણાવી શકો..

9723912504