KING - POWER OF EMPIRE - 37 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 37

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ના નામ પર હતી તેના માલિક જયદેવ પવાર ને મળે છે, શરૂઆતમાં તો શૌર્ય થોડો ઉગ્ર બનીને તેના પર ગોળી ચલાવી દે છે પણ ગોળી પણ ખભા પાસે મારે છે જેનાથી તેને વધારે ઈજા ન થાય અને આવી સફાઈ થી નિશાનો તો કોઈ પ્રોફેશનલ જ લગાવી શકે છે, શૌર્ય જયદેવ પવાર ને પોતાની તરફ કરે છે અને તેની ડૂબતી નાવ ને કિનારા સુધી પહોંચાડે છે, હવે શૌર્ય કોની નાવ ડૂબાડવાનો છે અને કોની બચાવવાનો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે) 

સવાર ના આઠ વાગ્યા હતાં, શૌર્ય પોતાના બેડ પર સૂતો હતો, અચાનક તેની ઉંઘ ઉડી ગઈ અને તેનું કારણ હતું તેનું એ ભયાનક સ્વપ્ન, પણ આજે તે પણ એને વહેમ સમજી ને ભૂલી જાય છે અને ઉભો થાય છે અને બારી પાસે જાય છે અને એક જ ઝાટકે બારી ના પડદા ખોલે છે, સૂર્ય નો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જાય છે અને શૌર્ય પોતાના બંને  હાથ ફેલાવીને જાણે સુર્ય ને આવકારતો હોય એમ ઉભો રહી જાય છે આજે તે કંપની પર જવાનો હતો અને તેને એ વાત ની ખુશી હતી. 

બીજી તરફ કોઈ બીજું વ્યક્તિ પણ ખુશ હતું અને એ હતું દિગ્વિજય સિંહ, એ પણ આજે વહેલો તૈયાર થઈ ને પોતાની બુલેટ લઈ ને સીધો હેડક્વાર્ટર તરફ નીકળી જાય છે, દિગ્વિજયસિંહ હેડક્વાર્ટર પહોંચી ને પોતાની કેબિન માં જાય છે અને ખુરશી પર બેસી ને પોતાની કેપ ઉતારી ને ટેબલ પર મૂકે છે, આજે રઘુ ને પકડી ને અત્યાર સુધી જે રહસ્યો તેની સામે ઉભા થયા એ બધા રહસ્યો ને ઉજાગર કરશે એમ વિચારીને તે બહુ ખુશ હતો. ત્યાં જ પાટીલ અંદર આવે છે અને કહે છે “ગુડ મોર્નિંગ સર ”

“ગુડ મૉર્નિંગ પાટીલ ” દિગ્વિજય સિંહે ખુશ થતાં કહ્યું 

“સર બધા લોકો આવી ગયા છે અને તમારી રાહ જોઈ રહ્યાં છે ” પાટિલે કહ્યું 

“ઓકે તું જા હું હમણાં આવું છું ” દિગ્વિજય સિંહે કહ્યું 

“ઓકે સર ” આટલું કહીને પાટીલ જતો રહે છે 

દિગ્વિજય સિંહ થોડો સમય આંખો બંધ કરીને પોતાના વિચારો મા ખોવાય જાય છે અને પછી તરત જ ઉભો થઈ ને ટેબલ પર પડેલી કેપ પહેરીને કેબીન ની બહાર જાય છે અને સીધો મિટીંગ રૂમમાં જાય છે, મીટીંગ રૂમમાં 12 ઈન્સ્પેકટર બેઠા હતા, દિગ્વિજયસિંહ ના અંદર આવતા જ બધા ઉભા થઈ જાય છે, દિગ્વિજયસિંહ બધાને બેસવાનો ઈશારો કરે છે, તે સામે ટેબલ પાસે આવીને ઉભો રહે છે અને કહ્યું, “Good Morning Everyone ”

“Good Morning Sir” બધા એ એકસાથે કહ્યું

“તમે જાણો જ છો મે આ મીટીંગ શા માટે બોલાવી છે, થોડાં કેટલાક સમયમાં એવા રહસ્યમય કેસ આપણી સામે આવ્યા છે જેને આપણે લોકો ઉકેલી નથી શકયા ” દિગ્વિજય સિંહે કહ્યું 

તેણે પાટીલ ને ઈશારો કર્યો અને લાઈટ બંધ કરવા કહ્યું અને પ્રોજેકટર ચાલુ કરી ને કહ્યું, “આ હુસેન મડૅર કેસ એક પ્રી-પ્લાન મડૅર,  કમિશનર આર.જે.મિશ્રા મડૅર કેસ ” 
 
“અને હાલમાં જ મારી પર પણ હુમલો થયો છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

આ વાત સાંભળતા જ બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા, કારણ કે કોઈ ને આ વાત ની જાણ ન હતી.

“પણ ચિંતા કરવા ની કોઈ વાત નથી, મને એક એવી કડી મળી છે જે આ બધા કેસને એકસાથે ઉકેલી શકે છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“કેવી કડી સર ? ” એક ઈન્સ્પેકટર એ કહ્યું 

“રઘુ - જેણે મારા પર હુમલો કર્યો અને હોના હો બીજા બે કેસ સાથે પણ એનો સંબંધ છે અને મને જાણકારી મળી છે કે રઘુ કયાં મળશે એટલા માટે આપણે તેને પકડવા જાળ પાથરવો પડશે” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર કયાં મળશે એ? ” એક ઈન્સ્પેકટર એ કહ્યું 

“ચોકબજાર ની ગલી મા આવેલા સન્નો બાઈ ના કોઠા પર, તમારા માં કોઈ પાસે કોઈ પ્લાન હોય તો જણાવો ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર આપણે તે ચોરબજાર મા વોચ ગોઠવયે અને જેવો રઘુ આવે તેને દબોચી લઈએ. ” એેક ઈન્સ્પેકટર એ કહ્યું 

“પ્લાન તો સારો છે પણ એક વાત ભૂલી રહ્યા છીએ આપણે સન્નો બાઈ નો કોઠો ચોરબજાર ની ગલીઓમાં છે અને તમે જાણો છો ચોરબજાર ની ગલીઓ એક ભૂલભૂલયાં છે આપણે એ ગલીઓ થી એટલાં વાકેફ નથી પણ રઘુ માટે એ અજાણ નથી એટલે જો રઘુ એ ગલીઓમાં આપણને ગૂંચવી ને જતો રહ્યો તો એને ફરી પકડવો મુશ્કેલ છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર આપણે એ કોઠા પર જ રેડ પાડી એ તો.... ” બીજા એક ઈન્સ્પેકટર એ કહ્યું 

“તો એ આપણી સૌથી મોટી ભૂલ હશે કારણ કે આમ કરવાથી રઘુ એલર્ટ થઈ જશે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“તો સાહેબ તમે કોઈ પ્લાન બતાવો ” પાટીલે કહ્યું 

“મારી પાસે એક પ્લાન છે, ચોરબજાર મા સૌથી વધુ જુગારીઓ અને શરાબી જ આવે છે, આપણે બધા પણ એવા બનીને  સન્નો બાઈ ના કોઠા પર જશું અને રઘુ ની રાહ જોશું, જયારે રઘુ અંદર આવશે એટલે આપણે તેની આસપાસના ટેબલ પર એને ખબર ન પડે એ રીતે ગોઠવાય જશું અને તેને ચારે તરફ થી ઘેરી લેશું, જેવો મોકો મળ્યો તેની ફરતે બધી બાજુએથી ગન લઈ ને તેને પકડી લેશું, આપણે રઘુ ને અંદર જ દબોચી લેશું પણ સેફ્ટી માટે આગળ અને પાછળ ની ગલીઓમાં આપણા ઓફિસર ને ગોઠવી દેશું એટલે તેને ભાગવાનો અવસર નહીં મળે. ” દિગ્વિજય સિંહે પોતાનો પ્લાન બતાવતા કહ્યું

બધા આ પ્લાન થી સહમત હતા કારણ કે રઘુ ને કોઠા ની અંદર પકડવામાં જ ફાયદો હતો, દિગ્વિજયસિંહે બે ઈન્સ્પેકટર ને સાદા કપડા પહેરીને ચોરબજાર મા કોઠા ની આજુબાજુ બધું જાણવા મોકલી દીધા, દિગ્વિજયસિંહ માટે આ ગોલ્ડન ચાન્સ હતો જો રઘુ ને તે પકડી લે તો એક રહસ્ય તો એની સામે ઉજાગર થવાનું જ હતું. અરે એક શું ઘણા રહસ્યો ઉજાગર થવાના હતા અને તમે તો જાણો જ છો મારી એક ખરાબ આદત છે, હું એક રહસ્ય ઉજાગર કરું તો પાછા કેટલાય નવા રહસ્યો તમારી આગળ લાવી ને રાખું છું, તો રઘુ ના પકડાઈ જવાથી અત્યાર સુધી અકબંધ ત્રણ રહસ્યો માંથી બે તો ઉજાગર થશે પણ દિગ્વિજય સિંહ ને શૌર્ય વિશે પણ જાણવા મળશે પણ હુસેન મડૅર કેસ થકી નહીં પણ એક નવી જ રીતે અને દિગ્વિજય સિંહ ને શૌર્ય માટે થોડું માન પણ થશે પણ તમે વિચારતા હશો કે વળી એવો તો શું વળાંક આવશે કે આવું થશે , તો એ જાણવા માટે તો આગળ ના ભાગ વાંચવા પડશે, અરે હા પ્રીતિ નો બર્થડે પણ છે તો શૌર્ય શું ગીફ્ટ આપશે, તમને કોઈ આઈડીયા આવે તો મને મેસેજ કરી ને જાણાવો કારણ કે છોકરીઓ ને શું ગીફ્ટ આપવું એનો મને કોઈ અનુભવ નથી અને હા આગળ ના ભાગમાં આપણે શૌર્ય ની કંપની ની પણ મુલાકાત લેશું તો બસ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED