અતુટ દોર નુ અનોખું બંધન -13 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ દોર નુ અનોખું બંધન -13

કૃતિ હવે થોડા થોડા દિવસે ઘરે આવવા લાગી છે. એક દિવસ નીર્વી તેના સાસુને સામેથી કહે છે કૃતિ અને નિહારભાઈ બંને એકબીજાને પસંદ કરે છે. આ બાબતે નિહારભાઈએ મને અને નિસર્ગ ને બધી વાત કરી હતી.

અમારૂ તેની સાથે મળવાનું પણ નક્કી થયું હતુ પણ અચાનક આગલા દિવસે નિસર્ગ તેને મળવાની અને આ સંબંધ આગળ વધારવાની પણ ના પાડી દીધી હતી. પણ તેણે મને તે દિવસે કહ્યું હતુ કે હુ તને નિહાર ના કૃતિ સાથે સંબંધ માટે કેમ ના પાડે છે એ કહીશ પણ એ દિવસથી હજુ સુધી એ ઘરે આવ્યા નથી.હવે આ સંબંધ માં આગળ શુ કરવુ એ તમે વડીલો સમજી વિચારી ને જે નિર્ણય લેવો હોય તે લેજો.

એમ કહીને નીર્વી ઓફીસ જવા નીકળે છે. પહેલા તો નીર્વી નિસર્ગ સાથે ઓફીસ જતી જ હતી પણ પછી તે મા બનવાની છે ખબર પડતા તે નહોતી જતી. પણ નિસર્ગ ની સાથે આવુ થતા તે દરરોજ ઓફીસ જતી કારણ કે તે નિસર્ગ ના આટલી મહેનતથી કરેલા બિઝનેસ ને બંધ કરાવવા નહોતી માગતી.

               *       *        *        *       *

નીર્વી ના સાસુ સસરા હવે તેમના પરિવાર માં નિહાર માટેની આ વાત કરે છે. બધાને આ બધી નીર્વી એ કહેલી વાત કરતાં તેઓ કહે છે હવે સાચુ કારણ તો નિસર્ગ જ જાણે છે પણ અત્યારે આના ઉપાયરૂપે આપણે તેના પરિવાર વાળાને અહી બોલાવીએ અને પછી આપણે પણ ત્યાં જઈએ. પછી આગળ જોઈએ.. કેવુ લાગે છે બધુ....

એમ કરીને નીર્વી ના સાસુ રાત્રે નિહાર ને કહે છે કે કૃતિને એના પરિવાર સાથે આપણા ઘરે મળવા આવવા માટે કહેવાનુ કહે છે.

બીજા દિવસે કૃતિ તેના મમ્મી પપ્પા અને તેનો ભાઈ ત્યાં ભલ્લા હાઉસ આવે છે. તેના મમ્મી તો આટલો મોટો બંગલો અને પરિવાર ને જોતાં જ રહે છે. પછી બધા અંદર આવે છે બધા તેમની સાથે વાતો કરે છે.

પછી એ લોકો ઘરે બધા જે તે વાત કરીને આગળ માટે જવાબ આપશે એવુ કહીને તે લોકો ઘરે જાય છે.

બધાને એ લોકો સારા લાગે છે પણ સાચી  નીર્વી ને બોલાવીને કહે છે મને તો કૃતિ ના મમ્મી થોડા લાલચુ લાગે છે. એ આપણુ અહીની સુખ સાહ્યબી જોઈ અંજાઈ ગયા હોય એવુ લાગે છે.

નીર્વી : એ તો મને પણ લાગ્યું અને નિસર્ગ મને ના કહેતા હતા એટલે કંઈક તો હશે જ કારણ કે કોઈ કારણ વિના મને ના કહે જ નહી કારણ કે તે નિહારભાઈ ને બહુ પ્રેમ કરે છે એટલે તે એમને દુઃખ થાય એવુ કંઈ જ ના કરે.

સાચી : કંઈ નહી  જોઈએ મોટા લોકો શુ વિચારે છે અને એમના ઘરે એકવાર જઈ આવીએ એટલે ખબર.

બીજા દિવસે બધા કૃતિ ના ઘરે જવાનું નક્કી કરે છે. તેઓ ત્યાં જાય છે તો જુએ છે કે મિડલ ક્લાસ ફેમિલી છે. અને તેમને કહ્યું કે આ અમારા ઘરે એક મહિના પહેલા જ રહેવા આવ્યા છે એટલે અહી અમને ખાસ કોઈ ઓળખતુ નથી.

બધાને લાગ્યું કે ભલે મિડલ ક્લાસ છે પણ છોકરી સારી છે અને બંને ને એકબીજાને ગમે છે તો વાધો નહી. આમ પણ આપણે બધુ તો છે આપણે કંઈ લેવાની આશા છે.

એટલે બધા ની હા પડી જાય છે. પણ કૃતિ ના મમ્મી કહે છે કે સગાઈ અને લગ્ન સાથે જ રાખીશું. આમ પણ બંને એકબીજાને ઓળખે જ છે. મારા ભાઈ કેનેડા થી આવવાના છે એટલે તેમની હાજરીમાં જ બધુ થઈ જાય. થોડું વિચારીને બધા હા પાડે છે.

પણ સાચી  અને નીર્વી ને આ ઠીક લાગતુ નથી . બધી ઉતાવળ થઈ રહી હોય એમ લાગી રહ્યું છે પણ અત્યારે ના કહેવા તેમની પાસે કોઈ સાબિતી કે કારણ પણ નથી. એટલે બંને હવે કંઈક તો છે આની પાછળ એ શોધવાનુ છે એમ નક્કી કરે છે અને સાચી નીર્વી ને કહે છે મારે તને એક વાત કહેવાની છે જે મને પરીએ કહી છે કે આખરે બધુ શુ બન્યું હતુ . પ્રથમ કેમ નિસર્ગ થી નારાજ થયો હતો.

                *        *        *       *       *

સાચી પરી અને નીર્વી ને લઈને ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા લાવી છે. બંનેને બધુ સારૂ કહે છે ડોક્ટર ચેકઅપ કરીને એટલે સાચી કહે છે આપણે એક જગ્યાએ જઈએ. બધી જ વાત કરીએ.એટલે તે લોકો એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં જાય છે.

પરી : પ્રથમ એ કહ્યું કે મને મમ્મી ના ઘરે ગયા પછી બીજા દિવસે મારા સાસુ ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે આજકાલ તો નિસર્ગ નીર્વીને બહુ જલ્દી  ફરવા લઈ જાય છે. આમ તો તેની પાસે એટલા પૈસા નથી તો ક્યાંથી આવ્યા આટલા રૂપિયા તે કંઈ ખોટા કામ નથી કરતો ને??

પ્રથમ એ કહ્યું હતુ કે એવુ ના હોય મમ્મી નીર્વી ની તબિયત સારી નથી એટલે લઈ જાય એમાં શુ અને દરેક જણ પોતાની પત્ની અને બાળક માટે તો બધુ કરે જ ને..

એટલા માં નિધિ એ આવીને કહ્યુ હતુ કે, ભાઈ મે નિસર્ગભાઈને  કોઈની સાથે વાત કરતા સાભળ્યા હતા . તે કંઈક આપણા જ્યુસ ના બિઝનેસ ની વાતો કરતા હતાં અને કહેતા હતા કે આપણો પપ્પાએ ઉભો કરેલો બિઝનેસ પોતાના નામે કરવા માગે છે. એના માટે તેમણે કોઈને કોઈ કાગળો પર સહી કરવા બોલાવ્યા છે.

તમને વિશ્વાસ ના આવતો હોય તો હમણાં જોઈ લેજે.

થોડી વાર માં કોઈ ત્યાં બધા કાગળો લઈને આવ્યું હતુ નિસર્ગ ભાઈએ સહી કરી અને કહ્યું હતુ કે હવે બધુ મારા નામ પર થઈ જશે ને??

પેલા આવેલા ભાઈએ કહ્યું કે હવે આ બિઝનેસ નુ બધુ જ તમારા નામે.

એટલે પ્રથમ ને કહેલી વાત પરથી એની શંકા વિશ્વાસ માં ફેરવાઈ ગઈ.

નીર્વી : તો આ વાત નો નિધિ અને નિલમ આન્ટીએ સંબંધો માં તિરાડ પડાવવામા ઉપયોગ કર્યો ?? એ વાત શુ છે એ હુ તને કહુ પણ આ બાબતે થઈ ને પ્રથમ એ નિસર્ગને ગુમ કરાવી દીધો ??

પરી ના એવુ નથી પ્રથમ એ કંઈ નથી કર્યું. આ માટે બીજું જ કોઈ જવાબદાર છે , કોણ હશે એ??

કોણ હશે આની પાછળ ?? નિધિ ?? કે બીજું કોઈ ??
જાણવા માટે વાચતા રહો અતુટ દોર નુ અનોખું બંધન  -14

next part ............. publish soon ..................