અતુટ દોર નુ અનોખું બંધન -3 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ દોર નુ અનોખું બંધન -3

આજે સવારથી સાચી થોડી નર્વસ છે. તે કોણ જાણે આજે શાશ્વત ને બહુ મિસ કરે છે.  ભલે બંને એ એકબીજા ને ક્યારેય ફ્રેન્ડથી વધારે લાગણી બતાવી નથી.

તે એવુ વિચારે છે કે તે છોકરો શાશ્વત જેવો હશે. તેના જેવો સ્વભાવ હશે કે નહી આજે તેને આવા વિચારો આવે છે. તે પાછી મનમાં જ કહે છે હુ શુ કામ તેની સાથે કોઈ ની સરખામણી કરૂ છુ તે ફક્ત મારો સારો ફ્રેન્ડ છે.

તે આમ વિચારતી બેઠી છે ત્યારે પાછળ થી પરી અને નીર્વી આવીને તેને હેરાન કરે છે. રોજ બધાને કરનારી સૌથી શૈતાની સાચી આજે પહેલી વાર આ લોકોની હરકત થી થોડી ચિડાઈ જાય છે એટલે પરી અને નીર્વી એકબીજાની સામે જોઈને ઈશારામા પુછે છે કે આને શુ થયુ?? બંને ને કઈ ખબર નથી એટલે તેની બાજુમાં આવીને બેસી જાય છે.

પછી બંને તેને કહે છે સાચુ આજે છોકરો જોવા જવાનું છે એટલે નર્વસ છે ?? એમ કહીને પરી અને નીર્વી એકબીજા સામે જોઈને હસે છે. એટલે સાચી ખીજાઈને કહે છે ચુપ થઈ જાઓ બંને. એટલે બંને સાચુ કારણ પુછે છે.

સાચી શાશ્વત વિશે જે વિચારે છે કહે છે બંનેને. બંને પુછે છે તેને કે તને શાશ્વત ગમે છે??

સાચી : મને એ જ સમજાતુ નથી. મને તે ગમે છે કે ફક્ત એ આકર્ષણ છે એ જ નથી ખબર. અને એના મનમાં મારા માટે શુ છે એ પણ નથી ખબર.

નીર્વી : એક કામ કર. આજે આપણે ત્રણેય છોકરા જોઈ આવીએ બધાની ઈચ્છા છે તો . આમ પણ આપણે તો અત્યારે એમ જ છોકરા જોઈએ છીએ ને હાલ આમ પણ મારી તો મેરેજ ની બહુ ઈચ્છા નથી.

પરી : પણ મારે તો મેરેજ કરવા છે. તુ કેમ ના પાડે છે નીર્વી??

નીર્વી : નાની એ મારા માટે આટલું કર્યું છે. તેમને આ ઉંમરે એકલા મુકીને હુ કેવી રીતે જઈ શકુ? તેમની તબિયત પણ હવે ઉમર ને કારણે સારી નથી રહેતી. બાકી બીજું તો કોઈ કારણ નથી....અને પરી આપણે જોઈ આવીએ પછી તને જો શાશ્વત ગમતો હોય તો આગળ રિલેશન માટે તેની સાથે ફ્રેન્કલી વાત કરજે....એવુ હશે તો અમે તને હેલ્પ કરશુ...

એટલે જ તો હજુ કોઈએ તે છોકરાઓ ના નામ પણ પુછ્યા નથી અને તેમના ફોટો પણ પહેલા જોવાની ડિમાન્ડ કરી નથી. કારણ કે કોઈ ને અત્યારે મેરેજ માટે  ઉતાવળ નથી.

ત્રણેય સારૂ કહીને છુટા પડે છે અને બપોરે છોકરા જોવા જવા માટે ત્રણેય બે વાગે પરીના ઘરે તૈયાર થઈને જવાનું નક્કી કરે છે.

                *       *        *       *       *

એક મસ્ત મોટો આલિશાન બંગલો છે...બહાર મોટા અક્ષરે લખ્યું છે..." BHALLA HOUSE "

બહાર સિક્યુરિટી ગાર્ડસ ઉભા છે. ત્યાં જ બરાબર ચાર વાગે સાચીના પપ્પાની ગાડી પહોંચે છે. તેમાંથી ત્યાં બંગલા ના ગેટ પાસે જ ત્યાં સરસ તૈયાર થયેલી નાજુક એવી ત્રણ અપ્સરા ઓ ઉતરે છે. અને સાથે જ પાછળ બીજી ગાડીમાં બીજા વડીલો ઉતરે છે.

આજે નીર્વી, સાચી અને પરી ત્રણેય મસ્ત લાગી રહી છે. તેમને જોઈને ગાર્ડઝ ને મળેલ અગાઉ સુચના મુજબ તે ગેટ ખોલીને તેમનુ સ્વાગત કરે છે અને અંદર જવા માટે કહે છે.

અંદર જઈને જુએ છે તો મોટો વિશાળ ડ્રોઈંગરૂમ છે. મસ્ત અત્યાધુનિકતા થી તે સજાવેલો છે. ત્યાં જુએ છે તો સોફા પર બધા પરિવાર જનો બેઠેલા છે તેમાં ત્રણ જેન્ટસ અને ચાર લેડિઝ છે. તેમાં ઘરના વડીલ એવા એક દાદી છે. બીજા બધા કદાચ છોકરાઓ ના મમ્મી પપ્પા લાગી રહ્યા છે.

બધા ને જોઈને તેઓ તરત ઉભા થઈ જાય છે અને હર્ષભેર આવકારે છે. પછી બધા થોડી વાતચીત કરે છે અને ત્રણેય ને અમુક પ્રશ્નો પુછે છે. એ સરસ જવાબો આપે છે. પણ આ લોકો તેમના કોઈ છોકરાઓ તો દેખાતા નથી એના માટે આમ તેમ નજર કરી રહ્યા છે.

હજુ તેમને તો ખબર પણ નથી કે તેમને કોને કયો છોકરો જોવાનો છે. તેમને આમ તેમ જોતા જોઈ દાદી કહે છે , મને તો આ ત્રણેય દીકરી ઓ ગમી ગઈ છે. પણ હવે આ છોકરાઓ ને એકબીજાને પસંદ આવવા જોઈએ. એમ કહીને તે એક સર્વન્ટ ને તેમને બોલાવવા માટે કહે છે.....

                  *      *       *       *       *

અરીસા સામે એક છોકરો ઉભો છે અને વાળ સરખા કરી રહ્યો છે . ત્યાં જ બીજો ભાઈ મોબાઈલમાં ગેમ રમતા રમતા કહે છે પ્રથમ હવે બહુ થયું...આટલું તો છોકરીઓ પણ તૈયાર થવામાં વાર ના કરે !!!

ભાઈ નિસર્ગ તારે  લગ્ન નથી કરવા મને તો બહુ ઉતાવળ છે કહીને હસે છે...શુ ભાઈ થોડી એન્ટ્રી તો પડવી જોઈએ કે નહી તારી ભાભી સામે એમ કહી પ્રથમ નિસર્ગ ને તાલી આપે છે.

નિસર્ગ : અને આ જો છોટુ આપણને ફસાવીને એ તો ઓફીસ ની મીટીંગ માં જતો રહ્યો છે ખબર નહી હવે ક્યારે આવશે. ત્યાં સુધી એ લોકો આવી જશે તો આપણે તો જવુ જ પડશે ને !! એને આવવા દે ઘરે પછી વાત....એવુ બોલતો હતો નિસર્ગ કે કોઈ તેમનો રૂમ નોક કરે છે.

પ્રથમ ડોર ખોલે છે તો સામે શામજીકાકા હતા જે તેમના ત્યાં વર્ષોથી કામ કરે છે તે સૌથી જુના અને વફાદાર માણસ છે. તેમને આ બધાને નાનાથી મોટા કર્યા છે તેમને એ બહુ રાખતા.છોકરાઓ પણ તેમને બહુ માન આપતાં.

એટલે જ તે હસીને કહે છે દીકરાઓ જાઓ જલ્દી તમારી પરિક્ષા નો ટાઈમ થઈ ગયો છે... મહેમાનો આવી ગયા છે..મને તો લાગે છે કે તમને પણ ગમશે જ..એવુ કહે છે એટલે બંને એકબીજા સામે જુએ છે અને પછી ફટાફટ નીચે હોલમાં આવે છે.

શુ થશે આગળ ?? ત્રણેય ને ગમશે એકબીજાને? કે પછી કોઈ એક કે બે ને ગમે અને સાચી શુ કહેશે???

જાણવા માટે વાચતા રહો , અતુટ દોર ને અનોખું બંધન -4

next part...... will be publish soon..............