અતુટ દોર નુ અનોખું બંધન -4 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતુટ દોર નુ અનોખું બંધન -4

પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેય ના ફેમિલી નો એકબીજા સાથે પરિચય કરાવે છે.

પરીની મમ્મી સાચીની મમ્મી ને ઈશારામા કહે છે કે આ તો બે જ છોકરા છે ત્રીજો ક્યાં છે??

તેમના દાદી બહુ જ ચાલાક છે તેમને કોઈ ના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે. તે તરત કહે છે અમારા એક દીકરા ને ઓફિસમાં થોડું અરજન્ટ કામ આવી ગયુ છે તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહી.

તે કહે છે તેનુ આજે બાકી રાખીને પ્રથમ અને પરીને , નીર્વી અને નિસર્ગ ને વાત કરાવી દઈને એમનો નિર્ણય તો જાણી લઈએ.

જાણે એમના ઘરે તો બધુ ફિક્સ અને બધાને સારી રીતે જાણે જ છે એવું લાગી રહ્યું છે. એટલે આ લોકો નવાઈ થી એકબીજા ની સામે જુએ છે.

પછી પ્રથમ અને પરી પ્રથમ ના રૂમમાં અને નીર્વી અને નિસર્ગ એ નિસર્ગ ના રૂમમાં જાય છે.

પ્રથમ અને પરી બંને બેસી ને થોડી વાતો કરે છે. પ્રથમ તેના પપ્પા નો જ્યુસ મેકિંગ નો બિઝનેસ સંભાળે છે. તેની એક બહેન છે જે તેનાથી નાની છે કોલેજ કરે છે. બાકી તેની થોડી વાતો અને ફ્યુચરમાં તેની ઈચ્છા વિશે વાત કરે છે. અને પરી પણ તેના વિશે બધી વાત કરે છે.

દેખાવમાં તો પરી જેટલી દેખાવડી હતી તેટલો જ પ્રથમ પણ હટકે હતો. પ્રથમ કહે છે મે એવુ સાભળ્યુ છે કે તમને ત્રણેય ને ગમશે તો જ તમે મને પણ હા પાડશો?? ત્રણેય એક જ ઘરમાં મેરેજ કરશો?? પણ ધારો કે કોઈ એક ને નહી ગમે તો??

પરી : એતો અમે હાલ વિચાર્યું નથી. એવુ કંઈ હશે તો વિચારશુ આગળ....

પછી બંને રૂમમાં થી બહાર આવે છે. બંનેને તો એકબીજાને પસંદ આવી ગયા છે.

               *      *       *       *       *

નિસર્ગ ( તેના રૂમમાં નીર્વી સાથે બેઠો છે.) :  તારી અત્યારે મેરેજ કરવાની ઈચ્છા છે?? એવો ડાયરેક્ટ પ્રશ્ન પુછે છે

નીર્વી : કેમ તમારે નથી કરવા મેરેજ ??

નિસર્ગ : ના એવુ નથી. પણ હુ તને કોઈ અંધારામાં નથી રાખવા ઈચ્છતો. અમે બધા એક સાથે એક ઘરમાં રહીએ છીએ પણ અમારા બધાના બિઝનેસ અલગ છે. અમારા ફેમિલીમાં મમ્મી, પપ્પા, અને મારો એક નાનો ભાઈ છે. ભાઈ કોલેજ કરે છે અને પપ્પાની તબિયત એટલી સારી નથી રહેતી તેથી તે ઘરે જ છે અને મે એક વર્ષ પહેલાં જ કોલેજ પુરી કરીને મારો સોફ્ટવેર નો બિઝનેસ ચાલુ કર્યો છે તેમાં સારૂ છે પણ હજુ કદાચ સ્ટેબલ થઈને સેટલ થતા મને બે વર્ષ તો લાગશે. જેથી આપણા લગ્ન થાય તો પણ હુ ઈકોનોમિકલી રીતે એટલા તારા સપના હાલ પુરા ના કરી શકુ.

ઘરની બધી જવાબદારી મારા માથે છે. પછી કદાચ તમે ત્રણેય ફ્રેન્ડ મેરેજ પછી સાથે હોય અને તને એમ થાય કે મારી પાસે એટલા પૈસા નથી જેટલા તારી બીજી બે ફ્રેન્ડ પાસે છે એટલે હુ સુખી નથી. એવુ તને ના લાગે. બાકી મને તારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી.

નીર્વી : હુ પણ મારા નાનીને કારણે જ અત્યારે ના પાડુ છુ એમ કહીને તેની બધી વાત કરે છે.

બંને બધાના જવાબ આવ્યા પછી ફરી એકવાર મીટીંગ કરીને નક્કી કરશે એમ કહીને નીચે હોલમાં આવે  છે.

                 *      *      *      *      *

હવે હોલમાં બધા બેઠા છે ત્યારે એવુ નક્કી થાય છે કે પરમદિવસે  સવારે છોકરાઓ ના ફેમિલીવાળા બધા સાચી એ લોકોના ઘરે જશે...સાચી ને પણ એમનો દીકરો એ દિવસે મળી લેશે.  અને પછી બધા ચા નાસ્તો ને ઔપચારિકતા પતાવીને છુટા પડે છે.

                  *       *      *       *      *

આજે સાચી કોલેજમાં બ્રેકમા એકલી બેસી છે અને મોબાઈલમાં સોન્ગ સાભળી રહી છે. પાછળથી શાશ્વત આવીને સાચીની બાજુમાં બેસે છે પુછે છે શુ થયું કેમ આમ મો લટકાવીને બેઠી છે. કંઈ ની યાર કેટલા મોટા થઈ ગયા. કેટલી મસ્ત લાઈફ હતી...અને હવે આ શુ સગાઈ ને....બોલતા બોલતા અટકી જાય છે.

શાશ્વત : શુ થયુ ?? કોની સગાઈ થવાની છે ?? કેમ બોલતા બોલતા અટકી ગઈ??

સાચી : કંઈની  એમ જ.

શાશ્વત : કેમ તારે મેરેજ નથી કરવા?? કે તને બીજું કોઈ ગમે છે ??

સાચી : એવુ કંઈ નથી. પણ મને બીજું કોઈ ગમે છે એ પણ સમજાતુ નથી. સાચી ગઈકાલે છોકરો જોવા ગયેલા તેની બધી વાત કરે છે.

શાશ્વત : નીર્વી અને પરીને છોકરા ગમ્યા કે નહી??

સાચી : પરીની તો હા છે . સાચી ની એમ તો હા છે પણ એ હજુ એક વાર મળવા ઈચ્છે છે. અને મને કાલે જોવા આવાના છે પણ હુ શુ જવાબ આપીશ??

શાશ્વત : કાલે જોઈને મળી લે પછી ના ગમે તો તારા ફ્રેન્ડ ને વાત કરજે જે તને ગમે છે.

સાચી (મનમાં ) : મને તો લાગે છે કે શાશ્વત ને મારા માટે એવી કોઈ ફિલીગ નથી લાગતી એટલે જ તો હુ એને મારી સગાઈ નુ કહુ છુ તો પણ કંઈ ફેર નથી પડતો.

સારૂ હવે કાલ પર રાખીએ કહીને બંને લેક્ચર માં જાય છે.

                *       *        *       *      *

આજે દસ વાગે મહેમાનો આવવાના છે એટલે ત્રણેય ના ફેમિલી સાચીના ઘરે સવારે ભેગા થયા છે. એટલા માં અચાનક શાશ્વત સાચીના ઘરે આવે છે મહેમાનો આવે એ પહેલા...

સાચી :  આવ. પણ પહેલી વાર અને અત્યારે અહી કેમ??

શાશ્વત : હા એમ જ આવ્યો છું.  આ તો હુ વિચારતો હતો કે તને છોકરો જોવા આવાનો છે તો હુ પણ એને જોવા આવ્યો કેવો છે. તને પ્રોબ્લેમ હોય તો જતો રહુ.

સાચી : ( મનમાં ) હુ માડ તારા વિચારોમાંથી બહાર આવવા ઈચ્છુ છુ અને તુ મારી સામે આવ્યો છે હુ બીજા કોઈને કેવી રીતે હા પાડી શકીશ.

ના વાધો નહી એમ કરીને પરી , નીર્વી અને બધા સાથે બેસીને વાતો કરે છે અને સાચી એના પેરેન્ટ્સને શાશ્વત ને તેના ફ્રેન્ડ તરીકે ઓળખાણ કરાવે છે.

એટલા માં બધા મહેમાનો આવે છે. અને પ્રથમ અને નિસર્ગ પણ આવ્યા છે પણ આજે પણ બધા સાથે ત્રીજો કોઈ છોકરો નથી.

સાચીને જોવા આજે પણ કોઈ આવ્યું કેમ નથી??  શુ હશે કારણ ??  અને શાશ્વત ના મનમાં સાચી માટે પ્રેમ હશે એટલે તેના ઘરે આવ્યો હશે??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -5

next part............. publish soon........................