Atut dor nu anokhu bandhan - 12 books and stories free download online pdf in Gujarati

અતુટ દોર નુ અનોખું બંધન -12

સવારે આજે પરી ઉઠી નથી. ઘડિયાળ માં આઠ વાગી ગયા છે. પ્રથમ ઉઠીને જુએ છે તો તે પરીને ઉઠાડે છે. તારી તબિયત તો સારી છે ને??

પરી : તને શુ ફેર પડે છે પ્રથમ ??? આજકાલ તો તુ મને કંઈ કહેતો પણ નથી કે ક્યાં જાય છે તે જણાવવુ પણ જરૂરી નથી સમજતો તો મારે તને શુ કહેવું???

પ્રથમ : સોરી બકા. કાલે તો મારૂ પાર્ટીમાં જવાનું કંઈ નકકી નહોતું. અને ફોન આવ્યો તો મે ના જ પાડી હતી પણ પછી છેલ્લે વિરાટ આવીને મને પરાણે ત્યાં લઈ ગયો. અને મે વિચાર્યુ ત્યાં જઈને કોલ કરીશ પણ ત્યાં નેટવર્ક નો  પ્રોબ્લેમ હતો અને અવાજ પણ બહુ સરખો આવતો નહોતો.

પરી : એ તો ઠીક છે પણ તુ મને નિસર્ગભાઈ એ શુ કર્યું એની પુરી વાત કરીશ ???

પ્રથમ : એ બધુ તારે જાણીને કંઈ ટેન્શન નથી કરવાનુ એ હુ મારી રીતે બતાવી દઈશ.

પરી : આજે તો તારે મને અહીંથી ગયા પછી શુ થયુ મને બધુ જ કહેવું પડશે..મને વાત ની ખબર પડતાં તો નીર્વી સાથે પણ બહુ વાત નથી કરતી અને તુ પણ મને કંઈ ના કહે તો મારે શુ કરવાનું.

પ્રથમ : સારુ હુ તને બધી વાત કહુ છુ........

                *        *        *         *        *

આજે નિસર્ગ ના ગયા ને એક મહીનો થઈ ગયો છે. હજુ કોઈ સમાચાર નથી.નીર્વી ના તો રડીને ખરાબ હાલ થઈ ગયા છે . પ્રથમ હજુ પણ એ લોકો સાથે સરખી રીતે વાત કરતો નથી.

હવે નીર્વી ના પરિવાર ને પણ એમ લાગી રહ્યું છે કે આના પાછળ પ્રથમ નો હાથ છે. એટલે એ લોકોએ પ્રથમ સાથે બોલવાનું બંધ કરી દીધું છે. પ્રથમ ના કારણે પરી અને નીર્વી
ના સંબંધો પણ થોડા ખરાબ થયા છે.

હવે સાચી અને દાદી આ બધુ સત્ય જાણવા માટે કામ કરી રહ્યા છે. અને હવે શાશ્વત પણ જે એક મહિના માટે યુ.એસ. ગયો હતો તે આવી ગયો છે. તેને પણ આ બધી ખબર પડતાં તે સત્ય જાણવા સાથ આપી રહ્યો છે.

નીર્વી ને અત્યારે સાતમો મહિનો ચાલુ થયો છે તેથી એના શ્રીમંત માટે વાત થાય છે. પણ તે બધુ કંઈ પણ કરવાની ના પાડે છે. નિસર્ગ વિના તે રડીને પાગલ જેવી થઈ ગઈ છે. પોલીસ પણ હજુ સુધી કંઈ કરી શકી નથી .

                *         *         *         *         *

એક દિવસ સવારે ડોરબેલ વાગે છે દસ વાગ્યા હતા. નીર્વી તો જાણે કોઈ પણ આવે તો તે નિસર્ગ હશે એમ માની એજ પહેલા જતી. તેને દરવાજો ખોલીને જોયુ તો એક સુંદર , લાબા વાળ, અને પંજાબી ડ્રેસ માં એક છોકરી ઉભી છે. નીર્વી ને તેને ક્યાંક જોઈ હોય તેવુ લાગે છે. પણ યાદ નથી આવતુ.

એ છોકરી સામેથી કહે છે ભાભી....શુ થયુ ??? ઓળખાણ ના પડી ??

નીર્વી : ના સોરી... પણ મને યાદ નથી આવતુ...

છોકરી : હુ તમારી થનાર દેરાણી કૃતિ... યાદ આવ્યું ??

નીર્વી : હા ,પણ ફોટા માં જોયા હતા એટલે એકદમ યાદ ના આવ્યું. અને તમે અત્યારે અહી ??? નિહાર ભાઈ તો નથી ઘરે.

કૃતિ : હા ભાભી મને ખબર છે હુ તમને લોકોને જ મળવા આવી છુ.તમારી તબિયત કેવી છે?? મે તમારા હસબન્ડ ના સમાચાર સાભળ્યા બહુ દુઃખ થયુ .

નીર્વી : મને તેના પર પુરો વિશ્વાસ છે એ મને આમ મધદરિયે છોડીને ક્યાંય ના જાય... જરૂર એ કોઈ મુસીબત માં છે નહી તો એ આમ અમારા થી દુર ક્યારેય ના જાય.

કૃતિ :  બધુ સારૂ થઈ જશે...

નીર્વી ( મનમાં વિચારે છે ) : નિસર્ગ મને એ દિવસે તેમને કૃતિ સાથે નિહારભાઈની સગાઈ માટે ના પાડી હતી એનુ કારણ કહેવાના હતા. પણ કૃતિ ને જોઈને તો તે સારી લાગે છે. તો શુ કારણ હશે કે નિસર્ગ એ આ સંબંધ માટે અચાનક ના પાડી હતી??

તે હાલ તો બીજુ કંઈ કહેતી નથી પણ એટલામાં તેના સાસુ આવે છે એટલે નીર્વી તેમને મળાવે છે અને કહે છે આ નિહારભાઈની ફ્રેન્ડ છે.

નીર્વી ના સાસુ કહે છે, બેસ બેટા. કેમ છે?? અને થોડી નોર્મલ વાતચીત કરે છે....

થોડી વાર પછી કૃતિ ઘરે જવા નીકળે છે.

                    *        *       *       *       *

એક ખુરશીમાં દોરડાથી કસીને હાથ અને પગ બંધાયેલા છે. મોઢા પર પણ પટી મારેલી છે.અને તે સામે ઉભેલા વ્યક્તિ જે પડછંદ કાયા અને મોટી મુછોવાળો એક બિહામણો દેખાય છે તેને ભુખ લાગી છે તેવો ઈશારો કરી રહ્યો છે.

એટલે તે માણસ તેની મો પરની પટી અને હાથ ખોલે છે એટલે પેલો વ્યક્તિ બાજુના રૂમમાં થી જમવાનું લઈ ને આપે છે.

બંધાયેલી વ્યક્તિ : તમે મને એટલું તો કહો તમે આ બધુ કોના કહેવા મુજબ કરી રહ્યા છો?? મારે તો કોઈ સાથે દુશ્મનાવટ નથી. અને તમે મને એક મહીના થી બાધી રાખ્યો છે. જમવાનુ ઘર જેવુ સારૂ આપો છો...ઉઘવા માટે સારી પથારી આપો છો...આ બધાનુ મારે શુ સમજવુ?? મને અહીંયા આવી રીતે રાખવાનુ કારણ તો કહો ?? તેની આંખો માં આસુની ધારા વહી રહી છે....

ચોકીદાર : તમે કોઈ સારા ઘરના લાગો છો. તમારૂ નામ નિસર્ગ ભલ્લા ને??

બંધાયેલી વ્યક્તિ : હા..કોણ આ બધુ કરે છે..તેમનું નામ તો કહો??

મે તમને કહ્યું છે એવુ કોઈને ના કહેતા તો કહુ...

નિસર્ગ : હા કોઈ ને નહી કહુ...

ચોકીદાર : તે છે કાવેરી અને કુલદીપ ....મને એમનુ કામ તો બહુ ખબર નથી. પણ તે જેને પણ અહી લાવે કોઈને મારવાનું કામ ક્યારેય નથી કરતાં તેમનું મિશન પતે ત્યાં સુધી એ વ્યક્તિ ને અહી રાખે છે અને પછી તેને છોડી દે છે.

નિસર્ગ : પણ મારી સાથે શુ કામ કરે છે આ બધુ??? તે વિચારે છે કોણ કરી શકે આવુ મારી સાથે???

કોણ હશે આ બધા પાછળ?? પ્રથમ એ પરીને શુ જણાવ્યું હશે???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -13

next part  ........... come soon...........................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED