Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 18

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ

(સિક્વલ)

પ્રકરણ ૧૮

ગંભીર પ્રશ્નો

પરંતુ ગોળો ટાયકોના કિલ્લાને પસાર કરી ગયો અને બાર્બીકેન અને તેમના બંને સાથીદારો એ તેને સ્થિતપ્રજ્ઞ થઈને જોયો એ ચમકતા કિરણો જેણે એ પર્વતના પડછાયાને જિજ્ઞાસાપૂર્વક ક્ષિતિજ સુધી લંબાવ્યો હતો.

આ તેજસ્વી ખ્યાતી શેની છે? આ ઉત્સાહી કિરણોને કઈ ભૌગોલિક ઘટનાએ આકાર આપ્યો છે? આ પ્રશ્નોએ બાર્બીકેનના મનને ઘેરી લીધું.

તેમની આંખો નીચે જ ચમકતા કિરણો દોડી રહ્યા હતા જે કિનારાથી ઉંચે ઉઠીને કેન્દ્રમાં ભેગા થતા હતા, કેટલાક લગભગ બાર માઈલ જેટલા અને બાકીના ત્રીસ માઈલ પહોળા હતા. આ ચમકતા કિરણો ટાયકોથી છસ્સો માઈલ સુધીના વિસ્તાર સુધી વિસ્તરેલા હતા અને એવું લાગતું હતું કે તે સમગ્ર પૂર્વ, ઉત્તરપૂર્વ અને ઉત્તર દિશા, અડધા ગોળાર્ધને પોતાના છત્ર હેઠળ લાવી રહ્યા છે. આમાંથી એક કિરણ નીએન્ડરના વર્તુળ સુધી લંબાતું હતું જે ચાલીસમાં મેરિડિયન પર સ્થિત હતું. બીજું જરાક વાંકું, ‘સી ઓફ નેક્ટર’ સુધીની જગ્યા ખેડી ચુક્યું હતું અને પ્યારેનીસની હારમાળાને ભેદી ચુક્યું હતું અને તે પણ આઠસો માઈલના અંતર બાદ. અન્યો ચમકતા ઝુંડ સાથે પશ્ચિમ તરફ ‘સી ઓફ કલાઉડ્સ’ અને ‘સી ઓફ હ્યુમર્સ’ સુધી વિસ્તર્યા હતા. આ ચમકતા કિરણોનું ઉદભવ સ્થાન કયું હતું જે મેદાનો ઉપરાંત પર્વતો પર પણ ચળકતા હતા, અને તે કઈ ઉંચાઈએથી આવી રહ્યા હોઈ શકે? આ તમામ એક સર્વસામાન્ય કેન્દ્ર, ટાયકોના મુખથી શરુ થતા હતા. તેઓ તેમાંથી ફેંકાતા હતા. હર્શેલે તેમના ચળકાટને લાવાના ઝરણાઓના ઠંડા થઈને ભેગા થવાને જવાબદાર ગણાવ્યું હતું આ એક અભિપ્રાય માત્ર હતો પરંતુ તેને લગભગ સ્વીકારી લેવામાં આવ્યો હતો. અન્ય અવકાશશાસ્ત્રીઓએ આ અકલ્પનીય કિરણોને એક પ્રકારના ખડક, પથ્થરોના ઢગલા કહ્યા હતા જે ટાયકોના બનવા સમયે શરુ થયા હતા.

“અને શું તેઓ એવા નથી?” નિકોલે બાર્બીકેનને પૂછ્યું જે આ વિવિધ મંતવ્યોને નકારતો હતો.

“કદાચ આ ચમકતા કિરણોની સાતત્યતા અને આટલા અંતર દૂર થતી જ્વાળામુખીની પ્રવૃત્તિ એ અકલ્પનીય છે એમ કહેવા માટે જરૂરી હતી.”

“હુહ! ભગવાનના સમ ખાઈને કહું છું!” માઈકલ આરડને જવાબ આપ્યો, “એવું લાગે છે કે મારા માટે આ કિરણોનું ઉદભવ સ્થાન સમજાવવું સરળ હશે.”

“ખરેખર?” બાર્બીકેને પૂછ્યું.

“હા ખરેખર,” માઈકલે ચાલુ રાખ્યું. “એમ કહેવું પુરતું છે કે તે એક વિશાળ સિતારો છે જે એટલોજ વિશાળ છે જેટલો પ્યાલામાં ફેંકવામાં આવેલા બોલ અથવાતો પથ્થર હોય છે!”

“અચ્છા!” બાર્બીકેને સ્મિત કરીને જવાબ આપ્યો, “અને એ પથ્થર ફેંકીને આટલી મોટી માત્રામાં ઝાટકા આપી શકવા માટે સમર્થ એ હાથ કેટલો શક્તિશાળી હોવો જોઈએ?”

“હાથ હોવો જરૂરી નથી,” નિકોલે જરાપણ ગૂંચવાયા સિવાય જવાબ આપ્યો, “અને પથ્થરની જગ્યાએ આપણે ધૂમકેતુની કલ્પના કરી જોઈએ.”

“ઓહ! પેલા બિચારા અલોકપ્રિય ધૂમકેતુઓ! બાર્બીકેને કહ્યું, “મારા હોંશિયાર મિત્ર માઈકલ, તમારી સ્પષ્ટતા ખોટી નથી પરંતુ તમારો ધૂમકેતુ નકામો છે. પરંતુ એ આંચકો જેણે એ ખાઈ ઉભી કરી છે તે ચન્દ્રની અંદરથી જ આવ્યો હોવો જોઈએ. ચન્દ્રની ધરતીની હિંસક રચના છે જેણે ઠંડા પડતી વખતે આ વિશાળ સિતારા પર પોતાની પૂરતી છાપ છોડી હશે.”

“સંકોચન, કદાચ ચન્દ્રને પેટમાં દુઃખતી વખતે થયું હશે.” માઈકલ આરડને કહ્યું.

“તે ઉપરાંત,” બાર્બીકેને ઉમેરતા કહ્યું, “એ અંગ્રેજ પંડિત નાસ્મીથનો અભિપ્રાય અને મને એવું લાગે છે કે તે આ પર્વતોમાંથી નીકળતા કિરણોનું બરોબર વર્ણન કરે છે.”

“નાસ્મીથ કાઈ મૂર્ખ ન હતો!” માઈકલે જવાબ આપ્યો.

બહુ લાંબા સમય સુધી મુસાફરો ટાયકોની અદભુતતાને થાક્યા વગર વખાણ કરતા રહ્યા. તેમનો ગોળો સૂર્ય અને ચંદ્રના બમણા વિકિરણથી ઉત્પન્ન થતી જ્યોતિમાં સંતૃત્પ થતો રહ્યો જે અગ્નિથી પ્રકાશિત એક ગોળાની માફક લાગી રહ્યો હતો. તેઓ અચાનક જ વધારે પડતી ઠંડીમાંથી અતિશય ગરમીમાં પસાર થયા. કુદરત આ રીતે તેમને ચંદ્રવાસી બનાવવા માંગતી હતી. ચંદ્રવાસી બનવું! આ વિચારે ચંદ્ર પર નિવાસ કરવા અંગે એક પ્રશ્ન ફરીએકવાર ઉપસ્થિત કર્યો. તેમણે જે જોયું ત્યારબાદ શું મુસાફરો તેને ઉકેલી શકતા ન હતા? શું તેઓ એમ કરવા માટે અથવાતો તેની વિરુદ્ધ જવાનો નિર્ણય ન કરી શકતા હતા? આરડને તેના બંને મિત્રોને અભિપ્રાય આપવા માટે મજબૂર કર્યા અને તેમને સીધેસીધું પૂછી લીધું કે શું તેઓ એવું વિચારે છે કે ચંદ્રની દુનિયામાં માણસો અને પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે?

“મને એવું લાગે છે કે આપણે તેનો જવાબ આપી શકીએ છીએ,” બાર્બીકેને જવાબ આપ્યો,” પરંતુ મારા વિચાર પ્રમાણે આ પ્રશ્ન આ રીતે ન પૂછી શકાય. હું તેને અલગ રીતે પૂછી શક્યો હોત.”

“તો તમે તમારી રીતે પૂછી શકો છો,” માઈકલે જવાબ આપતા કહ્યું.

“તો આ રહ્યો...” બાર્બીકેને આગળ વધાર્યું. “સમસ્યા બે પ્રકારની છે અને તેના માટે બે પ્રકારના ઉકેલ જરૂરી છે. શું ચંદ્ર પર રહી શકાય ખરું? શું ચંદ્ર પર ક્યારેય વસ્તી હતી ખરી?”

“સરસ!” નિકોલે જવાબ આપ્યો. “પહેલા ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે શું ચંદ્ર પર રહી શકાય ખરું?”

“જો હું તમને સાચું કહું તો, મને એ બાબતે કોઈજ જાણકારી નથી.” માઈકલે જવાબ આપ્યો.

“અને હું નકારમાં જવાબ આપીશ,” બાર્બીકેને આગળ વધારતા કહ્યું, “તેના મૂળ રૂપમાં, તેની આસપાસ જે વાતાવરણ રહ્યું છે જે ઘણું ઓછું છે, તેના સમુદ્રો મોટેભાગે સુકાઈ ગયા છે, તેની અપૂરતી જળ ઉપલબ્ધતા ઓછી થતી જાય છે. શાકભાજીઓ, ઠંડી અને ગરમી અચાનક વધવી ઘટવી, તેના 354 કલાકના દિવસ-રાત્રી--- મને નથી લાગતું કે ચંદ્ર પર રહી શકાય અને એવું પણ નથી લાગતું કે અહીં કોઈ પ્રાણીનો ઉછેર પણ થઇ શકે, આપણે જેટલું સમજ્યા છીએ એ રીતે અહીં જીવન શક્ય નથી જ.”

“સહમત,” નિકોલે જવાબ આપ્યો, “પરંતુ શું ચન્દ્ર એ પ્રાણીઓ માટે પણ રહેવા લાયક નથી જેમણે પોતાની જાતને અલગ રીતે ઉછેરી છે?”

“આ પ્રશ્નનો જવાબ આપવો તો વધુ અઘરો છે, પરંતુ હું કોશિશ કરીશ; અને હું નિકોલને પૂછીશ કે કોઇપણ સંગઠન હોય, શું ગતિ જીવન માટે જરૂરી પરિણામ છે ખરી?”

“બિલકુલ!” નિકોલે જવાબ આપ્યો.

“તો પછી મારા મૂલ્યવાન મિત્ર, હું એ જવાબ આપીશ કે જો આપણે વધુમાં વધુ 500 માઈલ દૂરથી ચન્દ્રને જોયો હોત અને આપણને એવું લાગ્યું હોય કે ચન્દ્રની ધરતી પર કશુંજ ગતિમાન નથી. કોઇપણ પ્રકારનું જીવન તેની છાપ છોડીને નથી ગયું, જેમકે વિવિધ બાંધકામો અને અશ્મિઓ દ્વારા પણ. અને આપણે શું જોયું? દરેક જગ્યાએ કુદરતના ભૌગોલિક કાર્યો, નહીં કે માનવીય કાર્યો. અને જો ચન્દ્ર પર પ્રાણીઓનું રાજ્ય અસ્તિત્વમાં હોય તો પછી પેલા અયોગ્ય ખાડાઓ જ્યાં આપણી નજર પણ નહોતી પહોંચતી એ ભરેલા હોવા જોઈએ, જે હું સ્વીકારી શકતો નથી, કે તેમણે ત્યાંથી પસાર થવાની પોતાની છાપ એ મેદાનો પર છોડી હોય જે ઢંકાઈ ગઈ હોય. આ પ્રકારની છાપ ક્યાંય દેખાઈ નથી. કેટલીક છાપ છે પરંતુ તે માત્ર ધારણા માટે જ છે કે ગતિમાન હોય એવી કોઈ જાત અહી રહી હોય અને હવે તેનું જીવન અસ્તિત્વમાં રહ્યું નથી.”

“કદાચ કોઈ એમ પણ કહે કે જીવતા પ્રાણીઓ હવે જીવતા નથી.” માઈકલે જવાબ આપ્યો.

“જો એમ હોય તો પણ,” બાર્બીકેને કહ્યું, “આપણા માટે તેનો કોઈજ મતલબ રહ્યો નથી.”

“તો પછી આપણે આપણો મતલબ ઉભો કરવો જોઈએ.” માઈકલે કહ્યું.

“હા.” નિકોલે જવાબ આપ્યો.

“એ જ તો,” માઈકલે ચાલુ રાખ્યું, “ગન ક્લબના ગોળામાં વૈજ્ઞાનિક કમિશન ભેગું થયું છે અને તેમણે હાલમાં જ હકીકતો પર કરેલી દલીલો બાદ એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી ચંદ્ર પર વસ્તીનો સવાલ છે...ના! ચન્દ્ર પર વસ્તી ધરાવી શકાતી નથી.”

આ નિર્ણય પર પ્રમુખ બાર્બીકેને પોતાની નોટબૂકમાં સહહસ્તાક્ષર કર્યા છે, જે બેઠક ૬ઠ્ઠી ડિસેમ્બરે લેવામાં આવ્યો છે.

“હવે,” નિકોલે કહ્યું, આપણે બીજા પ્રશ્ન પર આવીએ,જે પ્રથમ પ્રશ્નનો અતૂટ હિસ્સો છે. હું સન્માનીય કમિશનને પૂછવા માંગીશ કે જો ચન્દ્ર પર વસ્તી શક્ય નથી તો શું ત્યાં ક્યારેય વસ્તી નહીં જ હોય, આદરણીય બાર્બીકેન?”

“ના, મારા મિત્રો,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું, “હું આ ઉપગ્રહ પર ભૂતકાળમાં વસ્તી હશે કે કેમ એ અંગે અભિપ્રાય બાંધવાનો પ્રયાસ નહીં કરું, પરંતુ હું એ ઉમેરીશ કે આપણા વ્યક્તિગત નિરીક્ષણો જ મને આ અભિપ્રાય બાંધી આપે છે. હું એવું માનું છું, અને ખરેખર માનું છું કે ચન્દ્ર પર આપણા જેવી જ માનવજાતે વસ્તી ઉભી કરી હશે અને તેણે પૃથ્વીની જેમ જ પ્રાણીઓ પણ ઉત્પન્ન કર્યા હશે, પરંતુ હું ઉમેરીશ કે આ જાતો, મનુષ્યો અને પ્રાણીઓ એક દિવસ હતા પરંતુ હવે તેઓ કાયમ માટે નાશ પામ્યા છે!”

“તો,” માઈકલે પૂછ્યું, “શું ચન્દ્ર પૃથ્વી કરતા પણ જૂનો છે?”

“ના!” બાર્બીકેને નિર્ણાયક સૂરમાં કહ્યું, “પરતું એ વિશ્વ જે ઝડપથી વિકસિત થયું અને તેનું સંગઠન અને વિઘટન વધુ ઝડપી હતું. આ પ્રમાણે જ ચન્દ્રના ભૂતળમાં રહેલી શક્તિને ઉભી કરવાની પ્રક્રિયા પૃથ્વીના ભૂતળમાં રહેલી શક્તિને ઉભી કરવા કરતા વધુ હિંસક હતી. આ ધરતીના તૂટેલા ફૂટેલા અસ્તિત્વ એ દલીલને સત્ય બનાવે છે. ચન્દ્ર અને પૃથ્વી બંને પહેલા વાયુઓના ભંડાર ધરાવતા હતા. આ વાયુઓ અલગ અલગ અસર હેઠળ પહેલા પ્રવાહી બન્યા અને બાદમાં કઠણ બન્યા. પરંતુ સાચું કહું તો આપણું વાતાવરણ હજી પણ ગેસ અથવાતો પ્રવાહી ધરાવે છે જ્યારે ચન્દ્ર ઠંડો પડી જવાને લીધે કઠણ થઇ ગયો છે અને રહેવા માટે લાયક રહ્યો નથી.”

“હું આ દલીલ સ્વિકારીશ,” નિકોલે કહ્યું.

“તો પછી,” બાર્બીકેને આગળ વધાર્યું, “તેની આસપાસ રહેલા વાતાવરણથી, ગેસના આ આવરણની અંદર રહેલા પાણીથી તે વરાળ બનીને ઉડી નથી જતું. હવા, પાણી, પ્રકાશ, સૂર્યની ગરમી અને કેન્દ્રીય ગરમીની અસર હેઠળ શાકભાજી ઉગવાની પ્રક્રિયા થાય છે અને ખરેખર આ સમયમાં તેનામાં જીવન હોય છે, કુદરત નિષ્ફળ જવા માટે પોતાને વિકસાવતી નથી, અને આથી જ તે એવું વિશ્વ બનાવે છે જે તેના રહીશો માટે રહેવા યોગ્ય બનાવે છે.”

“પરંતુ, નિકોલે કહ્યું, “આપણા ઉપગ્રહમાં એવી ઘણી ઘટનાઓ બને છે જે પ્રાણીઓ અને શાકભાજીના રાજ્યના વિકાસને અટકાવી દે. ઉદાહરણ તરીકે ૩૫૪ કલાકના દિવસો અને રાત્રીઓ?”

“પૃથ્વીના બંને ધ્રુવો પર એ છ મહિના લાંબા હોય છે.” માઈકલે કહ્યું.

“આ દલીલ બહુ ઓછું મૂલ્ય ધરાવે છે, કારણકે બંને ધ્રુવો પર વસ્તી નથી.”

“ચાલો મિત્રો આપણે હવે નિરીક્ષણ કરીએ કે,” બાર્બીકેને ચાલુ રાખ્યું, “ચન્દ્રની હાલની પરીસ્થિતિ તેની લાંબી રાત્રીઓ અને દિવસોને લીધે તેના તાપમાનમાં ફેરફાર થવાને લીધે જે તેના બંધારણને સમર્થન આપે છે તેને લીધે સમય જતા થઇ છે. આ વાતાવરણ જે વાદળાના આકારમાં દેખાય છે તેમાં તરલ લાવારસ અને સુગંધ પણ ભળેલી છે; તેની સપાટી સૂર્યના કિરણોને લીધે ગરમ થઇ છે અને તેણે રાત્રીનો કિરણોત્સર્ગ મેળવ્યો છે. પ્રકાશ જે ગરમીની જેમ પોતાને હવામાં પ્રસારિત કરી શકે છે જેથી અસરો વચ્ચેની સમાનતા હાજર રહેતી નથી. હવે જ્યારે વાતાવરણ પૂરેપૂરું અદ્રશ્ય થઇ ગયું છે ત્યારે આવું માની શકાય. અને હવે હું તમને આશ્ચર્યમાં મુકવાનો છું.”

“અમને આશ્ચર્યમાં મુકશો?” માઈકલ આરડને કહ્યું.

“અને શા માટે?” નિકોલે તરતજ પૂછ્યું.

“કારણકે ત્યારે મોટેભાગે ચન્દ્રનું તેની ધરી પર ફરવાની પ્રક્રિયા એ તેની ગતિ જેટલી નથી હોતી, આ એ જ સમાનતા છે જે સૂર્ય કિરણોની પંદર દિવસની પ્રકિયા તેની બંને બાજુઓને અસર કરે છે.”

“ચાલો માની લીધું,” નિકોલે જવાબ આપ્યો, “પરંતુ શા માટે આ બંને પ્રક્રિયાઓ એક સરખી નથી, ખરેખર એવું છે ખરું?”

“કારણકે એ સમાનતા ચન્દ્રનું આકર્ષણ નક્કી કરે છે. અને એવું કોણ કહી શકે કે એ આકર્ષણ એટલું મજબૂત છે કે તે જ્યારે પૃથ્વી જ્યારે તરલ હતી ત્યારે પણ ચન્દ્રની ગતિને બદલી શકે તેમ હતું?”

“એવી જ રીતે,” નિકોલે જવાબ આપતા કહ્યું, “એવું કોણ કહી શકે કે ચન્દ્ર કાયમ પૃથ્વીનો ઉપગ્રહ જ રહ્યો છે?”

“અને એવું કોણ કહે છે,” માઈકલ આરડને પૂછ્યું, “કે પૃથ્વી અગાઉ ચન્દ્રનું કોઈ અસ્તિત્વ જ ન હતું?”

તેમની કલ્પનાઓ તેમને પૂર્વધારણાઓના અફાટ સમુદ્રમાં લઇ ગઈ છે. બાર્બીકેને તેમને અટકાવવાનું નક્કી કર્યું.

“આ બહુ મોટી અટકળો છે,” તેમણે કહ્યું, “સમસ્યાઓનું સમાધાન થઇ શકે તેમ નથી. આપણે તેમાં ન પડવું જોઈએ. આપણે એટલું જ સ્વીકારીએ કે મુખ્ય આકર્ષણ અપર્યાપ્ત છે અને તેને લીધે ચંદ્રનું ધરી પરનું ફરવું અને તેની ગતિ વચ્ચે અસમાનતા છે, અને જો એમ ન હોત તો પૃથ્વીની જેમ ચન્દ્ર પર પણ દિવસ રાત બદલાતા રહેતા હોત. ઉપરાંત આ શરતો વગર પણ જીવન શક્ય હતું.”

“અને આથી,” માઈકલ આરડને પૂછ્યું, “ચન્દ્ર પરથી માનવજીવન અદ્રશ્ય થઇ ગયું?”

“હા”, બાર્બીકેને જવાબ આપ્યો, “સદીઓ સુધી હાજર રહ્યા બાદ વાતાવરણના પાતળા થઇ જવાને લીધે આ ધરતી માનવરહિત થઇ ગઈ કારણકે ચન્દ્ર એક દિવસ સાવ ઠંડો થઇ ગયો.”

“ઠંડો થઇ ગયો?”

“બિલકુલ,” બાર્બીકેને જવાબ આપ્યો; “અંદરની જ્વાળાઓ શમી જતા અને અગ્નિથી પ્રકાશિત વસ્તુઓ જમા થઇ જતા, ચન્દ્રના તત્વો ઠંડા થઇ ગયા. આ ઘટનાના પ્રતિસાદરૂપે માનવજાત અદ્રશ્ય થવા લાગી. બહુ જલ્દીથી વાતાવરણ પાતળું થઇ ગયું અને કદાચ તેને ચન્દ્રના આકર્ષણને લીધે સંપૂર્ણ પણ કરી દેવામાં આવ્યું, ત્યારબાદ શ્વાસ લઇ શકાય તેવી હવા જતી રહી. આ સમયે ચન્દ્ર પર માનવજીવન અદ્રશ્ય થયું અને તે પણ કાયમ માટે અને તે એકદમ મૃત વિશ્વ બની ગયો જેવું આજે આપણે જોઈ રહ્યા છીએ.”

“અને તમે કહો છો કે પૃથ્વી માટે પણ આ જ લખાયેલું છે?”

“લગભગ.”

“પરંતુ ક્યારે?”

“જ્યારે તેના તત્વો ઠંડા પડીને તેને જીવન રહિત બનાવશે.”

“અને શું એ સમય નક્કી કરવામાં આવ્યો છે જ્યારે એ બદનસીબ વાતાવરણ ઠંડુ પડશે?”

“બિલકુલ.”

“અને તમને તેની ગણતરી ખ્યાલ છે?”

“છે ને!”

“તો પછી કહોને મારા આળસુ મિત્ર,” માઈકલ આરડને ઉતાવળમાં કહ્યું, “તમે મને ઉત્કંઠાની જ્વાળામાં સળગાવી રહ્યા છો!”

“ચોક્કસ મારા પ્રિય માઈકલ,” બાર્બીકેને તરત જ જવાબ આપ્યો, “આપણે જાણીએ છીએ કે સદીના અંતમાં પૃથ્વીનું તાપમાન ઓછું થાય છે. અને એક ખાસ ગણતરી અનુસાર તેનો મતલબ છે કે લગભગ ચાર લાખ વર્ષ બાદ વાતાવરણ શૂન્ય થઇ જશે!”

“ચાર લાખ વર્ષ!” માઈકલે આશ્ચર્ય સાથે કહ્યું, “ઓહ! મને શ્વાસ લેવા દો. ખરેખર મને સાંભળીને ડર લાગ્યો, મેં વિચાર્યું કે કદાચ આપણી પાસે જીવવા માટે પચાસ હજારથી વધુ વર્ષ નથી.”

બાર્બીકેન અને નિકોલ તેમના મિત્રની અકળામણ જોઇને પોતાનું હસવું રોકી શક્યા નહીં. ત્યારબાદ નિકોલ જેણે આ ચર્ચાનો અંત આણવા એક બીજો પ્રશ્ન પૂછ્યો જેના પર ફરીથી વિચાર કરવામાં આવ્યો.

“શું ચન્દ્ર વસ્તીરહિત છે?” તેણે પૂછ્યું.

જવાબ સર્વાનુમતે હકારમાં હતો. પરંતુ આ ચર્ચા દરમ્યાન કેટલીક હાનીકારક સિદ્ધાંતો જાણવામાં મદદ મળી, ગોળો ઝડપથી ચન્દ્ર છોડી રહ્યો હતો, પર્વતો દૂર થઇ રહ્યા હતા અને એ તમામ અદભુત, અજાણ્યા અને કલ્પનાતીત પૃથ્વીના ઉપગ્રહ વિષેની યાદગીરી દરેકના મનમાં કાયમ માટે સમાઈ જવાની હતી.

***