પ્રાચીન આત્મા - ૭ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાચીન આત્મા - ૭


કાળી અંધારી રાત પછી, તાજગી ભરેલી સોનેરી સવાર કોને ન ગમેં! સોનેરી સવાર કેમ કહેવાતી હશે, શુ સવારનું મૂલ્ય સોના  જેટલુ કે તેથી પણ કિંમતી હોય છે. રણની અંધારી કાજળ કારી રાત પછી, સવાર સોનેરી જ લાગે ને?

બે એક મજુરો દેખતા ન હતા. પણ વાતને એટલી ગંભીરતા થી કોઈએ લીધી નહીં! ગઈ કાલે રાતથી પુરોહિતનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો. તે બધાને કઈ રહ્યો હતો. ત્યાં કોઈ હતું. પણ, અક્ષતે કહ્યું, કે તું નિંદરમાં ચાલતો હતો.
"શુભ પ્રભાત..." પ્રો. વિક્ટર વહેલી સવારની તાજી હવામાં ખુલ્લામાં ચા પી રહેલી મંડળીને સંબોધિત કરતા કહ્યું.
સામેથી પણ એક જ શૂરમાં જવાબ આવ્યો "શુભ પ્રભાત પ્રોફેસર.."
રણ પર સોનેરી કિરણો પડતા હતા.દ્રશ્ય ખૂબ જ રમણીય હતો. હજુ સૂરજ ડોકિયું કરી, સફેદ ચાદરની પેહલી પારથી દેખાઈ રહ્યો હતો. સવાર થોડી ગરમ હોય છે. પણ મધ્યાહ્નન થી ઓછી! જેથી અનુકૂળ વાતવરણમાં સંપૂર્ણ ટિમ કામ સાથે આનંદ માણી રહી હતી.

"આજે સવારથી બે મજુર ગાયબ છે. પુરોહિતે પણ રાત્રે કઈ જોયું છે. જેથી તેનું મગજ ભમયા કરે છે." અક્ષતે કહ્યું.

"મજુરો અહીં જ હશે! આવી જશે, પુરોહિત! તું આજે આરામ કરજે અમારી સાથે નીચે સુધી આવતો નહિ..." પ્રો. ની વાતમાં પુરોહિતે હામી ભરી!

સંપૂર્ણ નકશો એક લાકડાની ટેબલ પર મૂક્યું! તમામ લોકો ચારે તરફ ગોઠવાઈ ગયા હતા.  પુરાતત્વીય અધિકારી, પરમાણું વિજ્ઞાની, અને પ્રો. વિક્ટર જેવા લોકો પોતા પોતાના  જ્ઞાનનું પટોરું ખોલવાની તૈયારીમાં હતા.

"સરસ્વતી નદીના અવશેષો, અને ભૂગર્ભમાંથી મળી આવેલ તેનો માર્ગના આધારે આપણે સુરંગમાં ચાલવાનું છે.કહેવાય છે, અહીં એક વિશાળ સામ્રાજ્ય હતું! આપણે કેટલીક મમીઓ મળી છે. આગળ જતાં તેનાથી વધુ માહિતી મળશે, આપણું લક્ષય ફક્ત ને  ફક્ત પ્રાચીન પરમાણું છે."પ્રો. વિકટરે કહ્યું.

"ફક્ત પ્રાચીન પરમાણું! નહિ, તેની સાથે સાથે જે વસ્તુઓ મળી રહી છે.તે પણ એટલી જ ઉપયોગી છે.આપણો ઇતિહાસ જાણવા માટે, ખુદને જણાવા માટે..." પુરાતત્વીય અધિકારી, જીગ્નેશ જોશીએ કહ્યુ.

"ઠીક છે. આપણે અલગ અલગ વિભાગોમાં કામ કરી રહ્યા છીએ! જેને રસ છે. પુરાતત્વીય વસ્તુઓ પર તેનું સંપૂર્ણ ધ્યાન તે કામ પર હોય! મારુ કામ પ્રાચીન પરમાણું શોધવાનું છે." પ્રો. વિકટરે કહ્યુ.

                              ****
FSL રિપોર્ટ હજુ આવ્યો ન હતો.મમીઓને લેબની અંદર ગોઠવવામાં આવી હતી. કેટલીક મમીઓને ફ્રિજરમાં મુકવામાં આવી હતી, અલગ-અલગ ફોરેન્સિક અધિકારીઓ મમીઓ પર કામ કરી રહ્યા હતા. તેના ડી.એન.એ વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. લગભગ ત્રણ-ચાર દિવસ સતત કામ ચાલુ હતું.

રાત મોડી થઈ ગઈ હતી. લગભગ તમામ  અધિકારીઓ લેબ છોડીને જતા રહ્યા હતા. બસ એક નમન કરીને યુવાન લેબની અંદર હજુ પણ મમીના અવશેષો પર કામ કરી રહ્યો હતો. સમય રાતના અગિયારની આસપાસ હતું. વાંરવાર પાવર કટ થઈ રહ્યો હતો. લેબની લાઈટો લબકજબક થઈને બંધ જ થઈ ગઈ! તેણે પોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરી! તે પણ લબકજબક થવા લાગી, " આ ફોનને શું થયું?" તે બબડયો.

લગભગ પાંચ સાત મિનિટ ઓરડાની લાઈટો લબકજબક થઈ બંધ થઈ ગઈ! મોબાઈલ પણ સ્વીચ ઓફ થઈ ગયો!
ઓરડાની અંદર અંધારું ફરીવડ્યું હતું!  લેબની અંદર કઈ સળવળાટ થયો! જાણે કોઈ તૂફાન ઊપડ્યું હોય તેમ તમામ વસ્તુઓ જેમ તેમ ઉડવા લાગી!  નમન જેવા હિંમતવાન નોજવાન પણ ડરી એને દરવાજા તરફ ભાગ્યો, પણ લેબના તમામ દરવાજાઓ બંધ થઈ ગયા હતા. સાત એક જેટલી, પથારી પર સુતેલી આંખો ઉભી થઈને આગળ તરફ વધી!

સવારે માંસના લોચાઓ ઓફીસની ચારે તરફ વિખરાયેલા પડ્યા હતા. એક અજીબ બદબુ આખા ઓરડામાં ફરી વળી હતી. લેબનો મોટો મિક્સચર, લોહી અને માંસના લોચાઓથી ભરેલું હતું. ત્યાંની તમામ દીવાલો પર લોહીના ધબાઓ હતાં

"ઓહ માય ગોડ...." ત્યાં વેરાયલ માંસને જોઈને બધાના મોઢામાં એક જ શબ્દ હતો.

"સર, આપણે સી.સી. ટીવી કેમરા છે. હત્યા કોણે કરી છે. તે ખબર પડી જશે."

પેહલા ઓરડામાં અંધારું થયું! નયનના રડવાનો અવાજ આવી રહ્યો હતો. નાઈટ વિઝનમાં પણ કઈ ખાસ દેખાયું નહિ! કાળી મેસ જેવી સ્ક્રિન માં ફક્ત તેની ચીંખો સંભળાઈ રહી હતી. ત્યાં ઉભેલાઓ, સાંભળી રહેલા લોકો! ના રુવાડ ઉભા થઇ ગયા. મિક્ચરની સાથે સાથે તેના દર્દ ભરેલી ચીંખો કાળજા કંપાવી દે તેવી હતી.

ફરીથી સ્કિન લબકજબક થઈ, કોઈ વિચિત્ર ચિત્રલીપીમાં કઈ લખેલું આવ્યું!

"કોણ હોઈ શકે છે આ?" લેબના અધિકારીએ કહ્યું.

"પ્રાચીન આત્માઓ?"

એક જાણીતા અવાજે કહ્યું.

ક્રમશ..