પ્રાચીન આત્મા - ૨ Alpesh Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાચીન આત્મા - ૨

પૃથ્વી પર સુઉંથી મોટો અને ભયાનક યુદ્ધ એટલે મહાભારનો યુદ્ધ જેનો અમય અલગ અલગ વિદ્વાન દ્વારા અલગ અલગ અનુમાન કરવામાં આવ્યો છે. ભારતીય અને કેટલાક વિદેશી વિદ્વાન તેનો  અલગ અલગ તિથિઓ અને નક્ષત્રોના આધારે રજૂ કર્યા છે. એક અનુમાન પ્રમાણ મહાભારતનું યુદ્ધ એ આજથી ઈશ. પૂર્વ 3200 વર્ષે પેહલા થયો હતો. જે કુરુક્ષેત્રમાં થયું હતું.  જે હાલે હરિયાણામાં છે. કહેવાય છે, ભારતના મોટા ભાગના ક્ષત્રિય યોધ્ધાઓએ આ યુદ્ધમાં ભાગ લીધું હતું. તે સમયે બ્રહ્માસત્રનો ઉપયોગ થયો હતો. તેજ પ્રાચીન પરમાણું હોઈ શકે છે.તેવું અનુમાન છે.

                ****
"મેં આઈ કમ ઇન સર" કહેતા જ જીવા અને અક્ષત બને પ્રોફેસર વિક્ટરની કેબિનના દરવાજાની બહાર ઉભા હતા. પ્રોફેસર વિક્ટર બે ચેન હતા. અને ધ્યાનમાં મગ્ન પણજેથી બને ફરીથી બોલ્યા...

પ્રોફેસરની ધ્યાન અવસ્થામાં ખલેલ પોહચ્યો, તે સ્વસ્થ થતા બોલ્યા...." યસ કમ ઇન.."
પ્રોફેસર ગુડ મોર્નિંગ"  જીવા અને અક્ષત એક સુરમાં જ બોલ્યા.

"ગુડ મોર્નિંગ.. બેસો..." ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું.

"સર અમે  કચ્છમાં ચાલી રહેલ ગુપ્ત શોધ વિશે વાત કરવા આવ્યા છીએ..." જીવાએ કહ્યું.

"તમે કેમ જાણો છો તેના વિશે?" પ્રો. થોડા અસ્વથ હોવા છતાં, સ્વસ્થ બનતા પૂછ્યું.

" ચેનાઈમાં ઘણા લોકો અંદરખાને ચર્ચા કરે છે."

"અફવા પણ હોઈ શકે..." પ્રોફેસરનો અવાજ ગંભીર હતો.

"અફવા હોત તો તમે બહુ ધ્યાન ન આપ્ત જે રીતે તમે વાત કરી રહ્યા છો કઈ તો ગુપ્ત વાત હોવી જોઈએ,અમે તમારી મદદ માટે જ આવ્યા છીએ..." અક્ષતે કહ્યું.

"કેવી મદદ હું કઈ સમજ્યો નહિ..."

એક  જૂની ફાટી ગયેલા  પૂંઠા વાળી, જેના પેજ ઘાટા  પીળા  પળી ગયા હતા. તે સામે મુક્તા કહ્યું.

" આ છે, પ્રોફેસર મનરો દ્વારા લખવામાં આવેલી પુસ્તક, પ્રાચીન પરમાણુ, તમે એના વિશે કઈ જાણું છો?"

" હા, પુસ્તક હડડપ્પાના અવશેષો ભારતામાં મળવાનું શુરું થયું તે સમયે પણ  પ્રાચીન પરમાણુની શોધની ઝૂંબેશ શુરું થઈ હતી. તેના ઉપર જ આ પુસ્તક લખાઈ હતી. જેના ઉપર પ્રતિબંધ મુકાયો હતો." પ્રોફેસર વિકટરે કહ્યું.

"શું હું કારણ જાણી શકું, કે તેની ઉપર પ્રતિબંધ કેમ મુકવામાં આવ્યા હતા?" અક્ષતે કહ્યું.

"કેમ આ પુસ્તક ફક્ત કલ્પના છે. એક ધુની, સનકી લેખક દ્વારા લખાયેલી મન ઘડન કલ્પના...."

" એવી તો ઘણી બધી કાલ્પનિક કથાઓ લખાઈ છે. ખૂબ વેચાઈ છે. મને નથી લાગતું આ કારણ હશે, તે પુસ્તક પર પ્રતિબંધ લાગવાનું. જે પુસ્તકમાં લખ્યું છે. તે ખરેખર સાચું છે?"

"આટલા સમય સુધી તો લાગતું નોહતું સાચું હોય પણ હવે લાગે છે. ફરી ઇતિહાસ દોહરાઈ રહ્યો છે."

"હું કઈ સમજ્યો નહિ પ્રોફેસર..."

" જ્યાં અત્યારે ગુપ્ત શોધ ચાલે છે. ત્યાં કેટલા પરમાણું વિજ્ઞાનીઓનો ભૂસખલના કારણે મૃત્યુ થયું છે. તે ફક્ત એક અકસ્માત છે, કે ખરેખર જે પુસ્તકમાં લખ્યું તે સાચું છે." પ્રોફેસર જીવા અને અક્ષત તરફ વારાફરથી જોતા કહ્યું.

"તો હવે પ્રોફેસર આગળ શું કરવું જોઈએ?" જીવાએ પ્રોફેસર તરફ જોતા કહ્યું.

" શંસોધન અને ખોદકામ અહીં જ અટકાવાનો ઓર્ડર છે."

"તો પ્રોફેસર તમે હારમાની રહ્યા છો?"

"નહીં, હું આગળ સંસોધન વધારવા માગું છું. જે હું કોઈ પણ ભોગે કરીને રહીશ...."

"પ્રોફેસર અમે પણ તમારી આમાં મદદ કરવા માંગીએ છીએ, એટલે જ આ વાતની જાણ થતાં અમે તમારી પાસે દોડી આવ્યા હતા.."

"સારું કર્યું, કોઈ બીજું તો આ વિશે કઈ જાણતું નથી ને?"

"નહિ પ્રો. તમે નિશ્ચિંત રહો...હવે અમે બે સિવાય કોઈ ત્રીજાને જાણ નહિ થાય..." જીવા પહેલા અક્ષત અને પછી પ્રોફેસરના ચેહરા તરફ જોતા કહ્યું.

                                 ****

ઇજિપ્તના પિરામિડ જે લોકોના મૃત્યુ પછી, બક્ષામાં તેના શરીરને પિરામિડમાં મુકવામાં આવતા. જેથી શરીર ફરી સજીવન થઈ શકે? શું કારણ હતું, તે ઇતિહાસના ગર્ભમાં છુપાયેલો હતો.  પ્રતિબંધ પુસ્તકમાં આવાજ કેટલાક બક્ષાઓની વાતનો ઉલ્લેખ હતો. શુ આ તે જ જગ્યા હશે?
પ્રોફેસરનું ધ્યાન અક્ષત ટેબલ પર મૂકી ગયેલા પુસ્તકના પાનાઓ ફરફરવાથી ભંગ થયો...


ક્રમશ