KING - POWER OF EMPIRE - 36 A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 36

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને બીજી તરફ દિગ્વિજય સિંહ ને પણ ખબરી પાસેથી જાણવા મળે છે કે તેને મારવાની કોશિશ રઘુ નામનાં કોઈ વ્યક્તિ એ કરી હતી જે ગેરકાયદેસર હથિયાર ની હેરાફેરી કરતો હતો, કાનજીભાઈ પ્રીતિ ના બર્થડે ની તૈયારી કરવામાં વ્યસ્ત હતાં અને પ્રીતિ એ તેના દાદાજી પાસેથી પરમીશન લઈને શૌર્ય ને પોતાની બર્થડે પાર્ટી મા ઈન્વાઈટ કરે છે) 

આૉફિસ ની અંદર એક વ્યક્તિ ખુરશી પર બેઠો હતો, એકદમ હટોકટો અને કસાયેલ શરીર, ચાલીસ વર્ષ ની ઉંમર નો દેખાય રહ્યો હતો, બ્રાઉન કલર ના સુટ પહેરલ હતું અને ખુરશી પર બેઠો બેઠો એ એક ફાઈલ વાંચી રહ્યો હતો, અચાનક તેની આૅફિસ નો દરવાજો ખૂલ્યો અને તેની નજર ફાઈલમાંથી હટી ને દરવાજા તરફ ગઈ , તેણે જોયું તો ત્રણ વ્યક્તિ તેની આૅફિસ મા અંદર આવ્યા હતા અને એક યુવાન જેવો દેખાતો છોકરો તેની સામે રાખેલી ખુરશી મા જઈ ને બેસી ગયો, હવે કહેવાની જરૂર નથી કે એ બીજું કોઈ નહીં પણ શૌર્ય જ હશે કારણ કે આવી રીતે આવવાની એની સ્ટાઈલ થી તમે બધા વાકેફ છો. 

“આ શું છે?  આવી રીતે મારી આૅફિસ મા આવવાનો મતલબ? ” સામે બેઠેલા વ્યક્તિ એ કહ્યું 

“મિસ્ટર જયદેવ પવાર, માફ કરજો પણ મારી આ બહુ ખરાબ આદત છે કે હું કોઈ ની પરમીશન નથી લેતો ” શૌર્ય એ કહ્યું 

“અહીં થી બહાર નીકળો નહીં તો સિકયુરિટી ને બોલાવી ન ે ધક્કા મારીને બહાર કાઢી ” જયદેવ પવારે એ ગુસ્સે થતાં કહ્યું 

“હું શાંતિ થી અને ઈજ્જત આપી ને વાત કરું છું એટલે એ નહીં સમજતો કે હું શરીફ છું” શૌર્ય એ કહ્યું 

“અમે અપોઈન્મેન્ટ લઈ ને મળવા આવ્યા છીએ ” S.P. એ કહ્યું 

“તમારા જેવા લોકો ને મળવાનો મને કોઈ શોખ નથી ” જયદેવ પવારે ગુસ્સે થતાં કહ્યું 

S.P. અને અર્જુન એ ગન કાઢી ને તેના ટેબલ પર મૂકી, “તમને શું લાગે છે હું તમારી આ ચાલ થી ડરી જઇશ ” જયદેવ પવારે કહ્યુ 

“પવાર KING તારી પાસે આવ્યો છે શાંતિ થી વાત કરવા મને મજબુર ના કર ” શૌર્ય એ કહ્યું 

“KING ? મતલબ તું.... ” જયદેવ પવારે કહ્યુ 

"“હા હું જ છું KING ” શૌર્ય એ કહ્યું 

“મને પાગલ સમજયો છે તું અને.... ” આટલું કહીને જયદેવ પવાર હસવા લાગ્યો 

શૌર્ય એ ટેબલ પર પડેલી ગન ઉઠાવી અને સીધી પવાર પર ચલાવી, તેનાં ડાબા ખભા પર તેણે ગોળી ચલાવી અને જયદેવ પવાર જોરથી ચીસ પાડી. 

“ચૂપ એકદમ ચૂપ ” શૌર્ય એ ઉભા થઈ ને હોઠ પર આંગળી મૂકી ને ચૂપ થવા કહ્યું

“અમે અહીં સિરીયસ વાત કરવા આવ્યા છીએ અને તને કોમેડી સૂઝે છે ” અર્જુન એ કહ્યું 

“પવાર KING દોસ્ત બની ને વાત કરવા આવ્યો છે દુશ્મની મોડ ના લે કારણ કે મારા દુશ્મનો બહુ લાંબું જીવી નથી શકયા ” શૌર્ય એ કહ્યું 

“મને માફ કરી દ્ધો તમે કહેશો એ હું કરી ” જયદેવ પવારે કહ્યું 

“ગુડ બોય ” શૌર્ય એ કહ્યું 

S.P. એ તેના ટેબલ પર એક ફાઈલ મૂકી અને કહ્યું, “આના પર સિગ્નેચર કરી દે ”

“અ.... અા શું છે? ” જયદેવ પવારે કહ્યું 

“વાંચી લે ખબર પડી જશે ” શૌર્ય એ કહ્યું 

જયદેવ પવારે ફાઈલ હાથમાં લીધી અને એક હાથ વડે ખોલી, બીજા હાથમાં દર્દ ને કારણે તે હાથ વડે તે ફાઈલ પણ ઉંચકી શકતો ન હતો, તેણે ફાઈલ મા રહેલા ડોકયુમેન્ટ વાંચ્યા અને તેનાં ચહેરા પર પરસેવો બાઝી ગયો અને કહ્યું, “આ તો વિલાસપુર.... ”

“હા આ વિલાસપુર ની જમીન ના કાગળ છે ” અર્જુન એ કહ્યું 

“પણ હું તો આ જમીનની હરાજી કરવાનો છું ” જયદેવ પવારે કહ્યું 

“પવાર જયારે વાત રૂમની ચાર દિવાલ વચ્ચે જ પુરી થતી હોય તો બહાર ઢંઢેરો ન પીટાય ” શૌર્ય એ કહ્યું 

“પણ.... ” જયદેવ પવારે કહ્યું 

“જયદેવ પવાર અમે 100 કરોડ આપવા તૈયાર છીએ ” S.P. એ કહ્યું 

“100 કરોડ.... તમે મજાક તો નથી કરી રહ્યાં ને ?” જયદેવ પવારે કહ્યું 

“પવાર હું બિઝનેસ ની વાત માં કયારેય મજાક નથી કરતો ” શૌર્ય એ કહ્યું 

“મને તો વધીને 50-60 કરોડ જ મળત તમે તો 100 કરોડ આપો છો મને મંજુર છે ” જયદેવ પવારે ખુશ થતાં કહ્યું 

“તો સારાં કામમાં મોડું થોડું ના કર્યો ” અર્જુન એ કહ્યું 

“ઓકે ” જયદેવ પવારે કહ્યું અને તરત જ ડોકયુમેન્ટ પર સિગ્નેચર કર્યો અને શૌર્ય તરફ આગળ કર્યા, અર્જુન એ ફાઈલ લીધી અને કહ્યું, “થેન્કયું ”

“સર પેમેન્ટ કયારે કરશો ” જયદેવ પવારે કહ્યું

“પેમેન્ટ તો થઈ ચૂક્યું છે ” શૌર્ય એ કહ્યું 

“મતલબ?  ” જયદેવ પવારે કહ્યું 

“વિલાસપુર ના લોકોને કાલ રાત્રે જ પૈસા પહોંચાડી દીધા છે ” શૌર્ય એ કહ્યું 

“પણ એ લોકોને શા માટે આપ્યા જમીન તો મારી છે ” જયદેવ પવારે કહ્યું 

“પવાર દાનમાં આપેલી વસ્તુઓ પર અધિકાર કરવો સારી વાત નથી ” શૌર્ય એ કહ્યું 

“તમે આ સારું નથી કર્યું હું તમારા વિરોધ કોર્ટ માં કેસ કરી ”
 જયદેવ પવારે કહ્યું 

“પવાર મજાક કરવી સારી વાત છે પણ આવી મજાક ન કર” શૌર્ય એ કહ્યું 

“હું મજાક નથી કરી રહ્યો એ જમીન મારી છે ” જયદેવ પવારે કહ્યું 

“તો થીક છે જા કોર્ટેમાં, જે વ્યક્તિ ને આજ સુધી કોઈ એ જોયો પણ નથી અને તું એને કોર્ટમાં લઈ જાય ” શૌર્ય એ કહ્યું 

“મને ડરાવી રહ્યો છે ” જયદેવ પવારે ગભરાતાં કહ્યું

“ના પવાર સર કયારેય ડરાવતાં નથી સીધો.... ” S.P. એ કહ્યું 

“પવાર તને હાથ પર ગોળી એ માટે મારી કારણ કે હું તને મારવા નથી માંગતો તું ખરાબ નથી બસ થોડી લાલચ છે તારામાં ” શૌર્ય એ કહ્યું 

“તમે મારી સાથે ચીટિંગ કરી છે ” જયદેવ પવારે કહ્યું 

“પવાર તારા દાદાજી એ તે જમીન એ લોકોને આપી ને તેનાં દિલોમાં ઈજ્જત મેળવી હતી અને તું એમની ઈજ્જત ને વેચવા નીકળ્યો છે  માનું છું કે તને બિઝનેસ મા નુકસાન થયું પણ શું પૈસા માટે વર્ષૉ ની ઈજ્જત ને વેચવા લાગ્યો” શૌર્ય એ કહ્યું 

“તમને કંઈ રીતે ખબર પડી ” જયદેવ પવારે કહ્યું 

“પવાર KING છું હું બધાની ખબર છે મને ” શૌર્ય એ કહ્યું 

“તો હું છું કરું હું એ જમીન ન વેચું તો મારી કંપની ની હરાજી થઈ જશે અને હું કંપની બચાવી પણ લવ તો ફરીથી ટેક્ષટાઇલ ના બિઝનેસ મા ઈન્વેસ્ટમેન્ટ કરવા એક પાઈ પણ નહીં રહે ” જયદેવ પવારે કહ્યું 

“એટલે જ તો સરે તને હાથ પર ગોળી મારી છે ” અર્જુન એ કહ્યું 

“મતલબ? ” જયદેવ પવારે કહ્યું 

“મતલબ એ કે તારી પાસે થી જમીન લેવી બહુ મોટી વાત નથી પણ તું મજબૂરી ને લીધે આ કરી રહ્યો છે પણ Don't worry પવાર જમીન ના પૈસા તો વિલાસપુર ના લોકોને જ મળશે અને તારી કંપની ને પણ હું ડૂબવા નહીં દઈએ ” શૌર્ય એ કહ્યું 

“હું કંઈ સમજયો નહીં ” જયદેવ પવારે કહ્યું 

“પવાર તારી કંપની ને હું મારી કંપની ની છત્રછાયા મા લઈ, તારી પ્રોડક્ટ પર મારી કંપની નો લોગો લાગશે” શૌર્ય એ કહ્યું 

“તમે હકિકત મા... ” જયદેવ પવારે કહ્યું 

“પવાર તને પહેલાં પણ કહ્યું છે હું બિઝનેસ મા મજાક નથી કરતો ” શૌર્ય એ કહ્યું 

“આ ડોકયુમેન્ટ પર સિગ્નેચર કરી ને તસલી કરી લ્યો ” S.P. એ કહ્યું 

“આ શેના ડોકયુમેન્ટ છે? ” જયદેવ પવારે કહ્યું 

“Don't worry પવાર આ મારી કંપની સાથે કરાર કર્યો એનાં ડોકયુમેન્ટ છે ” શૌર્ય એ કહ્યું 

જયદેવ પવારે ડોકયુમેન્ટ હાથમાં લઈને વાંચ્યા અને તેનાં પર સિગ્નેચર કર્યો અને શૌર્ય ને ડોકયુમેન્ટ આપ્યા.

“સોરી પવાર તારા પર ગોળી ચલાવી એ માટે ” શૌર્ય એ કહ્યું 

“કોઈ પ્રોબ્લેમ નહીં સર તમે મારા પર ગોળી નથી ચલાવી પણ મોટો ઉપકાર કર્યો છે હું જો એ જમીન ની હરાજી કરવા જાવ તો મારા દાદાજી ની ઈજ્જત પર દાગ લાગત પણ તમે મને આમ કરતાં બચાવી લીધો ” જયદેવ પવારે શૌર્ય ના પગે પડતાં કહ્યું 

શૌર્ય એ તેનો ઉભો કર્યો અને કહ્યું,“વિકાસ ” આટલું કહેતાં જ બહાર થી એક ગાર્ડ  અંદર આવ્યો અને કહ્યું, “યસ સર ”

“પવારજી ને હોસ્પિટલ લઈ જાવ અને અર્જુન તું હોસ્પિટલ મા ફોન કરીને કહી દે જયદેવ પવાર ની સ્પેશિયલ ટ્રીટમેન્ટ થવી જોઈએ ” શૌર્ય એ કહ્યું 

“ઓકે સર ” આટલું કહીને વિકાસ જયદેવ પવાર ને પોતાની સાથે લઈ ગયો. 

“સર આ કામ તો થઈ ગયું ” અર્જુન એ કહ્યું 

“હા અર્જુન ” શૌર્ય એ કહ્યું 

“સર હવે આગળ શું કરવાનું છે ”S.P. એ કહ્યું 

“કાલ પ્રીતિ નો બર્થડે છે તો એના માટે અત્યારે ગીફ્ટ લેવા જશું અને કાલ આપણાં EMPIRE મા જશું ” શૌર્ય એ હસતાં કહ્યું 

“મતલબ KING BACK IN THEIR PAVILION ” S.P. એ કહ્યું 

“હા હવે સમય આવી ગયો છે અતિત ના ધૂધંળા બની ગયેલા કિસ્સા આેને ઉજાગર કરવાનો ” શૌર્ય એ કહ્યું 

હવે માત્ર એક જ દિવસ જ રહયો છે શૌર્ય ના એમ્પાયર મા જવાનો, પ્રીતિ ના બર્થડે પહેલાં શૌર્ય પોતાની કંપની મા જવાનો છે જે તેણે બહુ ઓછા સમયમાં બનાવી હતી અને એ કામ કર્યું જે કોઈ કરવાનું વિચાર્યું પણ ન હતું, તો હવે શૌર્ય ની કંપની મા તો જવું જ પડશે અને બીજી વાત દિગ્વિજય સિંહ પણ આજ દિવસે રઘુ ને પકડવાની ફિરાત મા છે શું એ રઘુ ને પકડી શકશે, શું શૌર્ય પ્રીતિ ના બર્થડે મા જશે અને જશે તો શું થશે જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”