Madurai ane Rameshwaram books and stories free download online pdf in Gujarati

મદુરાઈ અને રામેશ્વરમ

મિનાક્ષી મંદિર

મિનાક્ષી મંદિરનું આખું નામ છે મિનાક્ષી સુંદરેશ્વ મંદિર. મીનાક્ષી એટલે પાર્વતી અને સુંદરેશ્વ એટલે શિવજી. એક પૌરાણિક કથા પ્રમાણે, સેંકડો વર્ષ પહેલાં કાંચલમાલાએ કરેલી ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા પાર્વતીએ તેમને વરદાન માંગવા કહ્યું હતું કાંચલમાલાએ પાર્વતીને પુત્રી ના રૂપે આવવાનું વરદાન માંગ્યું હતું આ વરદાનને પગલે પાર્વતી તેમના ઘરે મિનાક્ષી તરીકે અવતરણ કર્યું તેઓ બાલ્યાવસ્થાથી જ ઘણાં બળવાન, નીડર અને બુદ્ધિશાળી હતા તેમણે ઘણાં ની સાથે યુદ્ધ પણ લડ્યા હતા તેમની પ્રશન્સા ચારેકોર થવા લાગી. મિનાક્ષી જ પાર્વતી છે તે જાણી શિવજી સુંદરેશ્વ ના રૂપે મદુરાઈ આવ્યા અને  જ્યાં આજે મંદિર છે ત્યાં મિનાક્ષીની સાથે પરણ્યા. મદુરાઈ માં તેઓએ ઘણાં વર્ષો સુધી અહીં રાજ કર્યું અને પછી મિનાક્ષી ની સાથે અહીંથી જ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આ તમામ સ્થળને એક જ મંદિર હેઠળ આવરી લેવામાં આવ્યા અને વિશાળ  મિનાક્ષી મંદિર ને બાંધવામાં આવ્યું હતું. 
તામિલ ગ્રથો અને અનેક જુના કાવ્યો અને કથામાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેના પરથી અંદાજ લઈ શકાય છે કે આ મંદિર સૈકાઓ જૂનું છે. કહેવાય છે કે આ મંદિર ને પાંચમી છઠી સદીમાં બાંધવામાં આવ્યું હતું પરંતુ બાદમાં મુશલમાન શાસકો દેશમાં સત્તા પર આવ્યા ત્યારે તેઓ એ મીનાક્ષી મંદિરને ઘણું નુકશાન પહોચાડ્યું હતું અને ઘણી લૂંટફાટ કરી હતી મુસલમાનો ના ગયા બાદ આ મંદિરમાં ફરી સમારકામ હાથ ધરવામાં આવ્યું તેમજ તેનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું. આ તો થયો મંદિર નો ઇતિહાસ હવે વાત કરીએ લગભગ એક ગામ સમાય જાય એટલા વિસ્તારમાં ફેલાયેલા મિનાક્ષી મંદિરની ખાસિયત અને વિશિષ્ટ શેલીની. 

અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ મિનાક્ષી મંદિરનું બાંધકામ ખુબજ સુંદર અને ધ્યાનાકર્ષક છે. તેમછતાં તે અન્યોથી અલગ તરી આવે છે જેના કારણો ઘણાં છે જેમાંના મુખ્ય કારણો અહીં પ્રસ્તુત છે એક તો આ મંદિર નો વિસ્તાર ૪૫ એકર જેટલો મોટો છે જેથી આખું મંદિર ફરતાં ઓછામાં ઓછો બે કલાક લાગી શકે છે બીજું એ કે મુખ્ય મંદિર ની ફરતે ૧૪ ગોપુરમ એટલે કે ટાવર અથવા તો સ્થમ્ભ બનાવવામાં આવેલા છે જે મંદિરની ઈમારતનો એક ભાગ છે. જેની ઉંચાઈ ૪૫ થી ૫૦ મીટર જેટલી છે. ત્યારે દક્ષિણ દિશામાં આવેલા ગોપુરમની ઉંચાઈ સૌથી વધુ એટલે કે ૫૨ મીટર(૧૭૦ ફૂટ ) ની છે મંદિરની અંદર એક સ્થાન છે જ્યાંથી આ તમામ ટાવર એક્ સાથે જોઈ શકાય છે બાકી કોઈપણ સ્થાનેથી આ ૧૪ ટાવર એક સાથે જોઈ શકતાં નથી. આ ઉપરાંત મંદિર ના વિશાળ કોમ્પ્લેક્સ માં વિવિધ પ્રકારના સ્તૂપો ધરાવતાં પીલર ઘણાં હૉલમાં છે જેમાંનો એક હૉલ છે ઐરાક્કલ હોલ. જેની અંદર ૧૦૦૦ પીલર છે જેમાં અલગ અલગ સ્થાન પર ઠોકવાથી અલગ અલગ ધ્વનિ સાંભળવા મળે છે. આ દરેક પીલર પર વિવિધ દેવી દેવતા, પ્રાણીઓ ની સાથે મીનાક્ષી માતા અને સુંદરેશ્વ ના સુંદર શિલ્પો બનાવવામાં આવ્યા છે. મુખ્ય મંદિરની અંદર સુંદરેશ્વર નું અર્થાત શિવ નું મંદિર છે જેની બાજુમાં મિનાક્ષી નું મંદિર છે. શિવલિંગ અને માતાની મૂર્તિ જ્યાં મુકવામાં આવી છે તે મંદિર નું ગર્ભ ગૃહ અંદાજે ૩૫૦૦ વર્ષ જૂનું છે.અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ અહીં ભગવાનને જોવા માટે લાઈટ નહિ પરંતુ દિવા મુકવામાં આવેલા છે. જેના પ્રકાશમાં આપણે શિવ અને મિનાક્ષી માતા ના દર્શન કરવાના રહે છે. આ સિવાય અહીં એક જ પથ્થર માંથી વિશાળ નંદી અને તેની આજુબાજુ ના સ્તૂપો બનાવવામાં આવેલા છે. શિવ ની કેટલાય ફૂટ ઉંચી નટરાજ મૂર્તિ બનાવવામાં આવેલી છે. પરંતુ આ નટરાજ મૂર્તિમાં શિવ ની મુદ્રા અલગ છે. આ ઉપરાંત અહીં ઘણાં ભગવાનોના મંદિર બનાવવામાં આવેલા છે. મંદિરના અમુક વિસ્તારમાં હિન્દૂ સિવાયના લોકોને પ્રવેશ આપવા આવતો નથી એવું અહીં કેટલાક સ્થાને લખેલું જોવા મળે છે તેમજ આ મંદિરમાં કેટલાક ઉચ્ચા અને સોનેરી રંગના સ્થમ્ભ મુકેલા છે જેને બલી સ્થમ્ભ કહેવામાં આવે છે અહીં આવનારા લોકો એ કોઈને કોઈ વસ્તુ ની બલી આપવાની રહે છે. બલી નો અર્થ અહીં કુટેવો, વ્યસન, આદત અથવા બાધા મુકવાના અર્થમાં છે. મંદીર ના પરિસરમાં એક વૃક્ષ છે જે ખૂબ જ પવિત્ર અને માનતા પૂર્ણ કરનાર વૃક્ષ તરીકે ઓળખાય છે જેને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું તે અહીં આવીને મન્નત માંગે છે અને તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે એવું અહીં કહેવામાં આવે છે.  મંદિરની અંદર ૫૧ શિવલિંગ છે જેમાંનું એક શિવલિંગ મણી નું છે. એવું કહેવાય છે કે સુંદરેશ્વ ના જવા બાદ ઇન્દ્રને તે સ્થાન પરથી શિવલિંગ મળ્યું હતું અને પછી તેનું મંદિર બનાવ્યું હતું.  મંદિર શિવ ભક્તો ઉપરાંત કૃષ્ણ ભક્તો માટેનું પ્રિય સ્થળ માનવામાં આવે છે. વિષ્ણુને મિનાક્ષી ના ભાઈ તરીકે ઓળખાવેલા છે જેથી મિનાક્ષી અને સુંદરેશ્વ ના લગ્ન વખતે વિષ્ણુ એ જ પાણીગ્રહન કાર્ય કર્યું હતું એવું કહેવાય છે. જે પ્રસંગ ની ખાતરી આપતા હોય તેવા શિલ્પો અને સ્તૂપો અહીં બનાવવામાં આવ્યા છે. વિષ્ણુ પંથી ઓ માટે મદુરાઈ દક્ષિણ નું મથુરા કહેવાય છે. મીનાક્ષી મંદિરમાં દરરોજ સરેરાશ ૧૦ હજાર લોકો મુલાકાત લેવા આવે છે એપ્રિલ મેં મહિના દરમિયાન આવતાં મિનાક્ષી તિરુકલ્યાણમ તહેવાર દરમિયાન આ સંખ્યામાં અનેક ગણો વધારો થઈ જતો હોય છે.

રામેશ્વરમ

એક તરફ તોફાની અરબી સમુદ્ર અને બીજી બાજુ શાંત બંગાળ નો સમુદ્ર અને તેની વચ્ચે આવેલું રામેશ્વરમ. બે ફાટફાટ થાય તેવા સમુદ્ર ની વચ્ચે આવેલુ રામેશ્વર નું સૌંદર્ય કેવું હશે તેની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે છે તો પછી અહીં આવીને કેવી અનુભૂતિ થતી હશે તેનું વર્ણન કરવું ભારે અઘરું છે. મિનાક્ષી મંદિરની જેમ રામેશ્વરમ નો ઇતિહાસ ઘણો જૂનો છે અને તેના કરતાં પણ ઘણો જૂનો છે એમ કહીએ તો પણ ખોટું નથી. પૌરાણિક કથા અનુસાર રાવણને મારીને રામ જયારે સીતા માતા ને પાછા લઈ આવ્યા ત્યારે તેઓએ બ્રહ્મ હત્યાના પાપ માંથી મુક્તિ મેળવવા જે સ્થળે શિવલિંગ સ્થાપીને પૂજા કરી હતી અને યજ્ઞ કરાવ્યો હતો તે સ્થાન એટલે રામેશ્વરમ જ્યોતિર્લિંગ. જે આજે રામેશ્વરમ ના રામનાથસ્વામી મંદીર માં જ્યોતિલીંગ સ્વરૂપે છે. ધાર્મિક દ્રષ્ટિએ રામેશ્વરમ તીર્થનું મહત્વ અનેક ગણું વધારે છે હિન્દૂ ધર્મમાં ચાર ધામ ની યાત્રાને સૌથી મોટી અને મુખ્ય ગણાવી છે. આ રામેશ્વરમ ચાર ધામમાંનું જ એક ધામ છે. તેમ બાર જ્યોર્તિલિંગ માનું એક જ્યોતિર્લિંગ પણ છે. હવે આપણે રામેશ્વરમ ની વર્તમાનની વાત કરીએ તો તામિલનાડુના અને દેશના છેડે આવેલા રામનાથપુરમમાં રામેશ્વરમ મંદિર સ્થિત છે આ નાનકડા ટાપુ જેવા શહેરને ભારતની સાથે પાબંન પુલ જોડે છે. રામેશ્વરમ મંદિર ની અંદર ૨૨ કુંડ છે જેમાં પવિત્ર પાણી છે જેમાં સ્થાન કર્યા બાદ શિવલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જેમાં સૌથી પવિત્ર કુંડ અગ્નિતીર્થમ કુંડ છે. જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામ એ અહીં સ્થાન કર્યું હતું. રામેશ્વરમ મંદિરની અંદર પણ ૧૨૧૨ પીલર આવેલા છે. તેમજ મંદિરનો વિસ્તાર પણ ખાસ્સો એવો મોટો છે. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છત ની સાથે ઉભું હતું પરંતુ ૧૨ મી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલા પણ મંદિરો આવેલા છે તેના કરતાં સૌથી લાંબો કોરિડોર આ મંદિર ધરાવે છે. અહીં બે શિવલિંગ છે એક હનુમાનજીએ સ્થાપેલો અને બીજો સીતામાતા એ સ્થાપેલો. જેની પાછળ એક પૌરાણિક વાર્તા છે. જેના પ્રમાણે રામ ભગવાને હનુમાન ને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગના દર્શન કર્યા બાદ જ સીતા માતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગ ની પૂજા થશે. જે પરંપરા આજે પણ ચાલતી આવે છે. રામેશ્વરમ માં હનુમાન મંદિર છે જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણા મંદિરો આવેલા છે જે દરેક અલગ અલગ ઇતિહાસ ધરાવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED