રહસ્યમયી સ્થળો Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમયી સ્થળો

મજબૂત કાળજા ધરાવતાં લોકો જ આ સ્થળે આવી શકે છે!

આજે આપણે એવા ડેસ્ટિનેશન અથવા સ્થળની વાત કરવાના છે જ્યાં મજબૂત કાળજા ધરાવતાં લોકોને જ એન્ટ્રી લેવાની સલાહ અપાઈ છે. તેમછતાં, જો કંઈ નવું જાણવાની અને જોવાની ઉત્કંઠા હોય તો આ સ્થળોએ મોજ ખાતર પણ એક વાર જઈ શકાય છે. આજે આપણે અહીં એવા જ એડવેન્ચરથી પ્રચૂર એવા સ્થળોની અંદર ઝાંકવાના છે જે રોમાંચની સાથે થોડો ભય અને અચરજ પણ ઉતપન્ન કરશે.

સાળંગપુર હનુમાન

બોટાદમાં આવેલ સાળંગપુરનું પ્રખ્યાત કષ્ટભંજન હનુમાન મંદિરનું નામ એડવેન્ચર સ્થળોની યાદીમાં આવે છે. ૧૭૦ વર્ષ જુના આ મંદિરની સ્થાપના ભગવાન સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામીએ કરી હતી. જેની ગણના એક ચમત્કારિક મંદિરમાં કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિને ભૂતપ્રેત કે પછી ખરાબ નજર લાગી હોય તેની નજર અહીં ઉતારવામાં આવે છે. જેના માટે મંદિરની નજીકમાં એક સ્થાન છે જ્યાં તેમને લઈ જવામાં આવે છે. અહીં મેલી નજર અને છાયા ઉતારતી વખતે જે દ્રશ્યો સર્જાય છે ત્યારે અચ્છા અચ્છાના રુંવાડા ઉભા થઇ જાય છે. માનસિક રોગથી પીડાતાં લોકોને પણ જો અહીં મંદિરમાં લાવીને હનુમાનની મૂર્તિના દર્શન કરાવે તો તે વ્યક્તિ સાજો થવા લાગે છે. આવા અનેક કેસમાં પોઝિટિવ રિઝલ્ટ આવતાં અહીં આવનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં રોજ ૩ થી ૪ હજાર લોકો મંદિરમાં દર્શનાર્થે આવે છે. મંગળવારે અને શનિવારે આ સંખ્યામાં બે ગણો વધારો થાય છે.

કરણી માતા મંદિર

રાજસ્થાનમાં આવેલું કરણી માતાનું મંદિર અહીં ફરતાં ઉદરોના લીધે જાણીતું છે. હજારોની સંખ્યામાં જીવતાં ઉંદરો આજે પણ મંદિરમાં ફરતાં જોવા મળે છે. જેઓ કોઈને હેરાન કરતાં નથી. આ ઉંદરોની સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી હોય કોઈપણ વ્યક્તિ તેમને હાનિ પહોંચાડવાનો કે પછી નુકશાન કરવાની હિંમત કરતાં નથી. અહીં એવી પણ માન્યતા છે કે જો કોઈને સફેદ ઉંદર જોવા મળે તો તે લકી છે જો ઉંદરથી ડર નહીં લાગતો હોય તો આ મંદિર અચૂક જોવા જેવું છે.

લદાખની જાદુઈ ટેકરી

ગુરુત્વાકર્ષણના બળના લીધે આપણે ધરતી તરફ ખેંચાઈ છીએ. તે વિશે તો બધાં જાણે છે પરંતુ પૃથ્વી પર એવા પણ સ્થળો છે જ્યાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોઈ કામ આપતો નથી. જેમાંનું એક સ્થળ છે. લદાખની ટેકરી. આ ટેકરી ચુંબકત્વ શક્તિનું  નિર્માણ કરે છે જેને લીધે આ ટેકરી પર ચાલતાં વાહનોથી માંડીને મનુષ્યો ઉપરની તરફ ખેંચાણ અનુભવે છે. અહીંયા સુધી કે આ ટેકરી પર પાર્ક કરેલી ગાડી સુધ્ધાં પણ ટેકરીની ટોચ પર પહોંચી જાય છે. અહીં પાર્ક કરેલી ગાડી કલાકે ૨૦ કિલોમીટરની ઝડપે ટેકરી ઉપર ચઢતી જોવા મળી છે. અહીંયા સુધી એવું પણ કહેવામાં આવે છે કે આ સ્થળની ઉપર હવાઇજહાજને પણ પસાર થવાની પરવાનગી નથી. જેથી ભારતીય પાયલોટને તેની અગાઉથી સૂચના આપી દેવામાં આવે છે. જો તમે અહીં આસપાસ જવાનો પ્લાન બનાવતાં હોવ તો આ સ્થળે અચૂક ફરી આવજો મજા આવશે.

મ્હેંદીપુર બાલાજી મંદિર 

રાજસ્થાનમાં આવેલું હનુમાનનું મંદિર પણ સાળંગપુરના હનુમાનના મંદિરના જેમ ઘણું જાણીતું છે. આ મંદિર વળગાડ મુક્તિ માટે જાણીતું છે. વર્ષો અગાઉ અરવલ્લી હિલ પર હનુમાનની એક છબી જોવા મળી હતી ત્યારબાદ આ સ્થળે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી લઈને આજ સુધીમાં અહીં રોજ સેંકડો લોકો વળગાડ દૂર કરવા માટે દૂર દૂરથી આવે છે અને પાછા સાજા થઈને ઘરે જાય છે જો કોઈ વ્યક્તિ પર અન્ય આત્માએ કબ્જો મેળવી લીધો હોય તો તે મંદિરના પ્રાગણ માં પ્રર્વેશતાની સાથે વિચિત્ર થવા લાગે છે. એવી અહીં લોકવાયકા છે. 

કુલધારા

રાજસ્થાનમાં રણપ્રદેશમાં ફરવાની મજા તો બહુ આવે છે પરંતુ ફરતાં ફરતાં ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખરો કે આ કેટલાય ગજ ઊંડી રેતીની અંદર કેટલો દર્દનાક ઇતિહાસ દબાયેલો હોય શકે છે? નહીંને? આપણે અહીં વાત કરી રહ્યા છે કુલધારાની. જેસલમેર જતાં રસ્તામાં કુલધારાનું રણ આવે છે. આમ તો શાંત અને નિર્જન દેખાતું રણ કેટલું ભયાનક હોઈ શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કુલધારા. વાત જાણે એમ છે કે વર્ષો અગાઉ અહીં એક સુખી સંપન્ન ગામ હતું ગામના સરપંચની સુંદર કન્યા તે સમયના વિલાસી દીવાનના નજરમાં વસી ગઈ હતી. તે દિવાન તેને ગમે તે ભોગે પામવા માંગતો હતો. પરંતુ સરપંચ અને તેની દીકરીને તે પસંદ ન હતું. છેવટે આ દિવાને ગામમાં સિપાઈ મોકલીને પેલી છોકરીને લઈ આવવાનો આદેશ આપ્યો. આ સિપાઈઓ જેવા ગામમાં આવ્યા કે ત્યાંના લોકોએ યુક્તિ વાપરીને સિપાઈઓને સમજાવ્યા અને કહ્યું કે તેઓ કાલે આ યુવતીને દીવાનને સોંપશે. સિપાઈઓ ગામના લોકોની વાત માનીને પાછા ગયા પરંતુ જયારે તેઓ બીજા દિવસે પાછા ફર્યા ત્યારે અહીં નહિ તો કોઈ ગામ હતું કે નહીં તો કોઈ માણસ કે નહીં કોઈ પશુ. આખરે એક જ રાતમાં આખે આખું ગામ ગાયબ કેવી રીતે થઈ શકે? અહીંના લોકોનું કહેવું છે કે દીવાનથી બચવા માટે આ આખા ગામને હવામાં ગાયબ કરી દેવામાં આવ્યું હતું અને આજ સુધી આ ગામના લોકો વિશે કોઈ માહિતી મળી શકી નથી. અહીં રાત્રીના સમયે આજે પણ ભયજનક અવાજો અને પશુઓના અવાજ સાંભળવાં મળે છે. તે સમયના લોકોના ઘોડા હજીએ અહીં ફરતાં દેખાય છે. તેમજ અનેકને ખરાબ અનુભવ પણ થઈ ચૂક્યા છે. જો તમારે જેસલમેર જવાનું થાય તો આ સ્થળની એક ઊડતી વિઝીટ લઈ લેજો.

હવામાં ઉડતો પથ્થર

ભારત દેશ અનેક અજાયબીઓની સાથે અનેક રહસ્યોથી પણ ભરેલો છે. અમુક રહસ્યો તો એવા પણ છે જેને હજી મોટા મોટા મહારથીઓ પણ ઉકેલી શક્યાં નથી. મહારાષ્ટ્રમાં પુના નજીક એક ગામ આવેલું છે જેનું નામ છે શિવપુર. જે ઉડતાં પથ્થરોને લીધે વધુ પ્રખ્યાત છે. આ પથ્થર માટે એવી લોકવાયકા છે કે જો કોઈ ૧૧ વ્યક્તિ આ પથ્થર પર તેની આંગળી મૂકીને એક મંત્ર નો ઉચ્ચાર કરે તો આ પથ્થર હવામાં તરવા માંડે છે. આ પથ્થરનું વજન અંદાજે ૨૦૦ કિલો જેટલું છે. ઘણાં લોકો આ બાબતને માનતા નથી અને તેને કોઈ વૈજ્ઞાનિક કારણ બતાવે છે. તેની પાછળ જે કારણ હશે તે પરંતુ આપણે તેનાથી કોઈ મતલબ નથી આપણે માત્ર સ્થળોની વિશેષતા અને આકર્ષણોને એન્જોય કરવાના છે.

આતો હજી થોડા અને ફેમશ કહી શકાય તેવા સ્થળોનું વિવરણ હતું આ સિવાય પણ દેશમાં એવા અનેક સ્થળો છે જેના પરથી રહસ્યનો પડદો હજી ઊંચક્યો નથી.