Madagascar island - 4 books and stories free download online pdf in Gujarati

મદગાસ્કર ટાપુ - 4

ટાપુ પર કેટલા લોકો હતા..?

જ્હોન,રાજુ,સૂર્યદીપ,ડ્રેકો,વિક્ટર અને બાકી બધા ઇથોપિયનો  આ બધા એક જ ટાપુ પર આવી પહોંચ્યા હતા જેમાં રાજુ, સૂર્યદીપ અને ડ્રેકો ને આમાંથી કોઈ સાથે લેવા દેવા ન હતી એટલે તે લોકો એક જગ્યાએ છુપાઈ ને જ બધું નિહાળી રહયા હતા..



વિક્ટર મોટેથી હુમલો કરવાનો આદેશ આપ્યો અને બધા એકીસાથે જ્હોન અને તેના સાથીઓ પર તૂટી પડ્યા , સામેથી રેડ ટેરર ના લોકો એ પણ જવાબી હુમલો કર્યો અને વાતાવરણ યુદ્ધમય થઈ ગયું, જ્હોન બધી મહિલા , બાળકો અને વડીલો ને કુવા માં જતું રહેવા ચુચના આપી. કુવા થી નજીક માં એક ઝાડ હતું તેની સાથે દોરી બાંધેલી હતી જે કૂવામાં અંદર સુધી જતી હતી જેથી કૂવામાં ઉતરવામાં અને બહાર નીકળવામાં સરળતા રહે. જેવા બધા અંદર જતા રહ્યા કે રેડ ટેરર ના માણસે તેના પર લાકડી પાથરી દીધી અને તેના પર ઘાસ નાખી દીધું જેથી કૂવો વિક્ટર ના નજર માં ન આવે..



રેડ ટેરર ના લોકો જલ્દી હારે તેવા ન હતા ઉલટાનું તેની સંખ્યા ઓછી હોવા છતાં તે વિક્ટર ની સેના પર ભારે પડતા હતા..!!!



સૂર્યદીપ નું આ બધું જોઈને લોહી ઉકલતું હતી તેને પણ વિક્ટર ના સૈનિકો ને મારવાનું મન થતું હતું અને તે ગુસ્સા માં ઘણી વાર તેની જગ્યાએ થી આગળ આવી જતો ત્યાં રાજુ તેને સમજાવતો કે ભાઈ થોડી વાર શાંતિ રાખ છુપાઈ રહેવામાં જ આપડી ભલાઈ છે અને આપણે એ પણ નથી જાણતા કે કોણ સાચું છે અને કોણ ખોટું આ ડ્રેકો ને ખબર હશે પણ ખેર હુતો પાછો ઇન્ડિયા જવા માંગુ છું આપડે આ બધા ચક્કર માં નથી પડવું. જેવી રાજુ એ વાત પૂરી કરી કે ડ્રેકો બોલ્યો મારા મતે જ્હોન રેડ સારો માણસ છે.કોઈ તેને ઇથોપિયા માં હીરો તો કોઈ તેને ક્રાંતિકારી માને છે.



વિક્ટર ની સેના રેડ ટેરર કરતા ઘણી મોટી હતી અને રેડ ટેરર નો લીડર અને તેના સાથીઓ પણ થાકી ગયા હતા, કોઈ ના માં પહેલા જેવી તાકાત રહી ન હતી..



વિક્ટરે મૌકા નો લાભ લઇ જ્હોન ને પાછળ થી પકડી લીધો અને તેના હાથ જોરથી દબાવી રાખ્યા અને બધા સૈનિકો ભેગા મળી  જ્હોન ને બંદી બનાવી લીધો અને ધીમે ધીમે રેડ ટેરર નું પણ મનોબળ તૂટી ગયું. અને બધા થાકેલા હોવાથી ધીમે ધીમે પકડાઈ ગયા.!!


વિક્ટર ને જે જોઈતું હતું તે મળી ગયું હતું.


તેણે જ્હોન ને બંદી બનાવી પાછો ઇથોપિયા લઈ જઈ રહ્યો હતો ત્યાં અચાનક કઈ ભૂલતો હોય તેમ માથે હાથ દઈ ઉભો રહ્યો અને તેના સૈનિકો કહ્યું કે જ્હોન ને તમે ટાપુ કિનારે વહાણ મા લઈ જાવ હું થોડી વાર માં આવું છું એમ કહી વિક્ટર પાછો જ્હોન રેડ ની ઝૂંપડી માં કઈક શોધતો હોય તેમ બધી ઝૂંપડીઓ માં ફરી વળ્યો અને વિચાર કરવા લાગ્યો કે મેં સાંભળ્યું હતું કે જ્હોન ની સાથે ઇથોપિયનો પણ આવ્યા હતા તો એ લોકો કેમ નજર નહોતા આવતા..



ત્યાં ન જોવાનું વિક્ટર જોઈ લે છે...?



વિક્ટર ની નજર એક ઝાડ પર પડે છે અને તેની આસપાસ એક દોરડા જેવું વિટાળેલું હોય છે.. થોડી વાર તો સમજ ન પડી પણ જેવો નજીક આવ્યો ત્યાં તેને ખબર પડી કે આ દોરડું તો જમીન માં જાય છે . અને તરત તેને કુવા પરની લાકડી અને ઘાસ દૂર કર્યું અને અંદર જોયું તો કશું દેખાતું ન હતું !!!



આગળ જાણવા માટે વાંચો..




       --------◆ ઇથોપિયા સામ્રાજ્ય ◆---------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED