મદગાસ્કર ટાપુ - 2 Parixit Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મદગાસ્કર ટાપુ - 2

રોબર્ટ કલાઈવ ઇંગ્લેન્ડ પહોંચે છે અને ત્યાં જઈ ને જુવે છે તો 901 માંથી ખાલી 900 વહાણ જ પહોંચે છે એક વહાણ ગાયબ છે..!!!

રાજુ એ પેલા અંગ્રેજ અધિકારી ને ઈશારો કર્યો કે મને પણ તમારી સાથે લઈ લ્યો..અને અંગ્રેજ અધિકારી એ થોડું વિચારી હા ભણી દીધી. 

રાજુ જે વહાણ માં હતો તેનું નામ સ્ટાર્ક હતું, સ્ટાર્ક નો નંબર 561 મો હતો, રોબર્ટ કલાઈવ નું ધ્યાન રાખવા, અને ઇંગ્લેડ સુધી ની બધા વહાણ ને પહોંચાડવાની જવાબદારી સર એરિક વોટસન ના હાથ માં હતી. એરિક વોટસન ના નેતૃત્વ માં 901 વહાણો નો કાફલો ઇંગ્લેન્ડ તરફ રવાના થવા નો હતો , શરૂઆત માં 20 મોકલ્યા પણ વાવાઝોડા અને દરીયાઇ તુફાન ના કારણે અડધે થી બધા સુરત બંદર પર પાછા ફર્યા , પછી એરિકે નક્કી કર્યું કે આપડે 5 ની ટુકડી માં જવાનું છે જ્યારે દરિયાઈ વાતાવરણ સારું હોય ત્યારે 5 ની ટુકડી માં નીકળવું એવી રીતે 5-5 વહાણો રવાના થઈ ગયા.


ખાલી વહાણો લઈ ને તો અંગ્રેજો આવ્યા હતા પણ સોનુ ભરેલા વહાણો ભરતીયો લઈ જઈ રહ્યા હતા..!! કેમ કે મોટાભાગ ના વહાણો ના નાવિકો ભારતીય હતા..!!!

એવી જ રીતે રાજૂ ના નશીબજોગ તેના વહાણ નો નાવિક પણ ભારતીય હતો, તે નાવિક નું નામ સૂર્યદીપ ચાવડા હતું.

સૂર્યદીપ શરીરે મજબૂત બાંધા નો ખડતલ આદમી હતો , તે માણસ કરતા જાનવર વધારે લાગી રહ્યો હતો. તે ધારે તો ત્રણ ચાર અંગ્રેજ ને એકલો દબોચી લે તેવો હતો, તેના ગળા માં સોનાની ચેઇન , સરસ કાલા રંગ ની રાજસ્થાની મોજડી અને એકદમ કડક રીતે વણેલી મૂછો ? અને ચમકદાર શેરવાની સાથે એક થાંભલે કોણી એ ટેકો દઈ ને ઉભો હતો તેને જોઈને એટલું કહી શકાય કે તે પૈસેટકે સુખી પરિવાર માંથી આવતો હતો..!! ,તેની એવી તો કઈ મજબૂરી હતી કે એટલા પૈસા હોવા છતાં તે વહાણ નો નાવિક બનવા તૈયાર હતો..!!! આ બધું દૂર થી જોઈને રાજુ થી રહેવાયું નહીં એટલે ત્યાં જઈ ને પૂછ્યું..

" ઇંગ્લેન્ડ જવાની તમને ઉતાવળ લાગે છે..!! "સૂર્યદીપ મન માં બબડયો કે ભાઇ આવું પૂછવાવાળો છે કોણ તેને રાજુ ને એક મુક્કો મારવાનું મન થયું કે કેવો વાહિયાત સવાલ પૂછ્યો છે..!!કેમ કે સૂર્યદીપ ને દેશ માટે કંઈક કરવું હતું અને અંગ્રેજો એ તેની જમીન હડપી લીધી હતી તેનો બદલો લેવો હતો.
સૂર્યદીપ બોલ્યો "ના ભાઈ બસ ભગવાન ની ઈચ્છા છે કે હું ઇંગ્લેન્ડ જવ...બાકી આપડે તો કઈ નાવિક છીએ નહિ પણ હું ચલાવતા જાણું છું, આતો ભુરિયાઓ નો દેશ જોવા જવું છે.!!" આવી રીતે બન્ને વાતો કરવા લાગ્યા અને બન્ને વચ્ચે સારી એવી બોન્ડિંગ ના કારણે દોસ્તી થઈ.. 


બધા વહાણો ધીમે ધીમે ઇંગ્લેન્ડ તરફ જઈ રહ્યા હતા 


ભારત થી ઇંગ્લેન્ડ તરફ જવા માટે ના બે દરિયાઈ માર્ગ હતા, એક શોર્ટકટ અને એક લાંબો માર્ગ.. અંગ્રેજો પણ એટલા મૂર્ખ તો ન જ હોય કે તે લાંબો રસ્તો પસંદ કરે એટલે આગળ ફોટામાં બતાવ્યું તેમ ઇંગ્લેન્ડ થી ભારત આવવા જવા માટે શોર્ટકટ દરિયાઈ માર્ગ નો ઉપયોગ કરતા..!!



રાતો સમુદ્ર !!

સઉદી અરેબિયા અને સુદાન ની વચ્ચે આવેલો છે આ રાતો સમુદ્ર લાલ રંગ ની શેવાળ અથવા લીલ ના કારણે તે લાલ રંગનો દેખાય છે...પછી આગળ જતાં કિનારા પર ઇજિપ્ત અને ઇઝરાયેલ આવે છે અને પછી ઇંગ્લેન્ડ..!! મોટા ભાગ ના વહાણો આ માર્ગે જ સફર ખેડતા અને ઇંગ્લેન્ડ જતા જ્યારે બીજો માર્ગ જેમાં આફ્રિકા તરફ ફરીને ઇંગ્લેન્ડ જવાતું હતું તે ઘણો લાંબો માર્ગ થતો હતો. સમુદ્ર  માં સમુદ્રી લૂંટરાઓનું જોખમ પણ ખરું એટલે ભુરિયાઓ તમારી જેમ શોર્ટકટ જ અપનાવતા..!!

બધા વહાણો પોતપોતાના વારા પ્રમાણે સુરત બંદર પરથી ઇંગ્લેન્ડ તરફ રવાના થતા હતા..સ્ટાર્ક નો વારો 561 મો હતો જે પણ નજીક આવતો હતો..

રાજ કે રહસ્યમયી રીતે ગાયબ થયેલા વહાણ ને ઇંગ્લેન્ડ તરફ કુચ કરવાનો દિવસ આવી ગયો હતો.

જે વહાણ માં રાજુ અને સૂર્યદીપ હતા તે વહાણ નો નંબર 561 અને તેનું નામ સ્ટાર્ક હતું, અંદર સોનામહોરો થી ભરેલી 400 પેટીઓ હતી. સ્ટાર્ક એકદમ આધુનિક વહાણ હતું , સઢ ને કાબુ માં કરવા માટે એક દોરી,નીચે ખાવા પીવા અને રહેવા માટે ની સગવડ, ઓઇલ અને ડીઝલ ના ડબ્બા, હોકાયંત્ર જેવી આધુનિક વસ્તુઓ પણ હતી..!! 7 અંગ્રેજ સૈનિકો પણ હતા જેથી કોઈ સમુદ્રી લૂંટેરા ના હુમલા સામે ખજાના ને સુરક્ષિત ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય.

વહાણ સુરત બંદરે થી ઉપડ્યું અને બધા પોતપોતાના કામે લાગ્યા સુર્યદીપ વહાણ ચલાવવામાં લાગી ગયો જ્યારે અંગ્રેજ સૈનિકો રોબર્ટ કલાઈવ વિશે પોતાની ગોસિપ કરી રહ્યા હતા અને રાજુ આ ભરીયા ઓ ને જોઈ રહ્યો હતો અને મનમાં તેને જોઈને હસી રહ્યો હતો..!!! 

અમુક દિવસો ના અંતે વહાણ લાલ સમુદ્ર નજીક આવી પહોંચ્યું હતું.

લાલ સમુદ્ર ની નજીક જ આફ્રિકા માં ઇથોપિયા આવેલું છે, ત્યાં રેડ ટેરર નામનું સંગઠન કે જે ત્યાંની રાણી ના ખિલાફ માં હતું અને રેડ ટેરર એ બળવો કર્યો હતો અને રાણી ના વિરૂદ્ધ માં ત્યાં ઘણું નુકસાન કર્યું હતું અને ત્યાં પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હતી એટલે રાણી એ તેના સેનાપતિ વિક્ટર ને રેડ ટેરર ના લીડર ને પકડવા માટે મોકલ્યો પણ વિક્ટર ને જાણવા મળ્યું હતું કે રેડ ટેરર નો લીડર અને તેના સાથી ઓ દરિયાઈ માર્ગે નાસી છૂટ્યા હતા અને ઇથોપિયનો પણ રાણી અને વિક્ટર ના ત્રાસ થી બચવા માટે ઇથોપિયા ના દરિયાઈ કિનારા પર જમાવડો થયો હતો.

સૂર્યદીપ પણ જાણતો હતો કે કંઈક તો ગડબડ છે એટલે તેણે જાતે કરી ને ઇથોપિયા ના કિનારા તરફ વહાણ ને વાળ્યું. પેલા અંગ્રેજ સૈનિકો થોડી વાર બબડયા પછી શાંત થઈ ગયા. જેવું વહાણ કિનારા પર પહોંચ્યું કે બધા ઇથોપિયનો ઉગ્ર બની ગયા અને વહાણ માં ચડવા લાગ્યા..!! અંગ્રેજ સૈનિકો તરત સમજી ગયા કે અહીંની પરિસ્થિતિ કાબુ બહાર છે એટલે તરત હવા માં ગોળી મારી અને બધા ને દૂર કર્યા અને પાછા ઇન્ડિયા તરફ જવા માટે સૂર્યદીપ ને આદેશ આપ્યો જેવું વહાણ પાછું વાળ્યું ત્યાં તો 12 ઇથોપિયનો વહાણ માં ચડી ગયા હતા અને અંગ્રેજો સાથે હાથે થી લડી રહ્યા હતા, રાજુ દૂર થી જ આ બધું જોઈ રહ્યો હતો અને ઇથોપિયનો ને ઈશારો કરતો હતો કે અંગ્રેજો ની બંદૂકો લઈ લ્યો.!! એવું જ થયું કે અંગ્રેજો ની બંદૂકો ઇથોપિયનો ના હાથ માં આવી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી ઉલટાનું તેને રાજુ અને સૂર્યદીપ પર પણ નિશાનો સાધ્યો અને બધા ને નીચે બેસી જવા કહ્યું.

એ 12 માંથી એક પોતાની જાત ને લીડર માનતો હતો, તે વહાણ માં બધે જ ફરી વળ્યો અને સોનામહોરો ની 400 પેટી પણ તેણે શોધી લીધી અને તેને જોઈને જ લાલચ જાગી તેના મનમાં..!! તે બધા ઇથોપિયનો ને વહાણ માં આદેશ આપતો હતો અને વહાણ નો માર્ગ પણ બદલી દીધો..!!

આફ્રિકા ના કિનારા પર એ લોકો વહાણ ને ચલાવવા લાગ્યા, અડધે પહોંચ્યા પછી એક વહાણ સામું આવી રહ્યું હતું તે ઇથોપિયા જતું હોય તેવું લાગી રહ્યું હતું. રાજુ , સૂર્યદીપ અને પેલા સાત અંગ્રેજો ને ઇથોપિયનો એ બંદી બનાવી લીધા હતા. અમુક દિવસો સફર કર્યા બાદ દૂર દૂર એક ટાપુ જેવું નજર આવતું હતું. ઇથોપિયનો ના લીડરે ઈશારો કર્યો અને બોલ્યો કે પેલા ટાપુ તરફ વહાણ ને દોરી લે... તે ટાપુ વિશે આફ્રિકા ના લોકો સારી રીતે જાણતા હતા. 

આ રહસ્ય વાળા ટાપુ નું નામ મદગાસ્કર હતું..!! તેને આફ્રિકનો લાલ ટાપુ પણ કહેતા કેમ કે ત્યાં લાલ પથ્થરો વિશાળ સંખ્યા માં હતા , તે દુનિયા નો ચોથો સૌથી મોટો ટાપુ હતો..!!


વહાણ સ્ટાર્ક જેવું મદગાસ્કર ના કિનારે પહોંચ્યું તો ત્યાં એક  ખાલી વહાણ કિનારા પર જ ઉભું હતું..!!! તે વહાણ કોનું હતું ? શુ તે ઇથોપિયનો હતા કે સમુદ્ર ના ખૂંખાર લૂંટેરા હતા..!!? 


તમારો પ્રતિભાવ અવશ્ય જણાવો કે શું થયું હશે ? 



આગળ જાણવા માટે વાંચો...


    ------------◆ મદગાસ્કર ટાપુ ભાગ 3 ◆--------------