madagascar island - 1 books and stories free download online pdf in Gujarati

મદગાસ્કર ટાપુ - 1

જ્યારે ભારત સોનાની ચકલી કહેવાતો તે વખતે સુરત માં રમણિકલાલ નો દબદબો હતો, તેનો કાપડ બજાર માં સારો એવો વેપાર હતો. તે વખતે બીજા દેશોમાં ભારત ના કાપડ, રૂ, મરી મસાલા વગેરે ની માંગ હતી.ઘણા પોર્ટુગીઝ ના વેપારીઓ સાથે રમણિકલાલ ને ધંધામાં ભાગીદારી હતી.!!

તેને ત્યાં રાજુ નોકર તરીકે કામ કરતો હતો, રાજુ ઉત્તરભારત નો હતો એટલે તે હિન્દી ભાષી હતો પણ ગુજરાત માં 15 વર્ષ થી હોવાથી ગુજરાતી સારું એવું બોલતો અને સમજી પણ શકતો. રાજુ પૈસે ટકે ગરીબ હતો પણ રમણિકલાલ ને ત્યાં 3 વર્ષ થી કામ કરતો હતો અને જીવન ગુજારો થાય એટલુ કમાતો હતો. તે વખતે પૈસા જેવું કંઈ ખાસ ચલણ ન હતું ત્યારે તમે મને વસ્તુ આપો ત્યારે હું તમને સોનુ આપું આવો લેણદેણ નો વ્યવહાર હતો. 

1 થી 11 મી સદી સુધી તો ભારત સમૃદ્ધ દેશ હતો પણ 7 મી સદી થી બહાર ના લોકો નો દોર ચાલુ થઈ ગયો હતો અને બધી મિલકતો અને સોનુ લૂંટી ને પોતાના દેશ ચાલ્યા જતા હતા. જેમ જેમ બધા ની નજર ભારત પર પડતી ગયી તેમ બધી જાત ના લોકો લૂંટ કરવા ભારત આવતા રહ્યા...ધીમે ધીમે ભારત માં ચાંદી ના સિક્કા અમલ માં આવ્યા , ભારત એ સમય નો લગભગ પહેલો દેશ હતો જેને ચલણ તરીકે ચાંદી ના સિક્કા ની શરૂઆત કરી અને પછી સોના ના સિક્કા અમલ માં આવ્યા..!!

રાજુ ના લગ્ન પિંકી સાથે થયેલા તે સ્વભાવે શાંત અને શરમાળ હતી. તેના લગ્ન ના હજુ માંડ સવા વર્ષ જ થયેલા. પિંકી હતી શાંત પણ ઘણી વાર પૈસા બાબતે બને વચ્ચે તકરાર થઈ જતી અને પિંકી શાંત માંથી ઉગ્ર થઈ પોતાના લક્ષણો બતાવી દેતી..?


આ બાજુ અફઘાની,ડચ, ના લોકો નો પેસારો ભારત માં વધી રહ્યો હતો અને બધું લૂંટી ને જતા રહેતા હતા. આ બધા લોકો ના ભારત પર લૂંટ કરવા પાછળ વાસ્કો દ ગામા અને એક ગુજરાતી નો હાથ હતો જ્યારે યુરોપ માં બધા ભૌગોલિક દેશો શોધવાની હોડ લાગી હતી ત્યારે જ વાસ્કો દ ગામા દક્ષિણ આફ્રિકા ના કિનારે પોતાનું વહાણ લઇ ને ઉભો હતો ત્યારે જ તેને એક ગુજરાતી સલાહક મળે છે અને વાસ્કો દ ગામા ને આફ્રિકા થી ભારત લાવવામાં મદદ કરે છે અને ભારત ની શોધ કરવામાં પહેલો ખિલાડી બને છે..?

પોર્ટુગીઝ પણ વાસ્કો દ ગામા ને લીધે ભારત પર વ્યાપાર કરવાના નામે આવી પડ્યું અને જુદા જુદા બંદરો પર પોતાના વેપાર ચાલુ કર્યા..

બ્રિટન ખેતી કરતો દેશ હતો, ત્યાં કશું ઔદ્યોગિક કે કશો જોવા લાયક આજના જેવો વિકાસ થયો ન હતો , ત્યાંની રાની એલિઝાબેથ ક્રૂર અને તાનાશાહ હતી. ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ની કે જે દેવા માં આવી ગઇ હતી અને તે વેપાર કરવા માટે બીજા દેશો શોધી રહી હતી. તેમાં જ તેને ખબર પડી કે આ બધો મરી મસાલો અને કાપડ જે આવે છે તે ઇન્ડિયા માંથી આવે છે અને પોર્ટુગીઝ ના લોકો પણ ત્યાં વેપાર કરી ને સમૃદ્ધ થયા છે, એટલે કમ્પની એ મહારાણી પાસે હિંદ મહાસાગર પર વેપાર કરવાની પરવાનગી માંગી, રાણી એ પરમિશન આપી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની 7 વહાણ લઈ ને હિન્દ મહાસાગર તરફ નીકળી...ત્યાં પણ તેને સફળતા ન મળી મોટા ભાગ ના વહાણ તોફાની હિંદમહાસાગર ના કારણે દરિયા માં ડૂબી ગયા.અને બાકી ના ઇંગ્લેન્ડ તરફ પાછા વળ્યા, થોડા દિવસો પછી બીજા 3 સમુદ્રી તોફાન ની ઝપટે ચડ્યા અને ત્યાં જ નષ્ટ પામ્યા..આવી અસફળતા બાદ રાણી એ હિંદ મહાસાગર તરફ જવાની પરમિશન ન આપી પછી કંપની એ ઘણી જીદ કરી એટલે ફરી રાણી એ પરમિશન આપી દીધી અને....


હેકટર નામનું વહાણ લંડન થી ભારત તરફ નીકળ્યું. તે વહાણ નો કેપ્ટન હૉકિંગ્સ હતો તેના નેતૃત્વ એકદમ ધીરજ થી કામ લઈ ભારત તરફ આગળ વધી રહ્યું હતું. અને છેવટે ભારત માં તેની એન્ટ્રી પણ સુરત ના બંદરે થી થઈ..!!

ભારત ના એ દિવસ થી જ ભુરિયાઓ નો પગ પેસારો થયો. હૉકિંગ્સ સૌથી પહેલા બાદશાહ જહાંગીર ને મળ્યો અને બધી વાત કરી કે અમે ઇંગ્લેન્ડ થી વેપાર કરવા માટે આવ્યા છીએ. જહાંગીર પણ અંદરથી હવા માં આવી ગયો કે મારા સાશન દરમિયાન જ આવા ભુરિયાઓ વેપાર કરવા આવ્યા હું તો ભાગ્યશાળી છું..!! એ હૉકિંગ્સ ના આવવાથી ઘણો ખુશ હતો જહાંગીરે હૉકિંગ્સ નું સ્વાગત કર્યું અને સારી એવી ભેટ પણ આપી.જહાંગીર ત્યારે નહોતો જાણતો કે આ હૉકિંગ્સ ના લીધે જ આપણો દેશ ગુલામ બનવાનો હતો..!!

આ બાજુ રાજુ ની જિંદગી એકદમ ઘસાઈ ઘસાઈ ને ચાલતી હતી. રમણિકલાલ પગાર(સોના ના સિક્કા) વધારતા ન હતા અને ઘરે પત્ની નો ત્રાસ હતો.રાજુ એકદમ નિરાશ હતો જિંદગી ટૂંકાવી નાખવાના પણ વિચાર આવતા પણ એવું કરવામાં તેની હિંમત નહોતી ચાલતી. રમણિકલાલ દેખાવે માથાભારે લાગતા હતા પણ તેનો સ્વભાવ એકદમ ભોળો અને દયાળુ હતો તે રાજુ ને સરપ્રાઈઝ આપવા માંગતા હતા . રાજુ ના હિસ્સા ના ઘણા સોના ના સિક્કા રમણિકલાલે એમ વિચારી ને છૂપાવી રાખ્યા હતા કે જો હું બધા સિક્કા રાજુ ને આપી દઈશ તો તે કામે આવતો બંધ થઈ જશે અને પૈસા ઉપર જ જીવવા લાગશે..!! એટલે હું જાતે સમય આવે ત્યારે આપી દઈશ એવું વિચારી તેનો પગાર પણ વધારતા ન હતા, ઘર પરિવાર શાંતિ થી ત્રણ ટાઈમ નું ખાઈ શકે તેટલું કરી આપતા..!!


હૉકિંગ્સ તો જહાંગીર ના આવકાર અને સમ્માન થી એકદમ ખુશ થઈ ગયો અને તે પણ પોતાનો હાથ અજમાવવા સુરત આવી પહોંચ્યો..!!

સુરત માં તેના સૌથી મોટા દુશમનો પોર્ટુગીઝ ના લોકો હતા. હૉકિંગ્સ ને પોર્ટુગીઝ ના લોકો સાથે જરા પણ ફાવતું ન હતું અને હૉકિંગ્સ એકલો પૈસા કમાવવા માંગતો હતો. તે પોતાના વેપાર માં ભાગ પડાવવા માંગતો ન હતો. ઘણી વાર બ્રિટન અને પોર્ટુગીઝ ના લોકો વચ્ચે તકરાર થઈ જતી. આવું ઘણી વાર ચાલ્યું એટલે હૉકિંગ્સ થી રહેવાયું નહિ એટલે હૉકિંગ્સ પોર્ટુગીઝ નો પહેરવેશ પહેરી સુરત ની પ્રજા પર નાની મોટી લૂંટ કરી અને તે બાદશાહ જહાંગીર ના દરબાર માં ગયો..!! અને કહ્યું કે પોર્ટુગીઝ ના લોકો દ્વારા સુરત ની જનતા પર અત્યાચાર કરવામાં આવે છે..!! પણ જહાંગીર માને કેમનો?

પોર્ટુગીઝ ના લોકો વાસ્કો દ ગામા ના ભારત શોધ્યા પછી ના સમય થી વેપાર કરતા હતા અને સારી એવી જહાંગીર ના મગજ પર છાપ પણ છોડેલી.

હૉકિંગ્સ પણ હાર માને તેવો ન હતો તેને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી ઘણી વાર જહાંગીર ને પોર્ટુગીઝ ના વેપારી ઓ સામે ભડકાવવા નો પ્રયાસ કરતો. આવું ઘણા દિવસો ચાલ્યું...!!!

અને છેવટે જહાંગીર પણ હૉકિંગ્સ ની વાત પર આવી ગયો અને પોર્ટુગીઝ ના લોકો ને સુરતમાંથી હાંકી કાઢ્યા અને ઇંગ્લેન્ડ ના દૂત ને જહાંગીરે પોતાના મહેલમાં રહેવાની પરવાનગી આપી. અને થોમસ નું જહાંગીર ના દરબાર માં સ્વાગત થયું એક ઇંગ્લેન્ડ દૂત તરીકે , થોમસ ખૂબ ચતુર હતો તે જાણતો હતો કે જહાંગીર ને ઈંગ્લીશ નથી આવડતું એટલે ખૂબ મોટી ચાલ રમી ગયો તેણે ઇંગ્લિશ પત્ર જહાંગીર ને આપ્યો જેમાં લખ્યું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ને સુરત માં કારખાનું સ્થાપવાની પરવાનગી આપો અને લૂંટ કરવાની પણ અનુમતિ આપો..!!!

જહાંગીર ને ઈંગ્લીશ આવડતું ન હતું એટલે તેને તેના ઈંગ્લીશ ના જાણકાર દરબારી ને સંભળાવવા કહ્યું અને તેના પર ધ્યાન આપ્યા વગર જહાંગીરે પોતાની સહી પણ કરી દીધી..!

પોર્ટુગીઝ ના વેપારી ઓ ને કાઢી નાખવાથી રમણિકલાલ નો વેપાર પણ ભાંગી પડ્યો હતો, દેવા માં આવી ગયેલા રમણિકલાલે રાજુ ને તેના હિસ્સા ના સિક્કા ની થેલી આપી ઘરે જવા કહ્યું..!! રાજુ એ ખોલી ને જોયું તો તેણે સપના માં પણ ન જોયા હોય એટલા સિક્કા હતા અને એ પણ સોનાના ..!!! છતાં જોઈએ એટલો ખુશ ન થયો કેમ કે પોતાના શેઠ ના વેપાર માં દેવાળું ફૂંકાયું હતું અને શેઠ ઘણા દેવામાં આવી ગયા હતા એટલે તને અમુક ભાગ લઈ બાકી ના સિક્કા શેઠ ને પાછા આપી દીધા..?

રાજુ ઘરે ગયો ત્યારે તેને બધી વાત તેની પત્ની ને કરી ત્યાં જ પિંકી ગુસ્સા માં આવી ગઈ અને બોલી કે દોઢો તેમાં ? આપડે ખાવા ના ફાંફાં છે અને તમે પાછા હરિચન્દ્ર બનવા નીકળ્યા છો..? હું તો પિયર જાવ છું જ્યારે તમારી પાસે સારા એવા પૈસા આવશે ત્યારે જ હું આવીશ..!!! રાજુ મનમાં બબડયો જા સ્વાર્થી પૈસા ની ભૂખી મારે પણ તારી સાથે નથી રહેવું..રાજુ થી આ તરત જ મનમાં બોલાઈ ગયું પણ રાજુ આ દુનિયા માં જો કોઈને પ્રેમ કરતો હોય તો એ પિંકી જ હતી..!! ઘર માં થતી કકળાટ ને રોકવા અને થોડા દિવસો માં પાછી આવી જશે એવું વિચારી રાજુ એ પિંકી ને રોકી નહીં અને જવા દીધી..પિંકી દરવાજે પોતાના સામાન સાથે ઉભી રહી અને મોટે થી બોલી..

" જો તો લાજ શરમ જેવું કશું જ નથી , મને જતી રોકતા પણ નથી..?, હવે તો મારે આ ઘર માં રહેવું જ નથી..!! " એમ કહી ચાલતી પકડી..?

રાજુ નું મોઢું જોવા લાયક હતું ન ઘર નો ન ઘાટ ના કૂતરા જેવી હાલત હતી.?

રાજુ એ અમુક વર્ષો આમતેમ રખડી ને નાનું મોટું કામ કરી ને કાઢ્યા, એકદમ ગરીબી માં જીવન જીવતો થઈ ગયો હતો ન રહ્યો હતો પત્ની નો પ્રેમ કે ન હતા એટલા પૈસા કે પોતાની જાત ને સંભાળી શકે

ઈસ્ટ ઇન્ડિયા કંપની નો વેપાર માં દબદબો હતો અને બાદશાહ જહાંગીર ની સહી બતાવીને પ્રજા અને નાના મોટા વેપારી ઓ પર લૂંટ પણ કરતી હતી..


પ્લાસી નું યુધ્ધ..!!!

ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ના લોકો ભારતમાં વેપાર અને લૂંટ કરવા જ આવેલા પણ પ્લાસી નું યુધ્ધ એ તેને ભારત પર રાજ કરવાની મહત્વાકાંક્ષા જગાડી હતી. પ્લાસી ના યુધ્ધ માં ઈસ્ટ ઇન્ડિયા કંપની ના ખાલી 300 આસપાસ સૈનિકો હતા અને તેનું નેતૃત્વ રોબર્ટ કલાઈવ કરી રહ્યો હતો. જ્યારે સામે 1500 થી પણ વધુ સૈનિકો હતા પણ ભૂલ ત્યાં થઈ કે સીરાજ ઉદ દૌલા નો સેનાપતિ જ ગદ્દાર નીકળ્યો અને તેને ભુરિયાઓ સાથે હાથ મિલાવી દીધા હતા.!! અને રાજા એ શરણાગતિ સ્વીકારી લીધી..!! 

રાણી એલિઝાબેથ અને ત્યાંના અધિકારી ઓ ને રોબર્ટ કલાઈવ ની 1500 સૈનિકો સામે જીત થયા ની વાત મળી એટલે રાણી ને ભારત પર રાજ કરવાની મહત્વકાંક્ષા જાગી અને તેને બીજા 52 અંગ્રજ વહાણો મોકલ્યા અને ધીમે ધીમે ભુરિયા ઓ એ આખા ભારત માં પકડ મજબૂત કરી.

રોબર્ટ કલાઈવ ને મહારાણી નો સંદેશો મળ્યો કે તમે પાછા ફરો , તમારું સન્માન અને બઢતી કરવામાં આવી છે.

સુરત ના બંદર પર 900 વહાણો તૈયાર થઈ રહ્યા હતા, રાજુ પણ ત્યાં જ કામ ની તલાશ માં હતો તેવા માં એક અંગ્રેજ ની નજર પડી એટલે તેને કામ માટે તેને જણાવ્યું કે આ કિંમતી સમાન તારે વહાણો માં ખડકાવવાનો છે..25 સોનાના સિક્કા આપીશ..!! 25 સિક્કા ની વાત પડતા જ રાજુ દોડ્યો અને ફટાફટ બધા બોક્સ વહાણો માં મુકાવવા લાગ્યો...કેમકે 25 સોનામહોર ની કિંમત બહુ મોટી હતી.


વહાણ ઉપડવાની તૈયારી માં હતા, એટલે રાજુ એ પેલા અંગ્રેજ ને પોતાને સાથે લેવા ઇશારા માં જણાવ્યું, પેલા અંગ્રેજ ને થયું કે બ્રિટનમાં આ સોનામહોર ની પેટી ઓ ને ઉતારવા માટે માણસો ની જરૂર તો પડશે જ... એટલે રાજુ ને સાથે આવવાની હા પાડી. બધા વહાણો અલગ અલગ દિવસે જતા હતા આમ રોબર્ટ કલાઈવ ના વહાણ ને ગણી ને 901 હતા..


જયારે બધા વહાણો બ્રિટન પહોંચ્યા ત્યારે ખબર પડી કે ખાલી 900 વહાણો જ બ્રિટન પર પહોંચ્યા હતા જ્યારે એક વહાણ દરિયાઈ માર્ગે જ કંઈક ગાયબ થયું હતું...!!

શુ તે રાજુ એ કર્યું હતું ? પોર્ટુગીઝ ના લોકો નો હાથ હતો ? સમુદ્રી લૂંટરાઓ હતા ? કે દરિયાઈ માર્ગે એવી તો કઈ મુસીબત આવી પડી કે આખું વહાણ જ બ્રિટન ન પહોંચ્યું..? આ રચના માં તમારો પ્રતિભાવ જરૂર આપજો અને કૉમેન્ટ કરી તમારા વિચાર પણ જણાવશો કે રાજુ નું વહાણ કોણે અને કેવી રીતે ગાયબ કર્યું હશે..!!!

આગળ જાણવા માટે વાંચો...


    ------------◆ મદગાસ્કર ટાપુ ભાગ 2 ◆--------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED