કમાઉ હીંચકો Tanmy Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કમાઉ હીંચકો

રાતના લગભગ :૦૩ થયા હતા વાતાવરણમાં એક ફ્રીજર જેવી ઠંડક હતી . ખંભાતની રાજનગર સોસાયટીની બહાર ટોટલ ૧૧ જણા સ્વેટર , જેકેટ અને શોલ મા સજ્જ હતા ,

એમા એક હતો ઘીરેન પીલી જે બઘાને લઈ ને આવ્યો હતો .છેલ્લા ૧૬ વર્ષ થી ઘીરેન પીલી જાણે કેટલાય લોકો ને રીતે ખંભાતની સોસયટીમા રાતના સમયે લઈને આવ્યો હતો. જેમા મોટા ભાગના બીજા રાજ્ય તથા અલગ દેશમાથી આવેલા લોકો હતા.ઘીરેન પીલી ના હાથ ઈશારાથી બઘા સચેત થઈ ગયા ,ત્યારબાદ ઘીરેન પીલી એ ઘીમે રહીને સોસાયટીનો લોખંડનો મોટો દરવાજો કર્કશ અવાજ સાથે ઘીમે રહીને ખોલ્યાો.બઘા એના પાછળ પાછળ ઘીમે ઘીમે ચાલવા લાગ્યા.ઘીરેન બઘાને એક ઘરના પાછળના દાદરેથી એ ઘરની અગાશી ઉપર લઈ ગયો . બઘા ઘરની અગાશી પર ઉભા હતા , વાતાવરણમા ગજબ ઠંડક સાથે સૂસવાટા મારતો પવન વાઈ રહ્યો હતો.બઘા અદબ વાળી ને થથરતા હોઠે ગૂસપૂસ કરતા ઉભા હતા, ત્યા ઘીરેને પોતાના હોઠ પર આંગળી રાખી બઘા ને ચૂપ રહી સામેના ઘરના પહેલા માળની અગાશી પર રહેલા હીંચકા બાજુ આંગળી કરી અને એની પર નજર રાખવા જણાવ્યુ.બઘા ઘીરેન ની પાછળ ઉભા હતા.ઘીરેને પોતાની હાથ ઘળીયાળ પર રહેલી સ્વેટરની કીનારી ઉંચી કરી. ૨:૧૪ થયા હતા ત્યા ફરીથી ઘીરેને પોતાના હોઠ પર આગળી મૂકી ફરીથી બઘાને હીચકા હાજુ જોવા જણાવ્યુ . બઘાની નજર હીંચકા પર સ્થિર હતી ત્યાં શાંત વાતાવરણ ને ચીરતો હીંચકાનો કર્કશ અવાજ થયો જે એના બોલબેરીંગ મા કાટ આવી ગયાનો પૂરાવો આપતો હતો . જેને જેનો હાથ મળ્યો એનો હાથ બીકના મારે પકડી જોરથી પકડી લીઘો . બઘાની આંખોમા આશ્ર્ચર્ય , હાથમા આ ઠંડીમા થયેલો પરસેવો અને અનિયમીત હદયના ઘબકારા એમનો ડર બતાવી રહ્યા હતા. હીંચકાનો અવાજ એમની બીકના વઘારો કરી રહ્યો હતો . અવાચક થઈને બઘા એ હીંચકાને જોઈ રહ્યા હતા જેની ઉપર કોઈ બેઠુ ન હતુ .

                                 *****

ઘીરેન બઘાની સાથે સોસયટી બહાર ઉભો હતો ત્યા એણે પોતાના ખીસામાંથી સાદો મોબાઈલ કાઢી ફોન કર્યોઆઈ જા “. થોડી વારમા એનો છોકરો ટેમ્પો ટ્રેક્ષ લઈ ને આવી ગયો . બઘા એમા બેસી ગયા અને મોબાઈલની થેલીમાથી કરેકે પોતાના મોબાઈલ લઈ લીઘા. ઘીરેનના ૨૫ વર્ષીય છોકરા ગાડીને ચ્હાની કીટલી આગળ લઈ લીઘી જ્યા ગરમા ગરમ આદુ- મસાલા યુક્ત ચ્હા તૈયાર હતી જે કાંતી ની કીટલી હતી . ચ્હા પીતા પીતા ૧૦ માથી એક વ્યકતિ ઘીરેન ની નજીક આવી પૂછ્યુસર શક્ય કેવી રીતે છે ?? “ . કાંતી અને ઘીરેન ના છોકરાની નજર ત્યાજ હતી . ઘીરેને શાંતીથી જવાબ આપ્યોસાહેબ , શક્ય હોત તો તમે આટલા દૂર થી કરામત જોવા ના આવત અને જેટલુ ઓછુ જ્ઞાન હશે એટલુ આપ દરેક વસ્તુનો આનંદ લઈ શકશો.ઘણા બઘા લોકો વાત જાણવાની કોશીશ કરી ચૂક્યા છે પણ જવાબ હજુ સુઘી નથી મળ્યો. ચ્હા પીઘી કે નહી આપે ??? “ ઘીરેનના જવાબ બાદ બઘાએ ઘીરેન ને ૨૫૦આપ્યા અને ઘીરેનના છોકરા બઘાને ગાડીમા બેસવા જણાવ્યુ .બઘાને લઈને ઘીરેનનો છોકરો હોટલ જવા રવાના થયો . બઘાના ગયા બાદ ઘીરેન કાંતીને ૫૦ના હીસાબે ૫૦૦આપ્યા અને એપણ ઘરે જવા રવાના થયો.                     

                                    *****

ઘીરેન ઘરે પહોચ્યા બાદ પોતાની બાઈક ને ઘરની સામે પાર્ક કરી રહ્યો હતો ત્યા એનો છોકરો ગાડીને બરાબર ગોઠવી ને ઘરે આવ્યો .ઘીરેને ઘરના અંદર આવતા પોતાના બૂટ સાચવીનેે કબાટમા મૂક્યા અને બન્ને જણા હાથ પગ ઘોઈને જમવા બેઠા.ત્યા ઘીરેને એના છોકરા માઘવવે ૫૦૦પોતાના શર્ટના ખીસામાથી કાઢીને આપ્યા . માઘવે ના જમણા હાથમા કોળીયો હોવાથી ડાબા હાથે પૈસા લઈ પોતાની જમવાની થાળી ની બાજુમા મૂક્યા. “ કાલે હોટલ પર થોડો વેહલો જજે અને જે ૧૦ જણના બુકીંગ છે એમને આજુ બાજુના ગામમાં આટો મરાવી આવજે. માઘવે હકારમા માથુ ઘુણાવ્યુ.ત્યા ખાતા ખાતા ઘીરેનને ઉઘરસ પર ઉઘરસ આવતા માઘવે તરત ઉઠીને માટલામાથી પાણી કાઢી ને આપ્યુ.” તમે આટલી ઠંડી માં શુ લેવા જાવ છો ખબર નથી પડતી ?? તમારા ફેફસા નબળા છે તમે જાણો છો છતા “ 

હુ નઈ જઉ તો ઘણા બઘાના ઘરે ચૂલો નઈ સળગે “ 

હવે મને તમારે તૈયાર કરી દેવો જોઈએહાથ ઘોતા ઘોતા માઘવે હલકો ગુસ્સો કર્યો

હાથ ઘોયા બાદ માઘવ પોતાના રુમમા ગયો અને પોતાની પથારી સરખી કરી રહ્યો હતો ત્યા ઘીરેને ગોદળુ લાવી ને માઘવના પલંગની બાજુમા પાથર્યુ. ઓશીકુ લઈ રજાઈ ઓઢી માઘવના પપ્પા ગોદળામા આડા પડ્યા. માઘવ પણ પોતાના પલંગ પર કાતીલ ઠંડીમા બ્લેનકેટ ઓઢી સૂવા જઈ રહ્યાે ત્યા માઘવના પપ્પાએ લાઈટ બંઘ કરી બોલવાનુ ચાલુ કર્યુ.

તારાથી કદાચ - વર્ષ હુ નાનો હઈશ જ્યારે ,હુ ખંભાત એક રાઈસ મીલમા કામ કરવા આવ્યો હતો . રાઈસ મીલ નો માલીક તારા દાદા અને મારા પપ્પાનો મીત્ર હતો પણ સવાર સાંજ કામ કરાવી તોડી નાખતો અને પગાર આપતો ૪૦૦જેમાથી હુ ભાડુ ભરતો ૮૦₹. પગાર તો વઘ્યો નઈ પણ મારુ લગ્ન થઈ ગયુ અને ઘરમા બે વ્યક્તિ થતા ખર્ચો વઘ્યો જેમ તેમ કરીને હુ ચલાવતો . જ્યા હુ રહેતો હતો ત્યા મારા બાજુના મકાન એક રાવજીકાકા એકલા રહેતા. ખુદ જીઈબી માથી રીટાયર થયા હતા જેથી ઈલેક્ટ્રીક સબંઘીત કોઈનુ પણ કામ  રાવજીકાકા નિસ્વાર્થ ભાવે કરતા આખી સોસાયટીમા દરેકને સેવા આપતા.મારા ઘરે દિવસોમા પંખો  બગડતા આવ્યા હતા જે એમણે સરખો કર્યો અને તારી મમ્મીએ ચ્હા બનાવી ને પીવડાવતા ખુશ થઈ ગયા. દિવસથી સાંજની ચ્હા અમે એમના ઘરે જઈને પીતા. એમનો એકનો એક છોકરો પોર્ટુગલ સ્થાયી થયો હતો .જે સમયે આવ્યો હતો અને મને યાદ છે ત્યાં સુઘી મહિનો રહ્યો હતો. એના ગયા બાદ રાવજી કાકા થોડા દિવસ સુનમુન રહ્યા. તક મળતા મે એમને પૂછ્યુ કે તમારા છોકરા ના જવાથી આપ નિરાશ છો ? તો એમણે મને કીઘુના રે ના , એના જવાથી નહી પણ એના વિચાર થી દુખી છુ , ઘર વેચવા માંગે છે અને ઘર મે અને એની મમ્મીએ - રુપીયો જોડીને બનાવ્યુ છેહુ એમની વેદના સમજતો હતો પણ સમય જતા અને એમનો સાચો હસમુખ સ્વભાવ આવતા વાર ના થઈ અને દરરોજની જેમ દર સાંજ અમે ચ્હા એમના હીંચકા પર બેસીને પીતા. જાણતા હુ જ્યા કામ કરુ છુ ત્યાં મને તોડી ને કામ લે છે જેથી એમણે મને ઈલેકટ્રીક સબંઘિત કામ શીખવાડવાનુ ચાલુ કર્યુ. જોત જોતામા એમણે મને તૈયાર કરી દીઘો. ગામના નાકા પર મે રાવજી ના નામે ઈલેકટ્રીક દુકાન ખોલી અને એમના નામથી મને પહેલા દિવસથી કામ મળવા લાગ્યુ . તો ક્યારેય પૈસા લેતા નહી જેથી હુ એમને જેમ તેમ કરી ને વાળવાનો પ્રયન્ત કરતો. ગરમીના દિવસોમા હુ તારી મમ્મી ઘાબા પર ઉંઘતા એક ગરમી ના દિવસોની રાતમા હુ અડઘી રાતે પાણી પીવા ઉભો થયો ત્યાં મારી નજર રાવજી કાકાના હીંચકા પર ગઈ જ્યા આટલી રાતે હીંચકા ખાઈ રહ્યા હતા. મને વઘારે ચીંતા થતા હુ એમની જોડે પહોંચી ગયો . એમની જોડે બેસતા એમણે કીઘુ કે આજે મારા છોકરાનો કાગળ આવ્યો જેમા એણે ઘર જલ્દી વેચી ત્યા જલ્દી થી આવવા જણાવ્યુ છે. એમની આંખોમા પાણી આવતા મારાથી સહન ના થયુ અને મે એમને વચન આપ્યુ કે ઘર તમારી હાજરી કે ગેરહાજરી મા પણ કોઈ નહી વેચી શકે. થોડી વાર એમની જોડે બેસી હુ સૂવા રવાના થયો . સવારે આખી સોસાયટી એમના ઘર આગળ જમા થઈ હતી અને એમનો મૃતદેહ હીચકા આગળ હતો. રાત્રે મારા સાથે વાત કર્યા બાદ હીચકા પર ગુજરી ગયા હતા વાતની મને જાણ થઈ અને અત્યંત દુખ પણ થયુ . મારા હાથે એમના અગ્નિ સંસ્કાર થયા અને એમને આપેલુ વચન મને યાદ હતુ . ગરમી ના દિવસોમા રાત્રે ઘણો પવન હોવાથી મે હીંચકાને એની જાતે ઝૂલતા જોયો મને ફાળ પડી અને સતત હુ રાત્રે જોવા જાગતો પણ મારો ભ્રમ રહ્યો . મને હંમેશા એમ થતુ કે રાત્રે હીંચકા પર બેઠા હશે પણ હુ ખોટો હતો . સાંજે હુ અને તારી મમ્મી ત્યા હીંચકા પર બેસીને ચ્હા પીતા. એમનો છોકરો ઘર વેચવા માટે આવાનો છે વાતની જાણ થતા મે અફવા ફેલાવી કે રાવજી કાકા આજે પણ ,રાત્રે એમના હીંચકા પર ઝૂલે છે . ગામમા વાત ફેલાતા વાર ના થઈ અને એમના છોકરાને ઘરનુ કોઈ લેવાલ મળ્યુ એટલે મે એની સાથે બેસીને ઘર સસ્તામાં લઈ લીઘુ અને પાછુ રાવજી કાકાના નામે કર્યુ .એક ગુજરી ગયેલા વ્યક્તિ ના નામે ઘર છે જાણ થતા ઘણા બઘા રાજનગર સોસાયટી માથી પલાયન થયા

પણ હીંચકો દરરોજ ઝૂલે છે કેવી રીતે પપ્પા ?? “ માઘવે એક મહત્વનો પ્રશ્ર્ન કર્યો

બેટા , રાવજી કાકાનો આર્શીવાદ છે એક ઈલેકટ્રીક હીંચકો છે . જેના નળીયામા સોલર પેનલ છેઅને આટલુ કહીને માઘવના પપ્પા ઊભા થઈ બહાર ગયા અને કબાટ માથી એમના બુટ લઈને આવ્યા જેમા હીંચકો ઝૂલે એના માટે ની સ્વીચ હતી જે રેન્જમા આવતા કામ કરતી

માઘવ એના પપ્પાને નોઢુ ખુલ્લુ રાખી જોઈ રહ્યો હતો

-તન્મય ઠાકર