Dhabado books and stories free download online pdf in Gujarati

ઘાબળો -૧

લિફ્ટમા ઉભા ઉભા ઉપર જોયુ ૨૩ નંબર લાલ રંગમા દેખાઈ રહ્યો હતો , ત્યા નંદન એ થાક થી નીતરતા ચેહરા સાથે પોતાના ખભા ઉપર પોતાની બેગ નો પટ્ટો સરખો કર્યો . તરત જ ઘરના દરવાજા તરફ જઈને ને બેગમાથી ચાવી કાઢી ઘરનો દરવાજો ખોલ્યો . નંદન જમવા માટેનુ ટીફીન બહાર થી લઈને આવ્યો હતો ટીવી જોતો જોતો જમ્યો.થોડી વાર મોબાઈલ મા ફેસબુક ચેક કરતા કરતા સમય પસાર કરી રહ્યો હતો ત્યા ફેસબુક પર એક મેટ્રીમોનીયલ સાઈટ ની જાહેરાત પર અટકી ગયો ત્યા મોબાઈલ પર એના પપ્પા નો ફોન આવ્યો. ફોન ના ઉપાડવાના વિચીત્ર હાવભાવ સાથે નંદને ફોન ઉપાડ્યો. 

ત્યા એક જ પ્રશ્ન જે એને એક જ સમયે દર વખત પૂછવામા આવતો “ જમી લીધુ બેટા , નંદુ ?? “ 

ત્યા નંદને એકદમ ઘીમા અવાજે કીઘુ “ હા , પપ્પા “ . થોડી વાર બન્ને ચૂપ રહ્યા ત્યા નંદન ના પપ્પાએ ઘીમા અવાજે પૂછ્યુ “ બેટા તને જોયે આજે ૨ વર્ષ વીતી ગયા , હવે ક્યા તો તુ ઈન્દોર આવ ક્યા તો તુ મને ત્યા બોલાવ જે તુ ક્યારેય કરીશ નહી “ નંદન કઈપણ બોલ્યા વગર મોબાઈલ પકડી ને બેસી રહ્યાો. નંદન ના પપ્પા આ વાત બરાબર જાણતા હતા કે એમની આ વાત પર નંદન ક્યારેય જવાબ આપતો નથી. 

“ ચલ ,તને ગમે તે ખરુ. બેટા ! “ નંદન ના પપ્પા એ નીરાશ અવાજે ફોન કાપ્યો . બીજી બાજુ નંદને ભીની આંખે જોર થી ચીસ પાડી ને પોતાનો હાથ પલંગ પર પછાડ્યો . થોડી વાર સુઘી સૂનમૂન પલંગ પર બેસી રહ્યો મોબાઈલ ચાર્જીગના લગાવતા પેહલા પપ્પા ને મેસેજ કર્યો “ પપ્પા હુ પણ હવે થાક્યો છુ ”  

                                   *****

આ વાત ને પાંચ છ દિવસ વીત્યા હશે ત્યા સવારે પેપર લેવા જેવો નંદને દરવાજો ખોલ્યો ત્યા સામે એના પપ્પા ઉભા હતા.કઈપણ બોલ્યા વગર વળગી પડ્યો અને કોઈપણ પ્રકાર ના અવાજ વગર એના ડુસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો અને એના પપ્પા એની પીઠ પર હાથ ફેરવતા રહ્યા એ પણ નંદન ને સમજી રહ્યા હતા. એ દિવસે નંદને ઓફીસમા રજા પાડી અને આખો દિવસ એના પપ્પા સાથે રહ્યો.રાત્રે જમીને બન્ને ફ્લેટ પર પાછા આવ્યા. નંદન ફ્રીજ માથી પાણીની બોટલ લઈને બહાર આવ્યો એના પપ્પા બાલ્કની મા બેઠા હતા ત્યા નંદને પાણી ની બોટલ એના પપ્પા તરફ ઘરી અને સામેની બીજી ખુરશી મા બેઠો. ૨૩ મા માળ પર આવેલા ફ્લેટ ની બાલ્કની મા પવન સળસળાટ આવી રહ્યો હતો. “ બઘુ બરાબર છે ?? નંદુ ?? “ નંદનના પપ્પા એ પૂછ્યુ. નંદન કઈપણ બોલ્યા વગર બેસી રહ્યો. “હા , હા બધુ બરાબર છે પપ્પા” 

“ તારા અવાજ , તારા છેલ્લા મેસેજ અને મારા અનુભવો નો પીટાળા પરથી લાગતુ નથી કે તને કોઈ પ્રોબલેમ નથી “

નંદન ચૂપચાપ બેઠો હતો. નંદને તરત જ વાત બદલીને જલ્દી થી બન્ને સુવા જતા હતા પણ નંદને કીઘુ 

“પપ્પા તમે મેઈન રુમ મા સૂઈ જજો મને એકલા જ ઉંઘ આવે છે” . નંદનનની વાત માની તો લીઘી પણ અચરજ એમને ચારે તરફ થી ઘેરી વળ્યુ . એ રાત્રે નંદન ના રુમ નો દરવાજો મોડી રાત્રે ખુલતા નંદનના પપ્પાની પણ આંખ ખૂલી ગઈ. એમણે ઉંઘતા ઉંઘતા ઝીણી આંખે જોયુ કે નંદને એક ચાવી થી બીજા રુમનો દરવાજો ખોલ્યો અને ચૂપચાપ એમાથી કઈક લઈ પોતાના રુમમા ફટાફટ ઘૂસી ગયો. આ વાતથા હેરાન નંદનના પપ્પા આખી રાત છાતી પર એક વીચીત્ર ભાર લઈ જાગતા રહ્યા .સવારે વેહલા ઉઠવાની ટેવ સાથે દેવેન્દ્રભાઈ જાગ્યા નંદન ના રુમ નો દરવાજો ઘીમે રહીને ખોલ્યો અને જોયુ તો નંદન પલંગ પર ઘ્રુજી રહ્યો હતાો ઉપરાંત દાંત કકડી રહ્યા હતા .માથા પર હાથ મુકતા જોયુ તો નંદન જબરજસ્ત તપી રહ્યો હતો .ગભરામણમા દેવેન્દ્રભાઈ વીચારે ચઢી ગયા કે કરવુ શુ ?? ત્યા નંદને એના પપ્પાનો હાથ પકડી લીઘો અને કડકડતા દાંત અને ઘ્રુજતા ,કાંપતા અવાજે બોલ્યો “ પપ્પા , આ રોજ નુ છે મટી જશે થોડી વારમા “ . દેવેન્દ્રભાઈ નંદનનો હાથ પકડી બીજો હાથ માથા પર ફેરવતા આંખમા પાણી લઈ એની સાથે બેસી રહ્યા . જોત જોતામાં નંદન નોર્મલ થઈ ગયો. એને સારુ થતી ની સાથે. દેવેન્દ્રભાઈ એ તરત જ એને પકડી ને પૂછ્યુ “ શુ થાય છે તને આ અને રોજનુ છે એનો મતલબ શુ ?? “ 

“ પપ્પા તમારી માટે ચ્હા આજે હુ બનાવીશ “

“ તુ વાત ના બદલ નંદુ ! એક જ ઝીંકીશ ને તને અવળા હાથની , તો આખી જીંદગી ઘ્રુજતો રઈશ અને આ બીજા રુમ ને તાળુ કેમ મારી રાખ્યુ છે તે ?? એમા શુ મૂકી રાખે છે તુ ? અત્યારે જ ખોલ અને રાત્રે તુ આ રુમ ખોલી ને શુ લઈને તારી રુમમા ગયો ? “ દેવેન્દ્રભાઈ ખૂબ ગુસ્સા મા હતા 

“ પપ્પા એ મારો પ્રોબલેમ છે અને મારી જીંદગી નો ભાગ છે કોઈને કહેવાથી કાઈ બદલાવાનુ નથી “ નંદને આરામથી જવાબ આપ્યો 

“ હુ તારો બાપો છુ નંદુ . સાત વર્ષ થી તુ આમ જીવે છે ? એક વાર કેહવુ તો હતુ મને બેટા ! તારી મા એ જન્મ આપ્યો છે તને પણ તને સારુ જીવાડી તો શકુ ને ? અને આ રુમમા શુ છે બતાવ મને “

નંદને વઘારે દલીલ ન કરતા પોતાના જનોઈમા બાંઘેલી ચાવી થી દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા ની સાથે દેવેન્દ્રભાઈ અંદર નુ દ્રશ્ય જોઈ સ્તબ્ઘ હતા “ નંદુ શુ છે આ બઘુ બેટા?”

“આ મારી લાઈફ લાઈન છે જે દિવસે આ મારી જોડે નહી હોય અ દીવસ મારો છેલ્લો દિવસ એટલે દર રવીવારે હુ સાત બીજા સ્ટોક કરી લઉ છુ .”

“આખો રુમ ભરી ને તે ઘાબળા રાખ્યા છે અને સવારે તુ ઘ્રુજતો હતો. આટલા બઘા ઘાબળા નુ કરે છે, શુ તુ ? આ ઘાબળા તારી લાઈફ લાઈન છે ? મને સમજાવ તુ .  શુ છે આ બઘુ” નંદને શાંત ચીત્તે એના પપ્પા ને ચ્હા બનાવવા જણાવ્યુ અને ચ્હા પીતા પીતા એ વાત નંદને જણાવવાની શરુ કરી કે જે એકલો જાણતો હતો. “ પપ્પા , આ કીસ્સો મારી જોડે ત્યારે બન્યો જ્યારે , હુ આજથી બે વર્ષ પહેલા ઘરેથી દીવાળી મનાવી ને ટ્રેનમા ઈન્દોર થી પૂના જઈ રહ્યો હતો અને મારી ટીકીટ તત્કાલ કરાવવાથી મને બેસવાની જ જગ્યા મળી હતી ઉપરાંત શીયાળો હોવાથી ઠંડી જોરદાર હતી અને ચાલુ ટ્રેનમા મારો નંબર દરવાજાથી પહેલોજ હતો. દરવાજો બરાબર બંઘ થતો ન હોવાથી ત્યાથી ઠંડી હવા મારા કાન પર જ આવી રહી હતી. આખી રાત કાઢવાની હતી એટલે હુ થોડી વાર આમતેમ તો ફર્યો ત્યા થાકી ને મારી જગ્યા એ બેઠો.રાત ઘણી થઈ ગઈ હતી બઘા સૂઈ ગયા હતા પણ આ ઠંડો પવન જે મારા કાન પર વારંવાર અથડાઈ રહ્યો હતો એ મને ઘ્રુજારી આપી રહ્યો હતો . ત્યા મારી નજર મારીથી બે સીટ દૂર એક સુતેલા વ્યક્તિ પર ગઈ જેના ખાલી પગ દેખાતા હતા અને એમને જે ઓઢેલુ હતુ એ ટ્રેનના હલવાથી ઘીમે ઘીમે નીચે સરકી રહ્યુ હતુ. મને એટલી ઠંડી લાગી રહી હતી કે એ સમયે કઈપણ ઓઢી લેવા તૈયાર હતો અને મારી પાસે કઈજ હતુ નહી . રાતના અંઘારાના એમનુ ઓઢવાનુ ઘીમે રહીને મે સરકાઈ લીઘુ ત્યાર બાદ એ ઓઢવાનુ આખુ માથે ઓઢી શાંતી થી બેઠા બેઠા સૂઈ ગયો.સવાર પડવા આવી હતી ત્યા એક સ્ટેશને ટ્રેન ઉભી રહી ત્યા ચાર પાંચ પોલીસ વાળા અને બીજા બે ચાર જણ ફટાફટ આવ્યા એ બઘા એજ જગ્યાએ ઉભા હતા જ્યાથી મે ઓઢવાનુ સરકાવ્યુ હતુ . એ વ્યક્તિના પગ જ મને દેખાઈ રહ્યા હતા . થોડી વાર બાદ સ્ટ્રેચર પર એમને મારી આગળથી જ લઈ ગયા હુ એમનો ચેહરો તો ના જોઈ શક્યો પણ ખૂલ્લા પગ જોઈ શક્યો અને એમના પગના નખે મારી હાથની કૂણી પર ઘસરકો પાડી દીઘો . થોડી વાર બાદ ટ્ર્ન ઉપડી અને ટ્રેનમા ગણગણાટ શરુ થયો . સવાર પડી હોવાથી હુ મારા બેગમાથી બ્રશ કાઢી બહાર બ્રશ કરવા ગયો ત્યા દરવાજે ઊભા ઊભા બે જણા વાત કરતા કે ઉંમર વાળા માજી હતા અને ડોક્ટરે એવુ કીઘુ કે ઠંડી ના કારણે એમનુ હદય બંઘ થઈ ગયુ . આ વાત સાંભળી મને કંપારી છૂટી ગઈ. એ દિવસ છે અને આજનો દિવસ એ માજી બરાબર એમના ગુજરી જવાના સમયે આવે છે અને એમના પગના નખથી મારા રુમ ની બાલ્કની ના સ્લાઈડર પર ટક્ ટક્ ટક્ કરે છે અને હુ એમને રોજ એક ઘાબળો આપુ છુ.અને એ જતા રેહ છે પણ એમને લાગેલી બઘી ઠંડી મને આપતા જાય છે અને સવાર સુઘી એમના જીવ ગયા ના સમય સુઘી હુ ઘ્રુજતો રહુ છુ “ 


બીજા રસપ્રદ વિકલ્પો