કાશી - ભાગ 2 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશી - ભાગ 2

             ચારે બાજુ અંધારુ ગોર હતું તમરા ને કૂતરાના જ અવાજ સંભળાતા એવામાં એક નેળીયામાં શિવો અને એની પાછળ પાછળ નવ પરણિત સ્ત્રી જેવી પાનેતર પહેરેલી ઘૂઘરા જેમ ઝાંઝર રણકાવતી સીતા ચાલે છે. શિવાનું તો આ રોજનું કામ હતું કે ભૂત પ્રેતનો સામનો કરવો એમની સાથે વાતો કરવી પણ આજે તો સીતા ને ઘેર લઈ જતો હતો . સીતા ને લગન કરવાના કોડ તો એ એને ઘેર ના લઈ જાય તો પણ કરી શકે છે... પણ મન માનતુ નથી એની જોડે વધુ વાતો કરવા જાણે મન કહેતું હોય એમ એના મનનું માનીતો થઈ એ ચાલે છે.. સીતાના મનમાં એ કંઈક નવા સપના ઘર કરે છે..... કોણ જાણે કેમ એ આ ભૂવા પાછળ પાછળ સહજ ચાલી આવી અને પોતાના મનની વાત કરી બસ પોતાનું લગન કરવાનું સપનુ પુરુ થાય એટલી એની આશ હતી... ના પ્રેમ કે લાગણી... લગાવ ની એને સમજ પડતી હતી પણ ભોળી એ પારેવડીએ ભૂવાનો સાથ જાલ્યો ને સાથે થઈ...
            શિવો ઘરે આવ્યો અને ખાટલામાં પડ્યો પણ ઉંઘ જ ના આવે અને સીતા એના ઘરના આંગણે બેઠેલી જોઈ  એ એના વિચારે ચડ્યો.... કોણ એવો મલે જે ભૂત જોડે લગન કરે ખાલી મોક્ષ અપાવવા... ? લોકો ભૂતથી તો ડરે અને આમે કાળી રાતની માયા ભયાવહ જ તો હોય છે....વિચારતા જ સવાર પડી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી શિવો ગામમાં નિકળ્યો.... . પહેલા તો એ વાઘરી વાસના પલમા પાસે ગયો એ એનો ખાસ મિત્ર  એને જઈ રાતે બનેલી ઘટના કહી .. અને તું કુવારો છે એટલે સીતા જોડે લગન કરે તેવુ હું ઈચ્છુ છુ એમ જણાવ્યું. થોડુ વિચારી પલમો બોલ્યો..... " ભઈ તું કે ત તો હું ધિગાણામાં તન બચાવવા જીવ દઉ પણ.... આ આપણ ન ના ફાવ માફ કર મન... ત્યાંથી  શિવો નિરાશ થઈ ગામમાં બે ત્રણ ઘરે જઈ વાત કરી જોઈ પણ બધેથી નિરાશા જ હાથે લાગી.... બધાની લાગણી ...ડર એ શિવો સમજતો હતો પણ આ મુક્તિ તો એને અપાવવી જ રહી . એમાં એક મિત્રએ એને સલાહ આપી કે તું જ લગન કરી લે તું એ કુંવારોસે અન તને તો આદતેસે.. ભૂતડાની... શિવાને વાત તો ગળે ઉતરી .. અને એ ઘર તરફ જવા લાગ્યો...
            શિવાની માં એની રાહ જોઈ બેઠી હતી. શિવાને આવતો જોઈ ડોશી એની જોડે ગઈ અને ધીમેથી બોલી.
"ભઈ.... આજતો મું હવારે વાડામ જઈ પાસા આવત મોડુ થઈ જ્યું અન ઘેર આઈ જોયું તો બધુએ કોમ કોકે કરી દિધેલું અન રોધિએ કાઢ્યું .... તું જો..."ડોશી હાથ પકડી એને ઘરમાં લઈ ગઈ ..સાચે ઘર અલગ જ રીતે સજાયેલું લાગ્યું . જમવાનું એ સુુંગંધ પરથી સ્વાદિષ્ટ લાગતું હતું. .. ડોશીને તો શિવાએ જેમ તેમ સમજાવી દિધી.... ડોશી કંઈક કામથી ગામમાં ગઈ શિવો હજી સીતાને યાદ કરે એટલામાં એ આવી એના ઝાંઝર રણક્યા... શિવાયે એને આવતાની સાથે જ પૂંછી લીધુ....."તે જ આ બધું કર્યુ.... ઘરમ..."
 જવાબમાં સીતા મલક મલક હસવા લાગી.. અને બોલી "કોઈ તૈયાર થ્યુ લગન માટ... "
     "ના , કોઈ ના મલ્યુ પણ તન વોધો ના હોય તો મું તૈયાર સુ...."
"હમ્મ..... મન કોય વોધો નઈ.... બસ છૂટુ ઓય થી...."
          એજ દિવસે રાતે બન્ને એ લગન કર્યા અને  સીતાએ જતા પેલા શિવાને માથે હાથ મુકિ એને  એવી શક્તિ આપી અને  એક વાતની એધાણી આપી.....  સીતા કોઈ સતી ના જેમ શુધ્ધ મનથી બોલી રહી..
    " શિવા આ શક્તિ તને નઈ પણ તારા એક ના એક છોકરાન મળસે તારો છોકરો બે લોકનો રક્ષક બનશે... પાતાળમ રાજ કરશે કાળી રાતનો કાશી થશે...આજથી એક વર્ષ પસી તન તારી જીવન સાથી મળશે.... એ બધાથી અલગ હશે પણ તમારા બેના જીવ એક હશે.... મું અવ જઉ શિવા મારો ટેમ થાવા આયો..."
           એક મિત્ર ના જેવો પ્રેમ ધરાવતા બે હૈયા જુદા પડતા હતાં બન્નેના આંખોમાં હરખના આશું હતા. સીતા શિવાને વળગી એનો આભાર માનતી એની બાહુપાશમાં જ મોક્ષપામી ગઈ....