svapnantika books and stories free download online pdf in Gujarati

સ્વપ્નાંતિકા


Swapnil કારનો હોનૅ  જોરજોરથી વગાડી રહ્યો હતો. ચલો,  અવંતિકા હવે મોડુ થાય છે યાર.  તારો આ રોજનો ત્રાસ છે ,પ્લીઝ..!
 બી.કોમ.ના સેકન્ડ યરમાં હતા સ્વપ્નિલ અને અવંતિકા. કૉલેજના સૌથી rich couple. અવંતિકા અને સ્વપ્નિલ બંનેના પેરેન્ટ્સ dr. હતા.  એસ.જી.હાઇવે પરની પૃખયાત હોસ્પિટલના પાર્ટનર પણ હતા,  અને ક્લોઝ ફ્રેન્ડસ પણ હતાં.  એટલે અવંતિકા અને સ્વપ્નિલની ફ્રેન્ડશીપ childhood thi જ હતી,  અને teenageના હોર્મોનલ ફેરફારના લીધે ફ્રેન્ડશીપ નું સ્ટેટસ “ઈન રિલેશનશિપ” થઈ ગયું.
‘બસ બે જ મિનિટ..!’ સેટેલાઇટ વિસ્તારના બંગલોની બાલકનીમાંથી આવીને અવંતીકાએ કહ્યું.
 સ્વપ્નિલે બાલ્કનીમાં ઉભેલી અવંતિકાને પોતાની કારમાંથી જ જોઈ રહ્યો. અવંતિકાના વાળ ખુલ્લા હતા ,જાણે કે તે હમણાં જ નાહીને આવી હોય તેવું સ્વપ્નિલે લાગ્યું.  તેની સુંદરતા જોઈને સ્વપ્નિલને તેની સાથે ફરીથી પ્રેમ થઇ ગયો..! સ્વપ્નિલે પોતાનો ડાબો હાથ ઊંચો કરીને wrist watch નો સૂચક ઈશારો અવંતિકાને કર્યો . આટલી દૂરથી પણ અવંતિકાના આંખનો પલકારો સ્વપ્નિલ સમજી ગયો.  આજે તો અવંતિકાને ખખડાવી જ નાખીશ આજે સ્વપ્નિલ  ગુસ્સાના મૂડમાં હતો..
 અને અચાનક ઘરના દરવાજામાં થી અવંતિકા નું આગમન થયું,  અને સ્વપ્નિલ ફક્ત તેને જોઈ રહ્યો.  જાણે રાજમહેલમાંથી કોઈ રાજકુમારી બહાર આવી રહી હોય તેવું તેને લાગ્યું. કોલેજમાં ફેસ્ટિવલ્સ ચાલતાં હતાં, અને અવંતિકાનુ એ one piece આજે ઘણા ને ઈર્ષા કરાવવાનું હતું..! બોયઝને સ્વપ્નિલની ઇર્ષા અને ગર્લ્સને અવંતિકાની સુંદરતાની..!
“ક્યુટ એન્ડ સેક્સી નું ખુબજ ડેડલી કોમ્બિનેશન હતું અવંતિકા નું”. કારમાં બેસતાની સાથે અવંતિકાના પરફ્યુમની એ સુગંધ  સ્વપ્નિલને બેકાબૂ કરવા માટે પૂરતી  હતી.
‘હવે મોડું નથી થતું તને? અવંતીકાએ કહ્યું’
 “એક કિસમાં મોડું નહીં થાય એમ કહી svapnill આગળ વધ્યો.” અવંતીકાએ તેને અટકાવ્યો: ‘એ બધું હવે પછી…!’
સ્વપ્નિલના ઇમોશન પર જાણે પાણી ફરી વળ્યું અને તે બધા જ ભાવ એના ચહેરા પર આવી ગયા.
 ‘તારો ચહેરો તો દેખ.! અવંતીકાએ કહ્યું.  lust ને થોડી કંટ્રોલમાં રાખો એમ કહી તે હસવા લાગી..!’  મિલે હો તુમ હમકો બડે નસીબો સે નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેની કારમાં વાગી રહ્યું હતું.  
શિયાળાની સવારમાં જ જાણે રોમાન્સન છે., સ્વપ્નિલે કહ્યું.
‘પણ મને બહુ જ ભૂખ લાગી છે, વહાલા રોમાન્સથી કંઈ પેટ ના ભરાય, અવંતીકાએ કહ્યું.’ એક જ શરતે જમાડીશ જો સાંજની આપણી date final હોય તો, svapnil બોલયો.
‘તુ કદી નહીં સુધરે,  અવંતીકાએ મોં મચકોડ્યું.  ચલ deal..! date final.
સાંભળ, સામે શંભુસ દેખાય છે. મારા માટે શંભુ સ્પેશ્યલ સેન્ડવીચ લઇ આવ.’
 સ્વપ્નિલ કારમાંથી ઉતરી અવંતિકા નો હુકમ પાડવા માટે આગળ વધ્યો.  અવંતિકા સ્વપ્નિલને જોઈ રહી હતી,  અને અચાનક કારમાં રહી ગયેલા સ્વપ્નિલના એ ફોન ના વોટ્સએપમાં આવેલો એક મેસેજ બ્લીંક થયો.  અવંતીકાએ એક સેકન્ડ માટે ત્રાંસી નજર થી ફોન જોયો અને તરત જ નજર સ્વપ્નિલ તરફ ફેરવી લીધી, પણ બેક-ટુ-બેક દસથી બાર મેસેજ આવી ગયા,  હવે અવંતિકા માટે આ મેસેજપર ધ્યાન ન આપવું અશક્ય હતું. સ્વપ્નિલના વોટસેપ નો પાસવડ અવંતિકાને મોઢે જ હતો.  વોટ્સએપ જોતા જ અવંતિકાની આંખો પહોળી થઈ ગઈ..!  મેસેજ હતા “tanvi મહેતાના”.  tanvi અને અવંતિકાની દુશમની બહુ જ જૂની હતી. tanvi સ્વપ્નિલ માટે કેટલી હદે પાગલ હતી તે આખી કોલેજને ખબર હતી. ખુદ અવંતિકાને પણ..! અવંતિકાની સુંદરતાને જો કોઈ ટક્કર આપી શકે તો તે tanvi એકમાત્ર હતી. 
 “હવે અવંતિકાને આપણાં વિશે કહેવાનો સમય આવી ગયો છે.  અને તારા પેરેન્ટ્સને પણ.. કારણ કે સ્વપ્નિલ પ્રેગનેન્સી કન્ફોર્મ છે, aત્યારે બધાને કહેવું જ પડશે નહીંતર બહુ જ મોડું થઈ જશે..! મને 5:00 વાગે મળ. લવ યુ…!” tanvi na
આ મેસેજ તો પતી ગયા પણ અવંતિકા એકના એક મેસેજ ફરી ફરીને વાંચી રહી હતી, તેને વિશ્વાસ જ ના આવ્યો કે કેમ અને શું કરવા આ થઈ ગયું.? તેની આંખોમાં ગુસ્સો હતો,  આંસુ હતાં,  ત્યાં અચાનક સ્વપ્નિલ આવી ગયો..!
 તારી સેન્ડવીચ સ્વીટહાર્ટ..
આંખોમાં ભરાયેલા આંસુની એક પણ બુદ અવંતીકાએ છલકાવાના દીધી,  અને પોતાના બધા જ ભાવ છુપાવીને તરત જ સ્વપ્નિલને એક સ્મિત આપીને કહ્યુ:
 “ડીયર તું કેટલું બધું કરે છે મારા માટે..!”
કાર કોલેજ તરફ વધી અવંતિકા વિચારોમાં હતી.  તેને ખબર હતી કે થોડા સમયમાં જ્યારે સ્વપ્નિલ પોતાના વોટ્સએપમાં tanvi ના મેસેજને રિડ  થયેલા જોશે એટલે તેને ખ્યાલ આવી જશે કે હવે કશું છુપાવા માટે નથી રહ્યું. કોલેજમાં પહોચતાની સાથે જ અવંતીકાએ કહ્યું 4:00 vage મને કોલેજના top ફ્લોરના આપણા પ્રાઇવેટ રૂમમાં મળે. સ્વપ્નિલ હસ્યો, ‘ હવે તું બહુ જ મોટી થઈ ગઈ છે..’
અવંતિકા સ્થિર હતી, “ મળજે મને કામ છે..” અને તરત જ તયાથી નીકળી ગઈ. સ્વપ્નિલન બસ અવંતિકાને જોઈ રહ્યો.  સ્વપ્નિલ તેના ફ્રેન્ડ્સની સાથે કેન્ટીનમાં બેઠો હતો અચાનક તેનું ધ્યાન વોટ્સએપમાં આવેલા tanviના મેસેજ પર ગયું..! તરત જ તેને ખ્યાલ આવી ગયો કે ઘણું મોડું થઈ ગયું છે, અવંતીકાએ કદાચ બધું જ વાંચી લીધું હશે..! બે સેકન્ડ માટે સ્વપ્નિલનું હૃદય ધબકારો ચૂકી ગયું હતુ, તેણે ઘણા ફોન કર્યા,  ઘણાં મેસેજ કર્યા,  આખી કોલેજમાં તેને શોધવા ફરી વળ્યો પણ અવંતિકાતેનું ક્યાંય નામોનિશાન જ નહતું.  સ્વપ્નિલ હવે ગભરાયો હતો,  ઘરે બધાને ખબર પડી તો શું આબરૂ રહેશે..! અવંતિકાને કેવી રીતે સમજાવવું કે એક રાતનું tanvi સાથેનું એ આકષૅણ તેને આજે આટલૂ ભારે પડ્યું છે.  સ્વપ્નિલને પારાવાર પસ્તાવો થયો કે શા માટે એકસાથે બે સંબંધો સાચવવા નીકળ્યો? શા માટે અવંતિકાને પહેલાં કીધું નહિ??  જે wrist watch thi તે સવારે અવંતિકાને સમયે બતાવતો હતો તેના પર તેનું ધ્યાન પડ્યું, ચાર vagva માં પાંચ મિનિટની વાર હતી..! સ્વપ્નિલે સીધી દોટ મૂકી,  તેના અને અવંતિકાના પ્રાઇવેટ રૂમ તરફ..
 કૉલેજના સેકન્ડ ફ્લોર પર ખૂણામાં આવેલું ક્લાસરૂમ, કોલેજના નબીરાઓનો પ્રાઇવેટ અડ્ડો હતો.  દરેકના એ રૂમમાં આવવાના ટાઈમિંગ fix હતા. ને જો વાત કદાચ dean jode પહોંચી પણ જાય તો તે પણ કોઈ એક્શનના લઇ શકે તેટલી ઉંચી પહોંચ હતી તેમની પાસે.! સ્વપ્નિલ રૂમમાં પ્રવેશ્યો, અવંતિકાની આંખો ગુસ્સાથી લાલ હતી. આસુ ના લીધે આંખનું કાજળ વિખરાઈ ગયું હતું.  સિગારના ધુમાડા ને લીધે અવંતિકા નો ચહેરો સ્વપ્ન સ્પષ્ટ જોઈ શકતો ન હતો.  
અવંતિકા હુ તને એ બધું જ સમજાઈ શકું છું..!svapnil એ કહૃયુ.
પ્લીઝ swapnil stop..! હું તેને ક્યારેય મારા સિવાય બીજા કોઈની સાથે નહીં જોઈ શકું, ગુડબાય મિસ્ટર સ્વપ્નિલ .tanvi ના જોડે ની જીદગી માટે બેસ્ટ ઓફ લક.. 
સ્વપ્નિલ કંઈક પ્રતિક્રિયા આપે એ પહેલા તેનું ધ્યાન અવંતિકાના જમણા હાથ તરફ ગયું. અવંતીકાએ ચપ્પુની તીક્ષ્ણ ધાર પોતાના જમણા હાથના કાંડા તરફ ફેરવી લીધી હતી,  સ્વપ્નિલે આપેલા ઘા ને સહન કરવા માટે અવંતીકાએ પોતાના હાથમાં કરેલો ઘા સાચેમાં જીવલેણ હતો..! સિગારનો એક એક કસ અવંતિકા લઈ રહી હતી અને હાથમાંથી લોહી વહેવા લાગ્યું. સ્વપ્નિલ તરત અવંતિકાને બચાવવા માટે દોડયો. અવંતિકાનો હાથ સ્વપ્નિલના ચહેરા પર થી ફરતો ફરતો તેના શર્ટ સુધી પહોંચ્યો અને અવંતીકાએ બને એટલી હિમ્મત થી સ્વપ્નિલને દૂર ખસેડ્યો.. સ્વપ્નિલ અવંતિકાના હાથમાંથી ચપ્પુ લેવાનો પ્રયત્ન કર્યો એ જ સમયે અવંતીકાએ એ ચાકુને પોતાના પેટમાં ખૂપી દીધુ અને સ્વપ્નિલના કાનમાં કહ્યું:
 “મિસ અવંતિકાના ખૂન કરવાના બદલામાં સ્વપ્નિલને  302 ipcni  અંડરમાં ફાંસીની સજા. અને સ્વપ્નિલ ના ગાલ પર કિસ કરી, આખો માં આંસુ સાથે કહ્યું,  હું આજે  જઉ છું;  તું થોડાક દિવસોમાં આવી જ જઈશ ઉપર..!  અને ઝનૂન સાથે બોલી આટલી સહેલાઈથી તને કોઈનો નહી થવા દઉં , તો મારો નહીં તો કોઈનો નહીં..!”
અને અવંતિકાના શ્વાસ અટકી ગયા. સ્વપ્નિલ બોખલાઇ ચૂક્યો હતો. સામે અવંતિકાની લાશ હતી. તેના ચહેરા અને શર્ટ પર લોહીના ધબ્બા હતા. અને અવંતિકામાં ભોકાયેલા ચાકુ પર તેના ફિંગરપ્રિન્ટ હતા. સ્વપ્નિલે પોતાનો ચહેરો રૂમાલથી સાફ કર્યો અને કોલેજની બહાર નીકળવા લાગ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચીને તે  ભાગવા લાગ્યો. કમનસીબે તે ડીન સાથે અથડાયો અને તેને dean e પૂછ્યું:
 ‘આ લોહીના ડાગા કયાથી આવયા? અને તું ક્લાસરૂમ માં કેમ નથી? સ્વપ્નિલના ચહેરા ના ભાવ બદલાવા લાગ્યા બે હાથ જોડીને વિનંતી કરીને એ કંઈપણ બોલે એ પહેલા; પટાવાળાએ જોરથી બૂમ પાડી: 
“sir, અહીંયા આવો. અહિયાં કોઈક સ્ટુડન્ટનું મર્ડર થઈ ગયું છે.” હવે dean ચહેરા ના ભાવ બદલાયા તેઓ અવાજની દિશામાં અને સ્વપ્નિલ અવાજની વિરોધી દીશા માં દોડયા.  કારનું પાર્કિંગ ઘણું આગળ હતું તેથી તેને લેવાની જગ્યાએ સ્વપ્નિલનું ધ્યાન કોલેજના મેન ગેટની બાજુમાં જ પડેલી એક સાઇકલ તરફ ગયું,  જેને લોકો પણ મારેલું  નહતું.  તે cycle તરફ દોડ્યો, 50 પગલાની અંદર તે cycle સુધી પહોંચ્યો.  ત્યાં બેઠેલા બે છોકરાઓએ સ્વપ્નિલ તરફ જોયું ,સ્વપ્નિલે તેમની તરફ.  તે બંને છોકરાઓ ની આંખો માં શંકા હતી. સ્વપ્નિલ બને એટલું ઝડપથી સાઇકલ ચલાવીને બહાર નિકળવા ગયો પણ ત્યાં સુધીમાં પોલીસને dean ને બોલાવી લીધી હતી. પોલીસ પણ આજે સમયસર હતi. પોલીસ ઇન્સ્પેકટર નું ધ્યાન અચાનક લોહીથી ખરડાયેલા સાયકલ પર સવાર સ્વપ્નિલ પર પડ્યું. ‘પકડી લો સાલાને..’  બે પોલીસ કોન્સ્ટેબલ તેને પકડવા આવ્યા, તેઓ એકદમ નજીક આવી ગયા હતા. સ્વપ્નિલ જમીન પર બેસીને બંને હાથ જોડીને રડતા રડતા તેમને આજીજી કરી રહ્યો: “સાહેબ મને છોડી દો મેં કશું નથી કર્યું” એટલામાં અચાનક સ્વપ્નિલ ને સામે પોતાની મમ્મી નો ચહેરો દેખાયો;  કે જે ગેટ પર જ ઉભી હતી.
 મમ્મી બચાવી લે મને;  મમ્મી ધીરે-ધીરે આગળ આવવા લાગી; અને સ્વપ્નિલને હચમચાવી નાખ્યો:
 “અલ્યા કોનાથી બચાવવું તને..!! ધોળા દિવસે આંખો ખુલ્લી રાખીને સપનાં જુએ છે, ઉભો થા કોલેજ નથી જવાનું. સ્વપ્નil ના શ્વાસ ચઢી ગયા હતા, આજુબાજુ જોયું તો તે પોતાના ઘરમાં બેઠો હતો. હાશ એક સપનું જ હતું.  ગમે તે થાય આજે tanvi વિશે અવંતિકાને શાંતિથી સમજાવી દઈશ.  તેણે અવંતિકાને કોલ કર્યો પણ અવંતીકાએ સામે ફોનને રીસીવના કર્યો;  તેણે મેસેજ પણ કર્યા પણ રીપ્લાય ના આવ્યો.
એ છોકરી કદી રીપ્લાય કરશે જ નહીં..! અને તે કોલેજ તરફ જવા નીકળ્યો.  ગુલબાઈટેકરા ની ચાલી મા આવેલુ સ્વપ્નિલ નુ ઘર.  મા-બાપે ખુબજ  મહેનત કરીને સ્વપ્નિલને અમદાવાદની સારામાં સારી કોલેજમાં મૂક્યો હતો. ભણવામા હોશિયાર હોવાના લીધે સ્કોલરશિપ પણ મળતી એટલે ફી નો ખર્ચો નીકળી જતો.  તે પોતાની સાયકલ પર બેઠો, આ એ જ સાઈકલ હતી જેણે તેને સપનામાં જોઈ હતી.
‘તુ કદી મારો સાથ નહીં છોડે..!’ સ્વપ્નિલ સાયકલ પર બેઠો અને રસ્તામાં તે વિચારતો રહ્યો કે આજે અવંતિકાને જઈને કહીશ કે તે કેટલો અમીર બની ગયો હતો..! અને તે સપના માં કેટલી મોટી કાર લઈને તેના ઘરે આવ્યો હતો.  તેના પેરેન્ટ્સ પણ ડોક્ટર બની ગયા હતા, અને કેટલા મોટા બંગલોમાં રહેતા હતા.  મનમાં અને મનમાં જ swapnil ખુશ થવા લાગ્યો. કોલેજ પહોચતાની સાથે જ સાઈકલને સાઈડમાં મુકી તે અવંતિકાની જોડે જઈને બોલ્યો:
 “ગુડ મોર્નિંગ sweetheart મારો ફોન કેમ નથી ઉપાડતી?  તું મારા મેસેજનો રિપ્લાય પણ કેમ નથી આપતી? આજે તો મારે તને મારા સ્વપ્નની વાત કરવાનીછે..!”
“એક્સક્યુઝ મી તમે કોણ છો? અને તમારી હિંમત કેવી રીતે થઈ મને સ્વીટહાર્ટ કહેવાની? અવંતીકાએ ગુસ્સાથી કહ્યું.”
“acchaતો તને તન્વીએ બધું કહી જ દીધું..! કંઈ નઈ એક રીતે સારું જ થયું.  હું કહું કે tanvi કહે એક જ છે ; પણ તું પ્લીઝ મને ભૂલી જજે અને હું દિલગીર છું કે મેં તને દુઃખ આપ્યું. 
અવંતિકા tanvi ના સામે જોઈ રહી ‘આ તારો બોયફ્રેન્ડ છે?’  અવંતીકાએ એક અચરજ પમાડે તેવા ભાવ સાથે તન્વીને સવાલ પૂછ્યો,  tanvi બાજુમાં જ ઉભી હતી. Tanvi e એક સુંદર મજાની ઝાપટ સ્વપ્નિલના ગાલની ઉપર કંડારી લીધી.
 “અવંતિકા મેં તો આને પહેલી વાર કોલેજમાં જોયો છે.  ફ્લર્ટ કરવાની પણ હદ હોય; આમ ખુલ્લે આમ કોઈને પણ કંઈ પણ કહેવાનું. તન્વી નો ગુસ્સો સાતમાં આસમાને હતો” સ્વપ્નિલને તો વિશ્વાસ જ ના આવ્યો કે એક જ સાથે અવંતિકા અને tanvi બંનેની સાથે બ્રેકઅપ થઈ ગયું.
 ‘તમે બંને કેમ આમ કરો છો?  હું જાણું છું કે મારી ભૂલ છે.  મારે એક સાથે બન્ને જોડે સંબંધ નતો રાખવાનો, પણ તમે બંને મને છોડી નઇદો. એટલીસ્ટ કોઈ એક તો મારી જોડે રિલેશન રાખો,  આપણે કંઈક સમજી લઈએ ને? સ્વપ્નિલ પાગલોની જેમ કઈ પણ બોલતો હતો..!’
“અને dean જોડે જ લઈ જવો પડશે અવંતીકાએ કહ્યું..” અને સ્વપ્નિલની પકડીને dean જોડે લઈ જવામાં આવ્યો. Dean સામે પણ સ્વપ્નિલ એક જ વાત પર અટકયો હતો; અને અવંતિકા અને tanvi પોતાની વાતમાં ચોકકસ હતા કે રિલેશન તો દૂરની વાત છે તેઓ આ માણસને ઓળખતા સુદ્ધા પણ નથી. Dean e સ્વપ્નિલનો ફોન ચેક કર્યો તેમની આંખો પહોળી થઈ ગઈ..!
બે કલાક પછી….;
સ્વપ્નિલ psychiatrists ની સામે બેઠો હતો. ડોકટર પરમ દવે; md psychiatrist એવું નામ સ્વપ્નિલે વાચયુ. બાજુમાં dean, સ્વપ્નિલના માતા-પિતા ,અવંતિકા અને tanvi ઉભા હતા.  બે કલાક પહેલા dean ની આંખો એટલા માટે મોટી થઈ ગઈ હતી કારણ કે જેવો તેમણે સ્વપ્નિલનો ફોન જોયો તેમાં અવંતિકા અને tanvi ના નામથી જે નંબર સેવ હતો તે નંબર સ્વપ્નિલનો પોતાનો જ હતો..!  સ્વપ્નિલના 2 નંબર હતા;  એક નંબર પરથી તે બીજા પર મેસેજ કરતો અને અવંતિકા અથવા tanvi બની બીજા નંબરેથી તે પોતાને જ મેસેજ કરતો હતો..!!
બધી જ વાતો વિગતે dean એ dr.પરમને જણાવી.  ડૉક્ટર પરમે સ્વપ્નિલની ડિટેલ હિસટરી લીધી.સ્વપ્નિલે પોતાનું આખું સપનું તેમને કીધું અને છેલ્લા કેટલાક દિવસોથી તે અવંતિકા અને tanvi જોડે રિલેશનમાં છે એ પણ કીધું. સ્વપ્નિલના પેરેન્ટ્સ કોઈ એવી મોટી હોસ્પિટલ નતા ધરાવતા,  તેઓ મજુરી કરીને માંડ ઘર ચલાવતા એ વાસ્તવિકતા સ્વપ્નિલને ખબર હતી પણ;  અવંતિકા તેના જોડે રિલેશનમાં હતી જ નહીં એ વાત તે માની જ ન હતો શકતો.એક જ વાકય વારેવારે કેહતો:
“અવંતિકા અને tanvi  બંને મને પ્રેમ કરે છે, એટલા માટે જ હું તમને પ્રેમ કરું છું.” ડૉ પરમે સ્વપ્નિલને પોતાની હોસ્પિટલમાં એડમિટ કર્યો ;અને antipsychotic pimozide ની ટ્રીટમેન્ટ શરૂ કરાવી.  અને પછી dr પરમની સામે dean, સ્વપ્નિલના પેરેન્ટ્સ , અવંતિકા અને tanvi બેઠા..
‘શુ થઈ ગયું મારા સ્વપ્નિલને?  કેમ તે આવું કરે છે?svapnil ના પિતાએ પૂછયુ.
“તેને ઈરોટોમેનિયા કહેવાય. તમે તેને declarambot syndrome પણ કહી શકો છો…!” dr એ કહયુ.
બધાના ચહેરા પર એક અચરજ પમાડે એવું કુતૂહલ ઊભું થયું બધાં એકી સાથે બોલ્યા એનો મતલબ શું થાય?
હું તમને સમજાવું , dr એ વાત શરુ કરી, જ્યારે કોઈ છોકરાને હંમેશા એવું લાગતું હોય કે કોઈ છોકરી તેને પાગલોની જેમ પ્રેમ કરે છે,  તેને દરરોજ તેને કોલ કરે છે, તેને મેસેજ કરે છે ભલે આ બધી જ વાતો ખોટી છે પણ તમે તેને લાખ વખત સમજાવશો તો પણ તે આ વાતને માનશે નહિ, અને ડિલ્યુઝનલ ડિસઓર્ડર કહેવાય. પણ ફરક એ જ છે કે તેને જે છોકરીઓ જોડે આવા delusion થાય તેઓ તેનાથી વધારે ધનવાન હોવી ખાસ જરૂરી છે.  સ્વપ્નિલ કરતાં અવંતિકા અને તનવી હાઇર ક્લાસના છે અને તેને ડબલ ઇરોટોમેનિઆ છે; એક સાથે બે છોકરીઓ તેના પ્રેમમાં છે એવો ભ્રમ….!
બધા dr પરમની સામે તાકી રહ્યા.  આવી પણ બીમારીઓ હોય છે?  તેઓ તેનાથી અજાણ હતા.  મોટાભાગે આ બીમારીઓ છોકરીઓમાં થાય છે પણ છોકરાઓ તેનાથી અપવાદ નથી..! આ વસ્તુના ઘણાં ઉદાહરણો પણ છે.બ્રિટિશ કિંગ જ્યોર્જ ની પાછળ તેમના મહેલમાં કામ કરતી એક સ્ત્રી ઘણી પાગલ હતી.  અને તે હંમેશા એવું માનતી કે રાજાને મનમાં ને મનમાં ઘણો પ્રેમ કરે છે પણ કહેતા નથી.  તે હંમેશા બકિંગહામ પેલેસની નીચે ઉભી રહેતી અને રાજાના રૂમના પડદાને જોતી અને વિચારતી કે રાજા પોતાનો પ્રેમ પડદો હલાવીને દર્શાવી રહ્યા છે..! એટલે અવંતિકા અને tanvi તમે પણ અજાણતાં કદાચ સ્વપ્નિલ સામે પણ જોયું હશે તો સ્વપ્નિલે એવું જ લાગ્યું હશે અવંતિકા અને tanvi તેને પે્મ કરે છે..! 
‘પણ આ બધું શા માટે મારા છોકરા જોડે જ કેમ થયું?’ સ્વપ્નિલના પિતાએ ડોક્ટરને પૂછ્યું.  તેના ઘણાં બધાં કારણો હોઈ શકે છે,  નાનપણથી જે બાળકોને પોતાના માતા-પિતાની સરખી હુફ, પ્રેમ કે લાગણીઓ નથી મળતી તેઓ આ રીતે બીજાના જોડેથી પ્રેમની અપેક્ષા કરે છે;  અને આવા delusion થી પીડાય છે આવા ઘણા હજારો કારણ છે.. પણ તમે ચિંતા ના કરો દવાઓ અને કાઉન્સેલિંગથી સારું થઇ જશે.
ત્રણ મહિના ના અંતે antipsychotic medicine અને ect જેવી શોક થેરાપીના result સારા મળ્યા હતા;  સ્વપ્નિલના delusions દૂર થઈ ગયા હતા..!
ત્રણ મહિના બાદ સ્વપ્નિલ ફરીથી એ જ કોલેજમાં ગયો; કોલેજના સ્ટુડન્ટ્સે તેને ઘણો પ્રેમથી આવકાર્યો. અવંતિકા અને તનવી તેના સારા ફ્રેન્ડ્સ પણ બની ગયા હતા; અને એક દિવસ વાતવાતમાં સ્વપ્નિલે અવંતિકા નો હાથ પકડી લીધો અને કીધુ:
“મને ખબર છે તું મને ગમાડે છે, તું મને પ્રેમ કરે છે, અને તમે ફરીથી મેળવવા માટે જ મેં હોસ્પિટલમાં ડૉક્ટર ની બધી વાતમાં હા એ હા પાડી છે ;બહુ દુઃખ સહન કર્યા છે હોસ્પિટલમાં;  ફક્ત ને ફક્ત તારા માટે જ..!” અવંતિકા ડરી ગઈ હતી
“સ્વપ્નિલ તું શું બોલે છે? સ્વપ્નિલની આંખો માં તેને પામવા માટેની જીદને તે જોઈ રહી અને અચાનક સ્વપ્નિલ હસવા લાગ્યો.
“તારો ચહેરો દેખ અવંતિકા, હું તો ફક્ત મજાક કરતો હતો..!”
તુ પણ સ્વપ્નિલ કદી નહીં સુધરે.  એક મિનીટ માટે તો હું ડરી જ ગઈ હતી, ચાલ હવે મળીએ કાલે મારે મોડું થાય છે ..!”ક્યાંય સુધી સ્વપ્નિલ અવંતિકાને જતા જોઈ રહ્યો અને મનમાં બબડ્યો :
“મને ખબર છે તું મને બહુ જ પ્રેમ કરે છે, બહુ જ પ્રેમ..! અને આકાશ તરફ એક જોઈને એકલો-એકલો હસવા લાગ્યો..!”

ડૉ. હેરત ઉદાવત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED