KING - POWER OF EMPIRE - 27 books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 27

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને એવું લાગે છે કે તે કાતિલ થી માત્ર એક જ કદમ પાછળ છે અને લાલ ડાયરી હવે તેનાં કામની નથી એટલે તેને સિગ્નલ પર ફેંકી દે છે, એક અજનબી વ્યક્તિ તેને ઉઠાવે છે અને તે ડાયરી વાંચીને તેનાં  હાવભાવ બદલાય જાય છે, બીજી તરફ શૌર્ય પ્રીતિ ને ફરીથી ઈગ્નોર કરે છે અને પછી પ્રીતિ શૌર્ય પર એવી ગુસ્સે થાય છે કે શૌર્ય પણ હવે તેના થી ડરવા લાગે છે )

“S.P. તને નથી લાગતું આ મારાં પર હક જતાવી રહી છે ? ” શૌર્ય એ કહ્યું 

“સર લાગતું નથી પણ એ હક જતાવી રહી છે ” S.P. એ કહ્યું 

“હદ છે હવે ” શૌર્ય એ કંટાળતા કહ્યું

“કેમ સર શું થયું? ” S.P. એ કહ્યું 

“યાર નાનો હતો ત્યારે મારાં રમકડાં પર હક જતાવતી હતી, મારી બધી વસ્તુ લઈ જતી અને હવે મારા પર.... ” શૌર્ય એ કહ્યું 

“સર નાના હતાં ત્યારે નાનો હક હવે સીધો.... ” S.P.  એ હસતાં કહ્યું

“એ હું કંઈ એના દાદા ની પ્રોપર્ટી નથી, શૌર્ય છું એ શું હક જતાવશે એને તો…” શૌર્ય એ ઉભા થતાં કહ્યું 

“સર બેસી જાવ આજ સુધી છોકરીઓ આગળ કોણ જીત્યા છે ” S.P.  એ કહ્યું 

“એ ભી છે, એ મને નહીં જીતવા દે ” શૌર્ય એ બેસતાં કહ્યું 

અચાનક અર્જુન રૂમમાં આવ્યો અને કહ્યું, “સર આ પેન્ડરાઈવ ”

“આમાં શું છે અર્જુન ? ”  શૌર્ય એ હાથમાં લેતાં કહ્યું 

“સર આમાં દેશની બધી કંપનીઓની માહિતી છે જે આપણા માટે ખૂબ જરૂરી છે ” અર્જુન એ કહ્યું 

“ગુડ અર્જુન હવે આપણી નીતિ થી આ બધા ની નિયતી બદલાશે ” શૌર્ય એ કહ્યું 

“સર હું તો કહું છું આપણે મોટી મોટી કંપનીઓ સાથે હાથ મિલાવી લઈએ અને પછી આપણા માટે આગળ વધવું સરળ રહશે ” અર્જુન એ કહ્યું 

“નહીં અર્જુન આ રીતે આગળ વધવા નો કોઈ ફાયદો નથી ” S.P. એ કહ્યું 

“પણ કેમ? ” અર્જુન એ કહ્યું 

“S.P. ઠીક કહી રહ્યો છે, આપણે આ રીતે આગળ નહીં વધી શકીએ, કારણ કે મોટી કંપનીઓ પાસે અત્યારે પૈસા, પાવર, પોલિટિકલ સ્પોર્ટ્સ છે ” શૌર્ય એ કહ્યું 

“તો સર કંઈ રીતે...? ” અર્જુન એ કહ્યું 

“અર્જુન કંપનીઓ ભલે મોટી હોય પણ તેનો કાચો માલ તો નાની કંપનીઓ પાસેથી જ લે છે, બસ નાની નાની કંપનીઓ ને KING INDUSTRY ની છત્રછાયા મા લઈ લો, પછી જોવ છું કાચા માલ વગર પ્રોડક્શન કેમ કરે છે ” શૌર્ય એ કહ્યું 

“ગુડ આઈડીયા સર, આમ પણ નાની કંપનીઓ સરળતા થી માની જશે કારણ કે KING INDUSTRY ની સાથે હાથ મિલાવવા આ કંપનીઓ તો તલપાપડ થતી હશે ” S.P. એ કહ્યું 

“હમમ, આમ પણ ટીપે ટીપે સરોવર ભરાય છે અને નાના નાના પથ્થરો થી કિલ્લાઓ બંધાય છે ” શૌર્ય એ હસતાં કહ્યું 

“સર અમે આજથી જ કામ પર લાગી જઈએ ” અર્જુન એ કહ્યું 

“નહીં આજે આરામ કરો કાલથી કામ પર લાગી જજો અને આજે આમ પણ આપણે ત્રણેય એ બહાર જવાનું છે ” શૌર્ય એ કહ્યું 

“કયાં જવાનું છે સર? ” S.P. એ કહ્યું 

“ડિનર માટે યાર ” શૌર્ય એ ખુશ થતાં કહ્યું 
 
“વાહ સર કયાં જશું? ” અર્જુન એ ઉત્સાહ મા પૂછયું 

“પાંઉભાજી ખાવા નુક્કડ પર ” શૌર્ય એ કહ્યું 

“સર તમે.... ” S.P. એ કહ્યું 

“પ્લીઝ યાર આજ ના નહીં પાડતાં હું એકલો કયાં જાવ છું તમે સાથે આવો છો ને ” શૌર્ય એ કહ્યું 

“સર પણ તમે આમ નુક્કડ પર ખાવાનું ખાશો? ” S.P. એ કહ્યું 

“હા તો શું થયું એમાં, હું પણ માણસ જ છું યાર ” શૌર્ય એ કહ્યું 

“સર પણ આપણે મોટી હોટલમાં પણ જઈ શકીઅે છીએ ” અર્જુન એ કહ્યું 

“જો હું તો જવાનો છું તમારે આવવું હોય તો આવો ” શૌર્ય એ મોં ફૂલાવતાં કહ્યું

“સર તમે ફરીથી જિદ્દ કરો છો ” S.P. એ કહ્યું 

“હા કરી તમારે આવવું હોય તો આવો ” શૌર્ય એ કહ્યું 

“ઠીક છે અમે આવશું પણ.... ” S.P. એ કહ્યું 

“પણ શું? ” શૌર્ય એ કહ્યું 

“એજ કે તમે હવે પછી આમ જિદ્દી નહીં બનો ” S.P. એ કહ્યું 

“ઓકે બાબા નહીં કરું ” શૌર્ય એ આંખ મચકાવતાં કહ્યું 

“પણ સર કયાં જશું ખાવા? ” અર્જુન એ કહ્યું 

“અરે કૉલેજ જાવ ત્યાં રસ્તા માં જ એક મસ્જિદ ની સામે નુક્કડ છે ત્યાં બહુ મસ્ત પાંઉભાજી મળે છે યાર ” શૌર્ય એ મોંમા પાણી લાવતાં કહ્યું

“ઠીક છે સર તૈયાર થઈ જાવ એટલે પછી જઈએ” S.P. એ કહ્યું 

“હા થોડાં મોડે થી જઈએ, રાત્રે મજા આવે ” શૌર્ય એ કહ્યું 

“ઠીક છે સર પણ યાદ રાખજો કેડબરી ને ખબર પડી ને તો એક અઠવાડિયા સુધી.... ” S.P.  એ કહ્યું 

“તું પ્લીઝ આવું યાદ ન કરાવ, તેને ખબર નહીં પડે બસ તમે નહીં કહેતાં ” શૌર્ય એ કહ્યું 

“સર અમે તો નહીં કહીએ પણ જો ભૂલથી પણ ખબર પડી ને તો અમે તમારી સજામાં ભાગીદારી નહીં કરીએ ” અર્જુન એ કહ્યું 

“હા હવે વાંધો નહી હું એકલો જ એ પી લઈ ઓકે ” શૌર્ય એ કહ્યું 

ત્યારબાદ S.P. અને અર્જુન ત્યાં થી જતાં રહ્યાં અને શૌર્ય પોતાનો મોબાઈલ કાઢી ને ગેમ રમવા લાગ્યો, S.P. દરવાજા ની બહાર જ ઉભો હતો એ આજે ખુશ હતો કારણ કે તેને વર્ષો પહેલાં જે શૌર્ય હતો એ આજે દેખાઈ રહ્યો હતો, પણ પરિસ્થિતિ અને સંજોગો એ તેને કઠોર બનાવ્યો હતો પણ આજે પહેલા ની જેમ જિદ્દી અને નટખટ સ્વભાવ S.P. ને શૌર્ય નું બાળપણ યાદ કરાવતું હતું, જેમાં શૌર્ય ને ખવડાવવા ઘરનાં બધાં નોકરો, કેડબરી આખાં ઘરમાં દોડધામ કરતાં છતાં શૌર્ય કોઈ ના હાથમાં ન આવતો અને તે ખાતો તો પણ એક જ વ્યક્તિ ના હાથે અને એ હતાં..... અરે આટલી જલ્દી થોડું રહસ્ય ખુલ્લુ પડે થોડી રાહ જુવો એટલે શૌર્ય નું આખું બાળપણ જોવા મળશે. 

અહીં બીજી તરફ દિગ્વિજય સિંહ કેબિન માં બેઠો હતો, સાત વાગ્વા આવ્યા હતા , ધીમે ધીમે સૂરજ ઢળી રહ્યો હતો પણ દિગ્વિજય સિંહ નું મગજ એક જ દિશામાં હતું, એને માત્ર એક જ કદમ આગળ વધવાનું હતું અને એ હતું જે કોન્ટ્રેક્ટ કિલર એ કમિશનર ને માર્યા એ મળી જાય એટલે તેનો કેસ સોલ્વ, પણ શું હકિકત મા એ થશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. 

“સર તમે ઘરે ના જવાનાં હોવ તો ટિફિન લઈ આવું ” પાટીલ એ કહ્યું 

“અરે પાટીલ તું કયારે આવ્યો? ” દિગ્વિજય સિંહે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું 

“જયારે તમે વિચારોમાં ખોવાયેલા હતાં ત્યારે ” પાટીલ એ હસતાં હસતાં કહ્યું 

“અચ્છા, પાટીલ આજ ટિફિન રહેવા દે આજ મૂડ થોડું અલગ મિજાજમાં છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“મતલબ? ” પાટીલ એ કહ્યું 

“મતલબ એ કે આજે આપણે બનેં બહાર ખાવા જઈએ ” દિગ્વિજય સિંહે કહ્યું 

પાટીલ થોડો આશ્ચર્ય મા હતો કારણ કે પહેલાં તો બહાર ચા પીવા ગયાં અને અચાનક પાછાં રાત્રે બહાર જવા નું કહે છે 

“સર અત્યારે બહાર શું જવું? ” પાટીલે કહ્યું 

“અરે અત્યારે નહીં થોડાં મોડે મોડેથી જશું અને જમીને પછી પેટ્રોલીંગ કરી લઈશું” દિગ્વિજય સિંહે કહ્યું 

“તો થીક છે સાહેબ પણ જશું કયાં? ” પાટીલે કહ્યું 

“મેં ઘણાં ને કહેતાં સાંભળ્યું છે કે મેઈન રોડ પર મસ્જિદ સામે પાંઉભાજી બહુ મસ્ત મળે છે ત્યાં જઈએ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“વાંધો નહીં જવાનું થાય એેટલે મને કહેજો ” આટલુ કહીને પાટીલ ત્યાં થી જતો રહ્યો, દિગ્વિજયસિંહ પોતાનાં વિચારોમાં ખોવાય ગયો. 

હવે આ સંજોગ હતો કે પછી નિયતી કહેવું તો મુશ્કેલ છે પણ શૌર્ય અને દિગ્વિજય સિંહ એક જ જગ્યાએ જમવા જવાનાં હતાં, હવે જયારે એ બનેં એકબીજા સામે ટકરાશે તો શું થશે એ જાણવા તો આગળ નો ભાગ વાંચવો પડશે પણ હા જે પણ થશે એ ધમાકેદાર થશે તો બસ જાણવા માટે વાંચતા રહ્યો,  “KING - POWER OF EMPIRE ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED