KING - POWER OF EMPIRE - 25 A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

KING - POWER OF EMPIRE - 25

( આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ ને જાણ થાય છે કે કમિશનર આર.જે.મિશ્રા નું મર્ડર થઈ  ગયું હોય છે અને દિગ્વિજય સિંહ એટલું તો જાણી જ જાય છે કે કોઈ એ કોન્ટ્રેક્ટ કિલર ને હાયર કરીને કમિશનર નું મર્ડર કરાવયું હોય છે , કમિશનર ના ઘરની તપાસ કરતાં જ દિગ્વિજય સિંહ ને તેનાં ઘરમાંથી વીસ કરોડ રૂપિયા નગદ મળે છે આને કારણે દિગ્વિજય સિંહ વધુ મુશ્કેલી મા મૂકાય જાય છે આખરે શું રહસ્ય છે આ પૈસા નું આવો જાણીએ) 

કમિશનર ના ઘરમાં એટલા બધા પૈસા મળતા ત્યાં ઉભેલા બધા વ્યક્તિ આશ્ચર્ય મા મૂકાય જાય છે, “આ પૈસા ને જપ્ત કરી લો અને બાકી રૂમમાં પણ ફરી તપાસ કરો જરૂર કંઈ સબૂત મળશે ” દિગ્વિજય સિંહ સબ ઇન્સ્પેક્ટર ને કહે છે 

“ઓકે સર ” આટલું કહીને સબ ઇન્સ્પેક્ટર કામે લાગી જાય છે 

દિગ્વિજય સિંહ અને પાટીલ બહાર હોલમાં આવે છે, “સાહેબ કમિશનર સર ના ઘરમાં આટલા બધા પૈસા કયાંથી આવ્યા ” પાટીલે પોતાનો આશ્ચર્ય વ્યક્ત કર્યો 

“પાટીલ આતો મને પણ સમજાતું નથી હું જેટલો કેસને સ્લોવ કરવા જાવ છું એટલો જ ઉલ્જતો જાવ છું ” દિગ્વિજય સિંહે નિરાશ થતાં કહ્યું

અચાનક જ કમિશનર ના ઘરમાં છ વ્યક્તિ ફોર્મલ કપડાં મા પ્રવેશ્યા અને તેની સાથે એક બીજો સબ ઇન્સ્પેક્ટર અને બે હવાલદાર હતાં 
“હલ્લો  સર અમે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી આવ્યા છીએ ” તેમાંથી એક એ પોતાનો આઈડી કાર્ડ દિગ્વિજય સિંહ આપતાં કહ્યું 

“હલ્લો હું ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ પોલીસ હેડક્વાર્ટર નો ઈન્ચાર્જ ” દિગ્વિજય સિંહે તેની સાથે હાથ મિલાવતા કહ્યું

“સર અમે અહીં કમિશનર આર.જે.મિશ્રા ના ઘરમાં રેડ પાડવા આવ્યા છીએ ” એક આૉફિસરે કહ્યું

“માફ કરજો પણ કમિશનર  સર આ દુનિયામાં નથી રહ્યા ” દિગ્વિજય સિંહે નિસાસો નાખ્યો 

“કંઈ રીતે બન્યું અને કયારે? ” એક અૉફિસરે પૂછયું 

“એમનું મર્ડર થયું છે અને હું અને મારી ટીમ એની જ તપાસ કરી રહ્યા છીએ અને હા એક બીજી વાત અમને અહીં થી વીસ કરોડ રૂપિયા પણ મળ્યાં છે ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“ઓહ્હ મતલબ અમારી શંકા સાચી પડી ” તે આૉફિસરે કહ્યું

“કંઈ શંકા આૉફિસર ?” દિગ્વિજય સિંહે કહ્યું

“ઈન્સ્પેકટર કમિશનર આર.જે.મિશ્રા ના ટોટલ આઠ બેંક એકાઉન્ટ છે અને તેમાં એક એકાઉન્ટ માં તેનો પગાર આવે છે અને બાકીના સાત એકાઉન્ટ મા દર મહિને દસ લાખ રૂપિયા તેના એકાઉન્ટ મા છેલ્લા બે વર્ષથી આવી રહયા છે ” આૉફિસરે એક ફાઈલ આપતાં કહ્યું 

દિગ્વિજય સિંહે તે ફાઈલ જોઈ અને તેમાં કમિશનર ની કેટલીક બેનામી આવક ની માહિતી હતી. 

“અમે ફરી આ ઘરની તપાસ લેવા માગ્યે છીએ ” તે આૉફિસરે કહ્યું

“ઓકે જરૂર થી તમે તપાસ કરી શકો છો ” દિગ્વિજય સિંહે કહ્યું

પછી બધાં પોતાના કામે લાગી ગયા ત્યાં જ એમ્બ્યુલન્સ આવી અને કમિશનર ની ડેડ બૉડી ને ફોરેન્સિક લેબોરેટરી મા લઈ ગયાં , દિગ્વિજયસિંહ શાંતિ થી ખુરશી પર બેસી ને આ બધા ઘટનાક્રમ ને વારંવાર દોહરાવી ને બધી કડીઓ જોડી રહયો હતો. 

બે કલાક સુધી તપાસ થઈ અને કમિશનર ના ઘરમાંથી કેટલીક બેનામી મિલકત ના ડોકયુમેન્ટ અને બીજી કેટલીક માહિતી મળી આવી, ઈન્કમટેક્સ આૉફિસર બધું સીલ કરી ને જતાં રહ્યાં, ત્યારબાદ દિગ્વિજય સિંહ પણ હેડક્વાર્ટર પાછો આવ્યો અને તેની કેબીન મા જતો રહ્યો, ત્યાં જ પાટીલ કમિશનર ના ફોનની કૉલરેકૉડ લઈ ને આવ્યો અને દિગ્વિજય સિંહ ને આપી. 

દિગ્વિજય સિંહે તે લીસ્ટ ચેક કરી તો તેમાં એક નંબર હતો જેમાં કમિશનરે વારંવાર વાતો કરી હતી, “પાટીલ ટેલીકોમ કંપની મા ફોન કર અને જાણ કે આ નંબર કોનો છે ” દિગ્વિજય સિંહે નંબર આપતાં કહ્યું 

“જી સર ” આટલું કહી પાટીલે ટેલિકોમ કંપની મા ફોન લગાવ્યો અને નંબર વિશે માહિતી લેવા લાગ્યો

દિગ્વિજય સિંહે ફરી લીસ્ટ ચેક કર્યું ત્યાં જ તેણે જોયું કે જે દિવસે તે કમિશનર ના ઘરે ગયો ત્યારે જે સમયે તે ત્યાં નીકળ્યો તેના પછી તરત જ કમિશનરે એ નંબર પર જ ફોન લગાવ્યો હતો, હવે દિગ્વિજય સિંહે ધીમે ધીમે એ તરફ વિચારી રહ્યો હતો. 

“સર આ નંબર તો પ્રાઈવેટ નંબર છે આના માલિક નો કોઈ રેકોર્ડ જ નથી કે આ કોનો નંબર છે ” પાટીલે કહ્યું

“ઓકે પાટીલ તું આ ડાયરી વાંચ ” દિગ્વિજય સિંહે લાલ ડાયરી આપતાં કહ્યું 

“સર શું છે આ ડાયરી માં ? ” પાટીલે કહ્યું 

“એકવાર તું વાંચી લે ખબર પડી જશે ” દિગ્વિજય સિંહે કહ્યું 

પાટીલે ડાયરી હાથમાં લીધી અને વાંચવા લાગ્યો, તેણે ડાયરી વાંચી અને તે હસી પડ્યો, “સાહેબ આ સ્ટોરી તો બહુ મસ્ત છે, જો ખરેખર આવો કોઈ વ્યક્તિ હોત તો પોલીસ ને જરૂર ખબર હોય અને જે બાદશાહ નું કહ્યું છે એને તો ચાર વર્ષ પહેલાં જોયો હતો ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ એ તેને નથી જોયો ” પાટીલે કહ્યું 

“પાટીલ આ ડાયરી મને કમિશનરે આપી હતી મને કહેતો હતો કે આ ખૂબ અગત્યનો કેસ છે આના માટે આપણા કેટલાય આૉફિસર મરી ગયા સાલો હરામી સારું થયું મરી ગયો નહીં તો હું જ આ કમિશનર ને ઠોકી દેત ” દિગ્વિજય સિંહે ગુસ્સામાં આવતાં કહ્યું

“પણ તેણે આવું કેમ કહ્યું? ” પાટીલે કહ્યું 

“હવે ધીમે ધીમે બધી વાતો હું સમજી રહયો છું પાટીલ ” દિગ્વિજય સિંહે કહ્યું 

“મતલબ શું છે સાહેબ? ” પાટીલે કહ્યું 

“પાટીલ આ કમિશનર બેઈમાન હતો, ગુનેગારો ને રોકવા ના બદલે તેનો સાથ આપી રહ્યો હતો અને બદલામાં તેની પાસે થી પૈસા લઈ રહ્યો હતો, કેટલાય ગેરકાયદેસર કામો ની જાણ હતી આને પણ તે ચૂપ રહ્યો અને પોતાનો ફાયદો કરાવતો રહ્યો, આ હુસેન જે ડ્રગ અને હથિયારો ની હેરાફેરી કરતો એની પણ જાણ હશે અને આ હુસેન સાથે પણ મળેલો હશે અને જો હું ખોટું ના વિચારતો હોવ તો હુસેન ના જ કોઈ દુશ્મને તેને મારી નાખ્યો અને કમિશનર ને પૈસા આપ્યા જેથી આ કેસ બંધ થઈ જાય અને કમિશનરે મને આ લાલ ડાયરી ની વાતો મા ફસાવી ને હુસેન ના કેસ થી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, હું આ વાર્તા ના પાત્રો ને જ શોધતો રહું અને હુસેન નો કેસ બંધ થઈ જાય , હવે એવું લાગે છે કે હુસેન અને કમિશનર નો કાતિલ એક જ છે કમિશનર એના માટે ખતરો ના બને એટલે તેને પણ મારી ને સબૂત મિટાવવાનો પ્રયત્ન કર્યો છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

“વાહ સાહેબ તમે તો કેસ સોલ્વ કરી નાખ્યો ” પાટીલે ખુશ થતાં કહ્યું

“નહીં પાટીલ હજી એ વ્યક્તિ ને શોધવાનો છે જેણે કમિશનર ને પૈસા આપ્યા મારા મત પ્રમાણે એ જ અસલી કાતિલ છે ” દિગ્વિજય સિંહે કહ્યું 

હવે ફરી એક નવો વળાંક આવ્યો છે, શું ખરેખર હુસેન અને કમિશનર નો કાતિલ એક છે? , જો એવું હોય તો શૌર્ય એજ કમિશનર ને માર્યા હોય, શું દિગ્વિજય સિંહ ની આ ધારણા સાચી હતી કે પછી કોઈ નવું જ રહસ્ય છે, શું લાલ ડાયરી મા લખેલી વાતો એક ધારણા જ છે? , આ તો હવે સમય જ બતાવશે કે શું રહસ્ય છે આની પાછળ, તો આ રહસ્યો જાણવા વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”