Happy Birthday My Friend books and stories free download online pdf in Gujarati

Happy Birthday My Friend


    મારા એક Friend ની ઈચ્છા હતી કે હું એક Writer તરીકે એના Birthday માટે poem લખું અને આ Birthday Poem ની એને મારાં તરફથી Gift આપું છું.

              "Happy Birthday My Friend"

નીલા આકાશ માં ધુમડીયા વાદળો થી લખી દઉં,
Happy Birthday My Friend

વરસતા વરસાદ માં મેઘધનુષના રંગોથી લખી દઉં,
Happy Birthday My Friend

પૂનમના ચાંદમાં ચમકીલી ચાંદનીથી લખી દઉં,
Happy Birthday My Friend

ઘૂઘવતા દરિયામાં સરકીલી રેતી ની ધારથી લખી દઉં,
Happy Birthday My Friend

રંગીન ફૂલો ના સેજમાં ગુલાબની મહેકથી લખી દઉં,
Happy Birthday My Friend

ગલીઓ ને રસ્તાઓમાં નવરંગ શાહી થી લખી દઉં,
Happy Birthday My Friend

હઠીલા સંગીતોમાં સૂરો ના સાજથી લખી દઉં,
Happy Birthday My Friend

વહેતા પવનમાં અત્તર ની સુગંધથી લખી દઉં,
Happy Birthday My Friend

મંદિરની ઝાલરમાં દીવડાંની જ્યોત થી લખી દઉં,
Happy Birthday My Friend

ઢળતી સંધ્યામાં મુરઝાતાં પુષ્પો થી લખી દઉં,
Happy Birthday My Friend

વાતોને કવિતામાં સુંદરતાના અક્ષ થી લખી દઉં,
Happy Birthday My Friend

દીલોનેદિમાગ માં મારાં અરમાનોથી લખી દઉં,
Happy Birthday My Friend

હવે તારી જિંદગીમાં ખુશીઓની સોગાતોથી લખી દઉં,
Happy Birthday My Friend

આપણી Friendship માં દિલના ધબકારાથી લખી દઉં,
Happy Birthday My Friend

માતૃભારતી એપ માં Nitin ની લાગણીથી લખી દઉં,
Happy Birthday My Friend


  Friend ની Birthday હોય અને કોઈ Gift ના આપું એવુ થોડી ચાલે? માટે હું Friendly Feeling થી મારો પ્રેમ આપું છું.

                    ..."હું પ્રેમ લઈને આવ્યો"...

તું પરી થઈને અવતરી,
સ્વાગતમાં તને ખુશીઓની ભેટ દેવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા જન્મદિવસ ના દિવસે,
સૌથી પહેલા Wish કરવા,
હું પ્રેમ લઈને આવ્યો..

આરસ જેવું તારું મખમલી બદન, 
નજર ના લાગે એટલે કાળું ટીલું કરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

નાજુક તારા હાથની કલાઈમાં,
મુલાયમ રક્ષાદોરી પહેરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

ઢેલડી ની ચાલે ચાલતા તારા કદમોમાં,
ઝાંઝર થઈને ઝણકાર બનાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી નમણી પાતળી કમર માં,
થોડી લચક ને મચક અપાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા કાન ના ઝૂમખાં માં,
મીઠડી સરાહટ કરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી મેશ આંજેલ આંખોમાં,
લાગણીનું પ્રતિબિંબ પડાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા ગુલાબપંખુડી જેવા હોઠો માં, 
હંમેશા મુસ્કાન બનાવી રાખવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા મેઘધનુષી ને તરસ્યા અધરોને,
ગુલાબપાણી થી અભિષેક કરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા માનસરોવર ના મોતી જેવા શબ્દોને,
વાહવાહી ની તવજ્જુ અપાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા લસીલા ગાલ માં,
લાલી ને અકબંધ રાખવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી ઉભરાતી યુવાની ને,
સોળ કળાએ ખીલવવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા માસુમિયત ભરેલ ચહેરા ને,
અપ્રતિમ તેજરૂપી રોશની થી ચમકાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા નૂર સ્ફુરતાં ચહેરાને,
હળવો મેકઅપ કરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી અપ્સરા જેવી સુંદરતા ને,
ચાર ચાંદ લગાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા હાથ માં હાથ નાખીને,
લાગણી ની સફર કરાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા કોરા કાગળ જેવા દિલને,
નિર્દોષતા થી એને જીતવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તું એકલવાયી પંખીડી ને,
તારી સાથે ઉડાન ભરવા,
હું પ્રેમ લઈને આવ્યો..

ગલીઓમાં તું એકલી ફરતી પ્રિંસેસ ને,
રાજકુમારો ની લાઈન લગાવા,
હું પ્રેમ લઈને આવ્યો.. 

તારી વેરાની રણ જેવી જીંદગીને,
ફૂલો જેવી કોમળ બનાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી ગુલાબ જેવી લાલિમાને,
સપ્તરંગી જેવી રંગીન બનાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી રસ ઝરતી જવાનીને,
મદમસ્ત જામ બનાવી દેવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી કલી જેવી અક્ષત યુવાનીને,
સદાબહાર ને અકબંધ રાખવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી આંખોના નયનપટલ માં,
સુંદર સ્વપ્નો સજાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારા આ જનમના આયખા ને,
ખુશીઓની સોગાતો થી ભરી દેવા,
હું પ્રેમ લઈને આવ્યો..

દુનિયા ના તમામ એશોઆરામ ને,
તારા કદમો નીચે લાવી દેવા,
હું પ્રેમ લઈને આવ્યો..

તારી નિશ્વાર્થ Friendship ને,
જીવનભર દિલ થી નિભાવા,
હું પ્રેમ લઈને આવ્યો..

હવે તારા માટે બસ એટલું જ કહીશ "Dear Friend"...

તારા સુખ દુઃખ માં અને દરેક મુશ્કેલી માં,
તારી સાથે ઉભું રહેવાનું વચન આપવા,
હું પ્રેમ લઈને આવ્યો..

                                *****

તમે મારી અન્ય પ્રેમ કહાની પણ વાંચી શકો છો..

દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
જમીનદાર : પ્રેમ અને દુશમની
બસ એક તારા માટે

   તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.

   તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855

બીજા રસપ્રદ વિકલ્પો