The Author Nitin Patel અનુસરો Current Read બસ એક તારા માટે By Nitin Patel ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સોલમેટસ - 5 આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ... આ મોબાઇલે તો ભારે કરી! જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો... વેટિકનની સિક્રેટ આર્કાઇવ્ઝ સમગ્ર વિશ્વનાં ખ્રિસ્તી સમુદાય માટે વેટિકન એક સન્માનિત સ્થળ... નિદાન નિદાનહજી વહેલું પરોઢ થતું હતું. આછો ભૂરો ઉજાસ પૃથ્વીની આંખો... મારો મારી વ્હાલી દીકરીઓ ને એક સંદેશ આજ શનિવારના રોજ મારી શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નો અભ્યા... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો બસ એક તારા માટે (28) 1.1k 4.6k 2 ..."બસ એક તારા માટે"...આમ તો આ દુનિયા માં ઘણી ખુબસૂરત છોકરીઓ છે,પણ મેં મારા દિલને તને જ પસંદ કરાવી,બસ એક તારા માટે..તારું ઘર જે ગલીમાં છે ત્યાં હું નથી નીકળતો,પણ હવે અક્સર ત્યાંથી નીકળવું ગમેં છે,બસ એક તારા માટે..આમ તો મને સજવું ધજવું ગમતું નથી,સજુ છું એટલે કે એક તને સારો લાગુ,બસ એક તારા માટે..આમ તો હું કોઈની રાહ નહીં જોતો,તારા ઘરથી તુ ક્યારે નીકળે એની હું રાહ જોવું,બસ એક તારા માટે..ભાઈબંધોની જોડે વાત કરવામાં મશગૂલ થઈ જઉં છું,અને ત્યારે તુ નીકળે તો ત્રાંસી નજરે તને જોઇ લઉં,બસ એક તારા માટે..તારુ પાછળ વળીને મને જોવું,અને હું પોતાને ત્યાં જ સ્થિર કરી લઉં,બસ એક તારા માટે..તારા લહેરાતા દુપટ્ટાનું જયારે હવાથી નીચે સરકવું,એ દુપટ્ટાને પકડી તારા ખભા પર રાખી લઉં, બસ એક તારા માટે..તારી ભીની જુલ્ફોને તારે સૂકા કરવું, અને એ ભીનાશ થી હું મને પલાળવું,બસ એક તારા માટે..તારા ગૂંથેલા વાળ માં ગુલાબ નું લગાવવું,અને એની સુગંધ મારા શ્વાસોમાં ભરાવું,બસ એક તારા માટે..તારા વાળની લટને તારાથી કાનની પાછળ કરવું,અને હું મને બેહોશ હાલત કરાવું,બસ એક તારા માટે..તારુ વાળને તારા કપાળ પર લાવીને મૂકવું,અને હું મદહોશ થઈને એ બસ જોયા કરું,બસ એક તારા માટે..તારા ઝૂમખાં ને તારું વારેઘડીયે અડવું,અને હું મને તારી તરફ આકર્ષિત કરાવું,બસ એક તારા માટે..તારી કાજલ કરેલ મૃગનૈની આંખોથી મને જોવું,અને હું ખુદને ઘાયલ કરાવી દેવું,બસ એક તારા માટે..તારુ આંખોનું પટપટાવી ને પ્રેમાતુર કરવું,અને હું મને તારા પર ફિદા કરાવી દેવું,બસ એક તારા માટે..તારા ગુલાબ પંખડી જેવા હોઠો થી હસવું,અને હું મારા ચહેરા ને તરોતાજા કરાવું,બસ એક તારા માટે..તારા કોયલકંઠી અવાજ માં તારુ સુમધુર બોલવું,અને હું મુગ્ધ બનીને મારા કાનને એજ સંભળાવું,બસ એક તારા માટે..તારા હાથ માં મહેંદી નું મુકાવું,અને હું એમાં નામ મારુ જોવા ઈચ્છવું,બસ એક તારા માટે..તુ સહેલીઓ સાથે ઉભી ઉભી વાતો કરતી હોય અને અચાનક હું આવી જઉં,તને શરમથી મોં નીચું કરાવી દઉં,બસ એક તારા માટે..ચાલતા ચાલતા તારી પાયલનું છમ છમ કરવું,અને મારા દિલ ને હું પરાણે કાબુમાં રખાવું,બસ એક તારા માટે..મંદિરે બે હાથ જોડીને તારુ પ્રાર્થના કરવું,અને મારા મનથી તારુ લાંબું આયુષ્ય માંગી લેવું,બસ એક તારા માટે..વ્રત અને જાગરણ નું તારે કરવું,અને હું ઉપવાસ અને ઉજાગરા મને કરાવું,બસ એક તારા માટે..તારુ રાતદિવસ મારા જ ખયાલો માં ખોયેલું રહેવું,અને મારુ પોતાને પ્રેમજોગી બનાવી લેવું,બસ એક તારા માટે..નથી લાગતી તુ કોઈ પરી કે અપ્સરા,પણ તને મારા મનની માણીગર માની લેવું,બસ એક તારા માટે..રોજ સ્વપ્નો માં તારું આવવું,અને આખી રાત મીઠી નીંદ ને મારું લાવવું,બસ એક તારા માટે..તારુ અપલક નજરે મને ચાહે છે એ બતાવવું,અને મારુ પ્રેમ માં ન્યોછાવર થઈ જવું,બસ એક તારા માટે..તારુ દિલ માં મારી તસવીર નું જ બનાવવું,અને હું તો તને મારી રગ રગ માં વસાવવું,બસ એક તારા માટે.. મને જોઈને ફક્ત તારુ દિલ ને સંભાળવું,અને મારુ તો દિલ ને તારા નામ કરી લેવું,બસ એક તારા માટે..તારા હાથની લકીરો માં મારુ ના હોવું,અને નસીબ પાસે મારુ વારંવાર તને છીનવી લેવું,બસ એક તારા માટે..તારુ તો સપ્તપદી વચન પછી મને હમસફર બનાવવું,મારુ તો પૂરું આયખું તને સુહાની હમસફર માની લેવું,બસ એક તારા માટે..મારુ કહેલું તને સાચું ના લાગવું,હા..મારા દિલ પર હાથ રાખીને તને કહેવું,આ બધું જ ફક્ત "બસ એક તારા માટે"......અંતે તો એટલું જ કહીશ "નીતિન"...!!તારી તો ફક્ત આ જીંદગી જ મારા નામે કરવી,પણ હું તો મારા સાત જનમ તારે નામ લખાવી દઉં,બસ એક તારા માટે.. ***** મારી આ કવિતા "બસ એક તારા માટે" તમને ગમી હશે, અને હું આ કવિતા પરથી એક સુંદર અને દિલચશ્પ પ્રેમ કહાની "બસ એક તારા માટે" લખવા માગુ છું, તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો..તમારો અભિપ્રાય Chat Box માં અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.નીતિન પટેલ8849633855 Download Our App