સમીર શ્યામલીનો હાથ પકડીને એને રિહર્સલ હોલમાં લઈ જવા લાગ્યો.
શ્યામલી:- "સમીર છોડ મારો હાથ. મારે ઘરે જવું છે."
સમીર કંઈ બોલતો નથી.
શ્યામલી:- "સમીર પ્લીઝ મને જવા દે."
સમીર એને રિહર્સલ હોલમાં લઈ આવ્યો. દરવાજાની સ્ટોપર મારી દીધી.
સમીર શ્યામલી તરફ આગળ વધવા લાગ્યો.
સમીર:- "આજે સવારે કેમ ન આવી?"
શ્યામલી:- "સમીર હવે મારે ડાન્સ નથી કરવો."
સમીર:- "તું તારી મરજીથી આ ડાન્સ છોડીને નહિ જઈ શકે. સમજી?"
શ્યામલી પાછળ હટતી હતી કે પાછળ દિવાલ આવી ગઈ.
"પણ મારી ઈચ્છા નથી હવે ડાન્સ કરવાની." એમ કહી શ્યામલી ત્યાંથી નીકળવા જતી હતી કે સમીરે બંને હાથ દિવાલ પર મૂકી દીધા અને શ્યામલીને બંન્ને બાજુથી ઘેરી લીધી.
સમીર:- "તારી ઈચ્છા હોય કે ન હોય તારે આ ટીમમાં રહેવું પડશે. સમજી?"
શ્યામલી:- "તું મને જબરજસ્તીથી ડાન્સ ટીમમાં રાખીશ?"
સમીર:- "તારે જે સમજવું હોય તે સમજ. પણ તું આ ટીમમાં રહીશ જ."
શ્યામલી:- "તું તારી મરજીથી જે કરવું હોય તે કરે અને હું મારી મરજીથી કંઈ ન કરી શકું."
સમીર:- "wrong તું અત્યાર સુધી તારી મરજીથી જ મારા દિલ સાથે રમત રમી રહી હતી. અને એવું તો મેં શું કર્યું કે તને લાગે છે કે હું મારી મરજીથી કંઈપણ કર્યું છે."
શ્યામલી:- "કાલે તાન્યા સાથે ડાન્સ કરીને શું સાબિત કરવા માંગતો હતો?"
સમીર:- "સીધેસીધુ કહે ને કે તું મને બીજા સાથે જોઈ શકતી નથી. તું જેલીસ ફીલ કરે છે. મારા માટે પઝેસિવ છે."
શ્યામલી:- "નહિ એવું કંઈ નથી. તું જેવું સમજે છે એવું કંઈ નથી."
સમીર:- "તો તારી આંખોમાં આંસુ કેમ આવ્યા? ને તે મારો ફોન કેમ ન રિસીવ કર્યો?"
શ્યામલી:- "મારી મરજી. મારે ફોન રિસીવ નહોતો કરવો. મારી આંખમાં કંઈક કચરો આવી ગયો હતો એટલે આંખમાંથી પાણી આવી ગયું પણ તને એમ લાગ્યું કે હું રડું છું. તારા સવાલોનો જવાબ મળી ગયો હોય તો હું જઈ શકું છું?"
સમીર:- "ના હજી તો આજની ડાન્સ પ્રેક્ટીસ કરવાની બાકી છે. ચેન્જ કરીને આવ. જલ્દી."
શ્યામલી ચેન્જ કરી આવે છે.
સમીર શ્યામલીને પ્રેક્ટીસ કરાવે છે. રોમેન્ટીક Song પર બંન્ને ડાન્સ કરી રહ્યા હતા. સમીર અને શ્યામલી ડાન્સ કરતા કરતા એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે. શ્યામલી સમીર તરફ અદમ્ય ખેંચાણ અનુભવે છે. ડાન્સ કરતા કરતા સમીર શ્યામલીને દિવાલ પાસે ઉભી રખાડે છે. શ્યામલી નિ:શબ્દ થઈ જાય છે. સમીરના હાથની આંગળીઓ શ્યામલીના ગાલ પર રમે છે. શ્યામલી રોમાંચ અનુભવે છે. ત્યારબાદ સમીર પોતાના જમણા હાથના અંગુઠાથી શ્યામલીના કમળ જેવા પાંખડીવાળા અધરોને હળવેથી દબાવે છે. ધીરે ધીરે સમીરની આંગળીઓ શ્યામલીની મોરલા જેવી મનોહર લાંબી ગરદન પર રમે છે. સમીરના ડાબા હાથનો અંગુઠો શ્યામલીની ઊંડી અને ગોળ નાભિની આસપાસ રમે છે અને પોતાનો હાથ શ્યામલીના સુંદર પેટ પરથી પસાર કરે છે...
પ્રિયતમના સ્પર્શમાં એવું માધુર્ય હોય છે જે આપણું રોમેરોમ સજીવન કરી નાખે છે.
શ્યામલી:- "એક વાત પૂછું?"
સમીર:- "બોલ શું કહેવું છે?"
શ્યામલી:- "તું મને....I mean કે તું મારી સાથે..."
સમીર:- "કેમ અટકી ગઈ?"
શ્યામલી:- "સમીર તું સારી રીતે જાણે છે કે હું શું કહેવા માંગુ છું તે."
સમીર:- "Look હું સામાન્ય માણસ છું. હું કંઈ એટલો જ્ઞાની માણસ નથી કે તારા મનની વાત જાણી જાઉં."
શ્યામલી:- "સમીર તું મારી સાથે આવી રીતના કેમ વાત કરે છે?"
સમીર:- "તો કેવી રીતના વાત કરું? એક તો મારો ફોન રિસીવ ન કર્યો ને ઉપરથી એમ કહે છે તું મારી સાથે આવી રીતના કેમ વાત કરે છે. તું તો એવી રીતના વર્તન કરે છે કે જાણે તું રીસાઈ ગઈ છે ને હું તને મનાવવા આવીશ.જાણે કે મારી ગર્લફ્રેન્ડ હોય..."
સમીરની વાત સાંભળી શ્યામલીની આંખમાંથી આંસુ આવી ગયા.
" Ok Ok sorry...હવે તારી સાથે આવી રીતના વાત નહિ કરું.બસ..." એમ કહી શ્યામલીના આંસુ સાફ કરે છે.
સમીર:- "ચાલ હવે બીજા song પર dance કરીએ."
શ્યામલી:- "મારે ઘરે જવું છે."
સમીર:- "Ok...તું ચેન્જ કરી આવ."
શ્યામલી ચેન્જ કરવા જાય છે. સમીર સ્વગત જ બોલે છે " ઑહ ગૉડ શું કરું આ છોકરીનું..? ગમે ત્યારે માઈન્ડ ચેન્જ કરી લે છે..."
સમીર શ્યામલીને ઘરે મૂકી આવે છે. ઘરે જઈ શ્યામલી વિચારે છે કે સમીર પણ મને કદાચ પ્રેમ કરે છે. જો મને પ્રેમ ન કરતે તો મારા આંસુ સાફ ન કરતે...અને મને મૂકવા પણ ન આવતે...મેં એને કેટલો તડપાવ્યો તો એ પણ મને તડપાવવા માંગે છે...તું મને ગમે એટલું તડપાવે તો પણ હું તને જ ચાહતી રહીશ..."
એટલામાં જ શ્યામલીના ફોનમાંથી અવાજ આવ્યો. મોબાઈલમાં જોયું તો સમીરનો મેસેજ હતો. શ્યામલીએ થોડીવાર વાતો કરી. પછી સમીરના વિચારો કરતા કરતાં જ ઊંઘી ગઈ.
બીજા દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે કોલેજ પર પહોંચી ગઈ. રિહર્સલ હોલમાં હતા.
સમીર:- "Ok guys શરૂ કરીએ. આજે ગૃપમાં ડાન્સ નથી કરવાનો. વારાફરતી ડાન્સ કરવાનો છે ok. તો પહેલાં કોણ આવશે?"
તાન્યા:- "હું સ્ટાર્ટ કરીશ."
તાન્યા પછી રિષભ, સલોની એમ બધાએ વાફરતી ડાન્સ કર્યો. છેલ્લે શ્યામલી આવી. બધાની નજર શ્યામલી પર પડી.
શ્યામલીને બધા Observe કરી રહ્યા હતા. શ્યામલી થોડી વ્યથિત થઈ ગઈ. શ્યામલી બધાને જોઈ રહી હતી. સલોની અને તાન્યા પર નજર કરી તો બંને એને જોઈ હસી રહ્યા હતા.
સમીર:- "શ્યામલી શું કરે છે? સ્ટાર્ટ કર."
શ્યામલી ડાન્સ કરે છે પણ વચ્ચે વચ્ચે એની નજર તાન્યા અને સલોની પર જાય છે. શ્યામલી વ્યથિત થઈ જાય છે અને એક સ્ટેપ ચૂકી જતા નીચે પડી જાય છે.
સમીર:- "Come on શ્યામલી get up. મેં તને શીખવ્યું હતું તે યાદ છે ને?"
રિષભ:- "Come on શ્યામલી."
પાયલ:- "come on શ્યામલી તું કરી શકે છે."
રિષભ,દિશા,અપૂર્વ અને સમીરના પ્રોત્સાહનથી ઉભી તો થઈ અને ડાન્સ કરતી હતી કે એટલામાં જ તાન્યા બોલી "સેમી મેં તને પહેલાં જ કહ્યું હતું કે શ્યામલીથી ડાન્સ નહિ થાય."
સલોની:- "તાન્યાની વાત સાચી છે. એનો Confidence તો જો. કેટલો down છે."
દિશા:- "કોઈનો આત્મવિશ્વાસ ન વધારો તો કંઈ નહિ પણ એટલિસ્ટ એનો આત્મવિશ્વાસ તો ન તોડ."
સમીર:- "દિશાની વાત સાચી છે. અને શ્યામલીએ તો એવું શું કર્યું કે તમે એને જોઈને હસો છો."
શ્યામલી:- "સમીર મેં તને કહ્યું હતું ને કે મારાથી ડાન્સ નહિ થાય."
સમીર:- "તને મારા પર વિશ્વાસ છે ને?"
શ્યામલી:- "હા."
પછી સમીર અને શ્યામલી ડાન્સ કરવા લાગ્યા.
"શ્યામલી અને સમીરની જોડી સારી લાગે છે હે ને?" દિશાએ તાન્યા બાજુ જોઈ કહ્યું.
રિષભ:- "હા બંને made for each other છે. Right તાન્યા?"
તાન્યાને ખૂબ ગુસ્સો આવ્યો.
દિશા:- "WOW શ્યામલી શું ડાન્સ કર્યો છે."
રિષભ:- "very good શ્યામલી."
સલોની:- "સમીર સાથે હોય તો ડાન્સ તો superb જ હોવાનો."
સમીર:- "શ્યામલી અને રિષભ ડાન્સ કરશે."
રિષભ:- "Come શ્યામલી."
રિષભ અને શ્યામલી ડાન્સ કરે છે. શ્યામલી જેવી રીતે સમીર સાથે ડાન્સ કરતી હતી તેવી રીતે રિષભ સાથે ન કરી શકી. સમીરે આ વાત નોટીસ કરી.
સાંજે પાછા પ્રેક્ટીસ કરવા ભેગા થયા.
સમીરે શ્યામલીને એકલીને ડાન્સ કરવા કહ્યું.
સમીર:- "come on શ્યામલી you can do it."
પણ શ્યામલીથી એકલીથી ડાન્સ ન થયો. ચહેરા પર પરસેવો થઈ આવ્યો.
સમીર:- "એકવાર હજી પ્રયત્ન કરીએ. Ok?"
શ્યામલી:- "ok..."
શ્યામલીએ ફરીથી ડાન્સ કર્યો પણ નજર તાન્યા અને સલોની પર ફરી ગઈ ને એ એક સ્ટેપ ચૂકી ગઈ.
"શું કરે છે શ્યામલી? તું એક ડાન્સ પણ નથી કરી શકતી. આટઆટલા પ્રયત્ન કર્યાં તો પણ તારાથી એક ડાન્સ સરખી રીતના નથી થતો?" સમીરે ખૂબ ગુસ્સાથી કહ્યું.
બધાની વચ્ચે સમીરે શ્યામલી સાથે ગુસ્સાથી વાત કરી. શ્યામલીની આંખમાં આંસુ આવી ગયા.
રિષભ:- "સેમી શું કરે છે? શાંતિથી વાત કર."
તાન્યા:- "Silly girl...આટલી નાની વાતમાં કંઈ રડવાનું હોય? Loser..!"
સમીર:- "તાન્યા, જે કોઈ છોકરી નાની નાની વાતમાં રડવા લાગતી હોય એ...એ કમજોર નહિ પણ દિલની સાવ ભોળી હોય છે. સમજી?"
શ્યામલીના આંસુ જોઈ સમીરને શ્યામલીની ચિંતા થઈ.
સમીર શ્યામલી પાસે જઈ એના આંસુ સાફ કરીને કહે છે " Sorry...i'm very sorry...
મારે તારા પર ગુસ્સો નહોતો કરવો જોઈતો."
સમીર:- "દિશા પેલી પાણીની બોટલ આપ."
દિશા સમીરને બોટલ આપે છે.
સમીર:- "પાણી પી લે."
શ્યામલી:- "ના...નથી પીવું."
સમીર શ્યામલીને બેંચ પર બેસાડે છે અને બધાને પ્રેક્ટીસ ચાલુ રાખવા કહે છે. થોડીવાર પ્રેક્ટીસ કરી પછી શ્યામલી સાથે પ્રેક્ટીસ કરવા વિચાર્યું.
સમીર:- "ચલ તારે હજી પ્રેક્ટીસ કરવાની બાકી છે."
શ્યામલી:- "સમીર મારે પ્રેક્ટીસ નથી કરવી. મારે ઘરે જવું છે."
સમીર:- "Ok હું તને મૂકી આવીશ. પણ અત્યારે તો રિહર્સલ કરીએ."
શ્યામલી:- "સમીર તું સમજી નથી રહ્યો કે હું શું કહેવા માંગુ છું. મારે ડાન્સ નથી કરવો મતલબ કે આ ટીમમાંથી નીકળી જવું છે. હું એકલી નહિ ડાન્સ કરી શકું."
"Come on શ્યામલી. Get up... તું કરી શકે છે." એમ કહી સમીર શ્યામલીનો હાથ પકડી લઈ આવે છે અને શ્યામલીને ડાન્સ કરાવવા લાગે છે.
સમીર ચૂપચાપ ડાન્સ કરાવી રહ્યો હતો. સમીરનું વર્તન પણ થોડુંક બદલાયેલું લાગ્યું.
ખાસ્સીવાર સુધી ડાન્સ કર્યો.
ક્રમશઃ