પ્રિતની તરસ - ભાગ ૮ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિતની તરસ - ભાગ ૮

   શ્યામલી જમીને બાલ્કનીમાં બેઠી હતી. સમીરની યાદ આવતા શ્યામલીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. શ્યામલી ડાયરી અને પેન લઈને બાલ્કનીમાં આવી અને કંઈક લખવા લાગી.

पाने से खोने का 
मज़ा कुछ और है , 
बंद आँखों में रोने का 
मज़ा कुछ और है । 
आँसू बने लफ्ज़ 
और लफ्ज बने गज़ल , 
और उस गज़ल में... 
तेरे होने का 
मज़ा कुछ और है ।

    શ્યામલીએ વિચાર્યું કે "I think મારે લેટર લખવાનું બંધ કરી દેવું જોઈએ. હું લેટર નહિ લખું તો સમીરને કંઈ ખાસ ફરક નહિ પડે. એમ વિચારી શ્યામલીએ મનોમન નક્કી કર્યું કે હવે હું સમીરને લેટર નહિ લખું."

   આબાજુ સમીરની Mystery girl પોતાને મળવા નહિ આવી એનું દુઃખ સમીરને થયું હતું. સમીરને એ છોકરી પર ખૂબ ગુસ્સો આવતો હતો. લેટર મળ્યો તો પણ એ છોકરી મને મળવા ન આવી.

    શરૂઆતમાં શ્યામલી જ્યારે પણ સમીરને જોતી ત્યારે આંખમાં ઝળઝળીયા આવી જતા. પણ ક્લાસમાં બધા આસપાસ હોય એટલે ચહેરા પરથી અણસાર નહોતી આવવા દેતી. ક્લાસમાં તો રડી શકતી નહોતી પણ ઘરે ચૂપચાપ આવીને રડી લેતી. પછી પોતાના જ મનને  સમજાવતી રહેતી કે "શું તું પણ શ્યામલી આવી નાની નાની વાતમાં રડવાનું ન હોય." જ્યારે જ્યારે આ વાક્ય બોલતી ત્યારે ત્યારે શ્યામલીનું હ્દય વધારે રડતું.

સ્મરણના લીસોટા સમય સાથે ઝાંખા પડતાં હોય છે. સ્મરણો પણ ધીમેધીમે ભૂંસાતા હોય છે. જો કે સ્મરણો કયારેય મરતાં નથી. થોડા સમય માટે એ સુષુપ્ત થઇ જતાં
હોય છે. સ્મરણો અચાનક સજીવન થઇ સામે આવી જાય છે. સંબંધો જીવંત થઇ જાય છે.

    સમય માત્ર ખરાબ અનુભવે કરાવે એવું જરૂરી નથી. ખરાબ સમયમાં માત્ર બીજાની જ ઓળખ થાય એવુ નથી હોતું. આપણને આપણો પણ પરિચય થતો હોય છે.
આપણે આપણને પણ વધુ ઓળખતાં થતાં હોય છે. ખરાબ સમય ઘણીવખત આપણને પણ એ સમજાવી જાય છે કે બધુ તું માને છે એવું જ હોતું નથી. ઘણું બધું જુદું હોય છે.
બધું જ ખરાબ પણ નથી હોતું, કંઇક સારું પણ હોય છે. આપણે આપણા ખરાબ સમયની સારી બાજુઓ જોઇ શકીએ છીએ? સારામાં થોડુંક ખરાબ પણ હોય છે.
ખરાબમાં કંઇક સારું પણ હોય છે. સરવાળે તો  આપણે જે શોધીએ એ જ આપણને મળતું હોય છે.

    શ્યામલી ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી હતી.
ક્યારેક શ્યામલી Love story વાંચતી ત્યારે પુસ્તકના પન્ના માંથી નવલકથાનો નાયક શ્યામલી સામે આવી જતો. એ નાયકમાં શ્યામલી સમીરને જોતી અને શ્યામલીના ચહેરા પર હળવી મુસ્કાન આવી જતી.

સમીરને પણ કોઈ કોઈક વાર Mystery girl ની યાદ આવી જતી.

     સવારનો સમય હતો. વરસાદ હજી હમણાં જ બંધ થયો હતો. સૂરજના હળવા કિરણો ચારે તરફ ધરતી પર પથરાયેલા હતા. કૂણો કૂણો તડકો પડ્યો હતો. કળીમાંથી ફૂલો ખીલી રહ્યા હતા. ફૂલોની સુગંધ ચારેય તરફ ફેલાયેલી હતી.
સમીર લોનમાં ચા પીતો હતો એટલામાં જ ત્યાં રિષભ આવે છે.

રિષભ:- "Wow! થેપલા સાથે ચા. જોઈને જ મન ખુશ થઈ ગયું."

સમીર:- "આ લે તારી સ્પેશ્યલ એલચી વાળી ચા."

રિષભ:- "આજનું વાતાવરણ ખુશનુમાં છે."

સમીર:- "सर्दी की धूप, घर का आँगन, थोड़ी फ़ुरसत और गर्म चाय...कोई ठहरा दे वक़्त...
यही पर बस...कुछ देर..!"

"વાહ..! મિ. શાયર હજી એક થઈ જાય." રિષભે ચાની ચુસ્કી લેતા કહ્યું.

સમીર:- "ये धुएँ का उबाल और मौसम की सरगर्मियाँ...कुदरत की केतली पर कोई चाय बन रही हो जैसे!"

રિષભ:- "વાહ! શું વાત છે? પણ તને આ શાયરીનો ચસ્કો ક્યારથી લાગ્યો.?"

સમીર:- "પેલી Mystery girl ના લેટર વાંચીને બસ થોડી શાયરીનો ચસ્કો લાગી ગયો. મારે એ
Mystery girlને શોધવું છે."

રિષભ:- "હા આપણે આ Mystery girlને શીધીને રહીશું."

સમીર:- "Hey રિષભ...મેં ડાન્સ માટે કંઈક વિચાર્યું છે. આપણે આવતા વર્ષે "दिल से डान्स" શૉ માં ભાગ લેવાનો છે. આવતા વર્ષે કોલેજનું છેલ્લું વર્ષ હશે એટલે વાંધો નહિ.
આ વર્ષે તો ફોર્મ ભરાઈ ગયા છે."

રિષભ:- "તો તો આપણે ખૂબ પ્રસિધ્ધ થઈ જઈશું."

સમીર:- "હા અને આપણું કરિયર પણ બની જશે. કેટલાંક ડાન્સર બનશે તો કેટલાંક કોરિયોગ્રાફર બનશે."

રિષભ:- "હા પણ શૉમાં જવા માટે તો જોડી જોઈએ છે. આપણાં ગૃપમાં તો સાત સભ્યો છે. તારી જોડી શોધવી પડશે."

સમીર:- "હા એ તો શોધી લઈશું."

રિષભ:- "Ok આજે જલ્દી કોલેજ જઈએ અને જલ્દી આવી ઘરે થોડો આરામ કરી લઈશું."

સમીર:- "કેમ? આજે શું છે?"

રિષભ:- "આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. આજે મોડી રાત સુધી રાસ રમીશું."

    છેલ્લાં બે દાયકાથી પણ વધારે સમયથી મુંબઈમાં પારંપારિક નવરાત્રિને જીવંત રાખનાર ગોવિંદરાજ નાયડું ચેરીટ્રેબલ ટ્રસ્ટ આ વર્ષે પણ રાસરસિયાઓને ગરબે ઘુમાવવા તડામાર તૈયારીઓ કરી હતી. બોરીવલીના કોરાકેન્દ્ર ગ્રાઉન્ડમાં ૧૪ વર્ષથી નાયડુ ક્લબના બેનર હેઠળ નવરાત્રિનું આયોજન કરનારું મુંબઈનું આ એકમાત્ર મંડળ છે જે ઘણાં તડકા છાંયડા વચ્ચે આજે પણ અવિરત ખેલૈયાઓને રાસ રમાડે છે.

સાંજે શ્યામલી, પાયલ, રિયા બધા રાસ રમવા પહોંચી ગયા હતા. સમીર, રિષભ, નિખિલ પણ પહોંચી ગયા હતા.

પાયલ, શ્યામલી, રિયા એકબાજુ ઉભા રહી વાતો કરી રહ્યા હતા.

રિયા:- "તમે વાતો કરો. હું મોબાઈલ માસીને આપવા જાઉં છું. હાથમાં મોબાઈલ પકડીને નાચવાની મઝા નહિ આવે."

શ્યામલી:- "જલ્દી આવજે."

રિયા ઝડપથી જતી હતી કે રિયા કોઈક સાથે અથડાઈ અને મોબાઈલ નીચે પડી ગયો.

મોબાઈલને લેતા લેતા રિયાએ "Sorry"કહ્યું.

સામેવાળી વ્યક્તિએ પણ "Sorry" કહ્યું.

પરંતુ જેવું રિયાએ મોબાઈલ લઈને ઉપર જોયું તો રિષભ હતો. એને જોઈને જ રિયાએ કહ્યું "I am Sorry" કે મે તને Sorry કહ્યું. એટલે હું મારું Sorry પાછુ લઉં છું."

રિષભ:- "ભૂલ તો આપણા બંનેની હતી. OK?"

"મને છે ને ઘમંડી અને attitude વાળા લોકો સાથે વાત કરવાનો  કોઈ શોખ નથી." એમ કહી રિયાએ ચાલતી પકડી.

"ખબર નહિ પોતાની જાતને શું સમજે છે." એમ મનમાં બોલતો બોલતો રિષભ જતો રહ્યો.

રિયા પણ મોબાઈલ આપીને શ્યામલી અને પાયલ પાસે પહોંચી જાય છે. એટલામાં જ એક હેન્ડસમ બોયઝના ગ્રુપને જોઈ પાયલ બોલી
"આ હેન્ડસમ બોયનું ગ્રુપ આ તરફ જ આવી રહ્યું છે.

એ ગ્રુપના નજીક આવતા જ પાયલ બોલી "તમને ખબર છે મને ક્યા રાસમાં સૌથી વધુ નાચવાનું ગમે."

રિયા:- "હા તો બોલને તને ક્યાં રાસમાં નાચવાનું ગમે?"

પાયલ:-"આવતા જતા જરા નજર તો નાખતા જજો...બીજુ તો કંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો..."

પાયલની વાત સાંભળી એ ગ્રુપ મંદ મંદ હસતા હસતા પસાર થઈ ગયા. રિષભ અને રિયાની ફરી નજર મળે છે. રિયા પોતાનો ચહેરો ફેરવી લે છે. શ્યામલીએ આ વાત નોટીસ કરી.

શ્યામલી:- "શું પ્રોમ્લેમ છે તને રિષભ સાથે?"

રિયા:- "બસ મને એ ઘમંડી લાગે છે."

પાયલ:- "ચલો ચલો આરતી શરૂ થવાની છે."

આરતી કરી પછી બધા રાસ રમવા લાગ્યા. DJ માં Song ચાલું થયું.

   સમીર થોડીવાર રાસ રમ્યો. "થોડીવાર પછી રાસ રમુ." એમ વિચારી પાંચ મિનીટ ઉભો રહ્યો. સમીર આસપાસના લોકોને રાસ રમતા જોઈ રહ્યો હતો. રાસ રમતા લોકોને જોતા જોતા સમીરની નજર એક છોકરી પર પડે છે.
તેનાં નેત્ર કમળની પાંખડી જેવાં વિસ્તૃત હતાં.
કમળની પાંદડી આકારના ગુલાબી અધર.
મોતીઓની પંકિતની જેમ અત્યંત મનોહર દાંતોની પંકિત હતી. મોર જેવી લાંબી અને મનોહર ગરદન. પેટ સુંદર....મુઠ્ઠીમાં પકડાય એવી પાતળી કેડ. ઊંડી અને ગોળ નાભિ. છીપ જેવા સુંદર કાન. કલાપૂર્ણ અંબોડો. સમીર તો એ છોકરીને જોઈ જ રહ્યો.

DJ માં Song વાગી રહ્યું હતું.

ओह हालो..

कमरिया.. कमरिया..
कमरिया.. कमरिया..

छमा छम नाच आजे
धमा धम ढोल बाजे
नोंन स्टॉप हल्ला मचेगा
ओये नाचो सारे..

पपपपा पीपानी पे
अज नया स्टेप सीखे
नोंन स्टॉप हल्ला मचेगा
ओये नाचो सारे..

अपनी फेमस है रात वाली यारियां
जाने सारे जहां आ..

पेथल पुरमा सुनले ओ छोरिया
झूमे नगरिया जब जब ये घूमे..
कमरिया रे थारी कमरिया
कमरिया रे थारी कमरिया

अहा
शु वात छे
कड़क
चले वे रैप पकड़ ने

सूरत से सीधा अहमदाबाद आया
खेलने के लिए संग डंडिया भी लाया
tell me baby girl
What is your name छे
पहले नज़र में हो गया तुमसे प्रेम छे
आज रात एक बार हाथों में लेके हाथ
थाम लूं कमरिया तेरी
डांस करूँ तेरे साथ
जिसको है नाचना वो फ्लोर पे आ जाए
जिसका जो पसंदीदा स्टेप करके वो दिखाए
हालो..

    શ્યામલી તો પોતાનામાં જ મગ્ન બની નાચતી હતી. શ્યામલી જે રીતે દોઢિયાના સ્ટેપ લઈ રહી હતી એ જોઈ સમીર દંગ રહી ગયો. શ્યામલી કેવી રીતના દોઢિયાના સ્ટેપ લે છે તેનું નિરીક્ષણ કર્યું. અચાનક જ શ્યામલીની નજર સમીર પર પડે છે. શ્યામલી મનોમન ખુશ થાય છે.

    ત્રીજા રાઉન્ડમાં તો શ્યામલીની પાછળ જઈ સમીર દોઢિયા રમવા લાગ્યો. બંનેની નજર મળે છે. બંને DJ ના તાલ પર ઝૂમી રહ્યા હતા. DJ બંધ થયું ત્યારે જ બંનેના થરકતા પગ અટક્યા.

"Hi હું સમીર." એમ કહી સમીર શ્યામલી સાથે Shake hand કરે છે.

શ્યામલી:- "મારું નામ શ્યામલી."

સમીર કંઈક કહેવા જતો હતો કે રિયાએ શ્યામલીને બૂમ પાડી "શ્યામલી ચલ બહુ મોડું થઈ ગયું છે."

શ્યામલી:- "મારે જવું પડશે. Bye..."

સમીર:- "Bye..."

શ્યામલીએ પાંચ-છ કદમ ચાલ્યા પછી ફરીને જોયું તો સમીર શ્યામલીને જ જોઈ રહ્યો હતો.

ક્રમશઃ