Preetni taras - 5 books and stories free download online pdf in Gujarati

પ્રિતની તરસ - ભાગ ૫

             સમીરને વિચાર આવ્યો કે કોઈ છોકરી
હશે જે એના પર ફિદા થઈ શાયરી લખતી હશે. મારા પર થોડો crush હશે. થોડા દિવસમાં ભૂલી જશે. સમીરે મનોમન તો બોલી દીધુ પણ એ પત્રના લખાણના ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરના નાદથી લખેલા હતા એ સમીરે અનુભવ્યું. ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. બીજા દિવસે પણ એવું જ રંગબેરંગી ફૂલો વાળું કવર મળ્યું સમીરને. ઘરે જઈને એ લેટર વાંચ્યો.

"જ્યારે પણ તારા માટે કંઇક લખવા માંગુ છું- ત્યારે ત્યારે એ જ મીઠી મૂંઝવણ -મારા હાથ પર આવી ને અટકી જાય છે. આંગળી ઓ જાણે કે મન -મગજ ની વાત નથી સાંભળતી અને બસ હૃદય ના અસ્ખલિત પ્રવાહ મા જ સ્થિર થઇ જાય છે. 

तुम...सोच भी नहीं सकते...
हम...कितना सोचते है तुम्हें...
जितना तुझे किसी ने चाहा भी
ना होगा उतना तो मैंने 
सिर्फ सोचा हैं तुझे।

આજે ભલે હું તારા થી દુર છું પણ...મારું હૃદય આત્મા એ તો તારી સાથે જ છે...તારી પાસે જ છે...એક ક્ષણ પણ તારા વગર વિચારી શકતી નથી...

તમે આવ્યા જીંદગીમાં ને...જીંદગીને ખુશ રહેવાનું કારણ મળી ગયું...મારી પ્રથમ અને અંતિમ ઈચ્છા એક જ હશે...તમને ચાહતા રહેવાની...તું ચોક્ક્સપણે મારામાં કશે ઓગળી ગયો છે. હું તને શોધતી ફરતી રહું છું અને તું મારી અંદર મને મળી જાય છે. આંખો બંધ કરૂં ને તું દેખાઈ જાય છે. હું મારી ચારેય તરફ તને જોઈ રહી છું. તું કહીશ કે આ બધા પાગલપણાના અણસાર છે...હશે...હું તારી દીવાની બની ગઈ હોય એમ તારી લગન લાગી ગઈ છે. 

गजल सुनु,,,
शेर पढू,,,
या बस तुझे देखा करू...
उफ्फ...उफ्फ...
एक ही वक्त मे
मैं कितने नशे करा करू...!!

શબ્દોથી સ્પર્શી લઉં છું તને એ જ ઘણું છે.
તારું જાણવું ક્યાં જરૂરી છે કે હું ચાહું છું તને...!!!

जहां हो
जैसे हो,
वहीं पर 
वैसे ही
रहना तुम
तुम्हें पाना ही जरूरी नहीं
तुम्हारा होना ही काफी है !

બસ -વધારે શું કહું??? જે કહો તે- તું સાથે છે તો બધું જ છે....બસ તારા થી જ બધું શરુ થાય છે અને તારા થી જ બધું અસ્ત... 
બસ તું મારી સાથે રહેજે...
મારી જીંદગી મારી દુનિયા તું અને માત્ર તું જ છે...બસ...સાથે રહેજે...હરપળ... હરક્ષણ...હમેંશા....આમ જ..."

      સમીરને દરરોજ લેટર મળવા લાગ્યા. ધીરે ધીરે સમીરને આ લેટર વાંચવાની ટેવ પડી ગઈ. આખરે સમીરે નિર્ણય કર્યો કે આ છોકરીને શોધવી જ રહી. કોણ હશે એ છોકરી જે મને ચાહે છે. પણ એ છોકરીને શોધે પણ કેવી રીતે...? Hand writing ને લીધે સમીર શોધી કાઢતે કે આ લેટર કોણે લખ્યો હતો. પણ લેટર તો ટાઈપ કરેલો હતો. સમીરને ખ્યાલ આવી ગયો હતો કે આ છોકરી ડરે છે કે ક્યાંક હું એને પ્રેમ નહીં કરું તો...!! એને ડર છે કે હું એનું પ્રપોઝલ એકસેપ્ટ નહીં કરું. હું એને રીજેક્ટ કરી દઈશ તો એ સહન નહીં કરી શકે. એટલે જ એ કદાચ મારી સામે આવતા ડરે છે. પણ એ એકવાર સામે આવે તો ને..!! 

     સમીરને વિચાર આવ્યો કે આ Mystery girl
છે કોણ..? જ્યારે એ કાલે મારા બેગમાં લેટર મૂકશે તો હું એને ચોરીછૂપીથી જોઈશ. 

      બીજા દિવસે સાંજે સ્કૂલ છૂટ્યા પછી બધા ક્લાસમાંથી જતા રહ્યા. શ્યામલીએ દરરોજની જેમ બહાનું બનાવી ક્લાસમાં જતી હોય છે. ત્યાં જ એની નજર સમીર પર પડે છે. શ્યામલી વિચારે છે કે આજે સમીર કેમ ડાન્સ ક્લાસમાં જતો નથી. શ્યામલીને ખ્યાલ આવી જાય છે કે એ મને જોવા માટે ઉભો છે. શ્યામલી ત્યાંથી તરત જ વળી જાય છે અને રિયા સાથે ઘરે જતી રહે છે.

     સમીર રાતે ઊંઘતા ઊંઘતા વિચારે છે કે એને ખબર હતી કે હું એને જોવા માટે એની રાહ જોવ છું. એણે મને ક્લાસની બહાર જોયો હશે એટલે લેટર મૂકવા પણ ન આવી. હવે શું કરું..? કેવી રીતે એને મળું..? એ Mystery girl વિશે વિચારતાં વિચારતાં સમીરને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો પણ એને ખ્યાલ ન રહ્યો.

      શ્યામલી સચેત થઈ ગઈ હતી કે સમીર ગમે ત્યારે છૂપાઈને એને જોઈ લેશે તો..? એટલે કોઈને પણ જરાય ખ્યાલ ન આવે એ રીતે સમીર જ્યારે બીઝી હોય ત્યારે એના બેગમાં લેટર મૂકી દેતી. શ્યામલીની માસીની છોકરી રિયાને પણ આ વાત નહોતી જણાવી. શ્યામલી તો બસ સમીરને જોઈને જ ખુશ હતી.

वो छु रहा है मुझे 
कभी हवा तो कभी ख्याल बनकर
बहक रही हुं मे भी 
कभी साँस तो कभी इक ख्वाब बनकर।

    સમીરે આ Mistry girlને શોધવા ઘણી કોશિશ કરી પણ સમીરને એ છોકરી હાથ ન લાગી.

      આમને આમ બારમું ધોરણ પૂરું થઈ ગયું પણ ન તો આ છોકરી સામે આવી કે ન તો એ લેટર બંધ થયા. કોઈ ને કોઈ રીતે એ લેટર સમીર પાસે પહોંચી જતા. સમીરની એ છોકરીને મળવાની ઈચ્છા તીવ્ર થતી રહી. પણ પોતે એ છોકરીને કઈ રીતે જવાબ આપે એ વિચારવા લાગ્યો. શ્યામલીને હવે લેટર લખવાની ટેવ પડી ગઈ હતી. 

मैं एक कागज का पन्ना हूँ
जिस पर कुछ नही लिखा 
तुम्हारे सिवा।
रिश्ता उस से,
इस तरह कुछ मेरा बढने लगा
मैं उसे लिखने लगी
तो वो मुझे पढ़ने लगा।

      શ્યામલીને વિચાર આવ્યો કે રિયાને પોતાના મનની વાત કહેવી જોઈએ. પણ અત્યારે નહિ કહું. યોગ્ય સમય આવે ત્યારે કહીશ.

નથી કોઈ લાભ કોઈને સત્ય કહેવામાં,,
ઘણીવાર મજા છે બસ મૌન રહેવામાં..

    કોલેજનો પહેલો દિવસ હતો. શ્યામલી અને રિયા પણ વાતો કરતા કરતા કોલેજમાં આવ્યા.

    ક્લાસના વિભાગો પાડવામાં આવ્યા હતા. A ક્લાસમાં ૮૬% થી વધારે ઉપર ટકા હોય તે વિધાર્થીઓનો સમાવેશ થતો હતો. ૭૧% થી ૮૫ % સુધીના વિધાર્થીઓનો B ક્લાસમાં સમાવેશ થતો. ૫૬% થી ૭૦% વચ્ચેનાઓનો C ક્લાસમાં આવતા. ૪૧% થી ૫૫ % વાળા D ક્લાસમાં આવતા.

શ્યામલી:- "સારું કે આપણે પાસ તો થઈ ગયા."

રિયા:- "હા Thank God કે આપણે પાસ થઈ ગયા. હા પણ આપણા કેટલા ટકા આવ્યા તે આપણે પાયલને પૂછી લેતે તો સારું."

શ્યામલી:- "અરે યાર છોડને. આપણે પાસ થયા એ જ મોટી વાત છે."

રિયા:- "પાયલ લેપટોપ ખોલીને બેઠી જ હતી તો કેટલા ટકા આવ્યા તે પણ એ કહી જ દેતે ને..!"

શ્યામલી:- "હા પણ મારે ઉતાવળ હતી એટલે મે Bye કહીને ફોન મૂકી દીધો. એ મને તે દિવસે કંઈક કહી રહી હતી પણ મારે ઉતાવળ હતી એટલે મેં ફોન મૂકી દીધો."

રિયા:- "સારું વાંધો નહિ."

શ્યામલી:- "આપણા નામનુ લિસ્ટ જોઈએ. C ક્લાસમાં છે કે D ક્લાસમાં."

રિયા:- "D ક્લાસથી શરૂઆત કરીએ."

શ્યામલી અને રિયાએ D ક્લાસનું લિસ્ટ ઉપરથી નીચે જોયું પણ એમાં તો બંન્નેનું નામ જ નહોતું.

શ્યામલી:- "C ક્લાસના લિસ્ટમાં જોઈએ."

બંનેએ C ક્લાસનું લિસ્ટ પણ જોયું. એમાં પણ નામ ન હતું.

રિયા:- "હવે B ક્લાસનું લિસ્ટ જોઈએ."

બંનેએ B ક્લાસનું લિસ્ટ જોયું. એમાં પણ બંનેને નામ ન મળ્યું. 

બંનેની ધડકનો વધી ગઈ. 

શ્યામલી તો પગથિયા પર જ બેસી ગઈ.

શ્યામલી:- "આપણને કોલેજમાંથી કાઢી મૂક્યા કે શું..?? આપણું તો નામ જ નથી ને..!! લાગે છે કે આ વખતે પોઈન્ટ પર જ પાસ થયા છે. હવે તો કોઈ કોલેજમાં એડમિશન જ નહિ મળે."

રિયા:- "હવે તો મને પણ એમ જ લાગે છે."

એટલામાં પાયલ પગથિયા ચઢીને ઉપર જતી હોય છે.

શ્યામલી:- "પાયલ ક્યા ક્લાસમાં છે તું?"

પાયલ:- "A ક્લાસમાં."

રિયા:- "શું વાત કરે છે?"

પાયલ:- "અરે મને પણ વિશ્વાસ નહોતો આવ્યો કે હું A ક્લાસમાં છું."

શ્યામલી:- "સારું કે તું A ક્લાસમાં છે. અમારું તો નામ જ નથી કોઈ પણ લિસ્ટમાં."

પાયલ:- "ઈડિયટ તમારું નામ A લિસ્ટમાં છે."

"શું વાત કરે છે..? રિયલી..?" એમ કહી રિયા A ક્લાસનું લિસ્ટ જોવા ઝડપથી દોડી. પાછળ શ્યામલી પણ ઝડપથી દોડી. પાયલ શાંતિથી એમની પાછળ ચાલીને ગઈ.

શ્યામલીએ A ક્લાસનું લિસ્ટ ચેક કર્યું. શ્યામલીનો રોલ નં.૧૦૦ હતો. રિયાનો ૯૯ અને પાયલનો ૯૮ હતો.

પાયલ:- "હું તમને લોકોને કહેવાની હતી કે તમારા લોકોના સારા ટકા આવ્યા છે. પણ શ્યામલીએ મારી વાત સાંભળ્યા વગર જ ફોન ડિસક્નેક્ટ કરી દીધો."

રિયા શ્યામલીને ગુસ્સાથી જોઈ રહી.

શ્યામલી:- "Sorry."

રિયા:- "Sorry બોલવાની જરૂર નથી. ચાલ હવે ક્લાસમાં જઈએ."

શ્યામલી:- "Ok..."

રિયા:- "તું છે ને હંમેશા નેગેટિવ વિચારે છે."

શ્યામલી:- "પણ હું શું કરું?  आदत से मजबूर!"

    પાયલ, રિયા અને શ્યામલી છેલ્લી બેંચ પર બેસે છે. એટલામાં જ સમીર ક્લાસમાં આવે છે અને પોતાની જગ્યાએ એટલે કે પહેલી બેંચ પર બેસે છે. 

    છેલ્લી બેંચ પર બેઠેલી શ્યામલી તો સમીરને જોઈ જ રહી અને વિચારવા લાગી ચલો હવે સમીરને મન ભરીને તો જોઈ શકાશે એ વિચારતા શ્યામલી ખુશ થઈ. 

     પ્રેમ નો નશો હોય, નશીલા પદાર્થો જેવો જ. એ નશામાં રહેનાર ને અર્જુન નાં લક્ષ્ય ની માફક માત્ર મનગમતી વ્યક્તિનું જ ચિંતન રહ્યા કરે. હ્રદયમાં જાણે મઘમઘતી મઘુમાલતી નો છોડ ઉગી નીકળે અને આખો દિવસ બસ એની જ સુંગંધમાં તરબતર રહેવાનું મન થાય. ઇશ્ક ની વાત નિરાળી, તેમાં જોવાનો અંદાજ બદલાય, સપનાનું વિશ્વ રચાય અને મેઘધનુષી આંખોમાં સાત રંગની ઉપર આઠમો રંગ ઉમેરાય.

   સાંજે કોલેજ છૂટતી વખતે કોઈ ન જોય એમ શ્યામલીએ ટાઈપ કરેલો લેટર સમીરની બેગમાં મૂકી દીધો. દરરોજની જેમ સાંજે ફરી સમીરને પોતાની બેગમાંથી લેટર મળ્યો. સમીરે વિચાર્યું કે બહુ થયું હવે. એ છોકરીએ આ જ કોલેજમાં એડમિશન લીધું છે. મારે આ છોકરીને મળવું છે. 

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED