Featured Books
શ્રેણી
શેયર કરો

બેક ફાયર - (એ ડિવાઇન સિડ ટર્ન ટૂ ગ્રો...) - પાર્ટ - 0૧

જો મારે મહાભારત યુદ્ધ નુ તારણ આપવાનુ હોય અને તે પણ એક લીટી મા તો તે હુ નીચે મુજબ આપી શકુ.
?
 "સમજુ, સમર્થ વ્યક્તિઓ ખરા સમયે ચૂપ રહ્યા એ જ મહાભારતનુ કારણ".

પરિણામ ?યુદ્ધ નો જન્મ પછી તે એક રાજ્ય માટે હોય કે સંપત્તિ નુ કે પ્રેમ યુદ્ધ કે પછી ધર્મ યુદ્ધ...
અંતે 
?
""BACK FIRE???જે આગ બીજા માટે લગાવી હતી તે આજે તમને ભસ્મ કરવા તૈયાર છે.""


આપણે અહીંયા માત્ર 
ધર્મ યુદ્ધ...નીજ વાત કરીશુ.

બે બાબતો પર મારો આ આર્ટિકલ છે. 
(1). ધર્મ શુ છે તેના સ્થાપન નુ કારણ.
(2). ધર્મ નુ અતિક્રમણ.

ચાલો સમજીયે પહેલી બાબત,

ધર્મ શું છે ચાલો સમજીએ આપણે ધર્મ નો સાદો મિનિંગ,
જે માત્ર એટલો જ છે કે "જે જીવનને સરળ બનાવે અને એ ઈશ્વરી જીવન દ્વારા કોઈ પણ એટલે કે માનવનિર્મિત કે પ્રાકૃતિક નિર્મિત નૂકસાન કરિયા વગર તેમના વચ્ચે સસમતુલન રાખીને,  કુદરતનો જ એક ભાગ માનીને જીવન વ્યતીત કરે છે તેને ધર્મ કહેવાય."

જ્યારથી મનુષ્ય ને મનુષ્ય હોવાની સમજ પડી ત્યારથી તે નિત નવા નિયમ કરમ બનાવતો ગયો અને તેની આ પ્રક્રિયા મા ક્યારેક તે પોતે ભગવાન બની ગયો કે પોતાને ભગવાન ની સમક્ષ સાબિત કરતો ગયો.

જેમાંથી અનેક નવી સંસ્કૃતિનું જન્મ થયો, નવી વ્યવસ્થા સાથે સાથે જુદી જુદી વ્યવસ્થાનુ સતત નિર્માણ કાર્ય થતું જ રહ્યું.

આ વિશાળ પૃથ્વી પર અનેક જાતિઓ જનજાતિઓ વાસ છે, જેમાંથી અમૂક આજે એકદમ સમૃદ્ધ થી પણ સમૃદ્ધ જીવન વ્યતીત કરે છે જ્યારે પૃથ્વીનૉ  બીજો ચહેરા કંઈક જુદું જ ચિત્ર બતાવે છે જેથી એમ કેવું પડે કે આજે પણ લોકો એવો પણ છે જેવો પ્રાચીનથી અતિપ્રાચીન જીવનશૈલીનું અનુકરણ અને આચરણ કરે છે અને તેમના ધર્મનુ આચરણ કરે છે વધુ મા તેઓ પોતાની મર્યાદામાં રહીને પોતાનું જીવન કુદરતના ખોળે વ્યતીત કરે છે.

આપણી નજરમાં તેઓ કદાચ પછાત હશે પણ આપણને કોઈ એવો અધિકાર નથી ભગવાને આપેલો કે આપણે તેમના જીવનને પ્રભાવિત કરીએ મતલબ કે આપણે આપણા વિચારો તેમની ઉપર થોભીએ, અને બળ જબરી કરીને તેમને આપણા જેવા  બનાવીએ,.. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે બસ આજ એક મોટી ભૂલ કરીયે છીયે, હોઈ શકે કે તેઓ માસાહારી હશે, પણ તમારા શાકાહારી હોવાથી માત્ર શું તેમનું તમે જીવન નજ  બદલવા માગો છો...!!!!વધુ મા એટલુ આછુ હોય એમ તેમની ધાર્મિક જનસંખ્યા(Religious Demography) ને પણ બદલવા ની સતત કોશિશ કરતા રહીયે છીએ...

થોડો વિચાર તો કર માનવી, તેઓ બિચારા એક કુદરતના ખોળે રહે છે અને વળી, પોતાની બાંધેલી હદ માં રહે છે તો પછી એમને એમનુ જીવન જીવવા દો, કારણ કે તેમના થકીજ જે કુદરતી સમતુલન જળવાયુ છે તેને ટકાવી (Intact) રાખેલુ છે એ તમે તો બગાડી ચૂક્યા છો, તમે તો માત્ર તે વધુ ન બગડે તેની ચિંતા કરો.

આ પૃથ્વી પર ઘણા બધા ધર્મનો જન્મ થયો જેમાં હિંદુ ધર્મ અતિપ્રાચીન છે લગભગ 5000 વર્ષો જૂનો, જ્યારે અમુક ધર્મો નો જન્મ માત્ર ચૌદસો કે 2000 વર્ષ પહેલા થયો હશે.

જેમાં મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી, પારસી વગેરે વગેરે ધર્મોનો સમાવેશ થાય છે. દરેક ધર્મનું ઉત્પત્તિ સ્થાન અલગ અલગ જગ્યા પર છે તેમની સંસ્કૃતિ પણ અલગ અલગ છે તેમના વિચારો અલગ છે તેમનું જીવનધોરણ અલગ છે પણ જેને પણ આ ધર્મની રચના કરી, કે રચના કરવી પડી તે જે તે સમયની જરૂરિયાત કે માંગ ગમે તે હોઈ. પણ જેને પણ આ મહાન ધર્મો ની રચના કરી, તેઓ જરૂર મહાન વ્યક્તિઓ હશે, અને ચોક્કસ કુદરતના દરેક નિયમો જાણતા હશે અને માનતા હશે.

દરેક ધર્મસ્થાપક પોતાના ધર્મ સ્થાપન માં વિશ્વ શાંતિ તેમના ધર્મ નો મુખ્ય પાયો રાખ્યો હશે એવું હું મારી અંતર આત્મા થી ચોક્કસ કહી શકું, કારણ કે આ બધા ધર્મો બે પગ, બે હાથ, એક માથાવાળા માનવી કે દિવ્ય માનવીએ (ઈશ્વરીય શક્તિઓ જેમને  આત્મસાત કરી કે જેમને શાક્ષાત જોઈ હોય તેવા લોકોની વાત છે).

to be continue ....